સોશિઅલ: "જિગ્નેશ મેવાણી, તમે પોતાની કબર ખોદી રહ્યા છો."

પાંચમી નવેમ્બરે પાલનપુર નજીકના ટકરવાડા ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન, દલિત આંદોલનના યુવા નેતા જિગ્નેશ મેવાણી પર હુમલો થયો.

જે બાદ સોશિઅલ મીડિયા પર આ ઘટના અંગે લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

હુમલા બાદ જિગ્નેશે બાદમાં ટ્વિટરનાં માધ્યમથી આરોપ લગાવ્યો કે ભાજપે તેમના પર હુમલો કરાવ્યો હતો.

તેમનું કહેવું હતું કે ભયભીત હોવાના કારણે, ભાજપ આમ કરી રહ્યું છે અને તેમ છતાં પણ તેઓ ભાજપને પરાજિત કરીને રહેશે.

આ વિષે લોકોએ સોશિઅલ મીડિયા પર શું કહ્યું?

ટ્વિટર યૂઝર ડૉ. મોહમ્મદ અમજદે ટેકો આપતા લખ્યું, "ચિંતા ન કરશો. શક્તિશાળી વિરોધી જ્યારે હુમલો કરવા લાગે તો સમજી લેવું જોઈએ કે તમે તેની તાકાતની બરાબરી પર પહોંચી ગયા છો. જેથી તેઓ ડરી ગયા છે."

પોતાની પ્રતિક્રિયા જણાતા ટ્વિટર યૂઝર ઇન્ડિયને કહ્યું, "તમે પોતાની કબર ખોદી રહ્યા છો."

દીપક પુંડીરનું કહેવું હતું, "નાટક કેટલું પણ કરી લો બેટા, હાર જ થશે કારણ કે લોકો સત્યની સાથે છે, ગદ્દારોની સાથે નહીં."

જિગ્નેશને ટેકો આપતા ટ્વિટર યૂઝર સ્વતંત્ર ભારતે ટ્વિટ કર્યું, "વિપક્ષ પર વારંવાર થતા જીવલેણ હુમલો સાબિત કરે છે કે ભાજપ પોતાની હાર સ્વીકાર કરી લે છે."

ડૉ. સંતોષ વ્યાસે ટ્વિટમાં લખ્યું, "18 ડિસેમ્બર બાદ જિગ્નેશ મેવાણી કોઈ કોઠા કે દારૂની દુકાને જોવા મળશે. હમણાં જેટલું રાજી થવું હોય એટલું થઈ લો."

ભાજપ પર નિશાન સાધતા, વિકાસ કટ્યાલે લખ્યું, "જિગ્નેશ મેવાણી પર ભાજપના ગુંડાઓનો હુમલો! પોતાના દરજ્જાથી કેટલા પણ નીચે ઊતરી જાય, ભાજપની સરકાર નહીં બને."

"ગાંધી અને પટેલનાં ગુજરાતમાં આ વખત ગોડસેનો દબદબો નહીં ચાલે."

દિબ્યેન્દુ દાસે ટ્વીટ કર્યું, "હું મારી સહાનુભૂતિ જિગ્નેશ મેવાણી માટે વ્યક્ત કરું છું. લોકશાહીની ગરિમા અને સિદ્ધાંતો પર હુમલો સહન કરવામાં નહીં આવે."

ટ્વિટર યૂઝર બદલતા યુગે લખ્યું, "તોફાન જ પકડને મજબૂત રાખે છે. ગરમી જ નિખાર લાવે છે. સંઘર્ષમાં જ સફળતા છે, સંઘર્ષ કરતા રહો. દેશ પ્રતિક્ષા કરી રહ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો