You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ પાંચ બાબતો બજેટમાં જોવી જોઈએ
તમે કેટલાં કેન્દ્રીય બજેટ જોયા છે? અમદાવાદ સ્થિત બજેટ નિષ્ણાત મુકેશ પટેલે 40 સામાન્ય બજેટનું વિશ્લેષણ કર્યું છે અને તેમના પ્રમાણે આ કારણોસર બજેટ દરેકે જોવું જોઈએ.
ટેક્સ કન્સલ્ટન્ટ અને વકીલ મુકેશ પટેલનો સામાન્ય બજેટ સાથેનો 'પ્રેમ' નાની પાલખીવાલાની પ્રેરણાથી કોલેજના દિવસોમાં પાંગર્યો હતો.
મુકેશભાઈએ જણાવ્યું કે નાની મને હંમેશા કહેતા કે, આ દેશના દરેક નાગરિકે ભારતનું બંધારણ અને સામાન્ય બજેટ અચૂક વાંચવું જોઈએ.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સામાન્ય નાગરિકે કેમ બજેટ જોવું જોઈએ તેના પાંચ કારણો જણાવ્યા.
તમને આ પણ વાંચવું ગમશે
બંધારણથી તમને તમારા હકો અને ફરજોનો ખ્યાલ આવે છે અને બજેટથી તમે જાણી શકો છો કે તમે આપેલા ટેક્સનું શું થઈ રહ્યું છે.
સરકાર આપણે આપેલા ટેક્સના પૈસાને ક્યાં અને કેવી રીતે વાપરી રહી છે તેની માહિતી બજેટમાંથી જાણવા મળે છે.
આપણે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે ટેક્સ આપતાં જ હોઈએ છીએ. તમારી આવક ભલે ટેક્સેબલ ન હોય છતાં તમે એક ગ્રાહક તરીકે તો ઇનડાયરેક્ટ ટેક્સ આપો જ છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પાંચ કારણોથી હોવી જોઈએ બજેટ પર નજર
ઇન્કમ ટેક્સઃ આપણી આવકનો અમુક ભાગ આપણે સરકારને ટેક્સના રૂપે આપીએ છીએ.
આ ટેક્સમાં કેવા ફેરફાર થવા જઈ રહ્યા છે તે જાણવા માટે બજેટ જોવું જરૂરી છે.
ઉપરાંત બજેટમાં જે રીતે અલગ-અલગ ખાતાઓમાં પૈસા ફાળવવામાં આવે છે તેનાથી એ જાણી શકાય છે આ ટેક્સના પૈસા ક્યાં, કેટલા અને કેવી રીતે વાપરવામાં આવે છે.
સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટઃ બચાવેલા પૈસાની કિંમત પણ કમાયેલા પૈસા જેટલી જ હોય છે.
આપણી આવકમાંથી પૈસાનું રોકાણ કરીએ છીએ કે જેથી આપણી પાસે બચતની મૂડી રહે.
સરકારના આ સામાન્ય બજેટથી તમે સમજી શકો છો કે ક્યા સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ.
જેમ કે રિયલ એસ્ટેટ પર બજેટની અસર છે તો તમારે મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટીના રોકાણ પર ધ્યાન આપવું જોઈએ. આપણે બચતનું પ્લાનિંગ કરી શકીએ છીએ.
ઇનડાયરેક્ટ ટેક્સઃ એક ગ્રાહક તરીકે આપણે બધાં વસ્તુઓ ખરીદતી વખતે, સર્વિસ વાપરતી વખતે ટેક્સ આપીએ છીએ. જે ઇનડાયરેક્ટ ટેક્સ હોય છે.
હવે જીએસટી છે. આપણે આ વિશે વિદ્વાન હોવાની જરૂર નથી, પણ તેના વિશે જાણવું જરૂરી છે.
તમે વિદેશ જતાં રહો છો તો અલગ-અલગ ડ્યુટી ભરતા હોવ છો, ફોરેન એક્સચેન્જના મુદ્દાઓ વગેરે સમજવા જરૂરી છે. અને તેના માટે બજેટ જોવું જોઈએ.
દેશની નાણાંકીય નીતિ સમજવાઃ આ બજેટ તમારા પોતાના દેશના ફાઇનાન્સનો ખ્યાલ આવે છે.
સરકાર કેવા રેવેન્યુ લઈ રહી છે, તેની સામે ક્યા પ્રકારે આ પૈસા ક્યાં ફાળવે છે તે જાણવું જરૂરી છે. આ દેશના નાગરિક તરીકે આપણી આ ફરજ બને છે અને આ જાણવાનો આપણને હક છે.
અથતંત્રના ભવિષ્ય માટેઃ દેશનું બજેટ એ જે તે દેશના આર્થિક ભવિષ્યનું ચિત્ર રજૂ કરે છે. અને આપણી માટે આવનારો સમય કેટલો બદલાવવા જઈ રહ્યો છે તે પણ ખબર પડે છે.
આપણી સરકાર, વડાપ્રધાન અને નાણાં મંત્રાલય કઈ વ્યૂહ રચનાથી દેશની નાણાંકીય, વિદેશ, બિઝનેસની નીતિમાં આગળ વધી રહ્યા છે તે સમજવા માટે બજેટ જોવું જરૂરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો