પ્રેસ રિવ્યૂ : મોદી સરકારે પ્રચાર-પાછળ ખર્ચ્યા રૂ. 3,755 કરોડ

નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એનડીટીવીના અહેવાલ મુજબ, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર અને પ્રસાર પાછળ 3,755 કરોડ રૂપિયા ખર્ચ્યાનું માહિતી અધિકાર માટે કરાયેલી અરજીમાં ફલિત થયેલું છે.

માધ્યમોના અહેવાલો મુજબ, નોઇડા સ્થિત સમાજ-સેવક રામવીર તન્વરે અરજી કરી હતી, જેમાં આ માહિતી બહાર આવી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

મોદીના કાર્યક્રમોની જાહેરાતો મોબાઇલ ફોન પર શોર્ટ મૅસૅજિંગ સર્વિસ (એસએમએસ), ટેલિવિઝન, રેડિયો, સિનેમા, ઇન્ટરનેટ, પોસ્ટર્સ, કેલેન્ડર્સ, માહિતી પુસ્તિકાઓ દ્વારા કરવા માટે ખર્ચવામાં આવ્યા છે.

તેમાં આઉટડોર પ્રચારનો સમાવેશ નથી થતો.

line

ઓટીપી દ્વારા મોબાલ સાથે આધાર લિંક

આધાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વન-ટાઇમ પાસવર્ડની (ઓટીપી) સુવિધા મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના થાકી પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે

ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ તેમના નંબરોને આધાર સાથે લિંક કરવા માટે પહેલી જાન્યુઆરીથી વૉઇસ-ગાઇડેડ સિસ્ટમનો ઉપયોગ કરીને તેમના ઘરની આરામથી કરી શકશે.

ઉપરોક્ત સુવિધા માટે વન-ટાઇમ પાસવર્ડની (ઓટીપી) સુવિધા મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે જેના થાકી પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.

અહેવાલ મુજબ, ગ્રાહકો માટે એક અનુકૂળ ઓટીપી સિસ્ટમ બહાર પાડવા માટે નિર્ધારિત સમયરેખા કરતા આશરે દોઢેક માસનો વિલંબ થશે.

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે આ અંગેની સ્પષ્ટતાઓ નો અભાવ હોય આ પ્રક્રિયા અનેક ગૂંચવણોમાં ફસાયેલી છે.

line

અનુષ્કા-વિરાટ ઇટાલી ખાતે લગ્નગ્રંથીથી જોડાશે

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, અહેવાલો મુજબ બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પ્રેમી અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી લગ્નગ્રંથિથી જોડાવવા જઈ રહ્યા છે

'ટાઇમ્સ નાઉ'ના અહેવાલ મુજબ, બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પ્રેમી અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી લગ્નગ્રંથિથી જોડાશે.

અનુષ્કા શર્મા તેના પરિવારજનો અને આધ્યાત્મિક ગુરુ સાથે મુંબઈથી ઇટાલી જવા રવાના થઇ ગયાનાં અહેવાલો વહેતા થયા છે.

લગ્ન વિશે પ્રશ્નો ટાળવાની દાનત સાથે અનુષ્કાએ મુંબઈ એરપોર્ટ પર પોતાનો પ્રવેશ બીજા સ્થાનેથી કર્યો હતો.

ક્યારે, ક્યાં અને કેવી રીતે અનુષ્કા અને વિરાટ લગ્નગ્રંથિથી જોડાશે તે સંદર્ભે કોઈ જવાબ આપવાનું પણ અનુષ્કાએ ટાળ્યું હતું.

તરીખ 9,10,11 અને 12 એમ ચાર દિવસમાં વિરાટ અને અનુષ્કા ઇટાલી ખાતે લગ્નગ્રંથીથી જોડાશે, તેવી અટકળો વહેતી થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો