ગુજરાત : બે સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં અતિભારે વરસાદનું એલર્ટ, તો આ વિસ્તારોમાં આજે યલો ઍલર્ટ

વરસાદ, હવામાન, બીબીસી, ગુજરાતી
હવામાન વિભાગ પ્રમાણે તારીખ 31 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. બીબીસી હવામાન સમાચાર દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગ પ્રમાણે તારીખ 31 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 31 ઑગષ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ પ્રમાણે તારીખ 31 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. તો 3 અને 4 સપ્ટેમ્બરે અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ અંગે ઍલર્ટ જાહેર કરાયું છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે જણાવી છે.

મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

ચોમાસાનો એક પ્રવાહ હવે બિકાનેર, કોટા, ગુના, દમોહ, પેંડારા રોડ, સંબલપુર, પુરી અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડીમાંથી પસાર થાય છે.

ઉત્તર કોંકણ કિનારા અને આસપાસના વિસ્તારોમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.

દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ પર દરિયાની સપાટીથી 3.1 કિમી ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.

મહત્ત્વનું છે કે આમ રાજ્યમાં બે સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

વરસાદ, હવામાન, બીબીસી, ગુજરાતી હવામાન વિભાગ પ્રમાણે તારીખ 31 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના પંચમહાલ, તાપી, અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયાં સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો.

વલસાડ, ખેડા, તાપી, સુરત અને આણંદ જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગનાં સ્થળોએ તેમજ ઉત્તર ગુજરાત પ્રદેશમાં ઘણાં સ્થળોએ, સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ પડ્યો હતો જ્યારે કચ્છમાં હવામાન શુષ્ક હતું.

પંચમહાલના હાલોલમાં ગઇકાલે 10 ઇંચની આસપાસ સૌથી વધુ વરસાદ નોંધાયો હતો તો સૌથી ઓછો સુરતમાં 1 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.

આજે ક્યાં ભારે વરસાદ પડશે?

હવામાન, વરસાદ, બીબીસી, ગુજરાતી હવામાન વિભાગ પ્રમાણે તારીખ 31 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, ગુજરાતના અનેક ભાગમાં આજે ભારે વરસાદની સંભાવના છે

આજે ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમકે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ,દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

તો સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વીજળી અને સપાટીના પવન સાથે હળવી મેઘગર્જના સાથે 30-40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયાં સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે.

આગામી દિવસોમાં કેટલો વરસાદ પડશે?

વરસાદ, હવામાન, સુરત, તાપી, નવસારી, દમણ-દાદરા નગર હવેલી હવામાન વિભાગ પ્રમાણે તારીખ 31 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, તારીખ ત્રીજી સપ્ટેમ્બરના રોજ સુરત, તાપી અને નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગ પ્રમાણે તારીખ પહેલી સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહિસાગર તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં મોટાભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ-ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ જેવા કે, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ-ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

પહેલી સપ્ટેમ્બર અને બીજી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

ત્રીજી સપ્ટેમ્બરના રોજ છોટાઉદેપુર, નર્મદામાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પંચમહાલ દાહોદ, વડોદરા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ,દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

ચોથી સપ્ટેમ્બરના રોજ ડાંગ અને તાપીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

હાલોલમાં આભ ફાટ્યું, જળબંબાકારની સ્થિતિ

હાલોલ, ભારે વરસાદ, વરસાદી પાણી, બીબીસી હવામાન વિભાગ પ્રમાણે તારીખ 31 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હાલોલ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, Daxesh Shah/BBC

ઇમેજ કૅપ્શન, હાલોલમાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

પંચમહાલના હાલોલ ગઈકાલે સૌથી વધું વરસાદ નોંધાયો હતો ત્યારે ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં અને જનજીવનને માઠી અસર પહોંચી હતી.

હાલોલ-વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે પાણી ભરાઈ ગયાં હતાં, જ્યારે વરસાદી પાણી દુકાનમાં ઘૂસી જતાં વેપારીઓને પણ નુકસાન ઉઠાવવું પડ્યું છે.

સરકારી બસ પાણીમાં ખોટકાઈ જતાં તમામ મુસાફરોને સલામતી સાથે બહાર કાઢવામાં આવ્યા હતા.

ભારે વરસાદને કારણે હાલોલ શહેર તેમજ વડોદરા-ગોધરા બાયપાસ રોડ પર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન