રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન વડા પ્રધાન સહિત પાંચ મંત્રીઓના હસ્તક્ષેપનો શો અર્થ નીકળે છે?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, SANSAD TV

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના પ્રથમ ભાષણની ચર્ચા એનડીએની બેઠકની સાથેસાથે સોશિયલ મીડિયામાં પણ થઈ રહી છે.

રાહુલ ગાંધી ભાષણ આપતા હતા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે વખત ઊભા થઈને દરમિયાનગિરી કરવી પડી હતી.

કોઈ સાંસદ લોકસભામાં બોલતા હોય અને એ દરમિયાન વડા પ્રધાન પોતાની સીટ પરથી બે વાર ઊભા થાય એવું કદાય અગાઉ ભાગ્યે જ જોવા મળ્યું હશે.

રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન વડા પ્રધાન ઉપરાંત પાંચ મંત્રીઓએ પણ ઊભા થઈને હસ્તક્ષેપ કર્યો હતો. આ પાંચ મંત્રીઓ છે ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવ, કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને સંસદિય કાર્યમંત્રી કિરણ રિજીજુ.

રાહુલ ગાંધીના ભાષણના કેટલાક અંશો ગૃહની કાર્યવાહીમાંથી પણ હટાવી દેવામાં આવ્યા હતા.

આ અંગે રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે, "મોદીજીની દુનિયામાં સત્યને ઍક્સપંજ (હઠાવી) શકાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સત્યને ઍક્સપંજ નહીં કરી શકાય. મારે જે કહેવું હતું તે મેં કહી દીધું છે. તેમને જે હઠાવવું હોય હઠાવી શકે છે. સત્ય આખરે સત્ય હોય છે.''

બીબીસીએ વરિષ્ઠ પત્રકારો પાસેથી એ સમજવાનો પ્રયાસ કર્યો કે વિરોધપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું પહેલું ભાષણ કેવું રહ્યું અને કેમ સત્તાધારી પક્ષને વારંવાર ઉભા થઈને વિરોધ કરવો પડ્યો હતો?

તસવીર

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

રાહુલ ગાંધીના ભાષણના કેટલાક અંશ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોઈએ કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કયા મુદ્દાઓ પર વાત કરી અને તેમણે શું કહ્યું...

હિંદુ: 'આપણા મહાપુરુષોએ એ સંદેશ આપ્યો છે – ડરો નહીં, ડરાવો નહીં. શિવજી કહે છે – ડરો નહીં, ડરાવો નહીં અને ત્રિશુળને જમીનમાં ખોંપી દે છે. બીજી તરફ જે લોકો (ભાજપની સામે જોતા) પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા-હિંસા-હિંસા....નફરત-નફરત-નફરત....તમે હિંદુ છો જ નહીં. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યનો સાથ આપવો જોઈએ.'

સ્પીકરઃ 'જ્યારે મેં તમારી સાથે હાથ મિલાવ્યા, તો તમે સીધા ઊભા રહ્યા. જ્યારે મોદીજીએ હાથ મિલાવ્યા ત્યારે તમે ઝૂકી ગયા અને તેમની સાથે હાથ મિલાવ્યા.'

અગ્નિવીર યોજનાઃ 'એક બારુદી સુંગરથી એક અગ્નિવીર સૈનિક શહીદ થયા. હું એમને શહીદ જ કહી રહ્યો છું પણ ભારત સરકાર અને નરેન્દ્ર મોદી તેમને શહીદ કહેતાં નથી. તેઓ અગ્નિવીર કહે છે. તેના પરિવારજનોને વળતર નહીં મળે. શહીદનો દરજ્જો નહીં મળે.'

ખેડૂતોઃ 'સરકારને એટલો અંહકાર આવી ગયો છે કે ખેડૂતોને આંતકવાદી કહ્યા. ખેડ઼ૂત આંદોલનમાં મૃત્યુ પામનારાં લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે એક મિનિટનું મૌન પાળવા માગતાં હતા પરંતુ તમે એ કહીને ના પાડી દીધી કે તેઓ આંતકવાદી છે. સરકાર હજુ પણ ખેડૂતોને એમએસપી કાયદાની ગૅરંટી આપી શકી નથી.'

ભાજપઃ 'આજે રાજનાથ સિંહે સ્મિત આપીને મારું અભિવાદન કર્યુ હતું. મોદીજી બેઠા છે પણ તેઓ અભિવાદન પણ કરતા નથી. જો મોદીજી જોઈ લેશે તો મુશ્કેલી થઈ જશે. આ જ કહાણી ગડકરીની પણ છે. મુશ્કેલી થઈ જશે. આ સત્ય છે. અયોધ્યાની જનતાને છોડો તેઓ તો ભાજપના લોકોને પણ ગભરાવે છે.'

રાહુલ ગાંધીને સરકારનો જવાબ

સદન

ઇમેજ સ્રોત, ANI

જ્યારે રાહુલ ગાંધી જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે સરકારના મંત્રીઓ અને ખુદ વડા પ્રધાને પણ ઊભા થઈને વિરોધ કર્યો હતો.

ભાજપ સાથે હિંદુને સાંકળીને રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ''આ વિષય અતિ ગંભીર છે. સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવો એ ગંભીર વિષય છે.''

જો કે, રાહુલ ગાંધીએ તરત વળતો જવાબ આપતાં કહ્યું કે, ''નરેન્દ્ર મોદીજી તમે સમગ્ર હિંદુ સમાજ નથી. ભાજપ સમગ્ર હિંદુ સમાજ નથી. આરએસએસ સમગ્ર હિંદુ સમાજ નથી.''

જ્યારે રાહુલ ગાંધી અગ્નિવીર યોજના વિશે બોલી રહ્યાં હતા ત્યારે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઊભા થઈને કહ્યું કે, ''તેમણે (રાહુલ ગાંધીએ) ખોટાં નિવેદનો આપીને ગૃહને ગેરમાર્ગે ન દોરવું જોઈએ.''

જ્યારે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ભાજપની અંદર ગભરાટ છે ત્યારે વડા પ્રધાને કહ્યું કે, ''લોકશાહી અને બંધારણે મને શીખવ્યું છે કે વિપક્ષના નેતાએ મને ગંભીરતાથી લેવો જોઈએ.''

જ્યારે રાહુલ ગાંધી ખેડૂતો વિશે બોલી રહ્યા હતા ત્યારે શિવરાજસિંહ ચૌહાણે ઊભા થઈને કહ્યું હતું કે, ''ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછી 50 ટકાનો ઉમેરો કરીને એમએસપી આપવામાં આવી રહી છે. જો આમ નથી થઈ રહ્યું તો સાબિત કરો. તેઓ(રાહુલ ગાંધી) ખોટું નિવેદન આપી રહ્યા છે.''

જ્યારે રાહુલ ગાંધી સ્પીકર બિરલાને નમન કરવાની અને નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવવાની વાત કરી રહ્યા હતા ત્યારે ગૃહમંત્રી અમિત શાહ તેમની બેઠક ઉપરથી ઊભા થયા અને કહ્યું, ''આ સ્પીકરના આસન ઉપર આરોપ છે''.

નિષ્ણાતોનો મત શું છે?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી

રાહુલ ગાંધીનું ભાષણ અને આ દરમિયાન સત્તા પક્ષનું વલણ શું સૂચવે છે. રાહુલ ગાંધીનું ભાષણ કેવું રહ્યું અને સત્તાધારી પક્ષને અસહજ લાગવા પાછળનાં કારણો શું છે?

બીબીસીએ આ મુદ્દે વરિષ્ઠ પત્રકારો સ્મિતા ગુપ્તા અને વિનોદ શર્મા સાથે વાત કરી હતી.

સ્મિતા ગુપ્તા કહે છે કે, "જે રીતે રાહુલ ગાંધીએ વાત કરી છે તે એ વાતનો સંકેત છે કે હવે વિરોધ પક્ષ લોકસભામાં ચૂપ નહીં રહે. રાહુલ ગાંધી હવે ફ્રન્ટફૂટ પર જ રમશે. રાહુલે જે રીતે ભાજપ પર પ્રહાર કર્યા છે તેનાથી વડા પ્રધાન ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. આવું પહેલાં ક્યારેય બન્યું નહોતું. રાહુલ ગાંધીને જવાબ આપવા માટે ત્રણ મોટા નેતાઓ ઊભા થયા હતા. આ એક સારો સંકેત છે.''

વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા કહે છે કે, ''રાહુલ ગાંધી અને વિરોધ પક્ષના દૃષ્ટિકોણથી આ એક સંપૂર્ણ ભાષણ હતું. તેઓ લાંબા સમય સુધી બોલ્યા. કૉંગ્રેસે પહેલાં કરતાં સારું પ્રદર્શન કર્યું છે તે રીતે જોઈએ તો આ ખૂબ જ સારું ભાષણ હતું. જો કોઈએ મોદીજીની કાર્યશૈલીના વિરોધમાં આમ કર્યું, તો તે રાહુલ ગાંધી છે. આ પહેલાં આમ કરનારા નેતા અટલ બિહારી વાજપેયી હતા. તેમણે મોદીજીની નજરોમાં નજર નાખીને રાજધર્મ શીખવવાનો પ્રયાસ કર્યો હતો. આવો જ પ્રભાવ રાહુલ ગાંધીના ભાષણનો છે.''

સ્મિતા ગુપ્તા કહે છે કે, "આ વિપક્ષ માટે સારો સંકેત છે કે રાહુલ ગાંધીને નેતા તરીકે ચૂંટાયા છે. એ નેતા જેમને ભાજપ પહેલાં પપ્પુ-પપ્પુ કહેતી હતી. હવે તેઓ ફ્રન્ટફૂટ પર જ રમી રહ્યા છે.''

પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ શિવજીનો અનેકવાર ઉલ્લેખ કર્યો હતો.

સ્મિતા ગુપ્તા કહે છે કે, "તમે એ પણ જોયું હશે કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પહેલાં રાહુલ ગાંધીને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે રાહુલે વારંવાર શિવજીની તસવીર બતાવવાનું શરૂ કર્યું તો તેઓ પણ થોડીવાર માટે ચૂપ થઈ ગયા. અગાઉ જે રીતે તેઓ આવતા હતા અને સદનને નિયંત્રિત કરતા હતા એવું આ કિસ્સામાં જોવા મળ્યું નહીં.''

રાહુલ ગાંધીના ભાષણ બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

તેમણે કહ્યું કે, "આજે રાહુલ ગાંધીએ પહેલીવાર કોઈ જવાબદારી ઉપાડી છે, તેમ છતાં તેમણે ખૂબ જ બેજવાબદારભર્યું નિવેદન આપ્યું છે. રાહુલજીએ કહ્યું કે અગ્નિવીરના શહીદોને કોઈ વળતર આપવામાં આવતું નથી. આનાથી મોટું જુઠ્ઠું કોઈ હોઈ શકે નહીં. જ્યારે રાહુલ બોલી રહ્યા હતા ત્યારે સંરક્ષણમંત્રીએ કહ્યું કે શહીદોને એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે.''

તેમણે વધુમાં કહ્યું કે, "રાહુલ ગાંધીએ જે રીતે એક બંધારણીય પદ પર બેઠેલા સ્પીકર પર ટિપ્પણી કરી, તે અત્યંત દુઃખદ છે. અયોધ્યામાં વળતરને લઈને પણ રાહુલ ગાંધીએ ભ્રામક વાતો કરી છે. ત્યાં 1253 કરોડ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે.''

રાહુલ ગાંધીના ભાષણનો સરકાર દ્વારા વિરોધ

ઓમ બિરલા અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, SANSAD TV

ઇમેજ કૅપ્શન, ઓમ બિરલા અને રાહુલ ગાંધી

લોકસભાની અંદર સરકારના ઘણા મંત્રીઓએ રાહુલ ગાંધીના ભાષણનો વિરોધ કર્યો હતો.

ગૃહની બહાર એનડીએ સરકારના ઘણા મંત્રીઓ રાહુલ ગાંધીના નિવેદનની ટૂંકી ક્લિપ્સ શેર કરીને તેમના પર હિંદુ વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યાં છે.

જો કે, કૉંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ અને તેમના નેતાઓ દ્વારા તેનો જવાબ આપવામાં આવી રહ્યો છે - "નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસ સંપૂર્ણ હિંદુ સમાજ નથી - જે હિંસા અને નફરત ફેલાવે છે તે હિંદુ હોઈ જ ન શકે."

સ્મિતા ગુપ્તા કહે છે કે, "જે લોકો રાહુલ ગાંધીનું ભાષણ જોઈ રહ્યાં હતા તેઓ સમજી રહ્યાં હતા કે રાહુલ શું કહી રહ્યા છે. જ્યારે તેમને હિંદુઓની વાત કરી તો તેમણે ભાજપ તરફ આંગળી ચીંધી. પરંતુ જેઓ માત્ર છાપાઓમાં નિવેદનો વાંચે છે તેઓ વિચારે છે કે રાહુલ દરેક હિંદુ માટે આમ કહી રહ્યા છે.''

''પરંતુ જેમને પણ તેમને ટીવી પર જોયા છે અથવા જે લોકો ગૃહમાં હાજર હતા તેમને સ્પષ્ટપણે સમજાશે કે રાહુલ ગાંધીનો સંદર્ભ હિંદુત્વવાદીઓ તરફ હતો હિંદુઓ તરફ નહીં. સત્તાધારી પક્ષ તો સમજી જ ગયો હશે. સત્તાપક્ષ તેના પરથી ધ્યાન હઠાવવા માગે છે. આ ભાજપની જૂની રમત રહી છે.''

તસવીર

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

વિનોદ શર્મા આ મામલે યુટ્યુબર્સ તરફ ઈશારો કરે છે.

તેઓ કહે છે કે, “ભાજપ મુખ્ય ધારાની મીડિયાની મદદ લેતો હોય છે. પરંતુ જે વૈકલ્પિક માધ્યમો ઊભા થયાં તેમને યુટ્યુબર્સ કહેવામાં આવે છે. તેમને પણ જુઓ. લાખો લોકો તેમને જુએ છે. રાહુલનું ભાષણ લાઈવ થયું અને તે લોકો સુધી પહોંચ્યું હતું. તેઓ પોતાની રીતે અર્થ સમજી લેશે. જ્યાં સુધી સોશિયલ મીડિયાની વાત છે, ત્યાં એકસરખી સ્પર્ધા છે.

તેઓ વધુમાં જણાવે છે કે, "જો ભાજપના મંત્રીઓ આ ટ્વિટ કરી રહ્યા છે તો તેઓ રાહુલ ગાંધીના વિશેષાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ સંસદમાં આપવામાં આવેલું ભાષણ છે. તમે તેને તોડીમરોડીને રજૂ કરી રહ્યાં છો. આ જાહેરમાં આપવામાં આવેલ બટાકાને સોનામાં ફેરવવાનું ભાષણ નહોતું.

શું રાહુલ ગાંધીએ વધુ સાવચેત રહેવાની જરૂર છે?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી

પાછળ બેઠેલા સાંસદ દીપેન્દ્ હુડ્ડા કહે છે છે....ભાજપ, ભાજપ....

સત્તાધારી પક્ષ જ્યારે પણ અગ્નિવીર યોજનાની ખરાઈ કરાવવાની વાત કરે છે ત્યારે રાહુલ ગાંધી કહે છે કે- સેના સત્ય જાણે છે, અગ્નિવીર સત્ય જાણે છે.

શું રાહુલ ગાંધીએ વધુ સારી રીતે અને વધુ તૈયારી સાથે પોતાની વાત રજૂ કરવી જોઈએ?

સ્મિતા ગુપ્તા કહે છે કે, “રાહુલ ગાંધીએ પોતાના શબ્દોને કાળજીપૂર્વક પસંદ કરવાં જોઈએ. આ વખતની ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો લોકો એ સમજી રહ્યાં છે કે આ કઈ રીતે લોકો રાજકરણ માટે ધર્મનો ઉપયોગ કરે છે. પણ હા, રાહુલ ગાંધીએ સમજી-વિચારીને વર્તવું જોઈએ, જેથી તેમને સમજાવવામાં ભૂલ ન થાય. જો કૉંગ્રેસને ભાજપ સાથે સ્પર્ધા કરવી હોય તો તેમણે આગળ આવીને લડવું પડશે. પરંતુ આમ કરવામાં જે પણ શબ્દોનો ઉપયોગ કરો તે તૈયારી સાથે કરો.''

તેઓ વધુમાં જણાવે છે કે, "જે રીતે રાહુલ ગાંધીના ભાષણની પ્રતિક્રિયા આવી છે તે જોઈને લાગે છે કે તેઓ યોગ્ય માર્ગ પર છે. પણ હા, વધુ તૈયારી કરશો તો સારું રહેશે.''

હિંદુ નિવેદન પર કોને ફાયદો થશે?

રાહુલ ગાંધી અને કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, SANSAD TV

ભૂતકાળમાં રાહુલ ગાંધીને સંબંધિત ઘણા ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યાં હતા. આ કિસ્સામાં પણ શું ભાજપ રાહુલ ગાંધીના લાંબા ભાષણની માત્ર કેટલીક મિનિટની ક્લિપ કટ કરીને તેની મદદથી એક નેરેટીવ બનાવવાનો પ્રયાસ કરશે?

સ્મિતા ગુપ્તા કહે છે કે, "અયોધ્યામાં જે પરિણામ આવ્યું, જ્યાં આટલું મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું, ત્યાં જ તેઓ હારી ગયા. મને લાગે છે કે લોકો સમજી રહ્યાં છે. જેઓ કટ્ટરપંથી છે અને જેઓ આરએસએસમાં વિશ્વાસ રાખે છે તેઓ બદલાશે નહીં. એવું લાગી રહ્યું હતું કે આ સંગઠનમાં વધુ લોકો જોડાશે પણ તે આ ચૂંટણીમાં ખોટી સાબિત થઈ છે.''

જ્યારે રાહુલ ગાંધી લોકસભામાં ભગવાન શિવની તસવીર બતાવી રહ્યા હતા ત્યારે કૅમેરા તેમનાથી દૂર જતો જોવા મળ્યો હતો. આ અંગે રાહુલ ગાંધીએ વાંધો પણ ઉઠાવ્યો હતો.

સ્મિતા ગુપ્તાએ કહે છે કે, ''દેશના ગરીબ ભક્તો માટે શિવજી વધુ મહત્ત્વના છે. ભાજપને પણ ડર હશે કે ક્યાંક તેમના કાર્ડનો ઉપયોગ તેમની વિરુદ્ધ ન થઈ જાય.''

વિનોદ શર્માએ રાહુલ ગાંધીના ભાષણને એકદમ યોગ્ય ગણાવે છે.

તેઓ કહે છે કે, "રાહુલ ગાંધી હિંદુ ધર્મના વિરોધી નથી. તેઓ હિંદુ ધર્મના દુરુપયોગની વિરુદ્ધ છે. રાહુલ ગાંધીએ સંસદમાં શિવજીનું શાંત સ્વરૂપ બતાવ્યું હતુ્ં. હનુમાનજીની જેમ ક્રોધીત સ્વરૂપ નહી.''

"તમારી અપેક્ષા છે કે રાહુલ ગાંધી એક સારા નેતા તરીકે સંસદમાં ભાષણ આપે. ત્યાં કઈ પણ કહે નહીં અને તેમનું (ભાજપનું) ધાર્મિક ધ્રુવીકરણ જોયા કરે. પણ જે પ્રકારે ધર્મને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યો છે તેને ક્યાંક ને ક્યાંક સુધારવો પડશે.''

વિનોદ શર્મા કહે છે કે સરકાર વિપક્ષના આક્રમક વલણનો તોડ કાઢવાની કોશિશ જરૂરથી કરશે. રાહુલના ભાષણે એ સાબિત કરી દીધું છે કે ભાજપ સત્તામાં છે ત્યારે વિપક્ષનું વલણ કેવું રહેશે.