પ્રેસ રિવ્યૂ : મતદારોને આકર્ષવા હિંદી નેતાઓનું ગુજરાતીમાં ભાષણ

ઇમેજ સ્રોત, Getty Images
'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ ભાજપ અને કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આજે ફરી ગુજરાતમાં છે.
આ પ્રથમ એવી ઘટના છે અને પહેલીવાર એવું થઈ રહ્યું છે કે બંને સોમનાથમાં એક જ દિવસે હાજર હશે.
તમને આ વાંચવું પણ ગમશે :
મોદી સોમનાથ પાસે પ્રાચીમાં જાહેરસભા કરશે અને એવી પણ સંભાવના છે કે તેઓ દર્શન માટે પણ મંદિરે જશે. જ્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ સોમનાથ જશે. બરાબર એજ સમય જ્યારે મોદીની સભા પ્રાચીમાં ચાલતી હશે.
રાહુલ ગાંધી સોમનાથ દર્શન બાદ ભેંસાણ-વિસાવદર જશે. મોદી બુધવારે ચાર સભા યોજશે જ્યારે રાહુલ અહીં જ રોકાવાના છે.

ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતી પ્રચાર

ઇમેજ સ્રોત, Getty Images
'સંદેશ'ના અહેવાલ મુજબ ગુજરાતમાં ચૂંટણીના પગલે વિવિધ દિગ્ગજો ગુજરાત આવી રહ્યાં છે તે દરમિયાન પોતાની વાત ગુજરાતીમાં રજૂ કરીને મતદારોને આકર્ષવાનો દોર શરૂ થયો છે.
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવતા હતા ત્યારે તેમણે પોતાના પ્રવચનો હિંદી ભાષામાં જ કર્યા હતા.
જ્યારે હાલના તેમના પ્રવાસ દરમિયાન કચ્છની સભામાં કી આચો ભા ભેણુનો મીઠડો આવકાર આપ્યો હતો, જેનો અર્થ થાય છે કે કેમ છો મારા ભાઈ-બહેનો. તે સિવાય જસદણની સભામાં પણ કાઠિયાવાડની એવી જ મીઠી ભાષાનો ઉલ્લેખ કર્યો હતો.
જ્યારે સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતીમાં ત્રૂટક ત્રૂટક વાક્યો બોલવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ છો મજામાંને.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે સિવાય સ્મૃતિ ઈરાની પણ અંગ્રેજી અને હિંદી ભાષા છોડીને ગુજરાતીમાં પ્રવચન આપતા જોવા મળ્યાં હતાં.

સમોસાનો બર્ગર સામે વિજય

ઇમેજ સ્રોત, Getty Images
'હિંદુસ્તાન ટાઇમ્સ'નાં અહેવાલ મુજબ સામાન્ય જનતાએ હવે સમોસાથી ડરવાની જરૂર નથી. સમોસાએ સ્વાસ્થ્યપ્રદ હોવાની બાબતે બર્ગરને પછાડ્યું છે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્ન્મેન્ટ (સીએસઈ)નાં અભ્યાસનાં આધારે સમોસામાં કોઈ પ્રકારનાં જોખમી કેમિકલ હોતા નથી. તેમજ લાંબા સમય સુધી સાચવી રાખતા તમાં કોઈ ખાસ કેમિકલ પ્રક્રિયા થતી નથી.
જ્યારે બર્ગરમાં એવા કેમિકલ હોય છે જે શરીરમાં એસિડિટી માટે જવાબદાર હોય છે. બ્રેડ હોવાના કારણે તેમાં યીસ્ટનું પ્રમાણ જોવા મળ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












