પાકિસ્તાન સામે વિરાટ કોહલી કેમ હંમેશાં 'ક્રિકેટના કિંગ' સાબિત થાય છે, શું કહે છે પાકિસ્તાની ખેલાડીઓ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારતીય ક્રિકેટ ટીમ, ચૅમ્પિયન્સ ટ્રૉફી, ક્રિકેટ, ભારત પાકિસ્તાનનો મુકાબલો, Virat Kohli, વિરાટ કોહલી, રેકૉર્ડ
ઇમેજ કૅપ્શન, ભારતે ચૅમ્પિયન્સ ટ્રૉફીના રસપ્રદ મુકાબલામાં પરંપરાગત હરીફ ટીમ પાકિસ્તાનને માત આપી છે

"તેઓ (વિરાટ કોહલી) દેશનું પ્રતિનિધિત્વ કરવાની તકને પ્રેમ કરે છે. તેઓ ત્યાં (ક્રીઝ પર) ઊભા રહેવાનું ચાહે છે. અમે વર્ષોથી તેમને આમ કરતા જોયા છે. ડ્રેસિંગ રૂમમાં બેઠેલા લોકોને કોઈ હેરાની નહોતી થઈ."

પાકિસ્તાનની સામે મૅચ જીત્યા બાદ કૅપ્ટન રોહિત શર્માએ આ શબ્દો વિરાટ કોહલી માટે કહ્યા હતા.

આ માત્ર શબ્દો જ નથી. પાકિસ્તાન સામે વન-ડે મૅચનું દબાણ હોવા છતાં વિરાટ કોહલી જ્યારે ક્રીઝ પર હતા ત્યારે ડ્રેસિંગ રૂમમાં બેઠેલા રોહિત શર્માના ચહેરા પર શાંતિ દેખાતી હતી.

એક રાહત વિરાટ કોહલીના ચહેરા પરત ત્યારે દેખાઈ જ્યારે તેમણે ચોક્કો લગાવીને ન માત્ર પોતાની સદી પૂર્ણ કરી પરંતુ ટીમ ઇન્ડિયાને જીત પણ અપાવી.

આ મુકાબલા પહેલાં વિરાટ કોહલીના ફૉર્મને લઈને સવાલો ઊભા થયા હતા. લેગ સ્પિનર્સ સામે તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા. છેલ્લી 6 મૅચોમાં તેમણે લેગ સ્પિનર્સની બૉલમાં જ વિકેટો ખોઈ હતી.

વન-ડે મૅચોના ખેલાડી વિરાટ કોહલીએ ફૉર્મમાં આવીને પાકિસ્તાન સામેની મૅચમાં કરી દેખાડ્યું કે તેમને ક્રિકેટના કિંગ કેમ કહેવાય છે. તેમણે આ મૅચમાં ભારતને જીત તો અપાવી જ પણ સાથે તેમણે તેમની વન-ડે કૅરિયરની 51મી સદી પણ ફટકારી. અણનમ સદીની ઇનિંગ રમવા બદલ તેમને 'પ્લેયર ઑફ ધ મૅચ' પસંદ કરવામાં આવ્યા.

મૅચ બાદ વિરાટ કોહલીએ સદીથી રાહત ભરેલું નિવેદન પણ આપ્યું.

તેમણે કહ્યું, "ઇમાનદારીથી કહું તો આ પ્રકારે બેટિંગ કરીને સારો અનુભવ થયો. કારણ કે, આ મહત્ત્વની મૅચ હતી. આવી સ્થિતિમાં યોગદાન કરીને સારું લાગ્યું. અમે રોહિત શર્માની વિકેટ જલદી ગુમાવી દીધી હતી. મારું કામ જોખમ ઉઠાવ્યા વગર ક્રીઝ પર ઊભા રહેવાનું હતું."

"હું વર્તમાનમાં જ રહું છું. ટીમ માટે યોગદાન આપવાની કોશિશ કરું છું. હું મારી જાતને જાણું છું. મારે ફિલ્ડમાં રહેતા તમામ બૉલ પર 100 ટકા આપવાનું છે અને કદાચ તે જ વાતનું મને ઇનામ મળે છે."

વિરોધી ટીમના કૅપ્ટને પણ કર્યા 'કિંગ કોહલી'ના વખાણ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારતીય ક્રિકેટ ટીમ, ચૅમ્પિયન્સ ટ્રૉફી, ક્રિકેટ, ભારત પાકિસ્તાનનો મુકાબલો, Virat Kohli, વિરાટ કોહલી, રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના કૅપ્ટન રિઝવાને પણ કોહલીના વખાણ કર્યા

વિરાટ કોહલીની શાનદાર બેટિંગના વખાણ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કૅપ્ટન મોહમ્મદ રિઝવાને પણ કર્યા.

મૅચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં રિઝવાને કહ્યું, "વિરાટ કોહલીના ઍથિક્સથી હું વધારે પ્રભાવિત છું. હું તેમની ફિટનેસ અને પ્રયાસોને બિરદાવું છું."

"લોકો કહેતા હતા કે વિરાટ કોહલી આઉટ ઑફ ફૉર્મ છે. પરંતુ તેમણે આજે કોઈ પણ પરેશાની વગર બેટિંગ કરી."

લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે પણ વિરાટ કોહલીના વખાણ કર્યા. તેમણે ઍક્સ પર લખ્યું, "વિરાટ જિંદાબાદ, અમે તમારા પર ઘણો ગર્વ છે."

પાકિસ્તાન સામે 'રન મશીન' છે વિરાટ કોહલી

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારતીય ક્રિકેટ ટીમ, ચૅમ્પિયન્સ ટ્રૉફી, ક્રિકેટ, ભારત પાકિસ્તાનનો મુકાબલો, Virat Kohli, વિરાટ કોહલી, રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિરાટનો વન-ડે ક્રિકેટમાં બેસ્ટ સ્કોર 183 છે અને તે પાકિસ્તાન સામે જ છે

પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે ઍક્સ પર લખ્યું, "પાકિસ્તાન સામે વિરાટ કોહલીના રન બનાવવાનો સિલસિલો જારી છે. આ સુંદર લવ સ્ટોરી છે અને તે લગાતાર ચાલે છે."

પાકિસ્તાન સામે વિરાટ કોહલીના આંકડા ઇરફાન પઠાણની વાતને સમર્થન આપે છે.

વિરાટ કોહલીએ વન-ડેમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 પાકિસ્તાન સામે જ બનાવ્યો છે. પાકિસ્તાન સામે 17 વન-ડે મૅચ રમતા તેમણે ચાર સદી ફટકારી છે અને કુલ 778 રન બનાવ્યા છે.

આઈસીસી ટુર્નામેન્ટમાં વિરાટનો રેકૉર્ડ તો પાકિસ્તાન સામે તેનાથી પણ વધારે શાનદાર છે. વિરાટ કોહલી દુનિયાના એક માત્ર ખેલાડી છે. જેમણે આઈસીસી ટુર્નામેન્ટમાં એક જ ટીમ સામે લગાતાર ત્રણ વખત પ્લેયર ઑફ ધ મૅચ ઍવૉર્ડ જીત્યો હોય.

પાકિસ્તાની ટીમને વિરાટ હંમેશા ખતરનાક લાગે છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારતીય ક્રિકેટ ટીમ, ચૅમ્પિયન્સ ટ્રૉફી, ક્રિકેટ, ભારત પાકિસ્તાનનો મુકાબલો, Virat Kohli, વિરાટ કોહલી, રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન સામે વિરાટનો રેકૉર્ડ શાનદાર છે

મૅચ પહેલાં જિયો હૉટ સ્ટાર પર ચાલી રહેલા ઇન્ટર્વ્યૂમાં પાકિસ્તાની બૉલર શાહીન શાહ આફ્રીદીએ 2022ના ટી-20 વિશ્વકપનો ઉલ્લેખ કર્યો.

છેલ્લી ત્રણ ઓવરમાં ભારતને જીત માટે 48 રનની જરૂરત હતી. વિરાટ કોહલી 42 બૉલમાં 46 રન બનાવીને બેટિંગ કરી રહ્યા હતા. ટીમ ઇન્ડિયાને જીત અશક્ય લાગતી હતી.

19મી ઓવરમાં પાંચમા બૉલ પર વિરાટ કોહલીએ હારિસ રાઉફને માથા પરથી સિક્સર ફટકારી અને મૅચનું પાસું પલટી નાખ્યું.

શાહીને આ સિક્સરને યાદ કરતાં કહ્યું કે "કોઈ પણ બૅટ્સમૅન માટે ઝડપી બૉલરના માથા પરથી સિક્સર ફટકારવી ઘણું મુશ્કેલ હોય છે."

વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ 2012 ટી-20 વિશ્વકપમાં 78 રનની અણનમ પારી રમી હતી. 2015 વન-ડે વિશ્વકપમાં તેમણે 107 રન બનાવ્યા. 2016માં ટી-20 વિશ્વકપમાં 55 રનની અણનમ ઇનિંગ રમી હતી. હવે પોતાના આ રેકૉર્ડને કાયમ રાખતા તેમણે 100 રનની અણનમ ઇનિંગ રમી.

વન-ડે ક્રિકેટમાં અનોખો રેકૉર્ડ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારતીય ક્રિકેટ ટીમ, ચૅમ્પિયન્સ ટ્રૉફી, ક્રિકેટ, ભારત પાકિસ્તાનનો મુકાબલો, Virat Kohli, વિરાટ કોહલી, રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોહલીએ પાકિસ્તાન સામે આ મૅચમાં વન-ડે ક્રિકેટમાં પોતાના 14 હજાર રન પૂરા કર્યા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોહલીએ પાકિસ્તાન સામે આ મૅચમાં વન-ડે ક્રિકેટમાં પોતાના 14 હજાર રન પૂરા કર્યા.

વિરાટ કોહલી આ સ્થાન પર પહોંચનારા ત્રીજા ખેલાડી છે. પરંતુ ઘણા મામલે તેઓ સચિન તેંડુલકરથી ચડિયાતા નજરે પડે છે.

વિરાટ કોહલીએ 287 પારીમાં વન-ડે ક્રિકેટમાં 14 હજાર રન પૂરા કર્યા જ્યારે કે સચિને આ સ્થાન 350 ઇનિંગમાં મેળવ્યું હતું. ત્યાં કુમાર સંગાકારાએ આ મુકામ પર પહોંચવા માટે 378 ઇનિંગ લીધી હતી.

વિરાટ કોહલીએ વન-ડેમાં 58ની સરેરાશથી અને 94ની સ્ટ્રાઇક રેટથી ઇનિંગ રમી છે. ત્યારે સચિનીની સરેરાશ 44ની રહી. વિરાટની આ 51મી સદી હતી જ્યારે કે સચિને 463 વન-ડેમાં 49 સદી ફટકારી હતી.

વિરાટ કોહલી વન-ડેમાં 41 વખત પ્લેયર ઑફ ધ મૅચ બન્યા છે અને 11 વખત પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યા છે. સચિન વન-ડે ક્રિકેટમાં 62 વખત પ્લેયર ઑફ ધ મૅચ અને 15 વખત પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યા છે. જોકે સચિને કોહલી કરતાં 164 મૅચ વધારે રમી છે.

વિરાટ વન-ડે ક્રિકેટમાં અત્યારસુધી 14,085 રન ફટકારી ચૂક્યા છે. જો આવનારી મૅચોમાં તેઓ 176 રન બનાવી દેશે તો તેઓ કુમાર સંગાકારાને પછાડીને વન-ડે ક્રિકેટમાં બીજા સૌથી સફળ બૅટ્સમૅન બની જશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.