ગુફામાં થીજી ગયેલો મૃતદેહ મળ્યો, અંદાજે 50 વર્ષે કેવી રીતે રહસ્ય ઉકેલાયું

ઇમેજ સ્રોત, Berks County Coroner's Office
- લેેખક, નાદીન યુસૂફ
- પદ, બીબીસી ન્યૂઝ
પેન્સિલ્વેનિયાની ગુફામાંથી જે માણસનો થીજેલો મૃતદેહ 1977માંથી મળી આવ્યો હતો તેની ઓળખ કરવામાં 47 વર્ષ પછી સફળતા મળી છે.
સ્થાનિક સત્તાવાળાઓ આ મૃતદેહની ઓળખ કરવા માટે દાયકાથી પ્રયત્ન કરતા હતા.
ધ બર્ક્સ કાઉન્ટી કોરોનર ઑફિસે કહ્યું છે કે આ મૃતદેહ 27 વર્ષીય નિકોલસ પોલ ગ્રબનો હતો. તેઓ ફૉર્ટ વૉશિંગ્ટન, પેન્સિલ્વેનિયાના રહેવાસી હતા.
સત્તાવાળાઓએ કહ્યું છે કે કથિત ‘પિનાકલમૅન’ની ઓળખ તેની ફિંગરપ્રિન્ટને ટ્રેક કરવાથી અને તેને પછી મૅચ કરવાથી થઈ હતી.
ઓળખ કરવા મૃતદેહને કબરમાંથી બહાર કઢાયો

ઇમેજ સ્રોત, Getty Images
ફિલાડેલ્ફિયાની ઉત્તર-પશ્ચિમે 75 માઈલ (122 કિમી) દૂર હાઇકિંગ ઝોનમાં આવેલી અલ્બાની ટાઉનશિપની નીચે આવેલી એક ગુફામાંથી આ વ્યક્તિનો થીજેલો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતદેહની ઓળખ થતાં અંદાજે 50 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઊઠી ગયો છે.
આ વ્યક્તિના થીજી ગયેલા શરીરના અવશેષો પરથી તેમની ઓળખ કરવાના અનેક પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. ડીએનએ મેળવવા માટે તેમના મૃતદેહને કબરમાંથી બહાર પણ કાઢવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં એ તારણ રજૂ કરવામાં આવ્યું હતું કે આ ‘પિનાકલમેન’નું ડ્રગ ઓવરડોઝના કારણે મૃત્યુ થયું હતું, પરંતુ પોલીસને તેમાં કંઈક અજુગતું થયું હોવાની શંકા ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ તેમના દાંતના અને ફિંગરપ્રિન્ટના નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ તે મેચ થઈ શક્યા ન હતા.
50 વર્ષના રહસ્યનો ઉકેલ માત્ર 1 કલાકમાં

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બર્ક્સ કાઉન્ટી કોરોનર ઑફિસરે જણાવ્યા અનુસાર, “લગભગ અડધી સદી પહેલાં ઑગસ્ટ મહિનામાં પેન્સિલ્વેનિયાના પોલીસ ડિટેક્ટિવે ગ્રબ્સની ફિંગરપ્રિન્ટની તપાસ કરી હતી.”
આ ફિંગરપ્રિન્ટ્સને NamUs નામના ડેટાબેઝમાં આપવામાં આવી હતી. આ ડેટાબેઝ એ અમેરિકામાં ખોવાઈ ગયેલી વ્યક્તિઓનો ડેટાબેઝ છે અને ત્યારબાદ માત્ર એક જ કલાકમાં અમેરિકાની સંસ્થા એફબીઆઈએ તેની ફિંગરપ્રિન્ટને મેચ કરી દીધી હતી.
ધ કોરોનર ઑફિસે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, “ જેમની ઓળખ ન થઈ શકી હોય તેવા મૃતદેહની ઓળખ કરવામાં મળેલી આ સફળતા પાછળ અતિશય મહેનત થઈ છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વ્યક્તિના શરીરને છેલ્લાં 15 વર્ષમાં 10 ગુમ થયેલી વ્યક્તિઓ સાથે સરખાવાયું હતું, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ત્યારબાદ 2019માં શરીરના અવશેષોને ડીએનએ ટેસ્ટ માટે કબરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
હવે ઓળખ થઈ જવાને કારણે અધિકારીઓ આ શરીરના બચેલા ભાગોને ફરીથી દફનાવશે.
ગ્રબ્સને તેમના પરિવારના લોકો ‘નિકી’ કહીને બોલાવતા હતા. તેમણે પેન્સિલ્વેનિયા આર્મી નૅશનલ ગાર્ડમાં ફરજ બજાવી હતી. તેમણે 1971માં આ નોકરીમાંથી માનદ નિવૃત્તિ લીધી હતી.
કોરોનર ઑફિસે કહ્યું હતું કે તેમના પરિવારે તેમની ઓળખ પાછળ કરવામાં આવેલા પ્રયત્નોને બિરદાવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












