રાહુલ ગાંધીનો આરોપ, બ્રાઝિલની યુવતીએ હરિયાણામાં 22 વખત મત આપ્યો, ભાજપે શું જવાબ આપ્યો?

બીબીસી ગુજરાતી ભાજપ કૉંગ્રેસ રાહુલ ગાંધી મતદાર યાદી હરિયાણા

ઇમેજ સ્રોત, Rahul Gandhi/YT

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ દાવો કર્યો કે હરિયાણામાં મતદારયાદીમાં અનેક બૂથ પર એક બ્રાઝિલિયન મૉડલનું નામ અને ફોટો છે

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક પત્રકારપરિષદ કરી હતી જેમાં તેમણે હરિયાણામાં 25 લાખ મતની ચોરી થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે પ્રેસ કૉન્ફરન્સની શરૂઆતમાં જ હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈનીનો એક વીડિયો દેખાડ્યો હતો, જેમાં સૈની કહે છે કે, "અમે હરિયાણામાં જીત માટે સંપૂર્ણ આશ્વસ્ત છીએ. અમે બધી વ્યવસ્થા કરી લીધી છે."

આ વીડિયો દેખાડીને રાહુલે સવાલ કર્યો કે તમામ ઍક્ઝિટ પોલમાં કૉંગ્રેસની જીત તરફ ઇશારો કરવામાં આવ્યો હતો, ત્યારે આ "વ્યવસ્થા" શી હતી

રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશન દરમિયાન એક મહિલાનો ચહેરો દેખાડીને કહ્યું કે "આ મહિલાએ હરિયાણામાં 10 બૂથ પર 22 વખત વોટ આપ્યો છે."

તેમણે કહ્યું કે "આ એક સેન્ટ્રલાઇઝ્ડ ષડ્યંત્ર છે. જે મહિલાની વાત થઈ રહી છે, તે બ્રાઝિલનાં મૉડલ છે. આ સેન્ટ્રલાઇઝ્ડ ષડ્યંત્રની સાબિતી છે. આવા 25 લાખ લોકો પૈકી એક ઉદાહરણ છે. બ્રાઝિલની વ્યક્તિ હરિયાણાના વોટર લિસ્ટમાં કેવી રીતે આવી?"

રાહુલ ગાંધીના આ આરોપો વિશે ચૂંટણીપંચે હજુ કોઈ પ્રતિક્રિયા નથી આપી. જોકે, ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આરોપોને 'બનાવટી' ઠેરવ્યા છે.

હરિયાણાની ચૂંટણી મુદ્દે રાહુલ ગાંધીના આરોપ

બીબીસી ગુજરાતી ભાજપ કૉંગ્રેસ રાહુલ ગાંધી મતદાર યાદી હરિયાણા

ઇમેજ સ્રોત, Rahul Gandhi/YT

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે હજારો લોકોના નામ હરિયાણા અને ઉત્તર પ્રદેશ બંને રાજ્યમાં છે, એક જ વ્યક્તિનો ફોટો 100 વખત મતદાર તરીકે વપરાયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ "ચૂંટણીપંચ તથા દેશની લોકતાંત્રિક પ્રક્રિયા સામે સવાલ કરી રહ્યા છે, તેથી તેઓ બધું 100 ટકા પુરાવા સાથે કરે છે."

તેમણે આરોપ મૂક્યો કે "મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) અને બે ચૂંટણી કમિશનરોએ ભાજપ સાથે સાઠગાંઠ રચી હતી જેથી હરિયાણામાં ભાજપનો વિજય થાય."

તેમણે એવો પણ દાવો કર્યો કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાગીદારીમાં આવું કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ સીઇસી જ્ઞાનેશકુમાર પર આરોપ લગાવ્યો કે "તેઓ જ્યારે કહે છે કે ઘર વગરની વ્યક્તિને મકાન નંબર ઝીરો આપવામાં આવે છે, ત્યારે તેઓ ભારતના લોકો સમક્ષ જૂઠ બોલો છે."

ઇંદિરા ભવન ખાતેની પત્રકારપરિષદમાં તેમણે આરોપ મૂક્યો કે "હરિયાણામાં 25,41,144 બનાવટી વોટર છે અને તેમણે ડુપ્લિકેટ મતદારો, ખોટાં સરનામાં અને બલ્ક વોટર્સનાં કેટલાંક ઉદાહરણ પણ આપ્યાં હતાં."

તેમણે સવાલ કર્યો કે "ચૂંટણી કમિશન શા માટે ડુપ્લિકેટ નામોને દૂર નથી કરતું? કારણ કે જો તેઓ આ નામો દૂર કરે તો ચૂંટણી સ્વચ્છ થઈ જાય, અને તેઓ સ્વચ્છ ચૂંટણી નથી ઇચ્છતા."

"તમામ પોલમાં જણાવાયું હતું કે હરિયાણામાં કૉંગ્રેસ જીતશે. પાંચ ઍક્ઝિટ પોલમાં જણાવાયું હતું કે કૉંગ્રેસ મોટા પાયે જીત મેળવશે. આશ્ચર્યની વાત એ છે કે હરિયાણામાં પહેલી વખત પોસ્ટલ મત અને રિઝલ્ટમાં તફાવત હતો. પોસ્ટલ બેલટમાં કૉંગ્રેસને 73 સીટ મળતી હતી, જ્યારે ભાજપને 17 બેઠકો મળતી હતી."

ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આરોપોને 'બનાવટી' ઠેરવ્યા છે.

રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ બાદ કેન્દ્રીય મંત્રીય કિરણ રિજિજુએ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી, જેમાં રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે પત્રકારપરિષદ ભરી છે.

રિજિજુએ કહ્યું, "આજે એમણે (રાહુલ ગાંધીએ) બિહારથી હઠીને હરિયાણાની કહાણી સંભળાવી. એનાથી સ્પષ્ટપણે માલૂમ થઈ ગયું છે કે બિહારમાં કંઈ વધ્યું નથી એટલે તેમણે ધ્યાન બીજે ખસેડવા માટે હરિયાણાનો મુદ્દો લાવ્યા છે."

રાહુલે અગાઉથી હાઇડ્રોજન બૉમ્બની ધમકી આપી હતી

બીબીસી ગુજરાતી ભાજપ કૉંગ્રેસ રાહુલ ગાંધી મતદાર યાદી હરિયાણા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાહુલ ગાંધીએ સૌ પ્રથમ ચૂંટણી પંચ પર વોટ ચોરીના આરોપો લગાવ્યા હતા અને પછી બિહારમાં 'વોટર અધિકાર રેલી' દરમિયાન કહ્યું હતું કે, "વોટ ચોરીનું સત્ય જલદી જ દેશની સામે આવશે. હવે પરમાણુ બૉમ્બથી મોટો હાઇડ્રોજન બૉમ્બ ફાટવાનો છો. અમે વોટ ચોરી અંગે જનતા સામે ધમાકેદાર પુરાવા રજૂ કરવાના છીએ."

તેમણે કહ્યું હતું કે, જે લોકોએ મહાત્મા ગાંધીને માર્યા. એ જ લોકોએ હવે બંધારણની પણ હત્યા કરી છે. એ જ લોકો હવે બંધારણની હત્યાની કોશિશમાં લાગેલા છે. પરંતુ અમે એવું નહીં થવા દઈએ.

તેમણે કહ્યું હતું કે, "બિહારમાં જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે. ભાજપના લોકોએ કાળા વાવટા દેખાડ્યા, એ લોકો કાન ખોલીને સાંભળી લે, પરમાણુ બૉમ્બથી મોટો હાઇડ્રોજન બૉમ્બ હોય છે."

"એ આવી રહ્યો છે. વોટ ચોરી વિશે દેશ ખબર પડવાની છે. હાઇડ્રોજન બૉમ્બ બાદ નરેન્દ્ર મોદી દેશને પોતાનો ચહેરો નહીં દેખાડી શકે."

તેમણે દિલ્હીમાં એક પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું હતું, "હું અહીં એક દાવો કરવા જઈ રહ્યો છું. ખૂબ જ મજબૂત દાવો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિશે. હું વિપક્ષના નેતા તરીકે આ વાત કહી રહ્યો છું. હું એવા પુરાવા બતાવવા જઈ રહ્યો છું, જે બિલકુલ સ્પષ્ટપણે બતાવે છે કે મુખ્ય ચૂંટણી કમિશનર એવા લોકોનું રક્ષણ કરી રહ્યા છે, જેમણે ભારતની લોકશાહીને નષ્ટ કરી દીધી છે."

કર્ણાટકમાં 'વોટ ચોરી'નો આરોપ

બીબીસી ગુજરાતી ભાજપ કૉંગ્રેસ રાહુલ ગાંધી મતદાર યાદી હરિયાણા

ઇમેજ સ્રોત, Getty Images

વોટ ચોરી મામલે રાહુલ ગાંધીએ અગાઉ 7 ઑગસ્ટના રોજ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. તેમણે 22 પાનાંનો દસ્તાવેજ મીડિયા સામે મૂક્યો હતો.

રાહુલ ગાંધીએ કર્ણાટકની મતદારયાદી બતાવતાં કહ્યું હતું કે મતદારયાદીમાં સંદિગ્ધ મતદાર મોજૂદ છે.

રાહુલે મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ ભાજપ પર 'વોટ ચોરી'ના આરોપ કર્યા હતા.

કર્ણાટકની મહાદેવપુરા વિધાનસભા બેઠકની મતદારયાદી સ્ક્રીન પર બતાવતાં રાહુલે કહ્યું કે અહીં એક લાખ મતોની ચોરી થઈ છે.

તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં અમને 16 બેઠકો પર જીત મળી હોત, પરંતુ અમે માત્ર નવ બેઠકો પર જીતી શક્યા.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે બૅંગ્લુરુ સેન્ટ્રલ બેઠક પર પણ એક લાખ મતોની ચોરી થઈ છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં 40 લાખ નકલી મતદાર જોડવામાં આવ્યા. હરિયાણામાં 'વોટ ચોરી'ના કારણે જ કૉંગ્રેસ હારી.

રાહુલ ગાંધીએ આના માટે ચૂંટણીપંચને દોષિત ઠેરવ્યું હતું. તેમમે કહ્યું હતું કે બંધારણનું રક્ષણ કરનારી સંસ્થાને મિટાવીને તેના પર કબજો કરી લેવાયો છે.

રાહુલે કહ્યું હતું કે તેમની પાસે એવા પુરાવા છે જે આખા દેશને દેખાડાય તો ખબર પડી જશે કે ચૂંટણીપંચ જેવી સંસ્થાનું કોઈ અસ્તિત્વ નથી. એ ગાયબ થઈ ગયું છે.

ચૂંટણીપંચે રાહુલના પ્રશ્નોના જવાબમાં શું કહ્યું હતું?

બીબીસી ગુજરાતી ભાજપ કૉંગ્રેસ રાહુલ ગાંધી મતદાર યાદી હરિયાણા

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને રાહુલ ગાંધી દ્વારા ઉઠાવાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.

જ્ઞાનેશકુમારનું કહેવું હતું કે ચૂંટણીપંચના ખભે બંદૂક મૂકીને રાજકારણ કરાઈ રહ્યું છે અને રાહુલ ગાંધીએ કાં તો સોગંદનામું આપવું પડશે કાં તો માફી માગવી પડશે.

કમિશનની એ પ્રેસ કૉન્ફરન્સ બાદ કૉંગ્રેસ કહ્યું હતું કે આ પ્રેસ કૉન્ફરન્સમાં વિપક્ષે ઉઠાવેલા સવાલોના સીધા જવાબ નહોતા અપાયા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન