You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું રાહુલ ગાંધીનું જૅકેટ રૂ. 65 હજારનું હતું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રેસિંગ સેન્સ અને કપડાં અંગે ચર્ચા થતી રહે છે. પરંતુ તેમનો એક સૂટ તો સમગ્ર દેશ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો.
સૂટ એ માટે ખાસ હતો કેમ કે તેના પર સોનેરી તારની મદદથી નરેન્દ્ર મોદી લખવામાં આવ્યું હતું જે દૂરથી સ્ટ્રાઇપ જેવું લાગી રહ્યું હતું.
આ સૂટની હરાજી થઈ અને સુરતના હીરાના વેપારી લાલજીભાઈ પટેલે તે સૂટને 4.31 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મોદીના આ સૂટ બાદ હવે ચર્ચા એક જૅકેટ પર આવીને અટકી છે. જોકે, એ જૅકેટ નરેન્દ્ર મોદીનું નહીં, પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું છે.
નાગાલૅન્ડમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. અને તે માટે જ કોંગ્રેસના નેતાઓ આ રાજ્યમાં જોવા મળી રહ્યા છે.
તમને આ પણ વાંચવું ગમશે
રાહુલ ગાંધી પણ ચૂંટણી અભિયાનની શરૂઆત કરવા માટે શિલૉન્ગમાં હતા.
બ્લૂ ડેનિમ જીન્સ અને કાળા રંગનું જૅકેટ પહેરીને રાહુલ ગાંધી આ ઇવેન્ટમાં યુવાનોને મળતા, તેમજ તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૅકેટ પહેર્યું તો શું થયું?
રાહુલ ગાંધીની એક તસવીર સામે આવી તો સૌથી વધારે ચર્ચા જૅકેટ અંગે થવા લાગી.
ભાજપ મેઘાલયે આ તસવીર ટ્વીટ કરી અને સાથે જ ઈ-કોમર્સ કંપનીની વેબસાઇટનો એક સ્ક્રીનશૉટ પણ ટ્વીટ કર્યો હતો. તેમાં રાહુલ ગાંધીએ પહેરેલા જૅકેટ જેવી તસવીર જોવા મળી હતી.
ભાજપે તસવીર સાથે લખ્યું છે, "કેમ રાહુલ ગાંધી જી, સૂટ બૂટની સરકાર ખુલ્લા ભ્રષ્ટાચારથી મેઘાલયના સરકારી ખજાનાને સાફ કરી રહી છે?
અમારી તકલીફો પર ગીત ગાવા કરતા તમે મેઘાલયની પોતાની નકામી સરકારનો રિપોર્ટ કાર્ડ રજૂ કરતા તો સારૂં રહેતું. તમારી ઉદાસીનતા અમારી મજાક ઉડાવી રહી છે."
આ પોસ્ટમાં રાહુલ ગાંધીની તસવીર સાથે જે જૅકેટની તસવીર પોસ્ટ કરવામાં આવી છે, તેમાં ઉપરની બાજુ 'બરબરી' લખવામાં આવ્યું છે. સાથે જ લખવામાં આવ્યું છે હાર્ટલે ટૂ-ઇન-વન જૅકેટ.
જૅકેટનો ભાવ લખવામાં આવ્યો છે 995 ડોલર. જો ડોલર અને રૂપિયાનો ભાવ 64 રૂપિયા માની લેવામાં આવે તો રૂપિયામાં આ જૅકેટની કિંમત 63 હજાર રૂપિયા છે.
હવે વાત 'બરબરી'ની. 'બરબરી' એક બ્રિટીશ ફેશન હાઉસ છે, જેની હૅડ ઑફિસ લંડનમાં છે.
આ ફેશન હાઉસને લોકો ટ્રેંચ કોટ, રેડી-ટૂ-વેર આઉટરવેર, ફેશન એક્સેસરીઝ અને કૉસ્મેટીક જેવી વસ્તુઓ માટે ઓળખે છે.
ફાટેલા કુર્તાથી માંડીને 65 હજાર રૂપિયાના જૅકેટ સુધી
આ જૅકેટની તસવીર વાયરલ થઈ ગઈ અને સોશિઅલ મીડિયા પર લોકો તેની ચર્ચા કરવા લાગ્યા છે.
સ્વસ્તિક બંટા હેન્ડલ પરથી લખવામાં આવ્યું, "રાહુલ ગાંધીના 'અચ્છે દિન' આવ્યા. ફાટેલા કુર્તાથી સીધા 63 હજાર રૂપિયાના જૅકેટ સુધી."
બીઇંગ હ્યુમર હેન્ડલ પરથી લખવામાં આવ્યું, "ફાટેલા કુર્તાથી 60 હજાર રૂપિયાના જૅકેટ સુધી. ગરીબી એક માનસિક સ્થિતિ છે."
શ્રીકાંતે નોટબંધીના સમયગાળા દરમિયાન રાહુલ ગાંધી લાઇનમાં ઉભા હતા તે તસવીર પોસ્ટ કરી અને જૅકેટનો ઉલ્લેખ કર્યો.
તેમણે લખ્યું, "ફાટેલા કુર્તા પહેરીને માત્ર ચાર હજાર રૂપિયા માટે બેંકની લાઇનમાં ઉભા રહેવું અને હવે 65 હજાર રૂપિયાની જૅકેટ."
કેટલાક લોકોએ બચાવ કર્યો
કેટલાક લોકો આ ચર્ચા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે મોંઘા જૅકેટના ડુપ્લીકેટ સ્થાનિક બજારોમાં મળે છે અને તેના ભાવ પણ ખૂબ ઓછા હોય છે.
સુભાષ પઇસે લખ્યું, "એવું લાગે છે કે ઘણા લોકો રાહુલ ગાંધી આ જૅકેટ પહેરે તેની રાહ જ જોઈ રહ્યા હતા. જેથી તેમના પર પલટવાર કરી શકાય."
પ્રિયાએ લખ્યું છે, "આજના તાજા સમાચાર : રાહુલનું 70 હજાર રૂપિયાનું જૅકેટ અને રડતા ભક્તગણ."
કોંગ્રેસ છેલ્લા 15 વર્ષોથી મેઘાલયમાં રાજ કરી રહી છે. 60 બેઠકો વાળા આ વિધાનસભા ક્ષેત્રમાં 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થશે.
આ જ દિવસે નાગાલૅન્ડમાં પણ મતદાન છે. મતગણતરી 3 માર્ચના રોજ થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો