100 વીમેનઃ અન્ય મહિલાઓની સ્થિતિ સુધારી શકે છે મહિલા નેતાઓ?

ઇમેજ સ્રોત, KENA BETANCUR
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ હિલેરી ક્લિન્ટને મહત્વપૂર્ણ ભાષણ આપ્યું હતું.
તેમણે કહ્યું હતું, ''મર્યાદાના આકાશમાં આપણે મોટી તિરાડ પાડી છે એવું હું હજુ માનતી નથી..."
ક્લિન્ટને ઉમેર્યું, ''હું આગામી પ્રમુખ બનીશ એવું ધારીને (સમાચાર જોવા) મોડી રાત સુધી જાગતી બેઠેલી છોકરીઓને હું કહેવા માગું છું કે તમારા પૈકીની એક (અમેરિકાની) આગામી પ્રમુખ બની શકે છે.''
હિલેરી ક્લિન્ટન ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યાં હતાં, પણ પરિણામ જાહેર થવાની રાતે તેમણે જે સ્થળની પસંદગી કરી હતી એ યોગાનુયોગ ન હતો.
એ સ્થળ હતું જેવિટ્સ સેન્ટર, જેની ગ્લાસ સીલિંગ ન્યૂ યોર્ક સિટીમાં સૌથી મોટી માનવામાં આવે છે.
અમેરિકાના ઈતિહાસમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ બનવા સંબંધે હિલેરી ક્લિન્ટન માટે એ સ્થળ આદર્શ હતું.
દુનિયામાં સત્તા પર ચૂંટાઈ આવેલી મહિલાઓની સંખ્યા છેલ્લા એક દાયકામાં બમણી થઇ છે, પણ હિલેરી ક્લિન્ટન એ પ્રવાહમાં જોડાઇ શક્યાં ન હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
પ્યૂ રિસર્ચ સેન્ટરના વિશ્લેષણ મુજબ, હાલ દુનિયામાં 15 મહિલાઓ સત્તા સંભાળી રહી છે અને એ પૈકીની આઠ મહિલાઓ તેમના દેશની પહેલી સર્વોચ્ચ નેતાઓ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમ છતાં સંયુક્ત રાષ્ટ્રસંઘના 193 સભ્ય દેશો પૈકીના 10 ટકાથી પણ ઓછા દેશોનું પ્રતિનિધત્વ મહિલાઓ કરી રહી છે.
આ મહિલા નેતાઓ મર્યાદાના બંધન તોડી રહી છે, પણ તેઓ તેમના દેશની મહિલાઓનું ભલું કરી રહી છે કે નહીં?
ભારતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રાજકીય ક્વોટા વ્યવસ્થા આ સંબંધે દિશા દેખાડી શકે છે.
1993થી અત્યાર સુધીમાં દેશના કુલ પૈકીનાં માત્ર 33 ટકા પસંદગીનાં ગામડાંઓમાં મહિલાઓ માટે સરપંચનું પદ અનામત રાખવાની વ્યવસ્થા અમલ કરવામાં આવી છે.
તે સામાજિક સમાનતાના પ્રયોગ તરીકે કરવામાં આવી હતી.
તરૂણ વયનાં હજ્જારો બાળકો અને તેમના પેરન્ટ્સને આવરી લેતા 2012ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે મહિલા નેતા હોય તો ગામની યુવતીઓ ઉંચી મહત્વાકાંક્ષા સેવતી થાય છે.
તમારે ત્યાં પહેલા બાળકનો જન્મ થયો ત્યારે તમે શિક્ષણ અને રોજગારના સંદર્ભમાં તમે શું વિચાર્યું હતું?
એવો સવાલ એ સરવે દરમ્યાન પૂછવામાં આવ્યો ત્યારે પેરન્ટ્સે તેમના પુત્રો માટે ઉંચી મહત્વાકાંક્ષાની વાત કરી હતી.

ઇમેજ સ્રોત, DIPTENDU DUTTA
પણ બે ચૂંટણીમાં મહિલા નેતા ચૂંટાઇ આવી ત્યારે છોકરાઓ અને છોકરીઓના સંબંધમાં પેરન્ટ્સની મહત્વાકાંક્ષામાં તફાવતનું પ્રમાણ મોટું હતું.
જ્યાં ક્યારેય કોઇ મહિલા નેતા બની ન હતી એવા ગામોની સરખામણીએ 25 ટકા ઘટ્યું હતું.
તરૂણ વયનાં છોકરા-છોકરીઓના સંદર્ભમાં આ પ્રમાણ 32 ટકા ઘટ્યું હતું. મહિલા સત્તાના સુત્રો સંભાળતી હોય ત્યારે છોકરાઓની અપેક્ષાનું પ્રમાણ ઘટ્યું ન હતું.
તેથી નાનો તફાવત છોકરીઓની ઉંચી મહત્વાકાંક્ષા દેખાડતો હતો.
એ સરવેના લેખકોએ નોંધ્યું હતું કે મહિલા નેતાઓ પાસે નીતિ મારફત મહિલાઓ અને છોકરીઓની સ્થિતિ સુધારવાની તક મર્યાદિત હોય છે.
છતાં અનુસરવા યોગ્ય આદર્શ વ્યક્તિ (રોલ મોડેલ) તરીકે તેમની ઉપસ્થિતિ તેમની આસપાસની યુવતીઓની મહત્વાકાંક્ષા અને શિક્ષણને સુધારવા માટે પૂરતી હોય છે.

ઇમેજ સ્રોત, Sean Gallup
2012માં સ્વીડનમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસનાં તારણ પણ સૂચવે છે કે રોલ મોડેલ્સ નેતાગીરીની પરિસ્થિતિમાં મહિલાઓના વર્તનમાં પ્રેરણાદાયક બનતાં હોય છે.
એ અભ્યાસના લેખકોએ વિદ્યાર્થી યુવક-યુવતીઓને વર્ચ્યુઅલ રિયાલિટીનાં વાતાવરણમાં ચાર જૂથમાં ભાષણ આપવા જણાવ્યું હતું.
એ પૈકીનાં એક જૂથ દિવાલ પર જર્મનીનાં ચાન્સેલર એન્જેલિના મર્કેલનો, બીજા જૂથ સામે અમેરિકાનાં તત્કાલીન વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનનો ફોટો મૂકવામાં આવ્યો હતો.
ત્રીજા જૂથ સામે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનનો ફોટો મૂકવામાં આવ્યો હતો. જ્યારે એક ગ્રૂપ સામે કોઈ ફોટો મૂક્યો ન હતો.
પુરુષ રાજકારણીઓના કે કોઇ રોલ મોડેલના બદલે સફળ મહિલા રાજકારણીનો ફોટો સામે હતો ત્યારે ગર્લ સ્ટુડન્ટ્સે પ્રમાણમાં લાંબુ વકતવ્ય આપ્યું હતું અને એ સંબંધે તેમને તેમનું પર્ફોર્મન્સ વધારે સારું લાગ્યું હતું.
લેખકોએ અહેવાલમાં જણાવ્યું હતું, ''એ કારણે સમાનતા લાવવાના મહિલા રાજકારીઓના લક્ષ્યમાં સુધારો થશે એટલું જ નહીં, એ બાબત પ્રેરણાસ્રોત પણ બની શકે છે.''
રાજકારણમાં વધુ મહિલાઓ હોય તો દૈનિક જીવનમાં વધુ સમાનતા આવે એવા વિચારને ટેકો આપતા આંકડાઓ પણ ઉપલબ્ધ છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો રિપોર્ટ
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તેનો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ આપ્યો.
જેમાં વિશ્વના દેશોને આરોગ્ય તથા જીવન, શૈક્ષણિક લાયકાત, અર્થતંત્રમાં સહભાગ અને રાજકારણમાં સહભાગ એવા ચાર મહત્વના માપદંડ અનુસાર ક્રમાંક આપે છે.
2016માં આઇસલેન્ડ, ફિનલેન્ડ તથા નોર્વે જેવા જે દેશોમાં છોકરા-છોકરીઓની સંખ્યામાં સૌથી ઓછો તફાવત હતો તેવા દેશોમાં રાજકારણમાં મહિલાઓ વધુ હોવાની શક્યતા વધુ હતી.
આ તારણ સૂચવે છે કે જે દેશોમાં મહિલાઓનું રાજકીય પ્રતિનિધિત્વ હોય એવા દેશોમાં મહિલાઓ સારી કામગીરી કરી શકે છે.
મહિલા નેતાઓ અને તેમના દેશની સામાન્ય મહિલાઓના જીવનની ગુણવત્તામાં સુધારા વચ્ચેની નક્કર કડી જોડવી મુશ્કેલ છે.
તેનું કારણ છે કે, મહિલા નેતાઓ હોય કે ન હોય, વિશ્વના લગભગ દરેક દેશમાં છેલ્લી એક સદીમાં સમાનતાના સ્તરમાં સુધારો થયો છે.
બીજું વાત એ છે કે ઘણી મહિલાઓ તાજેતરમાં ચૂંટાઇ આવી છે અથવા તો તેઓ ટૂંકા ગાળા માટે સત્તા પર રહી છે, જેને કારણે તેમની નીતિઓની અન્ય મહિલાઓ પર થયેલી અસરને માપવાનું મુશ્કેલ છે.
અલબત, જ્યાં મહિલાઓ મર્યાદા તોડીને આગળ વધે છે ત્યાંની અન્ય મહિલા નાગરિકોની મહત્વાકાંક્ષા વધે છે.
એ વાતનું અને તેમના દેશો પણ મહિલાઓને બહેતર જીવન આપે એવી શક્યતાનું સમર્થન કરતા પુરાવા આપણી પાસે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












