You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPLમાં બોલી લગાવી તો પ્રીતિ ઝિંટાની ઉડી મજાક
શનિવારે આઈપીએલ 2018ની હરાજી યોજાઈ. ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે રૂ. 12.5 કરોડમાં ખરીદ્યાં.
હરાજી અંગે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થવા લાગી હતી. લોકોએ રાજકારણ તથા અન્ય મુદ્દાઓને આઈપીએલ સાથે જોડીને કૉમેન્ટ્સ કરી.
કિંગ્સ ઇલેવન પંજાબનાં માલિક પ્રીતિએ અનેક ખેલાડીઓ માટે આક્રમક રીતે બોલી લગાવી હતી. સોશિયલ મીડિયા યૂઝર્સની નજરે આ બાબત ચડી હતી.
કિંગ્સ ઇલેવન પંજાબે ખેલાડીઓને ખરીદવા માટે અન્ય ટીમો સાથે રીતસર સ્પર્ધા કરી હતી.
પ્રીતિ ઝિંટાની આ ઉત્સુકતા વિશે આ પ્રમાણે ટિપ્પણીઓ થઈ હતી.
પૂર્વ ક્રિકેટ વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કર્યું, "છોકરીઓને શોપિંગનો શોખ હોય છે. પ્રીતિ ઝિંટા શોપિંગના મૂડમાં છે. દરેક ચીજ ખરીદવી છે."
અન્ય એક યૂઝર 'કાસ્પી'એ એક જીઆઈએફ નાખીને ટ્વીટ કર્યું, "પ્રીતિ ઝિંટાએ આઈપીએલ 2018ની હરાજીમાં આવી રીતે બોલી લગાવી."
યૂઝર 'આકાશ'એ ટ્વીટ કર્યું, "અધિકારી: લંચ પહેલા માળે છે. ઝિંટા: *બોલી લગાવવાં લાગ્યાં* અધિકારી: મેડમ લંચ ફ્રીમાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યૂઝર 'દ-લાઇંગ-લામા'એ નાનકડી તસવીર મૂકીને ટ્વીટ કર્યું, "ઝિંટાએ કે.એલ. રાહુલને રૂ. 11 કરોડમાં ખરીદ્યા, ત્યારે અન્ય ખેલાડીઓની પ્રતિક્રિયા."
અન્ય એક યૂઝર 'માન્યા'એ લખ્યું, "પ્રીતિ ઝિંટાએ ટ્રૉફી માટે પણ બોલી લગાવશે."
યૂઝર 'માસ્ક ઇન્ડિયન'એ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ની તસવીર મૂકીને ટ્વીટ કર્યું, "પ્રીતિ ઝિંટા આવી રીતે ખેલાડીઓની બોલી લગાવી રહ્યાં છે."
'કૌશિક મંડલ'એ લખ્યું, "પ્રીતિ ઝિંટા કોઈ ક્લાસનાં ટૉપરની જેમ છે. જે દરેક સવાલનો જવાબ આપવા પ્રયાસ કરે છે."
ગૌતમ ગંભીરની ટીમ બદલાય ગઈ છે. આ વિશે પણ લોકોએ ટ્વીટ કર્યાં.
'એન્જિનિયર્ડ'એ અમરીશ પુરીની તસવીર મૂકીને લખ્યું, "આઈપીએલની હરાજી બાદ ગૌતમ ગંભીર."
તસવીર પર લખેલું હતું, "બદલીઓથી વિસ્તાર બદલાય છે, ઇરાદાઓ નહીં."
યૂઝર 'સંદીપ ફોંડે'એ વિજય માલ્યાની તસવીર મૂકીને લખ્યું, "રૂ. આઠ હજાર કરોડની બેઝ પ્રાઈઝમાં વિજય માલ્યા એસબીઆઈને મળ્યા."
'રોહિત ફેન્સ ક્લબ'એ વિરાટ કોહલીની તસવીર સાથે ટ્વીટ કર્યું, "મનીષ પાંડે અને કે.એલ. રાહુલ રૂ. 11 કરોડમાં વેચાયા અને ક્રિસ ગેલને કોઈએ ન ખરીદતા વિરાટ કોહલીની પ્રતિક્રિયા. "
યૂઝર 'શાશ'એ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની તસવીર મૂકીને લખ્યું, "જ્યારે રાજ્યસભાની બેઠકની હરાજી થઈ હતી, ત્યારે હરાજીકર્તા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો