સોશિઅલ: ભાજપને પ્રશ્ન પૂછ્યા બાદ, રાહુલ ગાંધીએ શા માટે તેમનું ટ્વિટ ડિલીટ કર્યું?

ટૂંક સમયમાં કોંગ્રેસના અધ્યક્ષ બનનારા રાહુલ ગાંધીએ ટ્વિટરનાં માધ્યમથી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે.

મંગળવારના રોજ રાહુલે વડાપ્રધાનને સાતમો પ્રશ્ન પૂછયો પરંતુ તેમાં તેમણે જે આંકડાઓનું ગણિત મૂકયું હતું તેમાં તેઓ ભૂલ કરી બેઠા.

તમને આ પણ વાંચવું ગમશે

તેમણે નોટબંધી અને મોંઘવારીને લઈને સવાલ કર્યો હતો.

રાહુલ ગાંધીએ શું ટ્વિટ કર્યું હતું?

તેમણે પૂછ્યું હતું, "વધી રહેલી મોંઘવારીથી લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. શું ભાજપ સરકાર ફક્ત અમીરોની છે?"

ટ્વિટ કર્યા બાદ તેમણે જરૂરી વસ્તુઓની મોંઘવારીને જોતા એક કોઠો (ટેબલ) મૂક્યો હતો.

જેમાં વર્ષ 2014થી અત્યાર સુધીના વસ્તુઓના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો તે અંગે તેમણે આંકડા આપ્યા હતા.

પરંતુ બધા જ આંકડા ખોટા હતા. ભાવવૃદ્ધિની જેટલી ટકાવારી દેખાડવાની હતી, તેના કરતાં 100 પોઇન્ટ્સ વધુ દર્શાવ્યા હતા.

ઉદાહરણ તરીકે વર્ષ 2014માં ગેસ સિલિન્ડરના ભાવ 414 રૂપિયા હતા જે વર્ષ 2017માં 742 રૂપિયાનો થઈ ગયો છે.

આમ ભાવમાં 179 ટકાનો વધારો થયો છે. વાસ્તવમાં 179 ટકા નહીં પણ 79 ટકા વધારો થયો હતો.

પોતાની ભૂલ સુધારીને તેમણે નવેસરથી ટ્વિટ કર્યું હતું.

આ વિશે લોકો સોશિઅલ મીડિયા પર શું કહ્યું?

ટ્વિટર યૂઝર એન.કે.એસ.એ ટ્વિટ કરીને લખ્યું, "ગુજરાત: ખેડૂતોની કમાણી ઘટી. મગફળી અને કપાસનાં ભાવ 22 વર્ષ પહેલાના કરતાં ઓછા છે."

"પણ જય અમિત શાહની કંપનીએ ટૂંક સમયમાં 16000 ટકાનો નફો કર્યો છે. વિકાસ માત્ર મોદીના જાની મિત્રો માટે સફળ રહ્યો."

ટ્વિટર યૂઝર અભિષેક આનંદે પૂછ્યું, "ક્યાં છે રૉબર્ટ વાડરા, રાફેલ ડીલ, કોલગેટ સ્કૅમ, 2જી સ્કૅમ?"

ઝહીર ખાને ટ્વિટમાં લખ્યું, "ગુજરાતનું ઋણ દરરોજ વધી રહ્યું છે. છતાં પણ પ્રગતિ નથી, વિકાસ નથી, રોજગારી નથી, સ્વાસ્થ્ય સુવિધા નથી, શિક્ષણ નથી... મોદીજી, ક્યાં ગયા પૈસા?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો