ByeBye2017: ચર્ચામાં રહેલાં નોંધપાત્ર હૅશટૅગ્સ

2017ના વર્ષમાં જો દુનિયાભરના મોટા નેતા, અભિનેતાઓ અને સેલિબ્રિટિઝના વિવિધ વિષયો પર વિચારો વાઇરલ થયા છે, તો દુનિયાભરના સામાન્ય માનવીઓએ પણ આતંકવાદી હુમલાઓ, વિવિધ સામાજિક મુદ્દા, કેટલીક વિશિષ્ટ ઘટનાઓ પર મન ખોલીને પોતાના વિચારો વ્યક્ત કરીને વૈશ્વિક ચર્ચાઓમાં ભાગ લીધો. વર્ષ 2017માં વિવિધ ચર્ચાઓના વિષયો હેશટેગ સ્વરૂપે વાઇરલ થયાં હતાં.

બીબીસી ગુજરાતી આપે છે આ વર્ષે ચર્ચામાં રહેલા મહત્ત્વના હેશટેગ્સની ઝલક

તમને આ વાંચવું પણ ગમશે:

વિશે થયેલી ચર્ચાઓ વગેરે ટ્રેન્ડ થતાં હેશટેગ્સે સોશિઅલ મીડિયા યૂઝર્સને ઑનલાઇન થતી વાતચીતમાં ભાગ લેવાની તક આપી છે.

#GujaratElection2017 અને #GujaratVerdict

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપને 99 બેઠકો મળી જ્યારે કોંગ્રેસને 80 બેઠકો મળી હતી.

ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસની બેઠકો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી કરતાં વધી છે.

પ્રચાર દરમિયાન સંખ્યાબંધ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવ્યાં અને તેમના પક્ષ માટે મતદાન કરવા માટે લોકોને રીઝવવાના પ્રયત્નો કર્યાં.

#વિકાસ_ગાંડો_થયો_છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલાં સોશિઅલ મીડિયા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. વરસાદના કારણે ગુજરાતમાં રસ્તાઓની કથળેલી હાલત સોશિઅલ મીડિયામાં '#વિકાસ ગાંડો થયો છે'ના નામે ટ્રેન્ડ કરવા લાગી હતી.

જેના વળતા પ્રહાર તરીકે 'હું વિકાસ છું', 'અડિખમ ગુજરાત' જેવા હૅશટેગ્સ ભાજપની તરફેણ કરનારાઓ તરફથી ટ્રેન્ડમાં આવ્યાં હતાં.

#GST

અનેક બેઠકો અને અનેક ચર્ચા પછી 30 જૂન, 2017ની મધ્યરાત્રિએ જીએસટીનો અમલ થયો હતો. જેના વિશે લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી.

ભાજપ નેતા અને નાણાં મંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે જીએસટી અથવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની શરૂઆતથી કરવેરાની આવક અને આર્થિક વૃદ્ધિમાં વધારો થશે. વધુમાં અર્થતંત્રમાં 2 ટકાની વૃદ્ધિ થશે.

#Covfefe

મે મહિનાના અંતમાં, એક વિચિત્ર નવો શબ્દ સોશિઅલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી હતી. ટ્વિટર યુઝર્સે શબ્દ 'covfefe'ના અર્થ વિશે પોતાની પ્રતિક્રિયાઓ જણાવી હતી.

31મી મેના રોજ યૂ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ટ્વિટમાં આ શબ્દનો ઉપયોગ થયો હતો. જેમાં તેમણે લખ્યું હતું, "Despite the constant negative press covfefe"

ત્યારબાદ તેમણે આ વિવાદને અટકાવવા અથવા જોડણી સુધાર્યા વિના જ ટ્વીટ કર્યું હતું. ઘણાં લોકો માને છે કે શબ્દ 'covfefe'થી 'કવરેજ' શબ્દનો અર્થઘટન દર્શાવ્યો હતો.

બે કલાક બાદ ટ્રમ્પની 'covfefe' ટ્વીટને 70 હજાર વખત રીટ્વીટ કરવામાં આવી હતી. સોશિઅલ મીડિયા યૂઝર્સે આ વિશે ઘણી મજાક કરી અને આ શબ્દનો અર્થ અંગે અનુમાન પણ લગાવ્યાં હતાં.

છ કલાક બાદ ટ્વીટ ડિલીટ કરવા પછી તેમણે ફરીથી ટ્વીટ કર્યું, જેમાં તેમણે શબ્દના અર્થ વિશે જોડાયેલા રહસ્યને વધાર્યું હતું.

જ્યારે વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ પ્રેસ સેક્રેટરી શૉન સ્પાઈસરને શબ્દનો અર્થ પૂછવામાં આવ્યો તો જવાબમાં તેમણે કહ્યું, "રાષ્ટ્રપતિ અને લોકોનો એક નાનકડો જૂથ શબ્દનો અર્થ ચોક્કસ જાણે છે."

24 કલાકની અંદર #covfefeનો ઉપયોગ 14 લાખ વખત કરવામાં આવ્યો હતો.

#NotInMyName

જૂનમાં ગૌમાંસના મુદ્દે થયેલી હિંસાના વિરોધમાં #NotInMyName નામનું હૅશટૅગ વાઇરલ થયું હતું. ગાયની સુરક્ષા કરતાં જૂથો દ્વારા મુસલમાનો અને દલિતો પર વધતા હુમલાઓ સામે દેશભરમાં વિરોધ થયો હતો.

આ ઝુંબેશની શરૂઆત ત્યારે થઈ જ્યારે સબા દિવાને એક મુસલમાન કિશોર વયના બાળકની 23મી જૂનની હત્યા બાદ તેમણે એક ફેસબુક પોસ્ટ લખી હતી.

#NotInMyName બૅનરના હેઠળ વિરોધ પ્રદર્શન દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, અલ્હાબાદ સહિત 16 ભારતીય શહેરોમાં તેમજ લંડનમાં પણ યોજાયો હતો.

#MeToo

વર્ષ 2017ના સૌથી જાણીતા હૅશટૅગમાંના એક પુરુષો અને મહિલાઓ સાથે થયેલાં જાતીય દુર્વ્યવહાર અને પજવણીની વાર્તાઓને શેર કરવાની અપીલે એક વૈશ્વિક ચળવળને પ્રેરણા આપી હતી.

હૉલિવુડ ફિલ્મ નિર્માતા હાર્વી વાઇન્સ્ટાઇન દ્વારા જાતીય દુષ્કર્મ અને સતામણીના આક્ષેપો બાદ આ હૅશટૅગ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.

અભિનેત્રી અલિસા મિલાનોએ ટ્વિટરના માધ્યમથી જાતીય દુર્વ્યવહાર, પજવણી અથવા હુમલાનાં ભોગ બનેલા લોકોને આગળ આવવાની અપીલ કરી હતી.

ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે, #MeToo હૅશટૅગનો ટ્વિટર અને ફેસબુક પર 60 લાખ કરતાં વધારે ઉપયોગ થયો હતો.

#NotShaadiMaterial

નવેમ્બર મહિનામાં #NotShaadiMaterial નામનું હૅશટૅગ ચાલી ટ્રેન્ડ થયું હતું.

આ ટ્રેન્ડ દરમિયાન મહિલાઓએ પિતૃપ્રધાન માનસિકતાની વિરુદ્ધ લડવા માટે #NotShaadiMaterial હોવાની ગર્વથી જાહેરાત કરી હતી.

પરંતુ આ ચળવળનો ભાગ માત્ર મહિલાઓ ન બની. ઘણાં પુરુષોએ પણ સમર્થનમાં પોતાની પ્રતિક્રિયાઓ જણાવી હતી.

ટ્વિટર યૂઝર સંજયે લખ્યું, "જો પુરુષ પાસે ઘર અથવા કાર નથી હોય, તો તેમને #NotShaadiMaterial શા માટે માનવામાં નથી આવતા? ગરીબ પુરુષો ક્યારેય સ્ત્રીઓ માટે લગ્નને અનુરૂપ નથી હોય અને વધુમાં ખોટા દહેજ સંબંધિત કેસોમાં ક્યારેય લક્ષ્યાંક નથી હોય?"

#MyCureForTraffic

નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયે પોલીસ કમિશનર રશ્મી શુક્લાએ ટ્વિટરના માધ્યમથી ટ્વીટમાં જણાવ્યું હતું, "હું માનું છું કે પુણેમાં ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે તમારી પાસે પોલીસ યુનિફૉર્મ હોવાની જરૂર નથી! ચાલો આપણે વિચારોનો વિનિમય કરીએ છીએ. #MyCureForTraffic લખીને મને ટ્વીટ કરો."

ઘણાં ટ્વીટ્સ બાદ તેમણે નાગરિકો પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.

#LetsTalk

વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન દ્વારા દર વર્ષે 7મી એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડે ઉજવવામાં આવે છે.

વર્ષ 2017ના ઝુંબેશનો વિષય 'ડિપ્રેશન' અથવા માનસિક ઉદાસીનતા હતો. ઝુંબેશનો ઉદ્દેશ એ હતો કે ડિપ્રેશનથી અસરગ્રસ્ત લોકો બધાં દેશોમાં તેના અટકાવ અને સારવાર માટે મદદ મેળવી શકે છે.