2026 : નવા વર્ષનું સ્વાગત દુનિયામાં કેવી રીતે થયું, જુઓ દસ તસવીરોમાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, નવું વર્ષ, ન્યૂ યર સેલિબ્રેશન,

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અમદાવાદના પ્રખ્યાત સીજી રોડ ખાતે નવા વર્ષની ઉજવણી માટે ભારે ભીડ જોવા મળી હતી

ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં વર્ષ 2026નું આગમન થઈ ચૂક્યું છે.

આ પ્રસંગે ભારત સહિતના વિશ્વના ઘણા દેશોનાં મોટાં શહેરોમાં નવા વર્ષની આગમનની ઉત્સાહભેર ઉજવણી થતી જોવા મળી હતી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, નવું વર્ષ, ન્યૂ યર સેલિબ્રેશન,
ઇમેજ કૅપ્શન, લંડનના આઇકોનિક ઘડિયાળ ટાવર બિગ બેનમાં જેવો જ નવા વર્ષનો ઘંટ વાગ્યો, ત્યારે લંડનના પ્રખ્યાત ચગડોળ, લંડન આઇ પાસે આતશબાજીની શરૂઆત થઈ અને આકાશ રોશનીથી ઝળહળી ઊઠ્યું
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, નવું વર્ષ, ન્યૂ યર સેલિબ્રેશન,

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયામાં પણ નવ વર્ષની ઉજવણી દરમિયાન ખૂબ જ મનમોહક નજારો જોવા મળ્યો હતો. અહીં બુસાનના દરિયાકાંઠે એકઠા થયેલા લોકો માટે ડ્રોનની મદદથી ચાઇનીઝ રાશિચક્ર મુજબ 2026નું પ્રાણી પ્રતીક લાલ ઘોડાની આકૃતિ રચાઈ હતી
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, નવું વર્ષ, ન્યૂ યર સેલિબ્રેશન,

ઇમેજ સ્રોત, APTN

ઇમેજ કૅપ્શન, દુબઈમાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે આતશબાજી માટે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા કેન્દ્રમાં રહી હતી.
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, નવું વર્ષ, ન્યૂ યર સેલિબ્રેશન,

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનના બેઇજિંગમાં નવા વર્ષને આવકાર માટે આતશબાજીને સ્થાને લોકો ઢોલના તાલે ઝૂમ્યા હતા
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, નવું વર્ષ, ન્યૂ યર સેલિબ્રેશન,

ઇમેજ સ્રોત, Hannibal Hanschke/EPA

ઇમેજ કૅપ્શન, જર્મનીના બર્લિન ખાતે આતશબાજી સાતે નવા વર્ષની ઉજવણી કરાઈ હતી, જેને જોવા ભારે ભીડ ઊમટી પડી હતી
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, નવું વર્ષ, ન્યૂ યર સેલિબ્રેશન,

ઇમેજ સ્રોત, Bruna Casas/Reuters

ઇમેજ કૅપ્શન, નવા વર્ષના આગમન માટે સ્પેનના બાર્સેલોના ખાતે આતશબાજી અને લાઇટ શો જોવા માટે મેદની ઊમટી પડી હતી
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, નવું વર્ષ, ન્યૂ યર સેલિબ્રેશન,

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, નવા વર્ષના આગમન નિમિત્તે વિયેતનામના હાનોઈ રંગબેરંગી આતશબાજીએ લોકોનું મન મોહી લીધી હતું
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, નવું વર્ષ, ન્યૂ યર સેલિબ્રેશન,

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, થાઇલૅન્ડના પાટનગર બૅંગ્કોક ખાતે નવા વર્ષની ઉજવણી દરમિયાન આકાશ આકર્ષક લાઇટ ડ્રોન શોથી ઝળહળી ઊઠ્યું હતું
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, નવું વર્ષ, ન્યૂ યર સેલિબ્રેશન,
ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડમાં આતિશબાજી સાથે નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન