આંખો દેખી : મહિલાઓનાં બ્યુટી-પાર્લરની અંદર શું થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સિંધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
અહીં આ રૂમ મહિલાઓથી ભરેલો છે. છુટ્ટા વાળ રાખેલી મહિલાઓ, આરામ ખુરશી પર પગ ફેલાવીને બેઠેલી મહિલાઓ અને ફોન પર વાત કરતી મહિલાઓ હાજર છે.
કોઈના વાળને કલર થઈ રહ્યો છે, તો કોઈના નખ રંગવામાં આવી રહ્યા છે.
વળી કોઈની પીઠ પર બ્લીચીંગની ક્રિમ લગાવાઈ રહી છે.
"અરે મૅડમ, આવો, આવો. ઘણા સમય બાદ આવ્યાં. તમારી આઇબ્રો વધી ગઈ છે! ઘણું દર્દ થશે, મારા પર ગુસ્સો ન કરતાં."
"દીદી જુઓ ને, તમારા માથા પર કેટલા વાળ છે. કપાળ પર થ્રેડિંગ કેમ નથી કરાવતાં?"
"આ પર્લવાળું ફેસિયલ 'ટ્રાય' કરો, ડાઘ એકદમ સાફ થઈ જશે. શું તમને ખબર છે? અંડરવાયર બ્રાથી બ્રેસ્ટ કૅન્સર થાય છે. મેં તો પહેરવાનું જ છોડી દીધું."
"મોદીએ નોટબંધી લાગુ કરીને બેકાર કામ કર્યું. એટીએમમાં રોકડ જ નથી."
"તમે જે હૅર-સ્ટાઇલ બનાવી હતી, પાર્ટીમાં બધા લોકો તેનાં વખાણ કરતાં હતા. આભાર."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દૃશ્ય અને વાતચીત કોઈ પણ મહોલ્લાના બ્યુટી-પાર્લરની હોઈ શકે છે.

બ્યુટી-પાર્લરથી પ્રેમ અને નફરત પણ

ઇમેજ સ્રોત, Getty Images
બ્યુટી-પાર્લર એવી જગ્યા છે જેને મહિલાઓ પ્રેમ પણ કરે છે અને નફરત પણ કરે છે.
એટલે કે બ્યુટી-પાર્લર સાથે મહિલાઓનો 'લવ-હેટ'નો સંબંધ છે.
વેક્સિંગ અને થ્રેડિંગ કરવામાં જે દર્દ થાય છે, તે જ્યારે દર્પણમાં જુએ છે ત્યારે જાણે કે દર્દ ભાગી જાય છે.
સતત એક જ પાર્લરમાં જવાથી ત્યાં કામ કરતી યુવતીઓ સાથે પણ એક સખી જેવો સંબંધ બંધાઈ જાય છે.
પણ બ્યુટી-પાર્લર એક દિલચસ્પ અને વિરોધાભાસી જગ્યા છે. આ જગ્યા મહિલાવાદી પણ લાગે છે અને મહિલાવિરોધી પણ.
અંદર જતાં જ ઘણી યુવતીઓની અંદર રહેલું મહિલાપણું જાગી જાય છે. મારે આ બધું કેમ કરવું છે?
હું કેમ વેક્સિંગ કરાવું? કેમ લોકો યુવતીઓને વધી ગયેલી આઇબ્રોમાં નથી જોઈ શકતાં? વગેરે વગેરે...
પછી તેઓ પાર્લરમાં જાય છે અને ત્યાં આ બધી વાતોનો ગુસ્સો ગાયબ થઈ જાય છે.

આઝાદી અને બેદરકારી

ઇમેજ સ્રોત, Getty Images
અહીંનો માહોલ જોઈને લાગે છે કે શું મહિલા દરેક જગ્યાએ આટલી બેફિકર અને આઝાદ ન હોઈ શકે જેટલી તેઓ પાર્લરમાં હોય છે.
વળી 40-15 વર્ષની એ મહિલા અહીં નૂડલ સ્ટ્રેપ ગાઉનમાં ફેસિયલ અને પેડિક્યોર કરાવી રહી છે.
તે બહાર જતાં જ બ્રાની પટ્ટી દેખાતા જ તેના પર ઝડપથી પાલવ ઢાંકી દે છે.
અહીં યુવતીઓને એ ચિંતા નથી સતાવતી કે તેમના મોટા હાથ ઉઘાડા છે અથવા ગાઉનમાં તેમનું પેટ દેખાઈ રહ્યું છે.

ઓહ માય ગોડ! પાર્લરવાળી દીદી દ્વારા વખાણ!
કોઈ પણ યુવતીઓ પૂછો કે તેના માટે કોના દ્વારા થતાં વખાણ સૌથી વધુ મહત્ત્વનાં છે.
પતિ, પ્રેમી, મિત્ર દ્વારા થતાં વખાણ? જવાબ છે ના. ખરેખર પાર્લરવાળી દીદીનાં વખાણ મહત્ત્વનાં છે.
આમ તો સામાન્ય રીતે પાર્લરવાળી દીદી તેમને ઘણી વાર એવું કહેશે કે તમારો ચહેરો કાળો થઈ ગયો છે અને વાળ પણ ખરાબ થઈ ગયા છે.
પણ જો તમારો દિવસ સારો છે, તો એ તમારાં વખાણ પણ કરશે.
આ વખાણથી યુવતીઓ ઘણી ખુશ થઈ જાય છે. દુલ્હન બનવા જઈ રહેલી યુવતીઓની પાર્લરવાળી દીદી સાથે પાક્કી મિત્રતા થઈ જતી હોય છે.
મહિનાઓ પહેલાંથી ફેસિયલ, ક્લીન અપ, બ્લીચ જેવી અગણિત બાબતો શરૂ થઈ જાય છે.

એવી વાતો જે યુવતીઓ કરી નથી શકતી

ઇમેજ સ્રોત, KOMAL BEAUTY PARLOUR/FACEBOOK
'દીદી હું સુંદર દેખાવા માગું છું. અનુષ્કા શર્માવાળો લેંઘો ઑર્ડર કર્યો છે. તમને તારીખ યાદ છે? એ દિવસ મારી સાથે રહેવાનું છે તમે ભૂલી નહીં જતા.'
બ્યુટી-પાર્લરમાં શરીર અંગે ટીકાઓ ઘણી થાય છે. પણ તેની સાથે સાથે વખાણ પણ થાય છે.
તમારી ત્વચા તૈલી નથી, તમારા વાળ કેટલા સ્ટ્રેટ છે અને તમારા અંડર આર્મ્સમાં ઘણા ઓછા વાળ છે એવા પ્રતિભાવ એકબીજાને ખચકાટ વગર આપવામાં આવે છે.
"મૅડમ, અમે કોઈ અભિનેત્રી નથી કે અમારું પેટ વધેલું ન હોય. તે લોકો પણ ટીવીમાં જેવા દેખાય છે, તેવા અસલમાં નથી હોતાં."
"તેમનું કામ જ શરીરને સાચવવાનું છે, અમારી પાસે હજારો કામ હોય છે."
બ્યુટી-પાર્લરમાં એકબીજા માટે આવા દિલાસા અને ટેકો હંમેશાં જોવા મળતો હોય છે.

પ્રેમ અને સેક્સની વાતો

ઇમેજ સ્રોત, ROOP SINGAR BEAUTY PARLOUR/FACEBOOK
આ સિવાય ઘર-પરિવાર, કૉલેજ અને ઑફિસની વાતો પણ થાય છે. પ્રેમ અને સેક્સની તો ઘણી વાતો થાય છે.
પુરુષોની ટીકા થાય છે, મજાક થાય છે અને વખાણ પણ થાય છે.
જેમ કે ચેટ કરતાં કરતાં લાંબા લાંબા રિપ્લાય નહીં લખવા. તેમને લાગે છે કે છોકરી સેટ થઈ ગઈ છે.
પછી છોકરાઓની જેટલી અવગણના કરો તેટલા જ તે તમારી પાછળ પડ્યા રહેશે.
જે કંઈ પણ હોય, મદદ તો કરે જ છે. મારી ઑફિસમાં ગૌરવ મને ક્યારેય કામ માટે ના નથી કહેતો.
આ પુરુષ જાત જ દગાખોર છે, પણ મજબૂરી છે કે તેમની સાથે રહેવું જ પડે છે, નહીં તો હું ઘાસ પણ ન નાખું.

પ્રેમ અંગે ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
એ યુવતીઓને સલાહ-સૂચનો મળતાં હોય છે જેઓ કોઈ અન્ય જાતિ અથવા ધર્મના યુવકને પ્રેમ કરે છે.
શું છોકરીઓ છોકરાઓનો પીછો કરે છે?
કૉલેજ જતી એક યુવતીએ જ્યારે જણાવ્યું કે તે એક ખ્રિસ્તી યુવતીને પ્રેમ કરે છે, તો પાર્લરમાં હાજર મહિલાઓ બે જૂથમાં વહેંચાઈ ગઈ.
એક જૂથ માનતું હતું કે પ્રેમ કરનારી વ્યક્તિ ઘણી મુશ્કેલથી મળે છે.
જ્યારે બીજું જૂથ માનતું કે માતાપિતાને દુ:ખી કરીને કંઈ કરવું સારું નથી.
બીજી તરફ એક મહિલાએ તમામને કહ્યું કે લગ્નની રાત્રે તેમણે સામે ચાલીને પતિને આલિંગન આપ્યું અને પછી બધું ઠીક થઈ ગયું.
એક યુવતીએ ફોન પર વાત કરતાં કોઈકને કહ્યું કે તે ઠાકોરજીને ભોગ નહીં ચઢાવી શકીશ, કેમ કે તે પિરિયડ્સમાં છે.
દરમિયાન બીજી યુવતીએ સમજાવવાની કોશિશ કરી કે પિરિયડ્સમાં પૂજા કરવામાં કંઈ ખોટું નથી.
તેની વાત પૂરી થાય તે પહેલાં જ યુવતી બોલી ઊઠી, "અરે, હું બ્રાહ્મણ છું... એટલા માટે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















