You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણ: 'રાજકીય એજન્ડા સેટ કરવામાં રાહુલ નિષ્ફળ રહ્યા છે'
- લેેખક, શિવમ વિજ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
લગભગ દર વર્ષે, ભલે વર્ષમાં એક વખત, રાહુલ ગાંધીનું કદ ઊંચું થઈ જાય છે, પરંતુ ત્યારબાદ એટલી જ ઝડપથી તેઓ સુસ્ત પણ પડી જાય છે.
અમેરિકાના પ્રવાસથી માંડીને ગુજરાતની ચૂંટણી સુધી, રાહુલ ગાંધી નવા અવતારમાં જોવા મળ્યા હતા. પરંતુ ત્યારબાદ તેમની અસર ધીરેધીરે ઓછી થઈ ગઈ હોય તેમ લાગે છે.
તેઓ બધી જ વાતો સારી કહે છે અને કરે છે, પરંતુ રોજિંદા સમાચારોમાં પોતાના માટે કે પછી પાર્ટી માટે સકારાત્મક હેડલાઇન આપવા તેઓ નિષ્ફળ રહે છે.
તમને આ પણ વાંચવું ગમશે
તેનાંથી લાગી રહ્યું છે કે રાહુલ 'ગુમ' થઈ ગયા છે. તેઓ લોકોના મગજમાંથી ગુમ થઈ રહ્યા છે.
અધ્યક્ષ બન્યા બાદ રાહુલ બહરીનના પ્રવાસે ગયા, પરંતુ અમેરિકાની જેમ તેમનો આ પ્રવાસ ચર્ચાનો વિષય બની શક્યો નહીં.
બહરીનમાં રાહુલ
શું તમને યાદ છે કે રાહુલે બહરીનમાં શું કહ્યું હતું? મને તો કંઈ યાદ નથી.
કહેવાનો મતલબ છે કે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી વારંવાર અપ્રવાસી ભારતીયોને સંબોધિત કરવાની યોજના બનાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ રીતે જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું, પરંતુ મોદી વડાપ્રધાન બન્યા પહેલા વિદેશ યાત્રા કરતા ન હતા. અપ્રવાસી ભારતીય મત આપતા નથી.
જ્યારે રાહુલ પોતાના લોકસભા ક્ષેત્ર અમેઠી ગયા હતા, તો ત્યાંથી સકારાત્મક કરતા વધારે નકારાત્મક સમાચાર આવ્યા હતા.
કાયદાકીય મુદ્દો
છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન અગસ્તા વેસ્ટલેન્ડ ડિફેન્સ ડીલ, 2G સ્પેક્ટ્રમ અને મહારાષ્ટ્રના આદર્શ હાઉસિંગ કૌભાંડ જેવા કેટલાક કાયદાકીય નિર્ણય કોંગ્રેસના પક્ષમાં આવ્યા છે.
એક તરફ જ્યાં ભાજપ આજે પણ કોંગ્રેસને ભ્રષ્ટ ગણાવે છે, ત્યારે કોર્ટના ચુકાદાઓ બાદ રાહુલ ગાંધી પાસે તક હતી કે તેઓ પોતાને તેમજ પાર્ટીને 'પીડિત' ગણાવે.
તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા. એક કાયદાકીય મુદ્દો હતો જેમાં તેઓ કુદી પડ્યા, પરંતુ તેમાં પડવાની જરૂર ન હતી.
ચીફ જસ્ટીસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ચાર વરિષ્ઠ જજોની પત્રકાર પરિષદને રાજકીય રંગ આપતા રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરવાની કોઈ જરૂર ન હતી.
રાજકીય એજન્ડા
રાહુલ ગાંધી જે કંઈ કહે છે, જો તમે તેને સાંભળશો તો જાણવા મળશે કે તેઓ દરેક વાત સાચી જ કહે છે. તેઓ ખેડૂતો અને જવાનોની વાત કરે છે.
તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડોકલામ અને નોકરીઓના મુદ્દે તમામ અઘરા સવાલ પૂછે છે.
તેઓ નાના લઘુ ઉદ્યોગો અને બીજી રીતે નોકરીઓના અવસર તૈયાર કરવા પર પોતાનો દૃષ્ટિકોણ ધરાવે છે, છતાંય તેઓ રાજકીય એજન્ડા સેટ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
શક્ય છે કે તેઓ ક્યાં અને શું બોલ્યા અને કેવી રીતે બોલ્યા? વાત તેના પર જ ક્યાંક અટવાઈ રહી હોય.
કદાચ તેઓ પોતાની સાથે જ મેળ બેસાડી શકતા નથી. તેઓ ક્યારેક બહરીનમાં તો ક્યારેક બહરીનથી અમેઠીમાં પ્રગટ થઈ જાય છે.
પાર્ટી સંગઠન
રાહુલ ગાંધીએ છ મહિનાની અંદર એક નવી કોંગ્રેસ પાર્ટીનો વાયદો કર્યો છે. ત્યાં સુધી આગામી લોકસભા ચૂંટણીમાં પણ એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ચૂંટણી અભિયાન વચ્ચે ક્યાંક સક્રિય થશે.
કોંગ્રેસ પાર્ટી અને સંગઠનમાં ફેરફાર લાવવાની સાથે સાથે રાહુલ ગાંધી પર કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં તેમના કુટુંબના નેતૃત્વની જવાબદારી પણ હશે.
આ બધાયની વચ્ચે તેમણે દેશના રાજકારણમાં પણ સત્તા પર બેઠેલા ભાજપ વિરુદ્ધ માહોલ ઊભો કરવાનો છે.
આ એ ત્રણ બાબતો છે કે જેના પર રાહુલ ગાંધીએ ખૂબ કામ કરવાનું છે.
તેમને એવા લોકોની જરૂર છે કે જેઓ તેમનું કામ થોડું હળવું કરી શકે. રાહુલ ગાંધીએ આ કાર્યોમાં માત્ર એક જ પડકાર પર ધ્યાન આપવું જોઈએ.
2019ની ચૂંટણી
ભારતીય જનતા પક્ષમાં પણ બે લોકો છે કે જેઓ ઘણી વસ્તુઓ મેનેજ કરી રહ્યા છે. તે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ.
રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પર ધ્યાન આપવું અને વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે સમગ્ર દેશનો માહોલ પોતાના પક્ષમાં કરવો એ સમાન બાબત નથી.
કેન્દ્રમાં વિપક્ષની ભૂમિકા નિભાવવી, સત્તારૂઢ પાર્ટીની કમજોરીઓનો પોતાના ફાયદા માટે ઉપયોગ એક ફુલ-ટાઇમ કામ છે.
અને આ સમયે રાજ્ય વિધાનસભા ચૂંટણી લડવી અને પાર્ટી સંગઠનના કામકામજને સંભાળવામાં ખર્ચ કરી શકાતો નથી.
જો કોંગ્રેસ એક કે બે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જીતી પણ લે છે તો તેનો મતલબ એ નથી કાઢી શકાતો કે તેનાથી 2019ની ચૂંટણીમાં તેમને મદદ મળી જશે.
કર્ણાટકમાં પરીક્ષા
કેમ કે, રાજ્યની વિધાનસભા ચૂંટણી તેમજ લોકસભા ચૂંટણીમાં મતદાનને લઇને લોકોનું વલણ અલગઅલગ હોય છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પટેલોની નારાજગી મુદ્દો બની હતી, પરંતુ એ જરૂરી નથી કે લોકસભા ચૂંટણીમાં પણ એવું જ થાય.
આ જ રીતે કર્ણાટકમાં બધી જ તાકાત લગાવી દેવી પણ કોંગ્રેસ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
જો કર્ણાટકમાં કોંગ્રેસ હારી તો એ ન માત્ર સિદ્ધારમૈયાની હાર હશે, પરંતુ રાહુલ ગાંધીને પણ લૂઝર કહેવામાં આવશે.
વર્ષ 2018માં રાહુલ ગાંધી પાસે હવે કોઈ સ્પષ્ટતા બચી નથી. તેઓ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બની ગયા છે અને હવે તેમના પર પાર્ટીની જૂની પેઢીનું કોઈ દબાણ નથી.
મોદી વિરોધ
તેમાં કોઈ શંકા નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેરોજગારી અને ગામડાંઓની ખરાબ પરિસ્થિતિના કારણે સત્તાવિરોધી વલણનો સામનો કરી રહ્યા છે.
નીતિશ કુમાર અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ પણ મોદી વિરોધી જગ્યાઓ પર કબજો મેળવવા માટે કોઈ સંઘર્ષ નથી કરી રહ્યા.
ભૂતકાળ કરતા અત્યારે રાહુલ ગાંધી માટે મોદી અને ભાજપ વિરુદ્ધ સમગ્ર દેશમાં માહોલ બનાવવા માટે આટલી અનુકૂળ સ્થિતિ પહેલા ક્યારેય નથી બની.
પરંતુ કેટલીક વસ્તુઓ ઝડપથી સરકી રહી છે. તેનાથી એવુ લાગતું નથી કે રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણી માટે તૈયાર છે. કદાચ તેઓ 2024 માટે વિચારી રહ્યા છે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો