મનુના પૂતળાને કાળો રંગ કરનારી મહિલાઓ હાલ ક્યાં છે અને એ વખતે શું થયું હતું?

ડૉ. બાબાસાહેબ આંબેડકર, મનુસ્મૃતિનું દહન, મનુસ્મૃતિમાં શું લખેલું છે, મહારાષ્ટ્ર, મહિલા, મનુવાદ, જાતિવાદ, ધર્મ, હિન્દુ, જાતિવાદનાં મૂળ, રાજસ્થાન હાઇકોર્ટ, બીબીસી ગુજરાતી
    • લેેખક, પ્રવીણ સિંધુ
    • પદ, બીબીસી સંવાદદાતા

"દિલ્હીમાં મનુવાદી લોકોએ 2018માં આપણું બંધારણ બાળ્યું ત્યારે હું એક મહિલાના ઘરમાં વાસણ ધોવાનું કામ કરતી હતી. ત્યારે એ મહિલાએ કહ્યું હતું, દિલ્હીમાં તમારું બંધારણ સળગાવી દેવામાં આવ્યું છે. એ સાંભળીને મને તેના પર બહુ ગુસ્સો આવ્યો હતો. મેં તેને કહ્યું હતું કે આ બંધારણ તમારું પણ છે. તમારા પતિ ક્લાસ વન અધિકારી છે અને તેઓ મનુસ્મૃતિનું પાલન કરે છે કે બંધારણનું? આવો સવાલ પૂછીને હું તેમના ઘરેથી ચાલી નીકળી હતી."

ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા કાંતાબાઈ આહિરેએ આ વાત ઉતાવળે કરી હતી. આ એ જ કાંતાબાઈ છે, જેમણે રાજસ્થાન હાઈકોર્ટના પરિસરમાંની મનુના બાવલાને 2018માં કાળું કરી નાખ્યું. એ માટે તેઓ તેમની સખી શીલાબાઈ પવારને પણ સાથે લઈ ગયાં હતાં.

એ પછી તેમણે આઠ દિવસ જયપુર પોલીસ કસ્ટડીમાં અને 18 દિવસ જેલમાં વિતાવ્યા હતા. બીબીસી સાથે વાત કરતાં તેમણે સંપૂર્ણ ઘટનાક્રમની વાત કરી હતી.

અનામત નીતિના વિરોધમાં દિલ્હીમાં એક સંગઠને બંધારણની નકલ સળગાવી હતી. આઝાદ સેના નામના સંગઠને આ કૃત્ય કર્યું હોવાની શંકા હતી. એ પછી બંધારણ સળગાવવાની તે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એ ઘટના બાબતે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવી હતી.

'મનુ મહિલાવિરોધી, એટલે તેમનું મોં કાળું કરવું જોઈએ'

ડૉ. બાબાસાહેબ આંબેડકર, મનુસ્મૃતિનું દહન, મનુસ્મૃતિમાં શું લખેલું છે, મહારાષ્ટ્ર, મહિલા, મનુવાદ, જાતિવાદ, ધર્મ, હિન્દુ, જાતિવાદનાં મૂળ, રાજસ્થાન હાઇકોર્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, sk

કાંતાબાઈ કહે છે, "ઘણા નેતાઓ કહે છે કે બાબાસાહેબે 25 ડિસેમ્બરે મનુસ્મૃતિને સળગાવી હતી હતી. માત્ર જયપુર હાઈકોર્ટમાં જ મનુનું સ્ટેચ્યૂ છે. તેથી મેં ત્યાં જવાનું નક્કી કર્યું હતું. એ બાબતે મેં ગંભીરતાપૂર્વક વિચાર કર્યો હતો અને ઘરે કોઈને કહ્યા વિના, કોઈની સાથે વાત કર્યા વિના મેં શીલાતાઈને ફોન કર્યો હતો. તેમને લઈને હું જયપુર ગઈ હતી."

વાસણ માંજીને ગુજરાન ચલાવતા કાંતાબાઈ અને શીલાબાઈ વર્ષમાં છ મહિના શેરડી કાપવાનું કામ કરવા કર્ણાટક જાય છે. બાકીના સમયમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મજૂરી કરે છે. તેમના માટે જયપુરની સફર આસાન ન હતી.

કાંતાબાઈ કહે છે, "જયપુર જતાં પહેલાં મારે પૈસાની વ્યવસ્થા કરવી પડી હતી. મેં વ્યાજ પર રૂ. 20,000 લીધા હતા."

છત્રપતિ સંભાજીનગરથી જયપુર સુધીની સફર વિશે કાંતાબાઈ કહે છે, "પહેલાં રેલવે સ્ટેશને જઈને પૂછપરછ કરી હતી. સંભાજીનગરથી જયપુર જવા માટે શનિવારે ટ્રેન મળતી હતી. એ વખતે ટ્રેન દર અઠવાડિયે જતી હતી. હું શીલાતાઈને લઈને જયપુર ગઈ. શનિવારે નીકળ્યાં અને સોમવારે જયપુર પહોંચ્યાં. અમે બે દિવસ ગાડીમાં જ હતાં. ત્યાં પહોંચીને પૂછ્યું કે કોર્ટ ક્યાં છે અને કોર્ટમાં પહોંચ્યા હતાં."

કાંતાબાઈના કહેવા મુજબ, "મનુ મહિલાવિરોધી. એટલે તેનું મોં કાળું કરવું જોઈએ, એવું મને લાગ્યું હતું. એ લોકોએ આપણું બંધારણ સળગાવી દીધું એટલે તેના મનુના બાવલાને તોડી પાડવાનો વિચાર હતો, પરંતુ એવું થઈ શક્યું નહીં. એટલે પ્રતિમાને કાળી કરીને અમે ત્યાં જ રોકાઈ ગયાં અને 'બંધારણ ઝિંદાબાદ, મનુવાદ મુર્દાબાદ' એવા સુત્રો પોકાર્યાં. એ વખતે બધા લોકો દોડી આવ્યા હતા. વકીલો આવ્યા હતા. એ મનુવાદીઓએ અમને માર માર્યો હતો."

'દેશ બંધારણ પર ચાલે છે, મનુસ્મૃતિથી નહીં'

ડૉ. બાબાસાહેબ આંબેડકર, મનુસ્મૃતિનું દહન, મનુસ્મૃતિમાં શું લખેલું છે, મહારાષ્ટ્ર, મહિલા, મનુવાદ, જાતિવાદ, ધર્મ, હિન્દુ, જાતિવાદનાં મૂળ, રાજસ્થાન હાઇકોર્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shrikant Bangale

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મનુની પ્રતિમાને કાળી કર્યા પછી શું થયું તેની વાત કરતાં કાંતાબાઈ કહે છે, "તેમણે પોલીસની ગાડી બોલાવી અને અમને તેમાં બેસાડીને કોર્ટમાં લઈ જવામાં આવ્યાં હતાં. કોર્ટમાંથી અમને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. અમે કહ્યું હતું કે અમે આંબેડકરવાદીઓ છીએ. પોલીસે અમને બહુ માર માર્યો હતો. અમે છ દિવસ પોલીસ કસ્ટડીમાં અને 18-19 દિવસ જેલમાં હતાં."

"જેલમાં અમને ફરસ સાફ કરવાનું, વાસણ ધોવાનું અને ઝાડુ મારવાનું કહેવામાં આવ્યું હતું. અમે તે કામ કરતાં હતાં. અમે જેટલા દિવસ ત્યાં હતાં એટલા દિવસ તેમણે અમારી પાસે એવું કામ કરાવ્યું હતું."

"અમને ત્યાંની પોલીસનો કે જેલનો ડર ન હતો, પણ જેલમાં અમે વાતો કરતા હતાં ત્યારે એવું જ કહેતાં હતાં કે મનુની પ્રતિમાને કાળી કરી એ સારું થયું. એ સ્ટેચ્યૂ અહીંથી હટાવી લેવું જોઈએ. અમે ત્યાં અમારા ઘરનો વિચાર કર્યો ન હતો. અમે ફરીથી જયપુર જઈશું અને પ્રતિમાને હટાવવાની માંગણી કરીશું. એક સામાન્ય માણસ તરીકે કોર્ટને પત્ર લખીશું અને જણાવીશું કે ત્યાં કોઈ અન્ય મહાપુરુષની પ્રતિમા ચાલશે, પરંતુ મહિલાવિરોધી મનુની પ્રતિમા અમને સ્વીકાર્ય નથી."

"દેશ મનુસ્મૃતિના આધારે નહીં, પરંતુ બંધારણના આધારે છે. આ પુતળાની શું જરૂર છે?" એવો સવાલ કાંતાબાઈ પૂછે છે.

શાંતાબાઈ જયપુર જેલમાંથી બહાર કેવી રીતે આવ્યાં?

ડૉ. બાબાસાહેબ આંબેડકર, મનુસ્મૃતિનું દહન, મનુસ્મૃતિમાં શું લખેલું છે, મહારાષ્ટ્ર, મહિલા, મનુવાદ, જાતિવાદ, ધર્મ, હિન્દુ, જાતિવાદનાં મૂળ, રાજસ્થાન હાઇકોર્ટ, બીબીસી ગુજરાતી

કાંતાબાઈ અને શીલાતાઈ જેલમાં હતાં ત્યારે તેમનું વકીલાતનામું લેવા અનેક વકીલો ગયા હતા. જોકે, તેમણે ઘણા દિવસ સુધી કોઈના વકીલાતનામા પર સહી કરી ન હતી.

એ બાબતે વાત કરતાં તેઓ કહે છે, "પોતે આંબેડકરવાદી છે, જય ભીમવાળા છે, એવું જયપુરના વકીલ બાબુલાલ બેરવાએ કહ્યું ત્યારે મેં તેમના પર વિશ્વાસ કર્યો હતો. તેથી મેં વકીલાતનામા પર સહી કરી હતી. એ વકીલે અમને જામીન પર મુક્ત કરાવ્યાં હતાં."

જેલમાંથી બહાર આવ્યા પછી પૈસાના અભાવે કાંતાબાઈ અને શીલાતાઈ તત્કાળ ઘરે પહોંચી શક્યાં ન હતાં.

જયપુર જેલમાંથી મુક્ત થયા પછી તેઓ અજમેર ગયાં હતાં. જયપુરથી ઔરંગાબાદ (હવે છત્રપતિ સંભાજીનગર) જવા માટે કોઈ ટ્રેન ન હતી અને બીજી ટ્રેનની ટિકીટ ખરીદવાના પૈસા તેમની પાસે ન હતા.

તેઓ કહે છે, "એ વખતે અમે મોહતાજ હતાં." તેથી તેઓ આઠ દિવસ અજમેરમાં રહ્યાં હતાં, હોટેલમાં વાસણો ધોવાનું કામ કર્યું હતું. પછી છત્રપતિ સંભાજીનગરમાંના પોતાના ઘરે પહોંચ્યાં હતાં. અલબત, તેમના સંઘર્ષનો ત્યાં અંત આવ્યો ન હતો.

એ સંઘર્ષની વાત કરતાં તેઓ કહે છે, "અમે જયપુરથી સંભાજીનગર પહોંચ્યાં ત્યારે અમારા પરિવારની હાલત કફોડી હતી, કારણ કે મનુની પ્રતિમા પર કાળા રંગ કરવાનો અમારો વીડિયો વાયરલ થયો હતો. છાપામાં સમાચાર પ્રકાશિત થયા હતા. તેથી મકાનમાલિકે મારા પરિવાર અને સંતાનોને રસ્તા પર ફેંકી દીધાં હતાં."

કાંતાબાઈ ઉમેરે છે, "તમે ઘર શા માટે ખાલી કરાવ્યું, એવું મેં મકાનમાલિકને પૂછ્યું તો તેમણે કહ્યું કે તમે બહુ ખતરનાક સ્ત્રી છો. મેં તેમને સવાલ કર્યો હતો કે તમને મનુસ્મૃતિ સ્વીકાર્ય છે? તમને બંધારણ અસ્વીકાર્ય છે? એ પછી થોડા દિવસ હું જંગલમાં રહી હતી. થોડા દિવસ ભાડાનું ઘર રાખ્યું હતું. થોડા દિવસ સંબંધીઓને ત્યાં રહી હતી."

'સુશિક્ષિત મહિલાઓએ પ્રતિમાના વિરોધમાં કંઈક કરવું જોઈએ'

ડૉ. બાબાસાહેબ આંબેડકર, મનુસ્મૃતિનું દહન, મનુસ્મૃતિમાં શું લખેલું છે, મહારાષ્ટ્ર, મહિલા, મનુવાદ, જાતિવાદ, ધર્મ, હિન્દુ, જાતિવાદનાં મૂળ, રાજસ્થાન હાઇકોર્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shrikant Bangale

એ ઘટનાને આજે સાત વર્ષ થઈ ગયાં છે, પરંતુ કાંતાબાઈને આજે પણ મનુની તે પ્રતિમાન માનસિક પીડા આપી રહી છે. તેઓ કહે છે, "અમે અભણ હોવા છતાં આવું પગલું લીધું હતું. હવે તમામ સુશિક્ષિત મહિલાઓએ એ પુતળાના વિરોધમાં કંઈક કરવું જોઈએ. તેને ત્યાંથી હટાવવું જોઈએ."

"બંધારણનો લાભ બધા લે છે, પરંતુ મનુસ્મૃતિનું શું કામ છે. બંધારણને બચાવવા આગળ આવવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે આપણે બંધારણ માટે જીવીએ છીએ. બંધારણને કારણે ખાઈ શકીએ છીએ. બકરી બનીને જીવવા કરતાં એક દિવસ વાઘ તરીકે જીવો. આ બાબાસાહેબના શબ્દો છે," એવી લાગણી કાંતાબાઈ વ્યક્ત કરે છે.

અમે કાંતાબાઈનાં સખી શીલાતાઈ સાથે પણ આ ઘટના વિશે વાત કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મજૂરી કરતાં શીલાતાઈ રોજગાર માટે વર્ષમાં છ મહિના કર્ણાટકમાં શેરડી કાપવાનું કામ કરવા જાય છે. તેથી તેમની સાથે મુલાકાત થઈ શકી ન હતી. અમે જે કામ કર્યું તે શીલાતાઈને પણ ગમ્યું હતું, એવું કાંતાબાઈ જણાવે છે.

બાબાસાહેબે મનુસ્મૃતિને કેમ બાળી?

ડૉ. બાબાસાહેબ આંબેડકર, મનુસ્મૃતિનું દહન, મનુસ્મૃતિમાં શું લખેલું છે, મહારાષ્ટ્ર, મહિલા, મનુવાદ, જાતિવાદ, ધર્મ, હિન્દુ, જાતિવાદનાં મૂળ, રાજસ્થાન હાઇકોર્ટ, બીબીસી ગુજરાતી

ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1927ની 25 ડિસેમ્બરે (હાલ રાયગડ જિલ્લાના) મહાડમાં અને પછી કોલાબામાં મનુસ્મૃતિ પુસ્તકને બાળી નાખ્યું હતું.

બાબાસાહેબ વિશેના પુસ્તકના સંપાદક અને ભંડારકર ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટના ઉપાધ્યક્ષ ડો. હરિ નરકેએ 2018માં બીબીસીને કહ્યું હતું, "બાબાસાહેબે 1927ની 25 ડિસેમ્બરે મહાડમાં મનુસ્મૃતિ સળગાવી હતી. તેમના મિત્ર અને ખ્યાતનામ સંસ્કૃત વિદ્વાન ગંગાધર નીલકંઢ સહસ્ત્રબુદ્ધેએ મનુસ્મૃતિના દહનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બાબાસાહેબે તેને અનુમોદન આપ્યું હતું."

બાબાસાહેબે તેમના પુસ્તક 'ફિલોસોફી ઓફ હિન્દુઈઝમ'માં લખ્યું છે, "મનુએ ચતુર્વણનો પ્રસાર કર્યો હતો. ચતુર્વણની પવિત્રતા જાળવી રાખવાનું મનુએ શીખવ્યું હતું. એ કારણે જ જાતિવ્યવસ્થાને પ્રોત્સાહન મળ્યું હતું. મનુએ જાતિવ્યવસ્થાનું નિર્માણ કર્યું હતું એમ ન કરી શકાય, પરંતુ તેનાં બીજ મનુએ જ વાવ્યાં હતાં."

પોતે મનુસ્મૃતિનો વિરોધ શા માટે કરે છે તેનું કારણ બાબાસાહેબે તેમના પુસ્તકો 'વ્હુ વેર ધ શુદ્રઝ' અને 'એબોલિશન ઓફ કાસ્ટ'માં સમજાવ્યું છે.

મહિલાઓ તથા દલિતોને સામાન્ય જીવન જીવવાના અધિકારનો ઈનકાર અને બ્રાહ્મણવાદી સર્વોપરિતાની ભૂમિકાને કારણે સમાજમાં ઘણી જાતિઓનું નિર્માણ થયું છે. તેમણે જણાવ્યું હતું કે જાતિઓનું આ સ્વરૂપ બહુમાળી ઈમારત જેવું છે, જેમાં એક માળ પરથી બીજા માળે જવા પર કોઈ સીડી નથી.

બાબાસાહેબે કહ્યું હતું, "ચતુર્વણની રચના કરીને મનુએ શ્રમનું નહીં, પરંતુ શ્રમજીવીઓનું વિભાજન કર્યું છે."

વિલિયમ જોન્સે મનુસ્મૃતિનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. તેની માહિતી અન્ય લોકો સુધી પહોંચાડી.

રાજીવ લોચને બીબીસીને કહ્યું હતું, "મનુસ્મૃતિને સૌથી પહેલાં મહાત્મા જ્યોતિબા ફૂલેએ પડકારી હતી. ખેતમજૂરો, અલ્પ જમીનધારકો અને સમાજમાં દલિતોની સ્થિતિ જોઈને તેમણે શેઠ તથા ભટની ટીકા કરી હતી. તેમણે મનુસ્મૃતિની પણ ટીકા કરી હતી."

જયપુર હાઈકોર્ટમાં મનુની પ્રતિમા કોણે અને ક્યારે સ્થાપિત કરાવી?

જયપુર હાઈકોર્ટની ઈમારતના નિર્માણ પહેલાં રાજસ્થાન હાઈકોર્ટની ઈમારત ફક્ત જોધપુરમાં હતી. રાજસ્થાનના ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વધુ એક ખંડપીઠ હોવી જોઈએ, તેવી માંગ કરવામાં આવી હતી.

એ વખતે જયપુરમાં પણ કોર્ટની નવી ઈમારત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ રાજસ્થાનના વરિષ્ઠ પત્રકાર નારાયણ બારેટે જણાવ્યું હતું.

રાજસ્થાનના દલિત ચળવળ કાર્યકર પી. એલ. મીઠરોઠ કહે છે, "જયપુર હાઈકોર્ટના પરિસરમાં મનુની પ્રતિમા 1989માં સ્થાપિત કરવામાં આવી હતી. એ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી ત્યારે પણ રાજસ્થાનમાં હોબાળો સર્જાયો હતો. હાઈકોર્ટના વકીલોએ સુશોભીકરણ માટે બાર ઍસોસિએશનના તત્કાલીન પ્રમુખ પાસે પરવાનગી માંગી હતી. સુશોભીકરણના નામે મનુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. એ વખતે વકીલોમાં ઉચ્ચ જાતિઓનું પ્રમાણ વધારે હતું. મનુ કાયદો લખનારી પ્રથમ વ્યક્તિ હતી, એમ કહીને તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી."

મીઠરોઠે ઉમેર્યું હતું, "હાઈકોર્ટની એક બેઠક 1989માં જોધપુરમાં યોજાઈ હતી. એ પ્રતિમાને 48 કલાકમાં હટાવવાનો આદેશ તેમાં આપવામાં આવ્યો હતો. તેમ છતાં એ પ્રતિમા હજુ તેના સ્થાને યથાવત્ છે. બાબા આઢવ, કાંશીરામ જેવા અનેક નેતાઓએ તેની વિરુદ્ધમાં આંદોલન કર્યાં છે."

મનુ અને મનુસ્મૃતિને કોણ સમર્થન આપે છે?

ડૉ. બાબાસાહેબ આંબેડકર, મનુસ્મૃતિનું દહન, મનુસ્મૃતિમાં શું લખેલું છે, મહારાષ્ટ્ર, મહિલા, મનુવાદ, જાતિવાદ, ધર્મ, હિન્દુ, જાતિવાદનાં મૂળ, રાજસ્થાન હાઇકોર્ટ, બીબીસી ગુજરાતી

સંભાજી ભીડે તુકારામ અને જ્ઞાનેશ્વર જેવા સંતો કરતાં મનુને શ્રેષ્ઠ ગણે છે. મનુએ વિશ્વકલ્યાણ માટે તે ગ્રંથ લખ્યો હોવાનું પણ ભીડેએ એ વેળાના ભાષણમાં કહ્યું હતું.

મનુ મહાન કાયદાપંડિત હતા. તેથી જ તેમની પ્રતિમા રાજસ્થાન હાઈકોર્ટ બહાર સ્થાપિત કરવામાં આવી હોવાનું વારંવાર કહેવામાં આવે છે.

સનાતન સંસ્થા પણ મનુસ્મૃતિનું સમર્થન કરે છે. 'મનુસ્મૃતિનું દહન કરવું કે અભ્યાસ કરવો' એ પુસ્તકનું નિર્માણ સનાતન સંસ્થાએ કરાવ્યું છે. સનાતન સંસ્થાનો દાવો છે કે રાજ્ય વ્યવસ્થા મનુસ્મૃતિના માર્ગદર્શન મુજબ અસ્તિત્વમાં હતી.

સનાતન સંસ્થા કહે છે કે જર્મન ફિલસૂફ નિત્શે પર મનુસ્મૃતિનો વિલક્ષણ પ્રભાવ હતો. મનુસ્મૃતિમાં જાતિવાદનો કોઈ ઉલ્લેખ નથી, એવું પણ સનાતન સંસ્થા કહે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન