You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી: ખેડૂતો અને યુવાનોને લોભાવાની કોશિશ
ગુજરાત વિધાન સભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી દીધી છે.
જેમાં મુખ્યત્વે ખેડૂતોને ઋણ માફી, બેરોજગારી ભથ્થું અને મહિલાઓના મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે.
તમને આ વાંચવું પણ ગમશે:
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી છે કે શિક્ષણ, આરોગ્ય, આવાસ, સામાજિક યોજનાઓના લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવશે.
ચૂંટણી ઢંઢેરાની ખાસ જાહેરાતો
- ખેડૂતોનું ઋણ માફ કરી દેવામાં આવશે. ખેડૂતોને પાકનો વીમો અને વિના મૂલ્યે પાણી આપવામાં આવશે. 16 કલાક વીજળી આપવામાં આવશે.
- આ સિવાય ખેડૂતોને લિફ્ટ ઇરિગેશનની સુવિધા અપાશે. કપાસ, મગફળી, બટાકાનાં ઉત્પાદન પર વિશેષ બોનસ આપવામાં આવશે.
- ઉપરાંત ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા અલગથી નીતિ ઘડવામાં આવશે.
- બેરોજગાર યુવાનો ચાર હજાર રૂપિયા સુધી બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
- બેરોજગારો માટે 32 હજાર કરોડ રૂપિયાની રોજગારીની યોજના લાવવામાં આવશે.
- દરેક જિલ્લામાં 24 કલાક ટોલ ફ્રી મહિલા હેલ્પ લાઈન શરૂ કરવામાં આવશે
- મહિલા સબંધિત ગુનાઓના નિવારણ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે.
- મહિલાઓ માટેની પિંક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે.
- કન્યા કેળવણી વિના મૂલ્યે - પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણમાં કન્યાઓને 100 ટકા ફી માફી આપવામાં આવશે.
- દરેક જીલ્લામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે છાત્રાલયો બનાવવામાં આવશે.
- સેલ્ફ ફાઈનાન્સ કૉલેજોને ફી નિયંત્રણ કાયદામાં લાવવામાં આવશે.
- ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વાજબી ફી સાથેની શિક્ષણ વ્યવસ્થા સ્થાપવામાં આવશે.
- સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરાશે.
- સ્વરોજગારી માટે તમામ સમાજના ઉદ્યોગ સાહસિકોને 100 ટકા નાણાકીય લોન.
- પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટરે રૂ.10 નો ઘટાડો કરાશે.
- દરેક ગામ અને શહેરોમાં રમત-ગમતનાં મેદાનો બનાવવામાં આવશે.
- ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તાં અનાજની દુકાનથી સસ્તું અનાજ ઉપલબ્ધ કરાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો