ભારતના આ રાજ્યમાં રાવણની પૂજા કેમ થાય છે? શરૂઆત કેવી રીતે થઈ?

    • લેેખક, મુરલીધરન કાશિવિશ્વનાથન
    • પદ, બીબીસી તામિલ

આજે દશેરા છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં દશેરાની ઉજવણી થઈ રહી છે.

તામિલનાડુમાં રામની ભક્તિભાવ સાથે પૂજા થાય છે તેમ રાવણની પૂજા પણ કરવામાં આવે છે. આવું ક્યારથી કરવામાં આવી રહ્યું છે અને તેનું કારણ શું છે?

રામાયણનો મુખ્ય પ્રતિનાયક રાવણ ભારત માટે નવો નથી. ભારતમાં ઘણાં મંદિરોમાં રાવણની પૂજા કરવામાં આવે છે, કારણ કે રાવણ એક અત્યંત પવિત્ર દંતકથાનો ભાગ છે.

જોકે, તામિલનાડુમાં રાવણની પૂજાના કારણો સાવ અલગ છે.

તામિલનાડુમાં રામાયણનો પ્રભાવ

વાલ્મિકીની રામાયણના તામિલ સ્વરૂપોમાં કમ્બ રામાયણ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. કમ્બ રામાયણની રચના નવમી અને બારમી સદી વચ્ચે કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ મહાકાવ્યનો તામિલ લોકો પર વ્યાપક પ્રભાવ છે.

જોકે, તામિલ વિદ્વાનો કહે છે કે કમ્બે રામાયણની રચના કરી તે પહેલાં તામિલમાં રામાયણની કથા અસ્તિત્વમાં હતી.

એસ. વૈયાપુરીપિલ્લાઈએ તેમના પુસ્તક ‘તમિલાર પાનપડુ’માં ઉલ્લેખ કર્યો છે કે રામાયણની કથાનો પ્રભાવ સિલાપથિકારાના સમયગાળાથી જ હતો.

આ ઉપરાંત પુરનાનરુ, અકાનરુ, મદુરિક કાંચી અને પરિબાદલમાં પણ રામાયણનાં પાત્રો અને ઘટનાઓને દૃષ્ટાંતો તરીકે દર્શાવવાના વલણનો નિર્દેશ પણ તેઓ કરે છે.

તિરુજ્ઞાનસંબંધરનું તિરુનેરુ પધિગામ પણ રાવણ મેલેતુ નીરુ"નો ઉલ્લેખ કરે છે અને સૂચવે છે કે તે શૈવ ધર્મનો હતો.

તામિલનાડુમાં રાવણની પૂજા ક્યારથી શરૂ થઈ?

વિશ્લેષક સ્ટાલિન રાજંગમના કહેવા મુજબ, રાવણને સૌથી મહત્ત્વપૂર્ણ પ્રતીક તરીકે દર્શાવવાનો ટ્રેન્ડ 19મી સદીમાં શરૂ થયો હતો. તેઓ કહે છે, "19મી સદીનું સામયિક તત્વવિવેસિની કેટલાંક સ્થળોએ રાવણનો ઉલ્લેખ કરે છે. એ જ રીતે, અયોધ્યા દાસના લખાણોમાં રાવણ વિશેના સકારાત્મક સંદર્ભો છે. એ પછી 20મી સદીમાં દ્રવિડ ચળવળમાં રાવણને બહુ સકારાત્મક પાત્ર તરીકે દર્શાવવાનું શરૂ થયું હતું."

દ્રવિડિયન કવિ ભારતીદાસે એક ગીત લખ્યું હતું. સંપૂર્ણપણે રાવણની પ્રશંસામાં લખાયેલા એ ગીતની શરૂઆત "તેનરેસાઈ પારકીરીનેન" શબ્દોથી થાય છે.

ભારતીદાસને તેનો ઉલ્લેખ "એન્થામિશર ભગવાન રાવણકન" ગીતમાં કર્યો છે.

રાજંગમના જણાવ્યા અનુસાર, એ પછી દ્રવિડ ચળવળના શીર્ષ નેતા અણ્ણાના સમયમાં રાવણની ઓળખ રામના વધુ સકારાત્મક વિકલ્પ તરીકે રજૂ થવા લાગી હતી.

તેઓ કહે છે, "પ્રારંભિક દિવસોમાં રાવણ મુખ્ય પ્રવાહની પરંપરાઓને બદલે વિવિધ વિચારધારા સાથે સંકળાયેલા હતા, પરંતુ વીસમી સદીમાં તામિલ નવજાગરણ પછી રાવણને દ્રવિડિયન-તામિલ પરંપરા સાથે જોડાયેલા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા."

જોકે, તામિલ સાહિત્ય પરંપરામાં રાવણના આલેખનનો કોઈ ટ્રેન્ડ નથી. વેસલામી પણ ભારપૂર્વક જણાવે છે કે એ ટ્રેન્ડ 20મી સદીમાં શરૂ થયો હતો.

પી. વેલસામી કહે છે, "તામિલનાડુમાં બિન-બ્રાહ્મણ ચળવળને બળ મળ્યું ત્યારે રાજ્યમાં કમ્બ રામાયણનો પ્રભાવ હતો. રામને એક મહત્ત્વપૂર્ણ પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. તેથી તેના સામના માટે દ્રવિડ ચળવળે રાવણને મુખ્ય પ્રતીક તરીકે રજૂ કર્યા હતા. તેમણે રામને નકારાત્મક પાત્ર બનાવીને તેના પર આક્રમણ શરૂ કર્યું હતું."

1950ના દાયકાની શરૂઆતમાં દ્રવિડનાડુમાં એક લેખમાં સીએન અન્નાદુરાઈએ સવાલ કર્યો હતો કે રામ લીલાને બદલે રાવણ લીલા યોજવામાં આવે અને રામના પૂતળાને બાળવામાં આવે તો શું કરી શકાય? એમ. કરુણાનિધિના ઉલ્લેખ મુજબ, એ પછી દક્ષિણમાં રાવણ લીલાનો સમયગાળો સમાપ્ત થયો હતો. અણ્ણાના પુસ્તક ‘કમ્બ રસમ’માં રામાયણ સામેના દ્રવિડ આંદોલનની અભિવ્યક્તિ હતી.

સ્ટાલિન રાજંગમ પણ ઉલ્લેખ કરે છે કે રામની ઓળખનો સતત વિરોધ કરનારા પેરિયારે રાવણની ઓળખ જાળવવાનું ચાલુ રાખ્યું ન હતું.

વિશ્લેષક સ્ટાલિન રાજંગમના કહેવા મુજબ, રાવણને સૌથી મહત્ત્વપૂર્ણ પ્રતીક તરીકે દર્શાવવાનો ટ્રેન્ડ 19મી સદીમાં શરૂ થયો હતો. તેઓ કહે છે, "19મી સદીનું સામયિક તત્વવિવેસિની કેટલાંક સ્થળોએ રાવણનો ઉલ્લેખ કરે છે. એ જ રીતે, અયોધ્યા દાસના લખાણોમાં રાવણ વિશેના સકારાત્મક સંદર્ભો છે. એ પછી વીસમી સદીમાં દ્રવિડ ચળવળમાં રાવણને બહુ સકારાત્મક પાત્ર તરીકે દર્શાવવાનું શરૂ થયું હતું."

દ્રવિડિયન કવિ ભારતીદાસે એક ગીત લખ્યું હતું. સંપૂર્ણપણે રાવણની પ્રશંસામાં લખાયેલા એ ગીતની શરૂઆત "તેનરેસાઈ પારકીરીનેન" શબ્દોથી થાય છે.

ભારતીદાસને તેનો ઉલ્લેખ "ઍન્થામિશર ભગવાન રાવણકન" ગીતમાં કર્યો છે.

રાજંગમના જણાવ્યા અનુસાર, એ પછી દ્રવિડ ચળવળના શીર્ષ નેતા અણ્ણાના સમયમાં રાવણની ઓળખ રામના વધુ સકારાત્મક વિકલ્પ તરીકે રજૂ થવા લાગી હતી.

તેઓ કહે છે, "પ્રારંભિક દિવસોમાં રાવણ મુખ્ય પ્રવાહની પરંપરાઓને બદલે વિવિધ વિચારધારા સાથે સંકળાયેલા હતા, પરંતુ વીસમી સદીમાં તામિલ નવજાગરણ પછી રાવણને દ્રાવિડ-તામિલ પરંપરા સાથે જોડાયેલા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા."

જોકે, તામિલ સાહિત્ય પરંપરામાં રાવણના આલેખનનો કોઈ ટ્રેન્ડ નથી. વેસલામી પણ ભારપૂર્વક જણાવે છે કે એ ટ્રેન્ડ વીસમી સદીમાં શરૂ થયો હતો.

પી. વેલસામી કહે છે, "તામિલનાડુમાં બિન-બ્રાહ્મણ ચળવળને બળ મળ્યું ત્યારે રાજ્યમાં કમ્બ રામાયણનો પ્રભાવ હતો. રામને એક મહત્વપૂર્ણ પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. તેથી તેના સામના માટે દ્રવિડ ચળવળે રાવણને મુખ્ય પ્રતિક તરીકે રજૂ કર્યા હતા. તેમણે રામને નકારાત્મક પાત્ર બનાવીને તેના પર આક્રમણ શરૂ કર્યું હતું."

1950ના દાયકાની શરૂઆતમાં દ્રવિડનાડુમાં એક લેખમાં સીએન અન્નાદુરાઈએ સવાલ કર્યો હતો કે રામ લીલાને બદલે રાવણ લીલા યોજવામાં આવે અને રામના પૂતળાને બાળવામાં આવે તો શું કરી શકાય?

એમ. કરુણાનિધિના ઉલ્લેખ મુજબ, એ પછી દક્ષિણમાં રાવણ લીલાનો સમયગાળો સમાપ્ત થયો હતો.

અણ્ણાના પુસ્તક ‘કમ્બ રસમ’માં રામાયણ સામેના દ્રવિડ આંદોલનની અભિવ્યક્તિ હતી.

સ્ટાલિન રાજંગમ પણ ઉલ્લેખ કરે છે કે રામની ઓળખનો સતત વિરોધ કરનારા પેરિયારે રાવણની ઓળખ જાળવવાનું ચાલુ રાખ્યું ન હતું.