બ્લોગઃ #MeToo મહિલાઓની જાતીય સતામણી બદલ શરમ અનુભવતા પુરુષો

વાઈનસ્ટીનની પત્ની જૉર્જીના ચૈપમૈને સાથેની તસવીર

ઇમેજ સ્રોત, REUTERS/MIKE BLAKE

    • લેેખક, દિવ્યા આર્યા
    • પદ, બીબીસી સંવાદદાતા

સૌથી પહેલાં મારા પુરુષ વાચકો માટે એક ખાસ નોંધ. અહીં હું તમારા માટે કંઈ કહેવાની નથી. આ મુદ્દો પુરુષો વિશેનો છે અને પુરુષોએ જ ઉઠાવ્યો છે.

તમને અકળામણ થવા લાગે તો પણ આખો લેખ વાંચવાનો પ્રયાસ કરજો.

તમે કોલેજમાં કોઈ યુવતીની બ્રાની સ્ટ્રેપ ખેંચીને તેની સાથે મજાક કરી છે?

તમને આ વાંચવું પણ ગમશે :

કોઈ યુવતીએ વારંવાર ના કહી છતાં ગંદી કોમેન્ટ્સ કરીને તેની સાથે બળજબરીથી દોસ્તીનો પ્રયાસ કર્યો છે?

line

પુરુષોનો અપરાધભાવ

મહિલાઓનું જાતીય શોષણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

તમને 'નફ્ફટ પુરુષ' તરીકે ઓળખાવાનું ગમે છે?

તમે કોઈ મહિલાને કારણ વિના સ્પર્શ કર્યો હતો? એ સ્પર્શ મહિલાને નહીં ગમે એ તમને ખબર હતી?

શારિક રફીકને આવું બધું થયું હતું. સ્ત્રીઓ સાથે ખરાબ વર્તન કરવા બદલ તેઓ શરમ અનુભવે છે. તેઓ કબૂલે છે કે તેમની અંદર ગંદકી ભરી હતી.

હું #MeToo હેશટેગ સ્ક્રોલ કરીને ટ્વિટર પર પુરુષોની પોસ્ટ્સ જોતી હતી ત્યારે તેમની ભાળ મળી હતી.

શરિક રફીકની ટ્વીટ

ઇમેજ સ્રોત, Twitter

હોલીવૂડના નિર્માતા હાર્વે વેઈન્સ્ટેઈન સામેના આક્ષેપોને પગલે મહિલાઓએ તેમની જાતીય સતામણી અને તેમના પરના જાતીય હુમલાઓના અનુભવો વિશે લખવાનું શરૂ કર્યું ત્યારથી #MeToo હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું છે.

line

મહિલાઓ શું વાત કરે છે?

મહિલાઓનું જાતીય શોષણ
ઇમેજ કૅપ્શન, મહિલાઓ છેલ્લા થોડા સમયથી તેની વાતો કરી રહી છે, પણ એ બધું બહેરા કાને અથડાઈ રહ્યું હોય એવું લાગે છે

જોકે, મને મહિલા શું કહી રહી છે તેમાં રસ ન હતો, કારણ કે હું બહુ કંટાળેલી, વ્યથિત અને ગુસ્સે થયેલી છું.

આમ છતાં એક વધુ હેશટેગ આવી પડ્યું હતું.

મહિલાઓને તેમની સતામણી સામે અવાજ ઉઠાવવાની વધુ એક હાકલ કરવામાં આવી હતી.

મહિલાઓ છેલ્લા થોડા સમયથી તેની વાતો કરી રહી છે, પણ એ બધું બહેરા કાને અથડાઈ રહ્યું હોય એવું લાગે છે.

line

પુરુષોનું વલણ

પુરુષો એ સમજશે કે તેઓ પણ ખરાબ વ્યક્તિ હોઈ શકે છે ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુરુષો એ સમજશે કે તેઓ પણ ખરાબ વ્યક્તિ હોઈ શકે છે?

તેથી મને પુરુષોનું વલણ જાણવામાં રસ હતો.

પોતાની સતામણી કઈ રીતે કરવામાં આવી હતી એ જાહેર કરવાની હિંમત મહિલાઓ દેખાડતી હોય તો પોતે મહિલાઓની સતામણી કરી હતી એવું જણાવવાની બહાદુરી પુરુષો ન દેખાડી શકે?

તેમણે કરી હતી તેને સતામણી કહેવાય એવું પુરુષોને સમજશે? તેઓ પણ ખરાબ વ્યક્તિ હોઈ શકે છે એ સમજશે?

કે પછી ખરાબ લોકો ખરાબ કામ કરતા હતા ત્યારે તેમણે આંખો બંધ રાખી હતી?

મહિલાઓનું જાતીય શોષણ

ઇમેજ સ્રોત, Twitter

પોતે અસ્વીકાર્ય વર્તન કર્યું હોવાની, મહિલાઓની વાત ન સાંભળી હોવાની અને મહિલાઓની છેડતી કરવામાં કંઈ ખોટું ન હોવાનું માનતા લોકો પૈકીના એક બની ગયાની કબૂલાત કરી ચૂકેલાઓમાં શારિક રફીક એકલા નથી.

ઓમર અહેમદ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમણે આંખમિંચામણા કરીને ઓફિસમાં મહિલાની જાતીય સતામણી સરળ બનાવી આપી હતી.

એક સાથી મહિલા કર્મચારીએ ઓમરને જણાવ્યું હતું કે તમે પુરુષનો બચાવ કર્યો તેથી હું તમારાથી નિરાશ થઈ છું. તેનો ખ્યાલ આપે છે

એ સાંભળીને ઓમરનું માથું શરમથી ઝૂકી ગયું હતું. સાથી પુરુષ કર્મચારી મહિલા કર્મચારી સાથેની દોસ્તીમાં મર્યાદા ઓળંગતો હોવાની ઓમરને ખબર હતી.

તેઓ તેને ટપારી શક્યા હોત, પણ પોતાની નજર સામે કંઈ થયું ન હોવાથી તેમણે આંખમિંચામણાં કર્યાં હતાં.

ઓમરે કબૂલ્યું હતું કે એ પુરુષ કર્મચારીને એ લાખો યુરોનો એક પ્રોજેક્ટ સંભાળવા આપવાના હતા.

આ કિસ્સો સૌપ્રથમ તો સતામણી કોને કહેવાય તેનો અને પછી સતામણીનું નિરાકરણ મહત્વનું છે કે નહીં તેની ચર્ચાનો ખ્યાલ આપે છે.

દરેક કિસ્સામાં પૈસા, પ્રતિષ્ઠા કે કારકિર્દી એમ કંઈક દાવ પર લાગેલું હોય છે.

line

આ બધુ કંઈ આસાન નથી.

લોકો કોઈ પુરુષની મજાક કરી લે અને મહિલાઓને ચૂપ રહેવાનું કહી શકે,

લોકો કોઈ પુરુષની મજાક કરી લે અને મહિલાઓને ચૂપ રહેવાનું કહી શકે.

કારણ કે મહિલા સાથે જે કરવામાં આવ્યું તે નિર્દોષ મજાક હતી એટલે એ બાબતે હોબાળો ન મચાવવો જોઈએ, એવું તેઓ માને છે.

ખરેખર તો શારિક અને ઓમરની માફક પુરુષોએ #SoDoneChilling હેશટેગ શરૂ કરીને કબૂલાત કરવી જોઈએ.

એ પછી તેમણે તેમની આજુબાજુની મહિલાઓની વાત સાંભળવી જોઈએ અને તેમને સલામતી અનુભવવામાં મદદ કરવી જોઈએ.

સદભાગ્યે આજે હું આ વાત નથી કહેતી. આ વાત પુરુષોએ સીધી પુરુષોને કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો