IPL 2023 : વિરાટ કોહલીએ કોલકાતા સામેની હાર બાદ કેમ કહ્યું "અમે હારવાને લાયક જ હતા"

ઇમેજ સ્રોત, ANI
આઈપીએલની 36મી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રૉયલ ચૅલેન્જર્સ બેંગલોરને 21 રનથી હરાવીને સિઝનમાં પોતાની ત્રીજી જીત નોંધાવી છે.
કોલકાતાએ પ્રથમ બેટિંગ કરીને 200 રન બનાવ્યા.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રૉયલ ચૅલેન્જર્સ બેંગલોરની ટીમ આઠ વિકેટ પર 179 રન જ બનાવી શકી અને આ મૅચમાં 21 રનથી હારી ગઈ.
એક રીતે જોવા જઈએ તો બેંગલોર માટે 200 રનનો જ ટાર્ગેટ હતો પરંતુ મેદાનમાં તેમના પ્લેયર્સે બેટિંગ અને બૉલિંગ બંનેમાં જે પ્રદર્શન આપ્યું એ વિરાટ કોહલીને હતાશ કરી દીધા અને તેમની આ હતાશા મૅચ બાદ તેમણે વ્યક્ત પણ કરી.
હતાશાનું કારણ પણ હતું.
કોહલીએ આ મૅચમાં આઈપીએલ 2023ની પોતાની પાંચમી અડધી સદી ફટકારી છતાં ટીમ મૅચ હારી ગઈ.
જોકે, હાર બાદ વિરાટ કોહલીએ ગુસ્સામાં કહ્યું, "પ્રામાણિકતાથી કહું તો અમે તેમને રમત આપી દીધી હતી. અમે હારવાને લાયક હતા."
બૉલિંગ વિશે તેમણે કહ્યું, "અમારી બૉલિંગ સારી હતી પરંતુ ફિલ્ડિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે ન હતી. અમે તેમને મફતમાં રન આપ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ફિલ્ડિંગમાં 4-5 ઓવરનો સમયગાળો એવો હતો, જ્યાં અમે તકો ગુમાવી છે. "
ટીમની બેટિંગ અંગે વાત કરતા કોહલીએ કહ્યું, "બેટિંગમાં પણ અમે શરૂઆતમાં ખુદને સારી રીતે સ્થાપિત કર્યા હતા, પરંતુ ચારથી પાંચ લોકો ઘણા સરળ બૉલ પર આઉટ થઈ ગયા."
"વિકેટો ગુમાવ્યા બાદ પણ અમારે દૃઢ બનીને ટકી રહેવાની જરૂર હતી. જે ન થઈ શક્યું."

કોલકાતાને પોતાનો ઇમ્પૅક્ટ પ્લેયર ફળ્યો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કોલકાતાના કૅપ્ટન નીતિશ રાણાએ ત્રીજી ઓવર તેમના ઇમ્પૅક્ટ પ્લેયર સુયશ શર્માને આપી અને તેમની આ રણનીતિ કામ લાગી.
સુયશે મૅચની ત્રીજી અને પોતાની પ્રથમ ઓવરમાં ફાફ ડુપ્લેસીની વિકેટ લઈને બેંગલોરને પહેલો ઝટકો આપ્યો. ડુપ્લેસી માત્ર સાત બૉલ પર 17 રન બનાવીને આઉટ થઈ ગયા.
ત્યાર પછી પીચ પર શાહબાઝ અહમદ આવ્યા, પરંતુ તેમને પણ સુયશે પોતાની બીજી ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ કરાવીને બેંગલોરને બીજો ઝટકો આપ્યો.
પાવરપ્લેની અંતિમ ઓવરમાં વરુણ ચક્રવર્તીએ ગ્લૅન મૅક્સવેલને આઉટ કર્યા.
આ સાથે જ છ ઓવરોમાં આરસીબીએ ત્રણ વિકેટના નુકસાને 58 રન બનાવ્યા.
બીજી ઓવરમાં બેંગલોરનો રનરેટ 15નો હતો. જે નવમી ઓવર સુધીમાં 8.88નો થઈ ગયો હતો.
10મી ઓવરમાં મહિપાલ લોમરોરે બે છગ્ગા ફટકાર્યા, પણ 12મી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ તેમને પેવેલિયનભેગા કર્યા.
આમ, કોલકાતાના બે સ્પિનરોએ બેંગલોરની અડધી ટીમની વિકેટો લઈ લીધી હતી.

કોહલીની પાંચમી અડધી સદી

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મૅચની 11મી ઓવરમાં વિરાટ કોહલીએ પોતાની અડધી સદી પૂરી કરી. આ સિઝનમાં તે કોહલીની પાંચમી અડધી સદી હતી.
આઈપીએલની શરૂઆતથી અત્યાર સુધીમાં તેમણે કુલ 49 અડધી સદી અને પાંચ સદી ફટકારી છે.
11મી ઓવરમાં અડધી સદી ફટકાર્યા બાદ કોહલી 13મી ઓવરમાં આઉટ થઈ ગયા હતા. તેમણે 37 બૉલમાં 54 રન ફટકાર્યા હતા.
વિરાટ કોહલીની વિકેટ સાથે જ બેંગલોરની અડધી ટીમ 115 રનના સ્કોરે આઉટ થઈ ગઈ હતી અને ત્યાર પછી રનોની ગતિ પણ ધીમી થઈ ગઈ હતી.
17મી ઓવરમાં દિનેશ કાર્તિકે આન્દ્રે રસલના બૉલ પર છગ્ગો માર્યો પણ આ જ ઓવરમાં તેમની સાથે રમી રહેલા હસરંગા પાંચ રન બનાવીને આઉટ થઈ ગયા.
18મી ઓવર વરુણ ચક્રવર્તી નાખવા આવ્યા અને તેમણે આરસીબીની અંતિમ આશા દિનેશ કાર્તિકને આઉટ કર્યા. તેમણે 18 બૉલ પર 22 રન ફટકાર્યા હતા.
છેલ્લી બે ઓવરોમાં બેંગલોરને જીતવા માટે 44 રન બનાવવાના હતા પરંતુ 19મી ઓવરમાં માત્ર નવ રન બન્યા. જ્યારે અંતિમ ઓવરમાં બાકીના 35ની સામે માત્ર 13 રન બન્યા.
આ સાથે જ કોલકાતા નાઇટ રાઇડર્સે આ મૅચ 21 રનથી જીતી લીધી.
વરુણ ચક્રવર્તીએ પોતાની ચાર ઓવરોમાં 30 રન આપીને ત્રણ વિકેટ લીધી. સાથે જ સુયશે 30 રન આપીને બે મહત્ત્વપૂર્ણ વિકેટો લીધી.

કેવી રહી કૉલકાતાની બેટિંગ?

ઇમેજ સ્રોત, ANI
પહેલાં બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમના જેસન રૉયની અડધી સદી અને કૅપ્ટન નીતિશ રાણાની 48 રનની ઇનિંગના કારણે તેમની ટીમે બૅંગ્લોર સામે જીતવા માટે 201 રનોનો લક્ષ્યાંક મૂક્યો.
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં બેંગલોરની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
જેસન રૉય અને જગદીશને કોલકાતાને સારી શરૂઆત કરાવી આપી અને પાવરપ્લેની અંતિમ એટલે કે છઠ્ઠી ઓવરમાં જેસન રૉયના ચાર છગ્ગાને કારણે આ ઓવર પછી ટીમનો સ્કોર 66 રન સુધી પહોંચી ગયો.
જોકે, ત્યાર પછીની ઓવરમાં હસરંગાએ માત્ર બે રન બનવા દીધા.
મૅચની આઠમી ઓવરના પ્રથમ બૉલ પર જેસન રૉયે પોતાની અડધી સદી પૂર્ણ કરી.
આઈપીએલ કરિયરમાં આ જેસન રૉયની ચોથી અડધી સદી છે. તેમણે 22 બૉલમાં તે પૂર્ણ કરી હતી.

કોલકાતાએ બે ઓવરમાં ચાર વિકેટો ગુમાવી

ઇમેજ સ્રોત, ANI
10મી ઓવરની બીજા બૉલ પર વિજયકુમાર વૈશાખે ડીપ મિડવિકેટ પર ડેવિડ વિલીના હાથે જગદીશનને કૅચઆઉટ કરાવ્યા. જગદીશને 29 બૉલ પર 27 રન ફટકાર્યા હતા.
પ્રથમ વિકેટ માટે જગદીશને જેસન રૉય સાથે 83 રનોની ભાગીદારી નોંધાવી હતી.
ઓવરના અંતિમ બૉલ પર વૈશાખે જેસન રૉયને પણ બોલ્ડ કર્યા. તેમણે 29 બૉલ પર 56 રન ફટકાર્યા હતા.
10મી ઓવર પૂર્ણ થઈ ત્યાર સુધીમાં કોલકાતાએ બે વિકેટના નુકસાને 88 રન બનાવી લીધા હતા અને બંને વિકેટ એ જ ઓવરમાં મળી હતી.
આવું જ કંઇક 18મી ઓવરમાં પણ થયું.
આ ઓવરમાં હસરંગાએ પહેલા કપ્તાન નીતિશ રાણા અને પછી વેંકટેશ અય્યરને પેવેલિયનભેગા કર્યા.
નીતિશ રાણાએ 21 બૉલમાં 48 રન બનાવ્યા, તો વેંકટેશ 31 રનની ઇનિંગ રમ્યા. આ સાથે જ 20મી ઓવરના અંત સુધીમાં કોલકાતાએ 200 રન પૂરા કર્યા અને બેંગલોરને જીતવા માટે 201 રનોનો લક્ષ્યાંક આપ્યો.
જે બૅંગ્લોર પૂર્ણ ન કરી શક્યું અને કોલકાતાની જીત થઈ. આ જીત સાથે કોલકાતા પૉઇન્ટ ટેબલમાં સાતમા ક્રમાંકે છે. જ્યારે બેંગલોર પાંચમા ક્રમાંકે યથાવત છે.














