You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોંગ્રેસી રાજ્ય કર્ણાટકે મોદીનું ડિજિટલ ઇંડિયાનું સપનું સાકાર કર્યું
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી સંવાદદાતા
જીએસટી અંતર્ગત ટેક્સ વસૂલીમાં કર્ણાટકે જે ટેક્નિક શોધી છે, તેનો ઉપયોગ આવતા મહિને દેશના બીજા રાજ્યો પણ કરશે.
રાષ્ટ્રીય સ્તરે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે મતભેદ ભલે હોય, પરંતુ એક મુદ્દે ભાજપ કોંગ્રેસની સાથે છે.
જીએસટી માટે કર્ણાટકની ઈ-ટેક્નોલૉજીને ભાજપ શાસિત રાજ્યો ગુજરાત અને રાજસ્થાન પહેલેથી જ અપનાવી ચૂક્યાં છે.
હવે બીજા રાજ્યો પણ આવતા મહિનાથી આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરશે.
કર્ણાટક સરકાર ઈ-વે બિલ સોફ્ટવૅરનો ઉપયોગ સપ્ટેમ્બર 2017થી કરી રહી છે, જે ઈ-સુગમનું અપગ્રેડેડ વર્જન છે.
તમને આ વાંચવું પણ ગમશે:
કર્ણાટકમાં વેટ(વેલ્યુ એડેડ ટૅક્સ )ના સમયથી ઈ-સુગમ સોફ્ટવૅરનો ઉપયોગ થઈ રહ્યો છે.
કર્ણાટક વ્યવસાયિક ટૅક્સ કમિશ્નર શ્રીકર એમએસ કહે છે, "કર્ણાટકના ઈ-બિલ સોફ્ટવૅરને રાજસ્થાન, ગુજરાત અને નાગાલેન્ડ પહેલા જ અપનાવી ચૂક્યાં છે.
"જીએસટી કાઉન્સિલે હવે નિર્ણય લીધો છે કે આવતા મહિનાથી દેશના બીજા રાજ્યોમાં પણ ઈ-બિલ સોફ્ટવૅર ચલણમાં લાવવામાં આવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ ત્રણ ચલણ લાગતા
કમિશ્નર શ્રીકરે કહ્યું, "કર્ણાટકમાં ઈ-બિલ સોફ્ટવૅર અંતર્ગત એક લાખથી વધારે વેપારીઓ અને 900થી વધારે ટ્રાન્સપોર્ટર્સનાં નામ નોંધાયા છે.
"એક લાખથી વધારે બિલની ચુકવણી રોજ ઈ-બિલથી થાય છે."
ઈ-વે બિલ સોફ્ટવૅરથી કર્ણાટકમાં ગયા વર્ષે જીએસટીની કેટલી રકમ વસૂલવામાં આવી તેની સત્તાવાર જાણકારી નથી.
આ સિસ્ટમ આવી તે પહેલા વેપારીઓને ત્રણ વાર ચલણ તૈયાર કરવું પડતું હતું. સાથે જ માલ વહન કરનારા ડ્રાઇવર્સને ચલણની ત્રણ પાવતી રાખવી પડતી હતી.
ચલણની આ ત્રણેય પાવતીઓ વ્યવસાયિક કર વિભાગ પાસે ડીલરને મોકલવી પડતી હતી.
ચલણનાં કારણે ચેકપોસ્ટ પર ડ્રાઇવરોને લાંબી લાઇનમાં ઉભા રહીને રાહ જોવી પડતી હતી.
આઈટીનો ઉપયોગ
નામ નહીં આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે, ટૅક્સ અધિકારીયો માટે એ જાણવું સરળ નહોતું કે વસ્તુની કિંમત એક લાખની છે કે નોંધેલી રકમ દસ હજારની છે.
જેના કારણે એ સિસ્ટમમાં ટૅક્સચોરી ખૂબ જ થતી હતી. એટલે વેપારીઓએ ઇન્ફોર્મેશન ઍન્ડ ટેક્નોલૉજી (આઈટી) ઉપયોગ કરવાની શરૂઆત કરી.
આઈટી મામલે બેંગલુરુ શહેર પહેલેથી જ આગળ છે. ઈ-સુગમ સિસ્ટમમાં ચલણને ઇલેકટ્રોનિક બનાવ્યું.
એનાથી ટૅક્સ વસૂલીની રકમ વધી, વેપારીઓ પાસેથી ગેરકાયદેસર વસૂલી ઘટી અને તેમની હેરાનગતિનો અંત આવ્યો.
બિહાર અને પૂર્વોત્તર રાજ્યોએ પણ ઈ-સુગમ સોફ્ટવૅરને અવનાવ્યું છે. ઈ-વે બિલ સિસ્ટમથી મોબાઇલ પર એસએમએસ (શૉર્ટ મૅસેજ સર્વિસ)થી જાણકારી મળી જાય છે.
રાષ્ટ્રીય સ્તર પર ઉપયોગ
આ કોઈ પહેલીવાર નથી જ્યારે કર્ણાટકે આ પ્રકારની આધુનિક ટેક્નિકનો ઉપયોગ કર્યો હોય, જેને બીજા રાજ્યોએ પણ અપનાવી હોય.
વર્ષ 2005માં રાયચૂર જિલ્લાના દેવદૂર્ગમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા શરૂ કરવામાં આવી હતી.
જેમાં શ્રમિકોને આપવામાં આવતી દૈનિક રોજીમાં ભ્રષ્ટાચારને રોકવા માટે મજૂરોના બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યાં હતાં. તે સમયે દેશમાં આધાર કાર્ડ અમલમાં નહોતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો