ગજબ કહાણી: માઇક મીની કોફિનમાં 61 દિવસ સુધી દફન રહ્યા પછી જીવતા કેવી રીતે નીકળ્યા?

શબપેટીમાં 61 દિવસ, જીવતો માણસ દફન, ઇતિહાસ, સંસ્કૃતિ, બીબીસી ગુજરાતી, લંડન, અંતિમ સંસ્કાર, વીસમી સદી, મૃત્યુ, મોત, યુનાઈટેડ કિંગ્ડમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આયર્લૅન્ડના માઇક મીની બીજા વિશ્વયુદ્ધના અંત પછી ગુજરાન ચલાવવા કામની શોધમાં ઇંગ્લૅન્ડ ગયા હતા
    • લેેખક, ડાલિયા વેન્ચુરા
    • પદ, બીબીસી મુન્ડો ન્યૂઝ

"અગાઉ દફનાવવામાં આવી હોય એવી વ્યક્તિને મેં પહેલીવાર દફનાવી હતી." માઇક મીનીની અંતિમ સંસ્કાર વિધિ કરાવનાર પાદરીએ આવું કહ્યાનું તેમની પુત્રી મેરીએ જણાવ્યું હતું.

2015ના પોતાના પુસ્તક 'યુ કાન્ટ ઈટ રોઝીસ, મેરી'માં મેરીએ જણાવ્યું છે કે બીજી વખતે માત્ર એક સ્થાનિક પત્રકાર જ ઉપસ્થિત હતા.

તેનાથી વિપરીત, 35 વર્ષ પહેલાં તેમના પ્રથમ અંતિમ સંસ્કારમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહીં, સમાચાર માધ્યમોના પ્રતિનિધિઓ પણ હતા અને એ વખતે તેઓ જીવંત હતા.

વીસમી સદીની શરૂઆત સુધી મૃત્યુને પ્રમાણિત કરવા માટેના માપદંડો ન હતા અને તે એ કારણે થયેલી ભૂલો પૈકીની એક ન હતી.

માઇક મીનીના અંતિમ સંસ્કાર અગાઉથી નક્કી ઘટના હતા, જે લોકોને આકર્ષિત કરવા અને મીડિયાનું ધ્યાન ખેંચવા માટે આયોજિત કરવામાં આવી હતી. આ ઘટના યુનાઇટેડ કિંગ્ડમમાં બની હતી એટલું જ નહીં, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દૂરના દેશોમાં પણ આવું થયું હતું.

આ અસાધારણ કથાનો આરંભ દારૂના એક આયરિશ પીઠા(પબ)માં થયો હતો. જોકે, તે આયર્લેન્ડથી ખૂબ દૂર છે.

આ કથાનું મુખ્ય પાત્ર મીની ટિપરરીના એક ખેડૂતના પુત્ર હતા અને બીજા વિશ્વયુદ્ધના અંત પછી તેમના ઘણા દેશબંધુઓની માફક પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામની શોધમાં ઇંગ્લૅન્ડ ગયા હતા.

તેમનું સપનું વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયન બનવાનું હતું, પરંતુ ત્યાં સુધી પહોંચતા પહેલાં તેઓ બાંધકામ કામદાર તરીકે કામ કરતા હતા.

બૉક્સિંગ રિંગમાં સફળ થવાનું તેમનું સપનું કામના સ્થળે થયેલા એક અકસ્માતમાં, તેમના હાથમાં ઈજા થઈ એટલે રોળાઈ ગયું હતું, પરંતુ અન્ય એક અકસ્માતમાંથી બીજો વિચાર જન્મ્યો હતો.

તેઓ જેમાં ખોદકામ કરી રહ્યા હતા એ ટનલ તેમના પર તૂટી પડી હતી અને એવું કહેવાય છે કે તેઓ કાટમાળ હેઠળ દટાયેલા હતા ત્યારે નવા સપનાનું બીજ ફૂટ્યું હતું. એ હતું શબપેટીમાં જીવંત દટાયેલા રહેવાના સમયનો રેકૉર્ડ તોડવાનું.

લોકો પોતાને દફન કેમ કરતા હતા?

શબપેટીમાં 61 દિવસ, જીવતો માણસ દફન, ઇતિહાસ, સંસ્કૃતિ, બીબીસી ગુજરાતી, લંડન, અંતિમ સંસ્કાર, વીસમી સદી, મૃત્યુ, મોત, યુનાઈટેડ કિંગ્ડમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાતને દફન કરવાની અમેરિકામાં 1920ના દાયકામાં ફૅશન હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વાત વિચિત્ર લાગે છે અને છે પણ ખરી, પરંતુ અસામાન્ય સહનશક્તિની સ્પર્ધાઓની અમેરિકામાં 1920ના દાયકામાં ફૅશન હતી. 1966માં એક નાવિક તેમને આયર્લેન્ડ લઈ ગયો હતો, જ્યાં તેઓ 10 દિવસ સુધી દટાયેલા રહ્યા હતા.

ડિગર ઓડેલના પરાક્રમની તુલનામાં તે કંઈ ન હતું, ડિગર ઓડેલ એક અમેરિકન હતા અને તેમણે ટેનેસીમાં 45 દિવસ ભૂગર્ભમાં વિતાવ્યા હતા. મીની એ રેકૉર્ડ તોડવા ઇચ્છતા હતા.

ઇતિહાસમાં ખુદને ત્રાસ આપવાની એક પદ્ધતિ રહી છે અને આપણા પૈકીના મોટાભાગના લોકો માટે જે દુઃસ્વપ્ન સમાન હોય છે તેવું કરવાનો આગ્રહ શા માટે રાખવામાં આવતો હોય છે?

કહેવાતા ફ્યુનરલ કળાકારોનાં કારણો અલગ-અલગ લાગે છે. તેમાં રેકૉર્ડ તોડવાના આનંદથી માંડીને પૈસા કમાવા સુધીનો અને કોઈ મુદ્દા પર ધ્યાન દોરવાના પ્રયાસનો સમાવેશ થતો હોય છે.

દાખલા તરીકે, ઓડેલે તેમના જીવનમાં 158 વખત ખુદને દફનાવ્યા હતા. તેઓ ઘણીવાર સ્થાનો અથવા પ્રોડક્ટ્સના પ્રચાર માટે એવું કરતા હતા, પરંતુ 1971માં છેલ્લી વખત તેમણે ગેસોલિનના ભાવ ઘટાડવા માટે બનાવવામાં આવેલી યોજનાના પ્રસાર માટે એવું કર્યું હતું.

મીની માટે આવું કરવાના અનેક કારણ હતા.

તેઓ 33 વર્ષના હતા. તેમની પાસે કોઈ લાયકાત, ઉચ્ચ શિક્ષણ કે સ્પષ્ટ પ્રતિભા ન હતી. તેમણે આજીવન બાંધકામ કામદાર તરીકે જ કામ કરતા રહેવું પડે એવા સંજોગો હતા.

આવી સિદ્ધિ ભલે ગમે તેટલી ભયાનક હોય, પરંતુ તેમનું નામ ગિનિસ બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધાઈ શકે, તેઓ આયર્લેન્ડ પાછા ફરી શકે અને પોતાનું ઘર બનાવી શકે એટલા ધનવાન બનાવી શકે તેમ હતું.

તેમણે કહ્યું હતું, "વાસ્તવિક જીવનમાં મારું કોઈ ભવિષ્ય ન હતું. તેથી જ હું જમીનમાં દટાઈને મારી યોગ્યતા સાબિત કરવા ઇચ્છતો હતો."

એ ઉપરાંત તેમણ વિખ્યાત વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું સપનું જાળવી રાખ્યું હતું અને બૉક્સર તરીકે એવું કરી શક્યા ન હોવાથી તેમણે સહનશક્તિના ભયાનક પરાક્રમમાં શ્રેષ્ઠ બનવાના ગૌરવ પર દાવ લગાવવાનો નિર્ણય કર્યો હતો.

શબપેટીમાં 61 દિવસ, જીવતો માણસ દફન, ઇતિહાસ, સંસ્કૃતિ, બીબીસી ગુજરાતી, લંડન, અંતિમ સંસ્કાર, વીસમી સદી, મૃત્યુ, મોત, યુનાઈટેડ કિંગ્ડમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ પરાક્રમ માઇક મિનિહાનેને ગિનીસ બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન અપાવી શક્યું હોત અને તેઓ આયર્લૅન્ડમાં ઘર બનાવી શકે એટલા ધનવાન થઈ શક્યા હોત

હેતુ ભલે ગમે તેટલો અસામાન્ય હોય, પરંતુ તેની પૂર્ણતા માટે બધું યોગ્ય રીતે ગોઠવાઈ ગયું હતું.

મીની લંડનના કિલબર્નમાં રહેતા હતા. કિલબર્ન એ સમયે "આઇરિશ લોકોનું ઘર" હતું.

વિવિધ પબ પૈકીના એક ધ એડમિરલ નેલ્સનનું સંચાલન માઇકલ 'બટ્ટી' સુર્ગુ કરતા હતા. માઇકલ અનોખું પાત્ર હતા. તેઓ એક સર્કસમાં કુસ્તીબાજ અને મજબૂત માણસ હતા.

તેઓ ખુરશી પર બેઠેલી વ્યક્તિ પોતાના દાંતનો ઉપયોગ કરીને અન્યત્ર લઈ જવા જેવા ખેલ કરતા હતા.

તેઓ એક બિઝનેસમૅન પણ હતા અને પ્રસંગોપાત બૉક્સિંગ પ્રમોટર પણ હતા. ચાર વર્ષ પછી તેઓ મુહમ્મદ અલીને એક ફાઇટ માટે ડબલિનમાં લાવવાના હતા.

બારમાં બીયર પીતી વખતે મીની ખુદને જીવતા દફનાવવાની વાત કરતા હતા ત્યારે સુગ્રુ તેમને પ્રોત્સાહિત કરતા હતા. પછી પાછું વળીને જોવાનો સવાલ જ ન હતો.

તેમની પુત્રીના જણાવ્યા મુજબ, તેમની માતાએ રેડિયો પર સાંભળ્યું હતું કે એક માણસ 45થી વધુ દિવસ ભૂગર્ભમાં વિતાવીને વર્લ્ડ રેકૉર્ડ તોડવાનો પ્રયાસ કરવાનો છે. એ સાંભળીને માતાએ કશું કહ્યું ન હતું, પરંતુ તેઓ જાણતા હતાં કે એ તેમના પતિ છે. તેઓ બેહોશ થઈ ગયાં હતાં.

મીની આયર્લેન્ડમાં એ પરાક્રમ કરવા ઇચ્છતા હતા, પરંતુ તેમના પરિવારે તેમને અટકાવ્યા હતા. પરિવારજનોને ડર હતો કે મીની ભયાનક રીતે મૃત્યુ પામશે અને કેથોલિક ચર્ચ તેને યોગ્ય ગણશે નહીં.

જોકે, મેરીના મતાનુસાર, મીની એ કારણોને ક્યારેય સમજ્યા ન હતા.

1968ની 21 ફેબ્રુઆરીએ તેમણે એ કામ કર્યું હતું, જે નહીં કરવાની વિનંતી તેમને કરવામાં આવી હતી.

જમીનની નીચે ટ્યૂબથી શ્વાલ લેવાના

શબપેટીમાં 61 દિવસ, જીવતો માણસ દફન, ઇતિહાસ, સંસ્કૃતિ, બીબીસી ગુજરાતી, લંડન, અંતિમ સંસ્કાર, વીસમી સદી, મૃત્યુ, મોત, યુનાઈટેડ કિંગ્ડમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માઇકની વાપસીએ પત્રકારો અને પ્રશંસકોને આકર્ષિત કર્યા હતા

સુગ્રુએ જબરો ખેલ પાડ્યો હતો. તેઓ માનતા હતા કે શબપેટીનું ઢાંકણ સીલ કરતાં પહેલાં મીનીએ પબમાં દુનિયાભરના પ્રસાર માધ્યમો સમક્ષ તેમનું "છેલ્લું રાત્રિભોજન" કરવું જોઈએ.

વાદળી પાયજામા અને ટાઇટ્સમાં સજ્જ મહત્ત્વાકાંક્ષી ચૅમ્પિયન મીની 1.90 મીટર લાંબી અને 0.78 મીટર પહોળી શબપેટીમાં પ્રવેશ્યા હતા. એ શબપેટી ખાસ આ ચૅલેન્જ માટે બનાવવામાં આવી હતી.

તેઓ તેમની સાથે એક ક્રુસિફિક્સ અને એક માળા લઈ ગયા હતા. શબપેટી બંધ કરવામાં આવે તે પહેલાં તેમણે જાહેર કર્યું હતું કે "હું મારી પત્ની અને પુત્રી માટે તેમજ આયર્લેન્ડના સન્માન તથા ગૌરવ માટે આ કરી રહ્યો છું."

સમારંભ પછી આઈરિશ ટેનર ગાયન સાથે દર્શકો અને ટેલિવિઝન ક્રૂનું એક સરઘસ મીનીની સાથે કિલબર્નની શેરીઓમાં ફર્યું હતું. એ સ્થળ ઓછામાં ઓછા દોઢ મહિના માટે તેમનું ઘર બનવાનું હતું.

ટનબંધ માટી સાથે અઢી મીટર નીચે દફનાવવામાં આવ્યા પછી આઇરિશમેન મીની બે કાસ્ટ આયર્ન ટ્યુબ વડે શ્વાસ લઈ શકતા હતા. તેના દ્વારા તેમને અખબારો, પુસ્તકો અને ટૉર્ચલાઇટ પૂરી પાડવામાં આવી હતી. એ ઉપરાંત તેમને ખોરાક, પીણાં અને સિગારેટ પણ મળતા હતા.

સાથે-સાથે તેમણે ચા તથા ટોસ્ટ, રોસ્ટ બીફનો આહાર કર્યો હતો. તેમને પ્રિય ડાર્ક બીયર પીધો હતો. બાદમાં તેમણે કહ્યું હતું, "તે અન્ડરગ્રાઉન્ડ હોટેલ ન હતી."

એ ઉપરાંત મહત્ત્વની એક જરૂરિયાત માટે શબપેટીની નીચે એક ટ્રૅપડોર હતો, જે શૌચાક્રિયા માટેનો હતો.

ઘટના સ્થળે એક દાન પેટી ગોઠવવામાં આવી હતી. મીની સાથે પૈસા ચૂકવીને વાત કરી શકાતી હતી.

આ ચૅલેન્જે બૉક્સર હેનરી કૂપર તથા અભિનેત્રી ડાયના ડોર્સ જેવાં સ્ટાર્સને આકર્ષ્યાં હતાં. તેઓ મીનીને મળવા માટે તેની કબર પર ગયા હતા.

શબપેટીમાં સ્થાપિત ટેલિફોન વડે મીની બહારની દુનિયા સાથે વાત કરતા હતા. એ ટેલિફોન લાઇન ધ ઍડમિરલ નેલ્સન પબ સાથે જોડાયેલી હતી. સુગ્રુએ દરેક ફોનકૉલ માટે ચાર્જ વસૂલ કર્યો હતો.

થોડા સમય સુધી પ્રસાર માધ્યમો એ ઘટનાના અહેવાલ આપતા રહ્યા હતા, પરંતુ વિયેતનામ યુદ્ધ અને માર્ટિન લ્યુથર કિંગની હત્યા જેવી ઘટનાઓને કારણે પ્રસાર માધ્યમોનું ધ્યાન એ તરફ કેન્દ્રિત થયું હતું.

તેમ છતાં, મીનીના બહાર આવવાનો દિવસ આવ્યો ત્યારે એ ઘટના ધ્યાન બહાર ન જાય તે સુગ્રુએ સુનિશ્ચિત કર્યુ હતું.

પ્રખ્યાતિથી વિસ્મૃતિ સુધી

શબપેટીમાં 61 દિવસ, જીવતો માણસ દફન, ઇતિહાસ, સંસ્કૃતિ, બીબીસી ગુજરાતી, લંડન, અંતિમ સંસ્કાર, વીસમી સદી, મૃત્યુ, મોત, યુનાઈટેડ કિંગ્ડમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દફન થયા પછી આઠ અઠવાડિયાં અને પાંચ દિવસ બાદ માઇક તાબૂતમાંથી બહાર આવ્યા હતા

દફનવિધિનાં આઠ અઠવાડિયાં અને પાંચ દિવસ પછી 22 એપ્રિલે ડાન્સર્સ, સંગીતકારો તથા પત્રકારોની હાજરીમાં શબપેટી બહાર કાઢવામાં આવી હતી અને એક ટ્રકમાં ભીડની વચ્ચેથી પબમાં લઈ જવામાં આવી હતી.

શબપેટીનું ઢાંકણ હટાવ્યું. મીનીએ અચાનક પ્રકાશ સામે પોતાની આંખો સુરક્ષિત રાખવા માટે સનગ્લાસ પહેર્યા હતા. તેમની દાઢી વધી ગઈ હતી. તેમણે સ્મિત કર્યું હતું.

ગંદા, વિખરાયેલા વાળવાળા, પરંતુ નિશંકપણે વિજયી મીની હેમખેમ હતા.

તેમણે જાહેર કર્યું હતું, "હું વધુ 100 દિવસ અંદર રહેવા તૈયાર છું. મને વિશ્વ વિજેતા બનવાનો આનંદ છે."

તેઓ સ્વસ્થ હોવાની પુષ્ટિ તબીબી તપાસમાં થઈ હતી.

તેમને દફનાવવામાં આવ્યા તે દિવસે લોકોના આદરનો અનુભવ કર્યો હતો તેવો જ અનુભવ તેમને બહાર આવ્યા પછી ફરી થયો. તેઓ કાયમ એવું ઇચ્છતા હતા. તેમને સમજાયું હતું કે વિશ્વ વિખ્યાત બનવાનું સપનું તેમણે સાકાર કર્યું છે.

તેની સાથે સંપત્તિ આપવાની અપેક્ષા પણ તેમને હતી.

તેમનાં પુત્રી મેરીના જણાવ્યા મુજબ, ઓડેલનો રેકૉર્ડ તોડશે તો મીનીને શબપેટી અને એક લાખ પાઉન્ડની સાથે વિશ્વ પ્રવાસનું વચન આપવામાં આવ્યું હતું.

એક લાખ પાઉન્ડ ઘણા હતા. 1970માં ડબલિનમાં ત્રણ માળના એક મકાનની કિંમત લગભગ 12,000 પાઉન્ડ હતી.

ભૂગર્ભમાં 61 દિવસ રહીને મીનીએ અગાઉના રેકૉર્ડ તોડી નાખ્યો હતો. રેકૉર્ડ તોડવા 46 દિવસ પૂરતા હતા, પરંતુ તેઓ વધુ 15 દિવસ કૉફીનમાં રહ્યા હતા.

વિશ્વ પ્રવાસ ક્યારેય સાકાર થયો નહીં.

મેરીના જણાવ્યા મુજબ, પૈસા ક્યારેય મળ્યા નહીં. તેઓ ખાલી ખિસ્સે આયર્લેન્ડ પાછા ફર્યા હતા.

એ ઉપરાંત તેમના પરાક્રમની સત્તાવાર નોંધ લેવાશે એવી આશા મરી પરવારી હતી. ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ્સે તેમના વિક્રમને ક્યારેય માન્યતા આપી નહીં. મોટાભાગના ફ્યુનરલ આર્ટિસ્ટ્સના કિસ્સામાં બને છે તેમ, મીનીની સિદ્ધિને ચકાસવા માટે ગિનિસનો કોઈ પ્રતિનિધિ હાજર ન હતો.

જોકે, વિશ્વના પ્રસાર માધ્યમો મીનીના સાહસના સાક્ષી હોવાથી તેમના અન્ડરગ્રાઉન્ડ 61 દિવસ બાબતે કોઈ શંકા કરી શક્યું ન હતું.

અલબત, એ જ વર્ષે થોડા મહિના પછી એમ્મા સ્મિથ નામનાં એક ભૂતપૂર્વ સાધ્વીએ ઇંગ્લૅન્ડના સ્કેગનેસના એક એમ્યુઝમેન્ટ પાર્કમાં ખુદને 101 દિવસ સુધી સ્વેચ્છાએ દફનાવીને મીનીનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.

મૃત્યુના બે દાયકા પછી 2003માં માઇક મીનીની કથા 'બરીડ અલાઈવ' નામની દસ્તાવેજી ફિલ્મના સ્વરૂપમાં પુનર્જીવીત થઈ હતી. એ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને તેની પ્રશંસા કરવામાં આવી હતી.

માઇક મીનીને કદાચ તે ગમ્યું હોત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન