દિવ્યાંગોની શારીરિક ઇચ્છા, લાગણીઓ જાણી છે ક્યારેય?

- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી હિંદી
'કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ' સાહિર લુધિયાનવીએ લખેલું આ ગીત ગાતી વખતે તમે તમારી પ્રિય વ્યક્તિને યાદ કરો.
હવે વ્હિલચેર પર બેઠેલો વ્યક્તિ પોતાની માશૂકાને ગીત ગાતા ગાતા યાદ કરી રહ્યો છે. પરંતુ તેમની માશૂકા અંધ છે અને તેને જોઈ શકતી નથી.
'કી યહ બદન યહ નિગાહે મેરી અમાનત હૈ'
હવે કલ્પના કરો કે આ પ્રેમીને એક હાથ નથી અને તેની પ્રેમિકા બોલી શકતી નથી.
તમને આ પણ વાંચવું ગમશે
'યે ગેસુઓં કી ઘની છાંવ હૈ મેરી ખાતિર યે હોઠોં ઓર યે બાંહે મેરી અમાનત હૈ.'
દિવ્યાંગ લોકોની જિંદગી અંગેનું આપણું જ્ઞાન અને જિજ્ઞાસા બંને સીમિત છે. જેના કારણે આપણે તેમના વિશે વધારે કલ્પના પણ કરી શકતા નથી.
શા માટે આપણે દિવ્યાંગ પુરુષ અને સ્ત્રીના પ્રેમનું, શારિરીક ઇચ્છાઓનું અને તેમના લગ્ન અંગેનું કાલ્પનિક ચિત્ર પણ ઉપજાવી શકતા નથી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અને જો આપણે આવા કાલ્પનિક ચિત્ર વિશે વિચારીએ અને તેને ઉપજાવવાનો પ્રયત્ન કરીએ તો એ ચિત્ર કેવું હશે?
આગળના દિવસોમાં હું તમને એવા વર્ગના લોકોની આપવીતી સાથે રૂબરૂ કરાવીશ જેમને આપણે ભાગ્યે જ ગણીએ છીએ.
હું એક કોલેજ જતી પ્રજ્ઞાચક્ષુ છોકરીને મળી હતી. જેના લાંબા વાળ અને નિખાલસ વર્તન મને એટલું તો અસર કરી ગયું કે ઘરે આવ્યા બાદ પણ ઘણા સમય સુધી હું તેને ભૂલી શકી ન હતી.
તે પ્રતિભાશાળી હતી. રમત-ગમત અને અભ્યાસમાં પણ આગળ પડતી હતી. મારા મિત્રોના જેવી જ તેની જિંદગી હતી.
તે પણ પ્રથમવાર કોઈના પ્રેમમાં પડી હતી. તેના પ્રેમી જોડે આત્મીય થવાની ઇચ્છા તેને પણ હતી.
તમને આ પણ વાંચવું ગમશે
પરંતુ પ્રેમમાં દગો મળવાનો ડર હતો. તે પણ એકલતાના ખાલીપણા અંગે વિચારતા અસહજ થઈ જતી. જો સંબંધોમાં ખટાશ આવે તો તેને પણ તેની સામે લડવાનું હતું.
આવી લાગણીઓ પ્રત્યેનો આ તેનો અનુભવ હતો
હવે બીજી એક યુવતીની કહાણી જેના પર તેના પાડોશી અને મિત્રએ સામૂહિક બળાત્કાર કર્યો હતો.
પરંતુ કોઈપણ આ વાત માનવા તૈયાર ન હતા. તેઓ માની જ શકતા ન હતા કે એક દિવ્યાંગ મહિલા પર બળાત્કાર થઈ શકે.
પોલિસ, પાડોશીઓ અને તેના ખુદના પરિવારજનો પણ આ વાત માનવા માટે તૈયાર ન હતા.
આ વાત માનવાને બદલે તેઓ સામે સવાલ કરતા કે એક દિવ્યાંગ મહિલા પર બળાત્કાર કરીને પેલા લોકોને શું મળવાનું હતું?
તેના માટે આ સૌથી દુઃખદાયક સ્થિતિ હતી. જાતિય હિંસાથી પણ વધારે પીડાજનક.

જો કે આવી પરિસ્થિતિમાં પણ તે નિરાશ થઈ નહીં. તેણે જીવનમાં મક્કમતાથી આગળ વધવાનું નક્કી કર્યું અને ફરીથી પ્રેમમાં પડવાનું પણ નક્કી કર્યું.
જ્યારે કોઈને બોજારૂપ ગણવામાં આવે છે, ત્યારે તમે આવી વ્યક્તિના પ્રેમમાં પડશો ખરા? તમે તેમના તરફ સહાનુભૂતિ દર્શાવશો, તેની દયા ખાશો કે તેની નિર્બળતાનો ગેરલાભ ઉઠાવશો?
એક દિવ્યાંગ વ્યક્તિ માટે આ પ્રશ્નોના જવાબ ખૂબ મહત્વના છે. ખાસ કરીને જ્યારે તે કોઈ સંબંધ બાંધવાનું નક્કી કરે છે ત્યારે તો તેમના માટે આ જવાબો અગત્યના બની રહે છે.
તમને આ પણ વાંચવું ગમશે
ભાગ્યે જ એવું બને છે કે કોઈ સામાન્ય માણસ એક દિવ્યાંગ વ્યક્તિ જોડે લગ્ન કરે છે. મોટેભાગે એક દિવ્યાંગ બીજા દિવ્યાંગ સાથે જ લગ્ન કરતાં હોય છે.
સાથે સાથે એવું પણ છે કે તેમના પરિવારજનો પણ આવા લગ્નોને લઈને ખૂબ ઉત્સુક હોતા નથી.
ભારતના ઘણા રાજ્યોએ સમાજના આવા વલણને બદલવા માટે યોજનાઓ શરૂ કરી છે. જે અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરનારને નાણાકીય મદદ કરવામાં આવે છે.
બિહારમાં હું આ બાબતને સમજવા માટે એક દિવ્યાંગ કપલને મળી. મારે એ સમજવું હતું કે મુખ્ય આર્થિક આધારને લઈને બનેલા આ સંબંધ તેમના માટે કેટલા મહત્વના છે?
મે પ્રેમ, દુઃખ અને વચનો આ બધું જ જોયું. હવે તમે મને વચન આપો કે તમે પણ આ સફરે આવશો ત્યારે તમે પણ ગાશો કે 'કભી કભી મેરે દિલમે ખયાલ આતા હૈ...'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












