કેમ ઉપરાષ્ટ્રપતિએ મહાભિયોગ પ્રસ્તાવ ફગાવી દીધો?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રા સામે વિપક્ષ દ્વારા લાવવમાં આવેલા મહાભિયોગના પ્રસ્તાવને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વૈંક્યા નાયડૂએ ફગાવી દીધો છે.
માનવામાં આવી રહ્યું છે કે નાયડૂએ ટેકનિકલ આધાર પર અને તેમાં આપેલા કારણો મજબૂત ન હોવાના આઘાર પર આ પ્રસ્તાવ ફગાવી દીધો છે.
કોંગ્રસ સહિત સાત પક્ષોએ મહાભિયોગની નોટિસ આપી હતી. વિપક્ષના સાત પક્ષોના કુલ 71 સાંસદોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પ્રસ્તાવમાં સાત નિવૃત જજોએ પણ સહી કરી હોવાની વાત સામે આવી રહી છે.
જોકે, તેમાં સાત સાંસદોની સહી માન્ય ન હોવા છતાં પણ આ પ્રસ્તાવ માન્ય હતો કારણ કે 50થી વધુ રાજ્યસભાના સાંસદોનું સમર્થન જરૂરી હોય છે.
જોકે, આવા પ્રસ્તાવ પર કોઈ પણ નિર્ણય સભાપતિને વિવેકાધિન હોય છે.
તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, NALSA.GOV.IN
સરકારનું પહેલા જ માનવું હતું કે વિપક્ષ પાસે આ મામલે કોઈ મજબૂત આધાર નથી. ઉપરાંત રાજ્યસભામાં તેમના પાસે પર્યાપ્ત સાંસદો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર નાયડૂએ પૂર્વ લોકસભા સચિવ સુભાષ કશ્યપનો પણ સંપર્ક કર્યો હતો.
સુભાષ કશ્યપે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે વિપક્ષ દ્વારા અપાયેલી નોટિસને ઉપરાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે.
તેમણે કહ્યું કે આ નોટિસ રાજકારણથી પ્રેરિત હતી એટલે તેનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં.

શું છે તાર્કિક આધાર

ઇમેજ સ્રોત, Getty Images
કશ્યપનું કહેવું છે કે માત્ર જરૂરી સાંસદોની સહી જ એકમાત્ર આધાર ન હોઈ શકે પરંતુ નોટિસ સ્વીકાર કરવા માટે મજબૂત તાર્કિક આધાર પણ હોવા જોઈએ.
તેમણે કહ્યું, "ઉપરાષ્ટ્રપતિ પોતાના વિવેકના આધારે નક્કી કરે છે કે નોટિસ રાજકારણથી પ્રેરિત છે કે નહીં?"
ચીફ જસ્ટીસ દીપક મિશ્રા સામે પૂર્વ કાયદા મંત્રી શાંતિભૂષણે અરજી દાખલ કરી છે.
શાંતિભૂષણે સુપ્રીમ કોર્ટમાં કેસોની સુનાવણીની ફાળવણીમાં ભેદભાવને લઈને દીપક મિશ્રા સામે પિટિશન કરી છે.
આ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં કેસોની સુનાવણી માટે ફાળવણી જે બેંચોને થાય છે તેમાં ભેદભાવ અને ભાઈ-ભત્રીજાવાદ થાય છે.
કહેવામાં આવતું હતું કે મામલો બસ એટલો જ હતો કે વિપક્ષની નોટિસને કઈ રીતે ફગાવી દેવામાં આવે.
કાયદા નિષ્ણાંતોનું કહેવું છે કે ભારતના ઇતિહાસમાં છમાંથી ચાર વખત એવું બન્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટ કે હાઇ કોર્ટના જજ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો તો તેને સ્વીકાર કરવામાં આવ્યો છે.
આ છમાંથી પાંચ મામલામાં પેનલ બનતાં પહેલાં જ જજોએ તેમના ચુકાદાઓને સંશોધિત કરી લીધા હતા.
1970માં માત્ર એકવાર મહાભિયોગની નોટિસ ફગાવી દેવામાં આવી હતી.
ત્યારે ચીફ જસ્ટીસ સ્પીકર પાસે જઈને એ વાત સમજાવવામાં સફળ રહ્યા હતા કે મામલો ગંભીર નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















