You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોશિયલ: કાલે રાત્રે ચંદ્ર જોયો ને, આજે દિવસે તારા દેખાશે
નાણાંપ્રધાન અરુણ જેટલીએ મોદી સરકારનું ચોથું બજેટ રજૂ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બજેટને 'ન્યૂ ઇન્ડિયાને સશક્ત કરનારું' ગણાવ્યું છે.
જોકે, સત્તા પક્ષના આ દાવાઓની એકદમ ઊલટું ચિત્ર સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર લોકો બજેટ વિશે જે પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે તેમાંથી કેટલીક અહીં રજૂ કરાઈ રહી છે.
આપને આ વાંચવું ગમશે :
'આલોચકા દાદા' નામના ટ્વિટર યુઝરે આ બજેટને સામાન્ય લોકો માટે 'પકોડું' ગણાવ્યું હતું.
@iamarshadali નામનાં ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે, 'કાલે રાત્રે ચંદ્ર જોયો ને, આજે દિવસે તારા દેખાશે'
@narainvaibhav નામનાં ટ્વિટર હેન્ડલ પરથી એક શાયરી ટ્વીટ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
Lol Salam નામના યુઝરે લખ્યું, મધ્યમ વર્ગ બજેટને કઈ રીતે જોઈ રહ્યો છે તે અંગે કંઇક આવી તસવીર પોસ્ટ કરી.
ફુકરાન નામના યુઝરે લખ્યું કે, દરેક સરકાર પાસેથી પૈસા લઈ લેવા એ મોદી સરકારનું 'કન્ક્લુઝન' છે
મુતાલિબ મિર્ઝાએ બજેટને સરકારની નિષ્ફળતા ગણાવતાં લખ્યું કે,
બજેટ દરમિયાન એક રસપ્રદ વાત પણ જોવા મળી હતી. બજેટની શરૂઆતમાં જેટલીએ હિંદીમાં ભાષણ આપવાનો પ્રયાસ કર્યો હતો. પ
ણ ટૂંક સમયમાં જ તેઓ અંગ્રેજી બોલવા લાગ્યા હતા.
જેના પર સોશિયલ મીડિયામાં લોકો શરારત કરતા જોવા મળ્યા હતા.
કેટલાક લોકોની સમજમાં નહોતું આવતું જેટલી હિંદી બોલી રહ્યા છે કે સંસ્કૃત?
એક ટ્વિટર યુઝરે લખ્યું કે, જેટલીના બજેટ ભાષણમાં 'ભાષાઓનું જીમનાસ્ટિક' જોવા મળી રહ્યું છે.
અનિરુદ્ધ નામના યુઝરે લખ્યું, 'અરૂણ જેટલી હિંગ્લિશ-વિંગ્લિશ કરી રહ્યાં છે.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો