ગુજરાત ટાઇટન્સની બેટિંગનો એ કૅચ જેને પકડવા રાજસ્થાન રૉયલ્સના ત્રણ ખેલાડીઓ અથડાયા અને ચોથાએ ઝીલી લીધો

કેચની તસવીર

ઇમેજ સ્રોત, Image taken from @stokaljona Twitter

રવિવારે અમદાવાદમાં આઈપીએલ 2023ની રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મૅચમાં એક અનોખી અથડામણ જોવા મળી.

આ અથડામણે સ્ટેડિયમ અને સોશિયલ મીડિયા પર ક્રિકેટપ્રેમીઓને રોમાંચિત કરી દીધા હતા. એ હતો ગુજરાત ટાઇટન્સના બૅટર રિદ્ધિમાન સાહાનો કૅચ.

મૅચની શરૂઆતમાં પહેલી જ ઓવરમાં સાવ સરળતાથી હાથમાં આવી જાય તેવો એ કૅચ છૂટી જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું.

જો એ કૅચ છૂટી ગયો હોત અને ઓપનર રિદ્ધિમાન સાહાએ બૅટ ચલાવ્યું હોત તો મૅચનું પરિણામ બદલાઈ પણ શક્યું હોત.

પહેલી ઓવરના ત્રીજા જ બૉલે ઉછળેલા એ કૅચને પકડવા માટે ચાર ખેલાડીએ ક્રીઝ પર ભેગા થઈ ગયા હતા.

રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઇટન્સ

ઇમેજ સ્રોત, @rahulmsd_91

રાજસ્થાન રૉયલ્સે મૅચમાં ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. બેટિંગમાં ગુજરાત ટાઇટન્સના ઓપનરો રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઉતર્યા અને ટ્રેન્ટ બોલ્ટે બૉલિંગનો મોરચો સંભાળ્યો હતો.

મૅચનો પ્રથમ બૉલ વાઇડ જાહેર થયો. ફરીથી બૉલ નાખવામાં આવ્યો અને તેમાં કોઈ રન બન્યો. ટ્રેન્ટે લેગ સાઈડ પર નાખેલા ફુલ ટૉસ બૉલને સાહાએ સીધો જ બાઉન્ડરીની બહાર મોકલીને ચોગ્ગા સાથે પોતાનું ખાતું ખોલાવ્યું હતું.

જોકે, એ ચોગ્ગો સાહા માટે એ મૅચનો પહેલો અને છેલ્લો સ્કોર બની રહ્યો. ટ્રેન્ટે મીડલ સ્ટમ્પ પર નાખેલા ત્રીજા ગૂડ લેન્થ બૉલને સાહા યોગ્ય ટાઇમિંગ સાથે મારી શક્યા અને હવામાં કૅચ ઉછળી ગયો.

ક્રીઝની ઉપર જ હવામાં ઊંચે ગયેલો કૅચ આરામથી પકડી શકાય તેવા હોવાથી વિકેટકીપર કૅપ્ટન સંજુ સેમસન અને બીજા બે ખેલાડીઓ ક્રીઝ પર દોડી આવ્યા.

ટ્રેન્ટ

ઇમેજ સ્રોત, ANI

બૉલ સંજુ સૅમસનના ગ્લૉવ્ઝમાં આવ્યો ત્યાંજ તેમની અથડામણ એ બે ખેલાડીઓ સાથે થઈ અને ત્રણેય ખેલાડીઓ પડ્યા અને બૉલ સંજુના હાથમાંથી છટકી ગયો.

જોકે પોતાની બૉલિંગના રન ફોલો થ્રૂમાં જ કૅચ પકડવા માટે તૈયાર થઈ ગયેલા ટ્રેન્ટ એ ત્રણેય ખેલાડીઓની નજીક પહોંચી ગયા હતા. જેને કારણે તેમણે સંજુના હાથમાંથી છૂટી ગયેલા એ બૉલને જમીન પર પડવા દેવાને બદલે ઝીલી લીધો, અને રિદ્ધિમાન સાહાની બેટિંગ શરૂ થતાંની સાથે જ પૂરી થઈ ગઈ.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ગુજરાતી

સંજૂની કપ્તાની ઇનિંગ્સ

સંજૂ સૅમસન

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંજૂએ મૅચની 13મી ઓવર રાજસ્થાન રૉયલ્સ માટે ખાસ બનાવી હતી. રાશિદ ખાનની આ ઓવરમાં સંજૂ સૅમસને સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

પોતાની પ્રથમ બે ઓવરમાં માત્ર 13 રન આપીને બે વિકેટ લેનાર રાશિદ ખાને તેમની ત્રીજી ઓવરમાં 20 રન બનાવ્યા હતા.

બીજા છેડે સિમરૉન હેટમાયરે 14મી ઓવરમાં પણ સારા શૉટ ફટકાર્યા અને રાજસ્થાન રૉયલ્સે તેના 100 રન પૂરા કર્યા.

સંજૂ સૅમસને 15મી ઓવરમાં 29 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી તેમણે એક છગ્ગો અને એક ચોગ્ગો માર્યો હતો, પરંતુ બીજો છગ્ગો મારવાના પ્રયાસમાં ડેવિડ મિલરના હાથે આઉટ થઈ ગયા હતા.

સંજૂને (અફઘાનિસ્તાનના) ડાબોડી સ્પિન બૉલર નૂર અહમદે આઉટ કર્યા હતા, જે તેમની આઇપીએલની પ્રથમ ઓવર કરી રહ્યા હતા. સંજૂએ 32 બૉલમાં 60 રન બનાવ્યા હતા.

ધ્રુવ જુરેલ પીચ પર આવ્યા અને મૅચની 16મી ઓવરમાં તેમણે હેટમાયર સાથે મળીને 20 રન બનાવ્યા હતા.

જુરેલે 17મી ઓવરની શરૂઆત ચોગ્ગાથી કરી હતી, પરંતુ નૂર અહમદે માત્ર 8 રન બનાવ્યા હતા. 18મી ઓવરમાં ફરી એકવાર રાશિદ ખાન આવ્યા અને હેટમાયરે એક છગ્ગો અને એક ચોગ્ગા વડે તેમનું સ્વાગત કર્યું હતું.

19મી ઓવરમાં શમીએ બે વિકેટ લીધી અને તેમના બૉલ પર બે છગ્ગા અને એક ચોગ્ગો પણ ફટકાર્યો હતો અને આ સાથે તેમને જીતવા માટે છેલ્લી ઓવરમાં માત્ર સાત રનની જરૂર હતી.

નૂર અહમદ છેલ્લી ઓવર કરવા આવ્યા હતા. તેના બીજા બૉલમાં હેટમાયરે છગ્ગાથી જીત મેળવી હતી.

બીબીસી ગુજરાતી

ગુજરાત ટાઇટન્સની ઇનિંગ

ગુજરાત ટાઇટન્સ

ઇમેજ સ્રોત, ANI

આ પહેલા ગુજરાત ટાઇટન્સની શરૂઆત પણ સારી થઈ ન હતી. પહેલી ઓવરમાં જ રિદ્ધિમાન સાહા આઉટ થઈ ગયા, ત્યારે પાવરપ્લે દરમિયાન જ સાઈ સુદર્શન પણ 20 રન (19 બૉલમાં) બનાવીને આઉટ થઈ ગયા હતા.

હાર્દિક અને ગીલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 59 રનની ભાગીદારી થઈ હતી. આ પછી 121ના સ્કોર પર શુભમન ગીલ પણ 34 બૉલમાં 45 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

શુભમન ગીલના આઉટ થયા બાદ અભિનવ મનોહર પિચ પર આવ્યા હતા. તેમણે ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ્સ રમી અને તેના કારણે આઠથી નીચે રહેલો રન રેટ 8.73 પર પહોંચી ગયો હતો.

એડમ ઝૅમ્પાએ 19મી ઓવરના છેલ્લા બૉલ પર અભિનવ મનોહરને આઉટ કર્યા હતા. અભિનવ મનોહરે 13 બૉલની ઈનિંગમાં 27 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરે બે ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ સંદીપ શર્માએ તેમને તરત જ આઉટ કર્યા હતા. બીજા જ બૉલમાં રાશિદ ખાન પણ આઉટ થયા હતા. આ સાથે ગુજરાત ટાઇટન્સે સાત વિકેટે 177 રન બનાવ્યા હતા.

બીબીસી ગુજરાતી

બંને ટીમમાંથી મૅચમાં કોણ રહ્યું આગળ?

રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઇટન્સ

ઇમેજ સ્રોત, ANI

બંને ટીમની ટૂર્નામેન્ટમાં આ પાંચમી મૅચ છે. અત્યાર સુધી રાજસ્થાને ચાર મૅચ જીતી, ત્યારે ગુજરાતે ત્રણમાં જીત હાંસલ કરી છે.

આ જીત સાથે જ રાજસ્થાન રૉયલ્સને પોઇન્ટ ટેબલમાં પોતાનું શાસન જાળવી રાખ્યું છે, ત્યારે બીજીબાજુ ગુજરાતની ટીમ ત્રીજા નંબરે છે.

આ સિઝનમાં આ બંને ટીમો વચ્ચેની આ પ્રથમ મૅચ છે. સાથે ગયા વર્ષે બંને ટીમો એકબીજા સાથે ત્રણ વખત અથડાઈ હતી.

બે વખત લીગ મૅચમાં, તો છેલ્લી વાર બંને ફાઇનલમાં અથડાઈ હતી. એ ત્રણેય મૅચમાં ગુજરાત ટાઇટન્સની ટીમ રાજસ્થાન રૉયલ્સ સામે જીતી ગઈ હતી.

કુલ મળીને રાજસ્થાન રૉયલ્સે પહેલીવાર ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે.

બીબીસી ગુજરાતી

"પહેલાં બેટિંગ કે બૉલિંગથી ઝાઝો ફેર પડતો નથી"

રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઇટન્સ

ઇમેજ સ્રોત, ANI

રાજસ્થાન રૉયલ્સના કપ્તાન સંજુ સૅમસને ગુજરાત ટાઇટન્સ સામે ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ટૉસ સમયે રાજસ્થાન રૉયલ્સના કપ્તાન સંજૂ સૅમસને કહ્યું કે, "અમે બૉલિંગ કરવાનું વિચારી રહ્યા છીએ. જેસન હોલ્ડરની જગ્યાએ બોલ્ટ આવી રહ્યા છે. હું શીખતો રહીશ, હું આજે વધુ રન બનાવવા માગું છું."

ગુજરાત ટાઇટન્સના હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, "ટૉસ હારવાનું દુખ નથી, પહેલાં બેટિંગ કે બૉલિંગથી ઝાઝો ફેર પડતો નથી. અમારા માટે મહત્ત્વનું એ છે કે અમે ઇમ્પેક્ટ પ્લેયરનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ.”

તેઓએ ઉમેર્યું હતું કે, “જો જરૂર હશે તો જ અમે તેનો ઉપયોગ કરીશું. વિજય શંકર નહીં રમે. અભિનવ તેમના બદલે આવશે. આ મારું હોમ સ્ટેટ છે, મને ઘણી ખુશી થાય છે કે લોકો અહીં આવીને મને સપોર્ટ કરશે.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી