પદ્માવતી વિવાદ: 'તેઓ 'નાક' કપાવવા માગતા હતા, સેન્સરે 'આઈ' કાપ્યો'

મહિનાઓથી ચાલી રહેલા વિવાદ બાદ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને સેન્સર બોર્ડની લીલી ઝંડી મળી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સેન્સર બોર્ડે ફિલ્મનું નામ બદલીને 'પદ્માવત' કરવાની ભલામણ કરી છે.

તમને આ પણ વાંચવું ગમશે

સેન્સર બોર્ડે ફિલ્મના કેટલાક સીન કાપવાનો પણ આદેશ આપ્યો છે.

હજી વિવાદ પત્યો નથી

જયપુરથી બીબીસીના સહયોગી નારાયણ બારેઠે જણાવ્યું છે કે આ ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ સેન્સર બોર્ડના નિર્ણય બાદ પણ પોતાના પત્તાં ખોલ્યાં નથી.

કરણી સેનાના સંરક્ષક લોકેન્દ્ર સિંહ કાલવીએ જણાવ્યું કે પદ્માવતીના વંશજ અને રાજપરિવાર સાથે જોડાયેલા 6 અન્ય લોકોને પણ સેન્સર બોર્ડે ફિલ્મ દેખાડી હતી અને તેમના અભિપ્રાય મુજબ જ કરણી સેના પોતાના આગલા પગલાંનો વિચાર કરશે.

કાલવીએ જણાવ્યું કે તેમની જાણકારી પ્રમાણે ત્રણ લોકોએ ફિલ્મ રોકવાની ભલામણ કરી હતી.

વધુમાં કાલવીએ દાવો કર્યો, ''જે ત્રણ લોકોએ ફિલ્મ પર રોકની માંગ કરી હતી તેમાં મેવાડના પૂર્વ રાજવંશના અરવિંદ સિંહ, ઇતિહાસકાર ચંદ્રમણી સિંહ અને કે કે સિંહ સામેલ છે. મારી આ ત્રણેય લોકો સાથે વાતચીત થઈ. આ તમામે ફિલ્મ પર પ્રતિબંધની ભલામણ કરી હતી.''

સોશિઅલ મીડિયા પર લોકોએ કંઈક આવો પ્રતિભાવ આપ્યો

દેવિકા બિહાનીએ લખ્યું, ''એક 'આઈ' શબ્દ દેશ માટે આટલો મોટો મુદ્દો હતો.''

એક ફેક તસવીર પણ ટ્વિટર પર વાઇરલ થઈ રહી છે, જેમાં પદ્માવતીના પોસ્ટર પર દીપિકાની તસવીરના બદલે રણવીર સિંહની તસવીર લગાવવામાં આવી છે.

પંકજ કોઠારીએ ટ્વિટર પર લખ્યું, ''પદ્માવતીનું નામ પદ્માવત કરવામા આવ્યુ છે જેથી કરણી સેના પોતાનું નામ કરણ સેના કરી દે.''

એક અન્ય ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે ''પહેલાં તેઓ માથાં કપાવવા માગતા હતા, સેન્સરે 'આઈ' કાપ્યો.''

કેટલાક લોકોએ આઈ તો ઠીક 'આઈ' ફોન સાથે વાતને જોડી. ધ્રુવ પાઠકે લખ્યું, ''આઈફોને ફોનની સ્પીડ ધીમી થવાની માફી માંગી, તો સેન્સર બોર્ડનો એ સભ્ય જે આઈફોનનો ઉપયોગ કરતો હતો.

તેમણે જણાવ્યું કે દરેક વસ્તુમાંથી આઈ હટાવી દેવો જોઈએ. આ ફિલ્મને પદ્માવત નામ આપવું જોઈએ.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો