લાંચ આપી, ત્રાગું ગોઠવીને 1200 યહૂદીને બચાવનાર એક વેપારી કેવી રીતે તારણહાર બન્યો?

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, ગ્રેગ મેકકેવિટ
- પદ, .
નાઝીઓએ 13 માર્ચ 1943ના રોજ ક્રાકોવ યહૂદી વસતિનું અંતિમ "સમાપન" કરી નાંખ્યું. હિંસાના આ કૃત્યે એક ફેક્ટરી માલિકને એવો તો ઊંડો આઘાત પહોંચાડ્યો કે છેવટે તેઓ પોતે તારણહાર બની ગયા.
આ ઘટનાઓને થોમસ કેનેલીની નવલકથા શિન્ડલર્સ આર્ક અને સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ શિન્ડલર્સ લિસ્ટમાં બખૂબી દર્શાવાઈ છે.
પરંતુ 1982માં કેનેલીએ બીબીસીને જણાવ્યું હતું કે ઑસ્કર શિન્ડલરની વાર્તા તેમને એક સેલ્સમૅન સાથેની આકસ્મિક મુલાકાત દરમિયાન મળી હતી.
1964માં જ્યારે ઑસ્કર શિન્ડલરની વાર્તા પહેલી વાર બીબીસી પર પ્રસારિત થઈ ત્યારે તેઓ ગુમનામીમાં જીવી રહ્યા હતા.
પત્રકાર મેગ્નસને તેમના કાર્યક્રમ ટુનાઇટના દર્શકોને કહ્યું કે: "તમે કદાચ તેમના વિશે હજુ સુધી સાંભળ્યું નહીં હોય, પરંતુ એક દિવસ તમને ખબર પડશે. હાલમાં તેઓ જર્મનીમાં રહે છે; તેઓ બીમાર, બેરોજગાર અને કંગાળ હાલતમાં છે. હકીકતમાં કહું તો તે સખાવત પર જીવે છે, પરંતુ ગરીબોની જેમ નહીં. તેમને અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા આ પૈસા તેઓ 1300 યહૂદીઓ પાસેથી મેળવે છે, જેમના જીવ તેમણે બચાવ્યા હતા. આમાના ઘણાએ વર્ષમાં એક દિવસનો પગાર કૉન્સ્ન્ટ્રેશન કૅમ્પના સ્કાર્લેટ પિમ્પર્નલ (એક જાતનું ફુલ કે જે આશાનું પ્રતીક છે) તરીકે ઓળખાતા તારણહારને આપવાનું વચન આપ્યું છે."
શિન્ડલર્સ લિસ્ટ તરીકે જાણીતો દસ્તાવેજ

ઇમેજ સ્રોત, Universal History Archive/Getty Images
શિન્ડલર તે દિવસે સમાચારમાં હતા, કારણ કે તેમના જીવન વિશે હોલીવૂડ ફિલ્મ "ટુ ધ લાસ્ટ અવર" બનાવવાની જાહેરાત કરાઈ હતી. આવું એટલા માટે બન્યું કે થોડાં વર્ષો પહેલાં હોલોકોસ્ટમાં (નરસંહાર) બચી ગયેલા પોલ્ડેક ફેફરબર્ગે એમજીએમ નિર્માતા માર્ટિન ગોશને એક બેતુકી વાર્તા આપી હતી. જેમાં યુદ્ધમાંથી નફો રળતા નાઝી દ્વારા તેમને કેવી રીતે બચાવવામાં આવ્યા હતા તેની વાત હતી.
ચેકોસ્લોવાકિયાનો એક દેખાવડો, દારૂડિયો અને તોડબાજ જેણે અગાઉ થોડા પરાક્રમી ગુણો દર્શાવ્યા હતા. જોકે બનનારી આ ફિલ્મ કાયમ માટે અટવાઈ ગઈ, પરંતુ 1980માં ફેફરબર્ગની એક અજાણ્યા ઑસ્ટ્રેલિયન લેખક સાથે મુલાકાત થઈ. આ મુલાકાતે તેમના બંનેનાં જીવનને બદલી નાંખ્યાં.
લૉસ એંજલસની પ્રમોશનલ ટ્રીપના અંતે થૉમસ કેનેલી ટાઇમપાસ કરી રહ્યા હતા. ("બેવર્લી હિલ્સની એક મોટી હોટલમાં મારા પ્રકાશકો દ્વારા મને ભવ્યતામાં રાખવામાં આવતો હતો") અને સિડની ઘરે પાછા ફરતા પહેલાં એક નવી બ્રીફકેસના શૉપિંગ માટે રખડી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે 1983માં બીબીસીના ડેઝર્ટ આઇલૅન્ડ ડિસ્ક્સને કહ્યું હતું કે ચામડાની ચીજવસ્તુઓની દુકાનના માલિક "એક સૌજન્યશીલ મધ્ય યુરોપિયન હોવાને લીધે" તેઓ મારું સ્વાગત કરવા બહાર આવ્યા અને તેમના પર બ્રીફકેસ ખરીદવા માટે દબાણ બનાવવા લાગ્યા.
કેનેલીએ કહ્યું, " તેમણે (ફેફરબર્ગ) ખૂબ સારી બ્રીફકેસ બનાવી હતી અને જ્યારે હું મારા ક્રેડિટ કાર્ડ્સ સ્વીકારાય તેની રાહ જોતો હતો. ઑસ્ટ્રેલિયન ક્રેડિટ કાર્ડ સ્વીકારવામાં ઘણી વાર થતી હતી. તો આ સમયમાં તેમણે મારી સાથે તેમના યુદ્ધ સમયના અનુભવ વિશે વાત કરવાનું શરૂ કર્યું.
"તેઓ જાણતા હતા કે હું એક લેખક છું, અને તેમણે કહ્યું, 'મારી પાસે તમારા માટે એક અનોખું પુસ્તક છે. હું બચી ગયો હતો અને મારી પત્ની પણ. એક અસાધારણ જર્મન કે જે મોટા સુંદર હિટલરવાદી સ્વપ્ન જોતા ઑસ્કર શિન્ડલર નામની વ્યક્તિએ તેમને ઓશવિટ્ઝથી બચાવી હતી. મારી પાસે ઑસ્કર શિન્ડલરના ઘણા દસ્તાવેજો પણ છે. 1960ના દાયકામાં ઑસ્કર વિશે એક ફિલ્મ બનવાની તૈયારીમાં હતી. જ્યાં સુધી તમારું ક્રેડિટ કાર્ડ ક્લિયર થાય ત્યાં સુધી આ સામગ્રી પર એક નજર નાખો."
"તેમણે તેમના પુત્રને દુકાન પર ધ્યાન આપવા કહ્યું અને તેઓ મને શનિવારે પણ ખુલ્લી રહેતી ખૂણા પર આવેલી બૅન્ક પર લઈ ગયા. તેમણે તેમને આ બધી નોંધપાત્ર સામગ્રીની ફોટો કૉપીઓ કરી આપવા માટે કહ્યું."
આમાનો જ એક દસ્તાવેજ પાછળથી શિન્ડલર્સ લિસ્ટ તરીકે જાણીતો બન્યો. "લિસ્ટ એજ લાઇફ છે (યાદી જીવન છે)," કેનેલીએ તેમની સૌથી વધુ વેચાયેલી નવલકથા શિન્ડલર્સ આર્કમાં આમ લખ્યું છે.
તકવાદીથી તારણહાર સુધી

ઇમેજ સ્રોત, Alamy
ફેફરબર્ગનો જન્મ ક્રાકોવમાં એક યહૂદી પરિવારમાં થયો હતો, જ્યાં તેમણે 1939 સુધી હાઈસ્કૂલ શિક્ષક અને શારીરિક શિક્ષણ પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. જ્યારે જર્મનીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું ત્યારે તે પૉલિશ સૈન્યમાં જોડાયા અને યુદ્ધમાં ઘાયલ થયા.
તેમણે કેનેલીને કહ્યું કે જ્યારે પોલૅન્ડ નાઝીઓના હાથમાં આવી ગયું અને હિટલરના જર્મની અને સ્ટાલિનના સોવિયેત યુનિયન વચ્ચે વિભાજિત થયું, ત્યારે તેમણે એક કઠોર નિર્ણય લેવો પડ્યો: "અમારે પૂર્વ કે પશ્ચિમમાં જવા અંગે નક્કી કરવાનું હતું. હું યહૂદી હોવા છતાં મેં પૂર્વમાં ન જવાનું નક્કી કર્યું. અને જો હું ત્યાં ગયો હોત તો મને પણ કેટિન ફૉરેસ્ટમાં બીજા બધા બાપડા-બિચારાઓ સાથે ગોળી મારી દેવામાં આવી હોત."
તેમને ક્રાકોવ વસતિમાં કેદ કરવામાં આવ્યા હતા, જે 1941માં નાઝીઓ દ્વારા સ્થાપિત એક અલગ વિસ્તાર હતો. લગભગ 15,000 યહૂદી લોકોને એવા વિસ્તારમાં ધકેલી દેવામાં આવ્યા હતા જ્યાં અગાઉથી જ લગભગ 3,000 રહેવાસી રહેતા હતા. આ તમામને અમાનવીય હાલતમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી.
ક્રાકોવમાં પણ નાઝી પાર્ટીના સભ્ય ઑસ્કર શિન્ડલર યુદ્ધ સમયની તકલીફનો ઉપયોગ કરી પૈસા કમાઈ રહ્યા હતા. તેમણે યહૂદી માલિકીના જપ્ત થયેલા વ્યવસાયો પર કબજો કરી લીધો હતો. જેમાં એક એનામેલવેયર ફેક્ટરી પણ સામેલ હતી.
શરૂઆતમાં શિન્ડલરના મોટા ભાગના કામદારો બિન-યહૂદી પૉલિશ લોકો હતા, પરંતુ પછીથી તેમણે યહૂદી વસતિમાંથી બળજબરીથી મજૂરોને નોકરી પર રાખવાનું શરૂ કર્યું.
ફેફરબર્ગ પણ તેમના કર્મચારીઓમાંના એક બન્યા. આ દરમિયાન નાઝીઓએ બંદૂકના નાળચે યહૂદી લોકોનાં જૂથોને ભેગા કરવાનું શરૂ કર્યું અને તેમને નજીકના શિબિરોમાં (કૉમ્સનટ્રેશન કૅમ્પ) મોકલવાનું શરૂ કર્યું હતું. જે લોકો પાછળ રહી ગયા હતા તેમના માટે આ આતંકનો સમય હતો.
માર્ચ 1943માં ક્રાકોવની યહુદી વસતિને નાઝીઓએ ખતમ કરી નાંખી, પરંતુ આમાં થયેલી ક્રૂરતા જોઈને શિન્ડલર કાયમ માટે બદલાઈ ગયા. જે લોકોને કામ કરવા યોગ્ય હતા તેમને નજીકના પલાઝોવ મજૂર શિબિરમાં લઈ જવામાં આવ્યા.
કામ માટે અયોગ્ય ગણાતા હજારો લોકોને કાં તો શેરીઓમાં મારી નાખવામાં આવ્યા અથવા ઓશવિટ્ઝ-બિર્કેનાઉના મોતની શિબિરમાં ધકેલી દેવામાં આવ્યા.
શિબિરોમાંથી પોતાના કામદારોને બચાવવા માટે શિન્ડલરે ભ્રષ્ટાચાર અને છેતરપિંડી જેવી તેની પ્રતિભાનો ઉપયોગ કર્યો.
તેમણે નાઝી અધિકારીઓને સમજાવવાનું ચાલુ રાખ્યું કે તેમના કામદારો જર્મનીના યુદ્ધ પ્રયાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉચ્ચ કક્ષાના એસએસ અધિકારીઓને પૈસાની સાથે દારૂની લાંચ પણ આપી.
તેમની ફેક્ટરીમાં દારૂગોળાના શેલ પણ બનાવવામાં આવતા હતા જેથી તેને એક મહત્ત્વપૂર્ણ સંસાધન તરીકે ગણવામાં આવતું હતું. તેમણે તેમના યહૂદી કામદારોનાં નામ, જન્મતારીખ અને કુશળતાની યાદી પણ બનાવી હતી, જેનાથી તેઓ નાઝી યુદ્ધમશીન માટે તેમના મહત્ત્વ પર ભાર મૂકતા હતા.
કેનેલીએ બીબીસીને કહ્યું, "તેમણે વાસ્તવમાં એક વાર નહીં પણ બે વાર એક સૌમ્ય યાતના આપતા શિબિરની સ્થાપના કરી. તે પોતાના લોકોને ગુમાવી રહ્યા હતા, પરંતુ લાંચ આપી, ઝાંસો આપી નરસંહારમાં સામેલ અધિકારીઓને ભ્રષ્ટ કરીને તેમને ફરી પાછા પણ મેળવતા રહ્યા હતા."
જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે શિન્ડલર નિષ્ફળ ધંધા સાથે સંઘર્ષ કરી રહ્યા હતા અને દારૂ પીવા માંડ્યા હતા. જેમને તેમણે બચાવ્યા હતા તેઓ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમને આર્થિક રીતે ટેકો આપતા હતા.
1974માં 66 વર્ષની વયે તેમનું અવસાન થયું. જીવિત બચી ગયેલા લોકો તેમના અવશેષો ઇઝરાયલ લઈ લાવ્યા અને તેમને જેરુસલેમના કૅથલિક કબ્રસ્તાનમાં દફનાવાયા. તેમની કબર પર લખેલું છે, "1200 સતાવેલા યહૂદીનો અવિસ્મરણીય તારણહાર."
આ બચાવાયેલા લોકોમાં ફેફરબર્ગ અને તેમનાં પત્ની મિલાનો પણ સમાવેશ થાય છે. યુદ્ધ પછી આ દંપતી યુએસ ગયાં અને બેવર્લી હિલ્સમાં આવી રહેતાં ગયાં. ફેફરબર્ગ ક્યારેક લિયોપોલ્ડ પેજ નામથી પણ ઓળખાતા હતા.
કેનેલીએ તેમના 2008ના સંસ્મરણ "સર્ચિંગ ફૉર શિન્ડલર"માં નોંધ્યું છે કે 1947માં એલિસ આઇલૅન્ડ પહોંચ્યા પછી આ નામ તેમના પર લાદવામાં આવ્યું હતું.
તેમણે બીબીસીને જણાવ્યું હતું કે 2001માં ફેફરબર્ગના મૃત્યુ પછીથી આ પુસ્તક લખવું એ તેમના રોજિંદાં કાર્યોની યાદીમાં હતું. "મને લાગ્યું કે શિન્ડલર જેટલો મોટો માણસ હતો એટલો જ મને તેની પાસે લઈ ગયો, તે પણ એક અસાધારણ માણસ હતો," તેમણે કહ્યું.
પુરસ્કાર વિજેતા પુસ્તક અને એક પુરસ્કાર વિજેતા ફિલ્મ
જ્યારે સ્ટીવન સ્પીલબર્ગે 1994ના ઍકેડૅમી ઍવૉર્ડ્સમાં શિન્ડલર્સ લિસ્ટ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઑસ્કર જીત્યા, ત્યારે તેમણે તેમના ભાષણમાં કહ્યું, "પોલ્ડેક ફેફરબર્ગ નામના બચી ગયેલા વ્યક્તિ વિના આ ફિલ્મ ક્યારેય શક્ય બની ન હોત... આપણે બધા તેમના ઋણી છીએ. તેમણે ઑસ્કર શિન્ડલરની વાર્તા આપણા બધા સુધી પહોંચાડી છે."
આ ફિલ્મ કેનેલીની નવલકથા શિન્ડલર્સ આર્ક પર આધારિત હતી જેને 1982માં યુકેનો પ્રતિષ્ઠિત બુકર પુરસ્કાર મળ્યો હતો. કેટલાક લોકોએ દલીલ કરી હતી કે તેને કાલ્પનિક વાર્તા તરીકે વર્ગીકૃત ન કરવી જોઈએ.
2008માં શિન્ડલર અંગેનાં લખેલાં સંસ્મરણોની ચર્ચા કરતી વખતે કેનેલીએ બીબીસીને કહ્યું કે "આ ચર્ચા વ્યવસાય રીતે સારી રહી છે. આજકાલ આર્કબિશપ લેખકોને પ્રતિબંધિત કરી ફાયદો નથી કરાવતા, પરંતુ સાહિત્યિક વિવાદ લગભગ એટલો જ સારો ફાયદો કરાવે છે જેટલો ભૂતકાળના આર્કબિશપ પુસ્તકના પ્રચારમાં કરતા હતા."
બુકર પુરસ્કાર સ્વીકારવાના ભાષણમાં કેનેલીએ ફેફરબર્ગ અને અન્ય બચી ગયેલા લોકોનો આભાર માન્યો, જેમણે તેમને વાર્તા કહેવામાં મદદ કરી.
તેમણે કહ્યું, "હું એક અસાધારણ સ્થિતિમાં છું જેમ કે હોલીવૂડના નિર્માતાની હોય છે જ્યારે તે નમ્રતાપૂર્વક પોતાનો ઑસ્કર સ્વીકારે છે અને ઘણા બધા લોકોનો આભાર માને છે. સામાન્ય રીતે લેખકને આટલા બધા લોકોનો આભાર માનવાની જરૂર નથી, પરંતુ મારાં મોટાં ભાગનાં પાત્રો હજુ પણ જીવંત છે. અને હું ઑસ્કર કે જે અસાધારણ પાત્ર હતો તેને પણ યાદ કરવા માગું છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












