'ઑપરેશન સિંદૂર' : પાકિસ્તાન સાથે ક્રિકેટ મૅચ પર ઓવૈસી અને મૅક-ડૉનલ્ડ્સ પર દીપેન્દ્ર હુડ્ડાએ સંસદમાં શું કહ્યું?

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ' ઓવૈસી, હુડ્ડા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, લોકસભામાં 'ઑપરેશન સિંદૂર' પર ચર્ચા દરમિયાન એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ ભાગ લીધો હતો.

લોકસભામાં સંસદના ચોમાસું સત્ર દરમિયાન પહલગામ હુમલા અને 'ઑપરેશન સિંદૂર' પર ચર્ચા થઈ.

આ ચર્ચાની શરૂઆત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરી હતી. આ ચર્ચા દરમિયાન રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાનને જે ગેરસમજ હતી, તેને 'ઑપરેશન સિંદૂરે' દૂર કરી દીધી હતી.

રાજનાથસિંહે કહ્યું કે ભારતે સંસદ પરના હુમલાથી લઈને મુંબઈ પરનો હુમલો જોયો છે. તેમણે વધુમાં કહ્યું, "હવે અમે કહ્યું કે બસ બહુ થયું અને હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું."

આ પહેલાં વિપક્ષના વિરોધ અને લોકસભામાં બિહારમાં એસઆઈઆર પર ચર્ચાની માગને લઈને હંગામાને કારણે વચ્ચે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડી હતી.

કૉંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે સરકાર પહલગામ હુમલા અને 'ઑપરેશન સિંદૂર' પર ચર્ચા કરાવવા નથી માગતી અને તેનું સત્ય દેશ સમક્ષ મૂકવા નથી માગતી.

આ ચર્ચા દરમિયાન એવા ઘણા પ્રસંગો બન્યા જ્યારે ક્યારે સત્તા પક્ષ તો ક્યારે વિપક્ષ તરફથી મેજ થપથપાવવામાં આવી હતી. બંને પક્ષો તરફથી વાર-પલટવાર જોવા મળ્યો.

ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોના સવાલો અને ટોકા-ટોકીથી સંસદનો માહોલ ગરમ થઈ ગયો. બંને પક્ષો તરફથી આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા.

જોકે, બપોરે પહલગામ હુમલા અને ઑપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા થઈ. સરકાર તરફથી અને વિપક્ષ તરફથી ચર્ચામાં ભાગ લેનારા મુખ્ય નેતાઓ શું બોલ્યા હતા?

'20 વર્ષ વિપક્ષમાં જ રહેશો'

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ' ઓવૈસી, હુડ્ડા, અમિત શાહ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અમિત શાહે જયશંકરના નિવેદન બાદ સદનમાં ઊભા થયેલા વિપક્ષોને શાંત રહેવાનું કહ્યું હતું. (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર જ્યારે બોલવા માટે ઊભા થયા ત્યારે વિપક્ષોએ શોર મચાવવાનો શરૂ કરી દીધો.

જ્યારે વિપક્ષી સાંસદોએ ટોકા-ટોકી શરૂ કરી ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પિત્તો ગુમાવ્યો હતો.

તેમણે કૉંગ્રેસ પર નિશાન તાકતાં કહ્યું, "મારી એક વાત પર આપત્તિ છે. ભારત દેશની શપથ લીધેલા વિદેશ મંત્રી અહીં નિવેદન આપી રહ્યા છે. તેમના પર તમને ભરોસો નથી. હું સમજી શકું છું કે તેમની પાર્ટીમાં વિદેશનું મહત્ત્વ શું છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે પાર્ટીની બધી બાબતોને અહીં આવીને સંસદમાં થોપવામાં આવે. ભારતના વિદેશ મંત્રી પર ભરોસો ન હોય, શપથ લીધેલી વ્યક્તિનો તમને ભરોસો નથી. તે જવાબદાર છે. તેથી તેઓ (કૉંગ્રેસ) ત્યાં બેઠા છે અને હવે પછીનાં 20 વર્ષ સુધી ત્યાં જ રહેશે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે તેમણે પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરતા સૈન્ય સંઘર્ષ રોક્યો હતો.

આ મામલે પરોક્ષ રીતે નિવેદન આપતાં જયશંકરે કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરમાં કોઈ મધ્યસ્થ નહોતું.

તેમણે કહ્યું, "સીઝફાયરની પહેલ પાકિસ્તાન તરફથી થઈ. પાકિસ્તાને સીઝફાયરની વિનંતી કરી. ક્વૉડ દેશોએ ઘટનાની નિંદા કરી. અમેરિકાથી તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ થયું, આ અમારી ડિપ્લોમેસીનું પરિણામ છે. ફ્રાન્સ, જર્મની અને યુરોપિયન યુનિયને એક સ્ટેન્ડ લીધું, આ અમારી ડિપ્લોમસી છે."

તમારે આત્મસન્માન જેવું કંઈ છે કે નહીં?

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ' ઓવૈસી, હુડ્ડા, અમિત શાહ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અસદુદ્દીન ઓવૈસીએ સદનમાં પૂછ્યું કે પહલગામ હુમલાની જવાબદારી કોણ લેશે (ફાઇલ ફોટો)

એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ 'ઑપરેશન સિંદૂર' પર વિશેષ ચર્ચા દરમિયાન સવાલ ઉઠાવ્યો કે જ્યારે પહલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે "પાણી અને ખૂન એક સાથે નહીં વહી શકે" અને પાકિસ્તાન સામે ઘણા પ્રતિબંધો લગાવ્યા હતા. તો 14 સપ્ટેમ્બરે એશિયા કપમાં ભારતની ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે કેવી રીતે રમશે?

તેમણે કહ્યું, "જે વ્યક્તિઓને પહલગામમાં માર્યા હતા. પાકિસ્તાનથી ટ્રેડ બંધ છે. ત્યાંનાં પ્લેન અહીં નહીં આવી શકે, પાણીમાંથી જહાજ નહીં આવી શકે. તમારે આત્મસન્માન જેવું કંઈ છે કે નહીં, તમે શા માટે ક્રિકેટ રમવા માગો છો?"

તેમણે કહ્યું કે તેમનું જમીર ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમવાની પરવાનગી નથી આપતું.

તેમણે કહ્યું, "જ્યારે આપણે પાણી નથી આપી રહ્યાં અને તમે ક્રિકેટ મૅચ રમશો. મારું જમીર પરવાનગી નથી આપતું કે હું એ મૅચ જોઉં."

લોકસભામાં સોમવારે ચર્ચા દરમિયાન રોહતકના કૉંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડાએ વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા.

તેમણે સવાલ પૂછ્યા કે અમેરિકાના રાષ્ટ્રપતિ વારંવાર કેમ કહે છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવડાવ્યું.

તેમણે કહ્યું, "તમે નક્કી નથી કરી શકતા કે અમેરિકા સાથે હાથ મિલાવવાના છે કે આંખ દેખાડવાની છે. ક્યાં તો ડોનાલ્ડનું મોં બંધ કરાવો અથવા તો ભારતમાં મૅકડૉનાલ્ડ્સ બંધ કરાવો. ભારત એક મહાશક્તિ છે. અમેરિકાને પણ ખબર પડવી જોઈએ કે ભારત અને પાકિસ્તાનને એક જ ત્રાજવામાં નહીં તોલી શકાય."

તેમણે કહ્યું કે "ભારતના વડા પ્રધાન આ મામલે કેમ ચૂપ છે. ટ્રમ્પ 25 વખત દાવાઓ કરી ચૂક્યા છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવડાવ્યું. તે કોણ છે? તેમનું કામ નથી. વડા પ્રધાને એક વખત ટ્રમ્પના દાવાનો જવાબ નથી આપ્યો. વડા પ્રધાન શું બોલશે. કેવી રીતે જણાવશે કે ટ્રમ્પે પાકિસ્તાન સાથે સમજૂતી કરાવડાવી છે."

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ'

ઇમેજ સ્રોત, Sansad TV

ઇમેજ કૅપ્શન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

સોમવારે લોકસભામાં સંસદના ચોમાસું સત્ર દરમિયાન પહલગામ હુમલા અને 'ઑપરેશન સિંદૂર' પર ચર્ચા થઈ હતી.

આ ચર્ચાની શરૂઆત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરી હતી. આ ચર્ચા દરમિયાન રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાનને જે ગેરસમજ હતી, તેને 'ઑપરેશન સિંદૂરે' દૂર કરી દીધી હતી.

આ પહેલાં વિપક્ષના વિરોધ અને લોકસભામાં બિહારમાં એસઆઈઆર પર ચર્ચાની માગને લઈને હંગામાને કારણે વચ્ચે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડી હતી.

કૉંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે સરકાર પહલગામ હુમલા અને 'ઑપરેશન સિંદૂર' પર ચર્ચા કરાવવા નથી માગતી અને તેનું સત્ય દેશ સમક્ષ મૂકવા નથી માગતી.

જોકે, બપોરે પહલગામ હુમલા અને ઑપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા થઈ. સરકાર તરફથી અને વિપક્ષ તરફથી ચર્ચામાં ભાગ લેનારા મુખ્ય નેતાઓ શું બોલ્યા હતા?

રાજનાથસિંહે શું કહ્યું?

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ'

ઇમેજ સ્રોત, Sansad TV

ઇમેજ કૅપ્શન, 'ઑપરેશન સિંદૂર' પર ચર્ચા પહેલા લોકસભાની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી.

ઑપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, "પાકિસ્તાન સાથે કોઈ સંઘર્ષ નથી. આ સભ્યતા વિરુદ્ધ બર્બરતાનો સંઘર્ષ છે. જો કોઈ અમારી સંપ્રભુતાને નુકસાન પહોંચાડશે તો તેને કડક જવાબ આપવામાં આવશે.

તેમણે આગળ કહ્યું કે અમારી મૂળ પ્રકૃતિ બુદ્ધની છે. યુદ્ધની નહીં. અમે આજે પણ કહીએ છીએ કે સમૃદ્ધ પાકિસ્તાન અમારા હિતમાં છે. નરેન્દ્ર મોદી સરકારનું વલણ સ્પષ્ટ છે- વાચીત અને આતંકવાદ સાથે-સાથે ન ચાલી શકે.

અમારી સરકારે પણ પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપિત કરવાના કેટલાય પ્રયત્નો કર્યા છે. પરંતુ પછી, 2016ની સર્જિકલ સ્ટ્રાઇક. 2019ની બાલાકોટ ઍર સ્ટ્રાઇક અને વર્ષ 2025ના ઑપરેશન સિંદૂર મારફતે, અમે શાંતિ સ્થાપિત કરવાનો બીજો રસ્તો અપનાવ્યો.

પાકિસ્તાન દ્વારા સ્પૉન્સર્ડ આતંકવાદ પાગલપન નથી, સમજીને રચેલા કાવતરાનો ભાગ છે. આ એક ટૂલકિટ છે જેને પાકિસ્તાન તથા તેની એજન્સીઓએ એક નીતિ હેઠળ અપનાવી છે."

કૉંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ શું કહ્યું?

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ'

ઇમેજ સ્રોત, Sansad TV

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ સાંસદ ગોરવ ગોગોઈ

ઑપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે જેમાં કૉંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ સરકારને ભારતીય વાયુસેનાનાં કેટલાં વિમાન તૂટ્યાં એ વિશે પ્રશ્નો કર્યા હતા.

તેમણે કહ્યું કે, "અમે સરકારના દુશ્મન નથી, અમે આતંકવાદની વિરુદ્ધ લડાઈમાં આજે પણ સરકારની સાથે છીએ, પરંતુ સત્ય સામે આવવું જોઈએ. અમને આશા હતી કે ગૃહમંત્રી નૈતિક જવાબદારી લેશે અને વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) આખી ઘટનાની જાણકારી આપશે.

અમે બધા એક થયા અને વડા પ્રધાન મોદીને સંપૂર્ણ સમર્થન આપ્યું. આખો દેશ વડા પ્રધાન મોદીજી સાથે હતો પરંતુ 10 મેના સૂચના આવી કે સીઝફાયર થઈ ગયો. શું થયું? પહેલાં 21 ટાર્ગેટ ચૂંટાયા અને પછી નવ કેમ થયા?

પાકિસ્તાન જો ખરેખર ઘૂંટણીયે પડવા તૈયાર હતું તો તમે કેમ રોકાયા, તમે કેમ ઝૂકી ગયા. કોની સામે તમે સરેન્ડર કર્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ 26 વખત કહી ચૂક્યા છે કે અમે લડાઈ રોકાવી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે પાંચ-છ જેટ તૂટ્યાં. તમે કહો કે કેટલાં જેટ તૂટ્યાં?"

વિદેશ મંત્રી એસ. જયશંકરે શું કહ્યું?

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ'

ઇમેજ સ્રોત, Sansad TV

ઇમેજ કૅપ્શન, વિદેશ મંત્રી એસ. જયશંકર

સંસદમાં ઑપરેશન સિંદૂર પર ચર્ચામાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે,"પહલગામ હુમલા બાદ એક સ્પષ્ટ, કડક, સાહસપૂર્ણ સંદેશ આપવો મહત્ત્વપૂર્ણ હતો. અમારી રેડલાઇનને પાર કરવામાં આવી હતી અને અમારે સ્પષ્ટ કરવું હતું કે આનાં ગંભીર પરિણામ હશે.

અમે પહેલા પગલારૂપે 23 એપ્રિલના સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટીની બેઠક બોલાવી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે વર્ષ 1960ની સિંધુ જળ સંધિને તત્કાળ પ્રભાવથી ત્યાર સુધી રદ રાખવામાં આવે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદ માટે પોતાનું સમર્થન નિશ્ચિત રૂપથી છોડી ન દે.

એ વાત એકદમ સ્પષ્ટ હતી કે સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટીના પ્રારંભિક પગલા બાદ પહલગામ હુમલા પર ભારતની પ્રતિક્રિયા અહીં ન રોકાઈ.

રાજદ્વારી અને વિદેશ નીતિ સંદર્ભે અમારું કામ પહલગામ હુમલા વિશે દુનિયાને સાચી માહિતી આપવાની હતી.

અમે પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદના ઇતિહાસને દુનિયાની સામે લાવવાનો પ્રયાસ કર્યો.

અમે પાકિસ્તાનમાં આતંકવાદના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે કેવી રીતે આ (પહલગામ) હુમલો જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને નિશાન બનાવવા અને ભારતના લોકો વચ્ચે સાંપ્રદાયિક શત્રુતા ફેલાવવા માટે કરાયો હતો."

કૉંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે 'ઑપરેશન મહાદેવ' પર સવાલો ઉઠાવ્યા

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ સાંસદ ઇમરાન મસુદ

ઑપરેશન મહાદેવ પરકૉંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે એએનઆઈને કહ્યું કે, "એક કલાકમાં આતંકવાદી (પહેલગામ હુમલામાં સામેલ)ને ક્યાંથી પકડી લાવ્યા? છેલ્લા 100 દિવસથી તો પકડાઈ નહોતા રહ્યા?"

એમણે સવાલ ઉઠાવ્યો, "કોણ હતા આ આતંકવાદી, કોણ હતા આ કાવતરું ઘડનારા? અમે સવારે સવાલ ઉઠાવ્યો અને બપોરે એમને મારી નખાયા."

એમણે કહ્યું, "અરે વાહ. કેટલી તેજગતિએ કામ ચાલી રહ્યું છે. આટલી ઝડપ દાખવી હોત તો પીઓકે પર કબજો થઈ ગયો હોત. પીઓકે આપણું હોત. જે સમયે પીઓકે પર કબજો કરવાનો હતો ત્યારે તો સરેન્ડર થઈ ગયા."

સોમવારે સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઑપરેશન મહાદેવ (શ્રીનગરના બાહરી વિસ્તારમાં) ત્રણ આતંકીઓને અથડામણ દરમિયાન મારવામાં આવ્યા છે અને અભિયાન હજુ ચાલુ છે."

કૉંગ્રેસ સાંસદે કહ્યું, "ચીન પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યું છે અને તમે ચીનની સાથે મિત્રતા કરી રહ્યા છો. પાકિસ્તાન આતંકવાદને પોષી રહ્યું છે અને તમે એની સાથે ક્રિકેટ રમી રહ્યા છો."

એમણે કહ્યું, "આપણી બહેનોનું સિંદૂર ભૂંસાઈ ગયું અને તમને ક્રિકેટ દેખાઈ રહી છે. બહેનોનાં સિંદૂર તમને નથી દેખાતાં."

એમણે કહ્યું, "સરકાર પાસે કોઈ સવાલનો જવાબ નથી."

ચિદંબરમના નિવેદન પર વિવાદ

લોકસભા, ઑપરેશન સિંદૂર, ચર્ચા, ભાજપ, કૉંગ્રેસ નરેન્દ્ર મોદી,પાકિસ્તાન, કાશ્મીર વિવાદ, જમ્મુ કાશ્મીર, ચરમપંથ, 'આતંકવાદ'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પી. ચિદંબરમે એક ઇન્ટરવ્યૂમાં પહલગામ હુમલાને લઈને એક નિવેદન આપ્યું છે જેના પર વિવાદ થયો હતો.

કૉંગ્રેસ નેતા પી. ચિદંબરમના એક નિવેદન મામલે પણ લોકસભામાં ગરમાગરમ ચર્ચા થઈ હતી.

કૉંગ્રેસ નેતા પી. ચિદંબરમના પહલગામ હુમલાને લીને આપવામાં આવેલા નિવેદનને લઈને વિવાદ થયો છે. ચિદંબરમના આ નિવેદન સામે ભાજપે નિશાન તાક્યું હતું.

પી. ચિદંબરમે 'ધ ક્વિંટ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે પહલગામમાં હુમલા કરનારા 'આતંકવાદી ક્યાંથી આવ્યા, તેના કોઈ પુરાવા નથી.'

ઇન્ટરવ્યૂ દરમિયાન ચિદંબરમને સવાલ કર્યો છે કે 'આપના હિસાબે સરકાર શું છુપાવવાની કોશિશ કરી રહી છે.'

તેના પર જવાબ આપતા ચિદંબરમ કહે છે, "આ એક અનુમાન છે, મારા હિસાબે તેઓ એ છુપાવવાની કોશિશ કરી રહ્યા છે અને સીડીએસે પણ ઇશારો કર્યો છે કે 'અમે સામરિક ભૂલો કરી, અમે તેના પર ફરીથી રણનીતિ બનાવી.' તો કઈ સામરિક ભૂલો કરી આપણે? અને અમે ફરી કઈ રણનીતિ બનાવી? આ સવાલો પર જવાબ દેવામાં સક્ષમ નથી અથવા તો જવાબ આપવા નથી માગતી."

"બીજું એ કે આ લોકો એનઆઈએનો રિપોર્ટ જાહેર નથી કરવા માગતા, આ એજન્સીએ કઈ તપાસ કરી, શું એજન્સી આતંકવાદીઓની ઓળખ કરી શકી કે તેઓ ક્યાંથી આવ્યા હતા? મારો કહેવાનો અર્થ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે તેઓ આપણા ઘરમાં તૈયાર થયા આતંકવાદી પણ હોઈ શકે છે. તમે એવું કઈ રીતે માનો છો કે તેઓ પાકિસ્તાનથી આવ્યા છે? તેના કોઈ પુરાવા નથી. આ લોકો નુકસાનને પણ છુપાવી રહ્યા છે."

ચિદંબરમે કહ્યું, "મેં લખેલી એક કટારમાં પણ જણાવ્યું કે યુદ્ધમાં બંને તરફ નુકસાન થાય છે. હું સમજ્યો છું કે ભારતને પણ નુકસાન થયું હશે. તેને જણાવો."

ચિદંબરમના આ નિવેદન પર ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, "જ્યારે-જ્યારે આતંકવાદ અને પાકિસ્તાનની વાત આવે છે ત્યારે પાકિસ્તાન પણ પોતાનો બચાવ નથી કરતું એટલું કૉંગ્રેસ કરે છે."

"અમે ભોગવ્યું છે. અને અમે જાણીએ છીએ કે પાકિસ્તાનની નાપાક હરકત છે. જે ચાહે છે કે ખુદ તો પ્રગતિ નથી કરી શક્યા, સાથે બીજાને પણ નહીં કરવા દે."

કૉંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ ચિદંબરમનો બચાવ કર્યો.

પ્રમોદ તિવારીએ મીડિયામાં કહ્યું, "અમે આ જાણવા માગીએ છીએ કે આતંકવાદી ક્યાં છે, જેમણે 26 બહેનોનું સિંદૂર ઉજાડ્યું? સરકાર હજુ અક્ષમ છે. અસફળ છે."

તેમણે કહ્યું, "સરકાર જણાવે કે એ આતંકવાદી કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, તેઓ હજુ કેમ જીવે છે? સરકારે તેનો જવાબ આપવો પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન