You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2018 હરાજી: ગુજરાતના જયદેવ ઉનડકટ સૌથી મોંઘા ભારતીય ખેલાડી
IPL 2018 માટે શનિવારે શરૂ થયેલી ખેલાડીઓની હરાજી બાદ રવિવારે બીજા દિવસે ગુજરાતના જયદેવ ઉનડકટને 11.5 કરોડ રૂપિયાની કિંમત સાથે રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યાં.
જે હાલ ભારતીયોમાં સૌથી મોંઘા ખેલાડી છે.
અફઘાનિસ્તાનના 16 વર્ષીય ખેલાડી મુજીબ ઝાદરાને IPL હરાજીમાં એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ઝાદરાન IPLના ઇતિહાસમાં સૌથી નાની વયના ખેલાડી તરીકે પસંદગી પામ્યાં છે.
તેઓ રાશિદ ખાન અને મોહમ્મદ નબી બાદ IPLમાં ભાગ લેનારા ત્રીજા અફધાની ખેલાડી બન્યા છે.
તેમને કિંગ્સ ઇલેવન પંજાબે ચાર કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યાં છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે રાશિદ ખાનને 9 કરોડ રૂપિયામાં અને મોહમ્મદ નબીને 1 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
IPLમાં ખેલાડીઓની હરાજી દરમિયાન 360 ભારતીય સહિત કુલ 578 ખેલાડીઓની બોલી બોલાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે
વેસ્ટ ઇન્ડિઝના સ્ફોટક બૅટ્સમૅન ક્રિસ ગેઇલને પંજાબ કિગ્સ ઇલેવને રૂ. બે કરોડમાં ખરીદ્યા છે.
જાળવી રખાયેલા ખેલાડીઓ
હરાજીની શરૂઆત ભારતીય બૅટ્સમૅન શિખર ધવનથી થઈ. તેને ખરીદવા માટે મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ સ્પર્ધામાં હતા.
તેમની બોલી પાંચ કરોડ ઉપર બોલાઈ રહી હતી.
અંતમાં પંજાબે તેના પર પાંચ કરોડ વીસ લાખ રૂપિયાની બોલી લગાવી, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદે 'રાઇટ ટૂ મેચ' કાર્ડનો ઉપયોગ કરતા તેને પોતાની પાસે રાખી લીધા.
દક્ષિણ આફ્રિકન સુકાની ફાફ ડુ પ્લેસિસ ચૈન્નઈ સુપરકિંગ્સ પાસે જ રહેશે. ડુપ્લેસીસ 1.60 કરોડ રૂપિયામાં વેચાયા હતા.
ભારતીય મધ્યમક્રમ બૅટ્સમૅન અજિંક્ય રહાણેને રાજસ્થાન રોયલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યા.
યુવરાજ, અશ્વિન, ગંભીરની ટીમ બદલાઈ ગઈ
ભારતીય ઓફ સ્પિનર આર અશ્વિનને પંજાબની ટીમે 7 કરોડ 60 લાખમાં ખરીદ્યાં.
અશ્વિનને તેમની અગાઉની ફ્રેન્ચાઇઝી ચૈન્નઈએ ન ખરીદ્યા.
યુવરાજ સિંહ જે છેલ્લી IPLમાં હૈદરાબાદ માટે રમ્યાં હતાં, તેમને બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયામાં જ કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યા.
વેસ્ટ ઇન્ડિઝના સુકાની અને સતત ચાર સિક્સર ફટકારી પોતાની ટીમને 2016 વર્લ્ડ ટી-20 જીતાડનારા કાર્લોસ બ્રેથવેટને માત્ર 2 કરોડ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યા.
ન્યૂ ઝીલૅન્ડના સુકાની કેન વિલિયમ્સનને 3 કરોડ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની ટીમમાં સામેલ કર્યા.
હરભજન સિંહને ચૈન્નાઈ સુપરકિંગ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યા.
શકીબ-ઉલ-હસનને સનરાઇઝર્સ હૈદરાબાદે 2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા.
તે સિવાય કોલકાતાએ પોતાના સુકાની ગૌતમ ગંભીરને પણ ટીમમાં રાખવાનો પ્રયત્ન ન કર્યો.
હવે ગંભીર માત્ર 2.8 કરોડ રૂપિયામાં દિલ્હી ડેરડેવિલ્સ માટે રમશે.
કેકેઆરની ટીમે તેમને આ જ કિંમતે જાળવી રાખવાનો વિકલ્પ પસંદ ન કર્યો.
જ્યારે યુવરાજને પોતાની બેઝ પ્રાઇસ મળી ત્યારે ગંભીરને પણ માત્ર 2.8 કરોડ મળ્યા.
મોઇન અલીને 1.70 કરોડ રૂપિયામાં બેંગલુરુએ તો યુસુફ પઠાણને હૈદરાબાદે 1.90 કરોડ રૂપિયામાં ખરીદ્યા.
16 ખેલાડીઓ માર્કી પ્લેયર
આઈપીએલ 2018ની તમામ આઠ ટીમોમાં કુલ 18 ખેલાડી અગાઉથી જ જાળવી રાખવામાં આવ્યા હતા, એટલે હવે 182 ખેલાડીઓની જગ્યા ખાલી પડી હતી.
આ વખતે હરાજીમાં 62 જૂના ખેલાડી છે, જ્યારે 298 ખેલાડીઓને પ્રથમ વખત હરાજીમાં સામેલ કરવામાં આવ્યા છે.
પોતાને રજીસ્ટર કરનારા કુલ 1122 ખેલાડીઓમાંથી 578 ખેલાડીઓની બોલી લાગશે.
બીસીસીઆઈએ તેમાંથી 16 ખેલાડીઓને 'માર્કી પ્લેયર'નો દરજ્જો આપ્યો છે.
જ્યારે ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સને સૌથી મોંઘી કિંમતમાં ખરીદવામાં આવ્યા.
યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીર ખૂબ જ સસ્તામાં વેચાયા. જ્યારે આ બોલી દરમિયાન લોકેશ રાહુલ સૌથી મોંઘા સાબિત થયા છે.
હરાજી દરમિયાન ઇંગ્લૅન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સૌથી મોંઘા રહ્યા. રાજસ્થાન રોયલ્સે તેમને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યા.
જ્યારે ભારતીય બૅટ્સમૅન લોકેશ રાહુલને 11 કરોડ રૂપિયામાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યા. તે શરૂઆતના સમયમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી રહ્યા.
ક્રિસ લિનને કોલકાતા નાઇટ રાઇડર્સે 9.60 કરોડ રૂપિયામાં ખરીદ્યા.
તે સિવાય ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઇટ રાઇડર્સે 9.4 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા.
બૅટ્સમૅન કરૂણ નાયરને 5.60 કરોડ રૂપિયામાં પંજાબે ખરીદ્યા. દિલ્હીએ નાયર પર 'રાઇટ ટૂ મેચ'ના અધિકારનો ઉપયોગ ન કર્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો