અંધારી ગુફામાં 150 ગાય, 10 ભેંસ અને બકરીઓ સાથે ત્રણ પરિવાર કેવી રીતે રહે છે?

બીબીસી ગુજરાતી અંધારી ગુફામાં 150 ગાયો, 10 ભેંસ અને બકરીઓના ઝુંડ સાથે રહેતા ત્રણ પરિવાર કોણ છે
ઇમેજ કૅપ્શન, ગુફામાં ઢોરઢાંખર રાખવાનો વાડો
    • લેેખક, પ્રાચી કુલકર્ણી
    • પદ, બીબીસી મરાઠી માટે

અંધારું છવાય તેની સાથે સાથે ફોફસંડીના પહાડોમાં ઢોરઢાંખરની ઘંટડીનો અવાજ સંભળાવા લાગે છે.

ગાય-ભેંસ અને બકરીની પાછળ તેમના માલિક ચાલતા હોય કે ન હોય, બધાં ઢોર એકસાથે ચાલે છે અને એક ગુફા સુધી પહોંચે છે. એક-એક કરીને બધાં ગુફામાં પ્રવેશે છે.

અહલ્યાનગરના ફોફસાંડિલો વિસ્તારમાં આ એક નાનકડી ગુફામાં લગભગ 150 ગાય, 10 ભેંસ, કેટલીક બકરીઓ અને ત્રણ પરિવારો વસે છે.

ગાયો અને ભેંસો ગુફામાં પ્રવેશે ત્યારે બહુ અંધારું હોય છે.

જે પરિવારોના સભ્યો આ ગાય-ભેંસોને પાળે છે, તેઓ પણ તેની સાથે ગુફામાં જ રહે છે.

ઢોરઢાંખર ગુફામાં પાછા આવે ત્યારે ગુફામાં વસતા પરિવારો નાનકડા ઓરડામાં દીવડો પ્રગટાવે છે અને ખાવાનું બનાવે છે.

ગુફામાં રહેતા લોકો પૈકી એક કુશાબા મગદેનો પરિવાર છે. ગુફામાં પ્રવેશતા જ જમણી બાજુ મગદેની જગ્યા છે.

આ ગુફામાં રહેતા લોકોની હાલમાં ચોથી પેઢી અહીં વસે છે.

વાસ્તવમાં નજીકના ગામમાં વસતા આ પરિવારો ચોમાસાની સિઝન શરૂ થતા જ પોતાના ગાય-ભેંસ અને બકરીઓ સાથે અહીં આવી જાય છે.

અહીં રહેતા પરિવારોઓ ગુફામાં માળા જેવી સંરચના બનાવી છે.

તેઓ ઈંટો અને પથ્થરોની બનેલી ગુફામાં રહે છે, જે માળા જેવી દેખાય છે. ગુફાના બાકીના ભાગમાં પાલતું પ્રાણીઓ રહે છે.

તેઓ આ નાનકડી જગ્યામાં માત્ર એક ચૂલા અને કેટલાક વાસણના સહારે પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે કપડાં અને વાસણ સિવાય ખાસ સામાન નથી.

આખો પરિવાર અંધારી ગુફામાં કેમ રહે છે?

બીબીસી ગુજરાતી અંધારી ગુફામાં 150 ગાયો, 10 ભેંસ અને બકરીઓના ઝુંડ સાથે રહેતા ત્રણ પરિવાર કોણ છે
ઇમેજ કૅપ્શન, ગુફાની બહાર કામ કરતી મહિલા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મગદેનું કહેવું છે કે આ જાનવરોના કારણે જ તેઓ ગુફામાં રહે છે.

તેઓ કહે છે, "અમારા ગામમાં લક્ષ્મી નામની એક ગાય હતી. તેમણે સૌથી પહેલાં એક ગુફાની માટી ખોદીને બહાર કાઢી. પછી ગામના લોકોએ ગુફામાં ખોદકામ કર્યું અને અંદરની માટી બહાર કાઢી. ત્યાર પછી તેઓ અહીં રહેવા લાગ્યા."

ગુફાની બીજી તરફ રહેતા એક વડીલ નામદેવ મુથેએ આ ગુફા અને આ વિસ્તાર વિશે કહ્યું કે "અહીં પુષ્કળ વરસાદ પડે છે. વરસાદના કારણે ઘાસચારો બહુ ઊગે છે. ઢોરઢાંખર માટે ઘાસની કોઈ તંગી નથી. ચરવા જતી ગાયો અને ભેંસો અહીં પાછી આવે છે. તેઓ સવારે ચરવા જાય છે અને સાંજે પરત આવી જાય છે."

તેમનું કહેવું છે કે ઢોરઢાંખરના કારણે તેઓ અહીં રહે છે. અહીં રહેતી દરેક વ્યક્તિના ઘર પહાડની નીચે આવેલાં બે ગામમાં છે.

તેમણે કહ્યું કે ચોમાસામાં તેઓ ગુફામાં આવે છે, કારણ કે ગામમાં તેમનાં ઘરોમાં એટલી જગ્યા નથી કે ગાયભેંસો રાખી શકાય. વળી પહાડીઓમાં ઢોર માટે પુષ્કળ ઘાસચારો હાજર છે.

મુથેએ કહ્યું કે, "અમે જાનવરો માટે ગુફામાં રહીએ છીએ. ગામમાં ઢોરઢાંખરને છૂટાં રાખીએ તો તે ખેતરમાં જતાં રહે અને ઝઘડા થાય છે, પરંતુ પહાડોમાં તેમને છૂટથી છોડી શકાય છે. તેથી અમે ચાર મહિના કરતાં વધુ સમય સુધી અહીં રહીએ છીએ."

ગુફામાં આ રીતે વીતે છે દિવસ

બીબીસી ગુજરાતી અંધારી ગુફામાં 150 ગાયો, 10 ભેંસ અને બકરીઓના ઝુંડ સાથે રહેતા ત્રણ પરિવાર કોણ છે
ઇમેજ કૅપ્શન, રાતે ગુફામાં ભારે અંધારું હોય છે. આવામાં આ પરિવારો મહિના કાઢે છે

ગુફામાં વસતા પરિવારોનો દિવસ સવારના ચાર વાગ્યે શરૂ થાય છે. સૌથી પહેલાં તેઓ ભાત રાંધે છે.

પરિવારનો એક સભ્ય દૂધ લેવા ગામડે જાય છે. તેમના પરિવારની આવકનો આ એકમાત્ર સ્રોત છે.

દૂધ લઈને બહાર ગયા પછી ઢોરઢાંખરને ચરવા માટે છોડી દેવામાં આવે છે.

આ ગાયો અને ભેંસો રોજ એક જ રસ્તેથી પહાડોમાં ચરવા જાય છે. તેમનું કહેવું છે કે તેઓ ગાય અને ભેંસની રખેવાળી ન કરે તો પણ કોઈ વાંધો નથી.

જાનવરોને છોડ્યાં પછી ગુફામાં રહેતા લોકો ભોજન બનાવવા અને બીજાં દૈનિક કાર્યોમાં લાગી જાય છે. એક વ્યક્તિ ભોજન બનાવે છે, જ્યારે બીજી વ્યક્તિ પાણી લાવે છે.

રાતે ગુફામાં બહુ અંધારું હોય છે. તેઓ ચૂલાના પ્રકાશમાં ખાવાનું બનાવે છે. મહિલાઓ રાતે ખાવાનું બનાવે છે અને પીવાના પાણી માટે બહાર જાય છે.

અહીં રહેતાં મગદે નામના એક મહિલાએ જણાવ્યું કે, "અમે અહીં છ મહિના રહીશું. પછી ઘરે પાછા જતા રહીશું. અમે આખો દિવસ અહીં સફાઈ કરીશું. રાતે દીવડા પેટાવીને કામ કરીશું. સવારે છાણ ઉપાડીશું અને સફાઈ કરીશું."

ગુફામાં રાતે કામ કરવા વિશે પૂછવામાં આવતા વનીતા નામની મહિલાએ કહ્યું કે તેમને અંધારામાં કામ કરવાની આદત પડી ગઈ છે.

ચાર-ચાર પેઢીથી ગુફામાં વસવાટ

બીબીસી ગુજરાતી અંધારી ગુફામાં 150 ગાયો, 10 ભેંસ અને બકરીઓના ઝુંડ સાથે રહેતા ત્રણ પરિવાર કોણ છે
ઇમેજ કૅપ્શન, રાતે ચૂલાના પ્રકાશમાં ખાવાનું બનાવતી મહિલા

ગુફામાં લાઇટ નથી, પરંતુ કેટલાક કિલોમીટર દૂર પરિવારના ઘરમાં એક લૅમ્પ ચાલુ છે. આ પરિવાર માટે જ પહાડોમાં વીજળીના તાર પાથરવામાં આવ્યા છે.

છ મહિના પછી મગદે અને મુથે પરિવાર ગામમાં પોતાના ઘરે પાછા જતા રહે છે, પરંતુ વાળે પરિવાર અહીં જ રહી જાય છે. આ ગુફા તેમનું કાયમી ઘર છે. વાળે પરિવાર પાસે ગુફાની નીચે પહાડો પર એક ખેતર છે. તેઓ પોતાનાં ઢોરઢાંખર સાથે આખો વર્ષ આ ગુફામાં રહે છે.

તેઓ જ્યારથી અહીં રહેવા આવ્યા છે ત્યારથી અહીં અનાજનો સંગ્રહ કરે છે અને પશુઓને બાંધીને રાખે છે. તેમણે કહ્યું કે ચારે બાજુ વાડ બાંધવી જોઈએ, કારણ કે અહીં દીપડા જોવા મળે છે.

નજીકના ગામમાં જ જન્મેલાં અને ઉછરેલાં સંગીતા લક્ષ્મણ કહે છે કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમણે લગ્ન પછી ગુફામાં રહેવું પડશે.

સંગીતાએ કહ્યું કે, "મને ગુફાઓ વિશે ખબર હતી, પરંતુ મને એ ખબર ન હતી કે લોકો તેમાં રહે છે. લગ્ન પછી તેઓ મને અહીં લાવ્યા ત્યારે મને ખબર પડી. તેમનો પરિવાર લાંબા સમયથી અહીં રહે છે. આ તેમની ચોથી પેઢી છે."

બીબીસી ગુજરાતી અંધારી ગુફામાં 150 ગાયો, 10 ભેંસ અને બકરીઓના ઝુંડ સાથે રહેતા ત્રણ પરિવાર કોણ છે

અંધારામાં રહેતા આ બધા લોકો પાસે મોબાઇલ ફોન છે, પરંતુ તેને ચાર્જ કરવા માટે તેઓ ગામમાં પોતાના ઘરે અવરજવર કરતા રહે છે.

તેમણે કહ્યું કે ગામમાં તેમનાં ઘરોમાં ઢોરઢાંખરો માટે કોઈ શૅડ નથી. તેથી તેમની પાસે ચોમાસાની સિઝનમાં આ ગુફામાં રહેવા સિવાય કોઈ રસ્તો નથી.

જોકે, આ પરિવારોની નવી પેઢી પહાડોની તળેટીમાં આવેલા ગામમાં રહે છે. બાળકો શાળાએ જાય છે અને પરિવારનો એક સભ્ય બાળકોની સાથે ગામમાં રહે છે.

ગ્રામીણોએ જણાવ્યું કે સરકારી અધિકારીઓને જ્યારે ખબર પડી કે આ લોકો ગુફામાં રહે છે, ત્યારે તેઓ તરત ત્યાં આવી પહોંચ્યા.

વરિષ્ઠ અધિકારીઓ ગુફામાં જઈ આવ્યા છે એવું કહેવાય છે.

આ વિશે અમે અહલ્યાનગરના ફોફસાંડી ગામના સરપંચ સુરેશ વાળે સાથે વાત કરી.

તેમણે કહ્યું કે, "અધિકારીઓને લાગ્યું કે અમે તેમને આશરો નથી આપતા, પરંતુ એવું નથી. તેમની પાસે ઘર છે. તેમની સમસ્યા... તેમના માટે પશુધન અને ઘાસચારાની અછત છે."

આ પરિવારો પોતાનું અડધું જીવન ગુફામાં વિતાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન