IPLમાં શું ઇમ્પેક્ટ પ્લેયર મૅચની બાજી પલટી નાખનારા સાબિત થઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પરાગ ફાટક
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
આઈપીએલના 16મા સંસ્કરણમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરાયો. ટુર્નામેન્ટ શરૂ થયા પહેલાંથી જ આ નિયમ અંગે ભારે ચર્ચા થઈ હતી.
ક્રિકેટના મૂળ સ્વરૂપ અંતર્ગત 11 ખેલાડી રમે છે. જોકે, ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ સાથે 12 ખેલાડીઓ અંગે વિચારીને રણનીતિ ઘડવી પડે છે.
ઇમ્પેક્ટ પ્લેયરનો ઉદ્દેશ રમતને રોમાંચક બનાવવાનો છે.
મૅચ દરમિયાન ફાસ્ટ બૉલરોને ઈજા થવાનું ભારે જોમખ હોય છે અને કેટલાય ફાસ્ટ બૉલરો બેટિંગ બિલકુલ કરી નથી શકતા. એવામાં તેમની જગ્યાએ એક બૅટર સામેલ કરી શકાય છે.
આ નિયમ અંતર્ગત બૉલર પોતાની ચાર ઓવરો ફેંકી લે એ બાદ એની જગ્યાએ ચુસ્ત અને સ્ફૂર્તિલા યુવા ખેલાડીઓને સામેલ કરી શકાય છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કૅલેન્ડરમાં એક બાદ એક સિરીઝ ચાલુ રહે છે. એવામાં દરેક બોર્ડ પોતાના ખેલાડીઓ સાથે વર્કલોડ મૅનેજમૅન્ટ પૉલિસી અપનાવી રહ્યું છે.
ઇમ્પેક્ટ પ્લેયર જેવા નિયમ મુજબ ખેલાડીને પૂરી 40 ઓવર રમવાની જરૂર નથી.
આઈપીએલ જેવી સ્પર્ધામાં મોટી ઉંમરના ખેલાડીઓ પણ સામેલ હોય છે. ચેન્નઈ સુપર કિંગ્સ ટીમમાં ખેલાડીઓની સરેરાશ ઉંમર 32 વર્ષની છે. 40 વર્ષની વય તરફ આગળ વધી રહેલા ખેલાડીઓ માટે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ વરસાદ સાબિત થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચેન્નાઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું હતું, 'ઇમ્પેક્ટ પ્લેયર એ કૅપ્ટન માટે લક્ઝરી છે.' જોકે, બીજી તરફ ઇમ્પેક્ટ પ્લેયરથી કૅપ્ટનની મુશ્કેલી પણ વધશે એવું ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાનું માનવું હતું.

બૅન્ચ પર બેસી રહેનારા ખેલાડીઓને તક

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઈપીએલ ટીમો પાસે 20થી વધુ ખેલાડીઓ હોય છે. પ્રમુખ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો અંતિમ ઉદ્દેશ 'ટીમ 11'માં સામેલ થવાનો હોય છે. જોકે, યુવા ખેલાડીઓને રિઝર્વ પ્લેયર તરીકે બેસી રહેવું પડતું હોય છે.
તેમણે રમી રહેલા ખેલાડીઓને ઍનર્જી ડ્રિંક આપવું, બૅટ-ગ્લ્વઝ જેવી વસ્તુઓ પહોંચાડવી અને એ સાથે જ જો કોઈ ખેલાડીને ઈજા પહોંચે તો એની જગ્યાએ ફિલ્ડિંગ ભરવાનું કામ મળતું હોય છે. ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ થયા બાદ હંમેશાં બૅન્ચ પર બેસી રહેનારા ખેલાડીને પણ તક મળી શકે છે.
હાલમાં જ રાજસ્થાન રૉયલ્સના ધ્રુવ જુરેલ સાથે પણ કંઈક આવું જ થયું હતું. રાજસ્થાન પાસે ધૂરંધર બૅટરોની ફોજ છે. એ વચ્ચે ધ્રુવને તક મળવી મુશ્કેલ હતી. જોકે, પંજાબ કિંગ્સ વિરુદ્ધ પાંચ એપ્રિલે રમાયેલી મૅચેમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ધ્રુવને સામેલ કરવામાં આવ્યા.
સ્પિન બૉલર યુજવેન્દ્ર ચહલે ચાર ઓવર ફેંકી. એ બાદ એમની જગ્યાએ ધ્રુવને સામેલ કરાયા અને બાકીની ઓવરોમાં એમણે ફિલ્ડિંગ કરી.
ધ્રુવ જ્યારે બેટિંગ કરવા માટે ઊતર્યા ત્યારે રાજ્સથાનને 30 બૉલમાં 74 રનની જરૂર હતી.
ટાર્ગેટ મુશ્કેલ જણાઈ રહ્યો હતો. જોકે, ધ્રુવે અનુભવી શિમરોન હેટમાયર સાથે સારી ભાગીદારી નોંધાવી. તેમણે 15 બૉલમાં અણનમ 32 રન કર્યા.
રાજસ્થાન ભલે એ મૅચ પાંચ રનથી હારી ગયું પણ ધ્રુવના રૂપે તેને એક સારો બૅટ્સમૅન મળી ગયો.

બૉલર કે બૅટ્સમૅન, કોને સૌથી વધુ ફાયદો?

ઇમેજ સ્રોત, ANI
ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ના હોત તો કદાચ ધ્રુવને રમવાની તક ના મળી હોત. એમની સારી ઇનિંગનું પરિણામ તેમને આગામી મૅચમાં જોવા મળ્યું. રાજસ્થાન ધ્રુવને અંતિમ 11માં સામેલ કરી લીધા.
જોકે, આ બધા વચ્ચે એક મત એવો પણ છે કે ઇમ્પેક્ટ પ્લેયરને લીધે રમત વધારે બૅટ્સમૅન કેન્દ્રીત થઈ જશે.
ટી20 ક્રિકેટમાં વધારાના બૅટસમૅન મેળવવા એ ટીમની શક્તિ વધારી શકે છે. એવામાં ઇમ્પેક્ટ પ્લેયર અંતર્ગત બૉલરને સામેલ કરવામાં આવ્યો તો તેની બૉલિંગ ધોવાઈ જવાની આશંકા વધારે છે.
ઇન્ડિયન ઍક્સ્પ્રેસના નેશનલ સ્પોર્ટ્સ એડિટર સંદિપ દ્વિવેદી કહે છે, "ટી20 સૌથી નાનું ફૉર્મેટ છે. ટીમની પસંદગી કરતી વખતે સૌથી નાની ટીમ પસંદ કરવામાં આવતી હોય છે. જો કોઈ ખોટો નિર્ણય લેવાયો તો એનાથી શીખ લઈને આગળ વધવું જોઈએ."
તેઓ જણાવે છે કે, "ટેસ્ટ ક્રિકેટમાં પાંચ દિવસ સુધી રમત ચાલે છે. પ્રથમ દિવસની સ્થિતિ પાંચમા દિવસે બદલી શકે છે. ત્યાં ઇમ્પેક્ટ પ્લેયર જેવો નિયમ સારો સાબિત થઈ શકે. ફૂટબૉલમાં સબસ્ટિટ્યુટ તરીકે ખેલાડીઓને સામેલ કરવામાં આવે છે. જોકે, એ ઘણો સૂઝબૂઝવાળો નિર્ણય હોય છે. ક્રિકેટમાં આ આટલું સરળ નથી. બૅટરે પોતાનું કામ કર્યું હોય તો એની જગ્યાએ બૉલર સામેલ થાય છે. આવી જ રીતે આનાથી ઊલટું પણ સામેલ થતું હોય છે."
સંદીપ કહે છે, "મોટી ઉંમરના ખેલાડીઓ માટે આ નિયમ સારો સાબિત થશે. પોતાનું કામ પૂર્ણ થયા બાદ એની જગ્યાએ બીજા ખેલાડીને તક મળી શકે છે. આ સાથે જ યુવા ખેલાડીઓ જેને અંતિમ 11માં રમવાની તક કદાચ ના મળત, એમના માટે ઇમ્પેક્ટ પ્લેયર સારી શરૂઆત છે."

નિયમ શું છે?

ઇમેજ સ્રોત, ANI
આ નિમયનો ઉદ્દેશ માત્ર બૉલરની જગ્યાએ બૅટ્સમૅનને સામલ કરવો કે બૅટ્સમૅનની જગ્યાએ બૉલરને સામેલ કરવો એટલો જ નથી.
મૅચને નિર્ણાયક વળાંક આપવા યોગ્ય સમયે જરૂરિયાત અનુસારનો ખેલાડી સામેલ કરવાનો વિકલ્પ પણ આ નિયમ અંતર્ગત મળી જતો હોય છે.
ઇમ્પેક્ટ પ્લેયરનો અર્થ અંતિમ 11માં સામેલ એક ખેલાડીને બદલીને નવા ખેલાડીને સામેલ કરવાનો છે.
કૅપ્ટન ટૉસ જીતીને મેદાનમાં ઊતરે ત્યારે ટીમશિટમાં અંતિમ 11 ખેલાડીઓની સાથોસાથ ચાર સબસ્ટિટ્યુટ ખેલાડીઓનાં નામ આપવાં પણ જરૂરી હશે.
દરેક ટીમ ચારમાંથી માત્ર એક જ ખેલાડીને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કરી શકે છે.
દરેક ઇનિંગમાં 14મી ઓવર પહેલાં ઇમ્પેક્ટ પ્લેયર લઈ શકાય. ઇનિંગની શરૂઆતમાં, ઓવર પૂરી થયા બાદ, કોઈ કારણસર બૅટ્સમૅન રિટાયર થાય ત્યારે ઇમ્પેક્ટ પ્લેયરને સામેલ કરી શકાય.
કૅપ્ટન, કૉચ, ટીમ મૅનેજર, ફૉર્થ અમ્પયાર આ અંગે ઑનફિલ્ડ અમ્પાયરને સૂચિત કરશે. ઑનફિલ્ડ અમ્પાયર બન્ને હાથને ઉપર ઉઠાવી ક્રૉસનું નિશાન બનાવશે.

ચેન્નાઈ -ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images
સિઝનની પ્રથમ મૅચમાં ચેન્નાઈએ અંબાતી રાયડુને રિપ્લેસ કરીને બૅટર તુષાર દેશપાંડેને સામેલ કર્યા.
ઇમ્પેક્ટ પ્લેયર ચેન્નાઈ માટે કંઈ ખાસ ઉકાળી ના શક્યો અને ગુજરાત ટાઇટન્સના બૅટ્સમૅનોએ દેશપાંડેની બૉલિંગમાં ભારે રન કર્યા.
ગુજરાત ટાઇટન્સની ટીમને મજબૂરીમાં ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ ચાલુ રાખવો પડ્યો.
કેન વિલિયમ્સને ટાઇટન્સ માટે ડેબ્યૂ કર્યું પણ એ ઇનિંગ એમના માટે યાદગાર ના નીવડી. ફિલ્ડિંગ દરમિયાન તેમને ઈજા થઈ અને એમની સિઝન ત્યાં જ સમાપ્ત થઈ ગઈ.
ગુજરાતે બેટિંગ કરતી વખતે કેનની જગ્યાએ સાંઈ સુદર્શનને તક આપી અને એમણે 17 બૉલમાં 22 રનની ઇનિંગ રમી.

પંજાબ - કોલકાતા
પંજાબ કિંગ્સ ટીમે શ્રીલંકન બૅટ્સમૅન ભાનુકાની જગ્યાએ ઋષિ ધવનને સામેલ કર્યા. ભાનુકાએ બેટિંગ કરતાં અડધી સદી ફટકારી, પણ એમની જગ્યાએ સામેલ થયેલા ધવનને માત્ર એક જ ઓવર ફેંકવા મળી.
બીજી તરફ કોલકાતાએ વેંકટેશ અય્યરને તક આપી અને એમણે સારું પ્રદર્શન કર્યું. એ મૅચ પંજાબે જીતી પણ ઇમ્પેક્ટ પ્લેયરની એમાં કોઈ ખાસ ભૂમિકા ના રહી.

ઇમેજ સ્રોત, Getty Images

લખનૌ-દિલ્હી

ઇમેજ સ્રોત, ANI
લખનૌ સુપર જાયન્ટ્સે ભારે ચતુરતાપૂર્વક ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કર્યો. ઇનિંગની અંતિમ ઓવરનો છેલ્લો બૉલ બાકી હતો ત્યારે લખનૌ મૅનેજમૅન્ટે ઇમ્પેક્ટ પ્લેયરનો ઊતાર્યો.
કૃષ્ણપ્પા ગૌતમ રમવા આવ્યા અને તેમણે સિક્સર ફટકારી દીધી.
એ જ મૅચમાં ખલીલ અહમદે 4 ઓવરનો ક્વૉટા સમાપ્ત કર્યો 30 રન આપીને ચાર વિકેટ લીધી. એ બાદ દિલ્હીએ આક્રમક બૅટ્સમૅન અમન ખાનને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતાર્યા. તેમને સાતમા નંબરે રમવાની તક મળી પણ ત્યાં સુધીમાં દિલ્હીએ વિજયની આશા છોડી દીધી હતી.

ચેન્નાઈ-લખનૌ
આ મૅચમાં ચેન્નાઈએ અંબાતી રાયડુની જગ્યાએ તુષાર દેશપાંડેને રમાડ્યા. રાયડુએ 14 બૉલમાં 27 રન કર્યા. તુષારે બે મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને મૅચનું વલણ ચેન્નઈ તરફ વાળી દીધું.
લખનૌ માટે આવેશ ખાને ત્રણ ઓવરમાં 39 રન આપીને એક વિકેટ મેળવી.
તેમની જગ્યાએ આયુષ બડોનીને સામેલ કરવામાં આવ્યા અને તેમણે 23 રન કર્યા.

રાજસ્થાન-હૈદરાબાદ
રાજસ્થાન માટે યશસ્વી જયસ્વાલે દમદાર ઇનિંગ રમી અને તેમની સામે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે નવદીપ સૈનીને સામેલ કરાયા. જોકે, આ પ્રયોગ સફળ ના રહ્યો.
આવું જ હૈદરાબાદની ટીમ સાથે પણ થયું. ફઝલહક ફારૂકીએ બે વિકેટ લઈને પોતાનું કામ કરી દીધું ત્યારે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે અબ્દુલ સમદને તક અપાઈ. જોકે, એ પોતાની ભૂમિકા ભજવે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.

મુંબઈ-બેંગલુરુ
ટી20 રેંકિંગમાં ટોચ પર રહેલા સૂર્યકુમાર યાદવે આ મૅચમાં 16 બૉલમાં 15 રનની ધમાકેદાર ઇનિંગ રમી. પણ એ બૉલિંગ ના કરતા હોવાથી એમની જગ્યાએ બૉલર જૅસન બેહરેનડાર્ફને સામેલ કરવામાં આવ્યા.
જોકે, તેઓ નિષ્ફળ રહ્યા અને બીજી તરફ બેંગલુરુએ ઇમ્પેક પ્લેયરનો ઉપયોગ જ ના કર્યો.

દિલ્હી-ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images
સરફરાજ ખાને 30 રનની ઇનિંગ રમી. એમની જગ્યાએ દિલ્હીએ ખલીલ અહમદને રમાડ્યા. તેમણે એક વિકેટ મેળવી.
બીજી તરફ, ગુજરાત માટે બૉલર જોશુઆ લિલિટ કંઈ ખાસ ના કરી શક્યા. તેમની જગ્યાએ વિજય શંકરને તક અપાઈ. વિજયે 23 બૉલમાં 29 રનની ઇનિંગ રમીને ગુજરાતના વિજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવી.

કોલકાતા-બેંગલુરુ
કોલકાતાએ વેંકટેશ અય્યરની જગ્યાએ યુવા સ્પિનર સુયશ શર્માને સામેલ કર્યા. પ્રોફેશનલ ક્રિકેટમાં પ્રથમ મૅચ રમનારા સુયશે ત્રણ વિકેટ લીધી અને નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.
બેંગલુરુએ મોંઘા સાબિત થયેલા મોહમ્મદ સિરાઝની જગ્યાએ અનુજ રાવતને તક આપી અને જ્યારે તેઓ આઠમા ક્રમે રમવા આવ્યા ત્યારે બેંગલુરુએ મૅચ ગુમાવી દીધી હતી.

પંજાબ રાજસ્થાન

ઇમેજ સ્રોત, Getty Images
યુવા વિકેટકીપર બૅટ્સમૅન પ્રભસિમરનસિંહે 34 બૉલમાં 60 રનની જબરદસ્ત ઇનિંગ રમી. એમની જગ્યાએ ઋષિ ધવનને સામેલ કરાયા પણ તેમને બૉલિંગ કરવાની તક જ ના મળી.
આ જ મૅચમાં યુજવેન્દ્ર ચહલની જગ્યાએ ધ્રુવ જુરેલને તક મળી અને તેમણે 15 બૉલમાં 32 રનની ઇનિંગ રમી.

હૈદરાબાદ-લખનૌ
રાહુલ ત્રિપાઠીએ 34 રનની ઇનિંગ રમી અને તેમની જગ્યાએ ફઝલહક ફારુકીને સામેલ કરાયા. તેમણે 3 ઓવરમાં 13 રન આપીને એક વિકેટ મેળવી.
40 વર્ષના અમિત મિશ્રાએ 4 ઓવરમાં 23 રન લઈને 2 વિકેટ મેળવી અને એ સાથે જ એક ઉત્તમ કૅચ પણ મેળવ્યો.
મિશ્રાની જગ્યાએ યુવા આયુષ બડોનીને સામેલ કરવામાં આવ્યા પણ એમને બેટિંગ કરવાની તક જ ના મળી.

રાજસ્થાન-દિલ્હી
અનુભવી બૅટ્સમૅન જૉસ બટલરે 51 બૉલમાં 79 રનની ઇનિંગ રમી. ઈજાને પગલે બટલરની જગ્યાએ મુરુગન અશ્વીનને તક અપાઈ.
જોકે, એમને માત્ર એક જ ઓવર રમવાની તક મળી.
દિલ્હીએ મોંઘા સાબિત થયેલા ખલીલ અહમદની જગ્યાએ પૃથ્વી શૉને રમાડ્યા પણ એમનું ખાતું પણ ખૂલ્યું.














