ભારત-ઑસ્ટ્રેલિયા મૅચ: હરમનપ્રીતની ટીમે લાલ બૉલથી એવું શું કર્યું જે 46 વર્ષથી નહોતું થયું?

ખેલાડીઓ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સ્મૃતિ મંધાના
    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે

ટીમ ઇન્ડિયાને વિશે વૈશ્વિક ક્રિકેટમાં ઘણી ચર્ચાઓ સાંભળવા મળે છે અને હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ આ માર્ગ પર આગળ વધતી દેખાઈ રહી છે.

તેમણે વર્ષના અંતિમ મહિનામાં વિશ્વની અગ્રણી ટીમોમાંની એક ઑસ્ટ્રેલિયાને એકમાત્ર ટેસ્ટમાં આઠ વિકેટે હરાવીને એવો ધડાકો છે જેનો પડઘો ક્રિકેટમાં વર્ષો સુધી સંભળાતો રહેશે.

ભારતે ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે પહેલી જીત નોંધાવી છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ક્રિકેટ ટેસ્ટ 1977માં શરૂ થઈ હતી અને ભારતને તેની પ્રથમ ટેસ્ટ જીત માટે લગભગ 46 વર્ષ રાહ જોવી પડી હતી.

જો કે આ 46 વર્ષમાં બંને દેશો વચ્ચે માત્ર 11 ટેસ્ટ રમાઈ છે.

સતત બીજી ટેસ્ટમાં મળેલી જીતે વૈશ્વિક ક્રિકેટમાં મોભો વધાર્યો

ખેલાડીઓ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં ખેલાડીઓ

જો આપણે ભારતીય મહિલા ક્રિકેટના ઇતિહાસ પર નજર કરીએ તો તેનું સંપૂર્ણ ધ્યાન ODI અને T-20 ક્રિકેટ પર કેન્દ્રિત રહ્યું છે અને તેમણે ક્યારેય ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી.

આ જ કારણ છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ માત્ર 40મી ટેસ્ટ હતી અને અત્યાર સુધીમાં તે સાત ટેસ્ટ જીતવામાં સફળ રહી છે અને છ ટેસ્ટમાં હારી અને 27 ડ્રો રમવામાં સફળ રહી છે.

હાલમાં જ ભારતીય ટીમ 2014 બાદ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ રમી રહી હતી.

ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ ઇંગ્લૅન્ડ સામેની જીત બાદ કહ્યું હતું, “અમે ભારતીય ક્રિકેટરો ક્રિકેટના ટૂંકા ફૉર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરતાં હતાં, અમારા શરીરને ચાર દિવસીય ક્રિકેટ રમવાની આદત નહોતી, તેથી જો અમારે ટેસ્ટ ક્રિકેટમાં જીતવું હોય તો શારીરિક તંદુરસ્તી અને માનસિક દુરસ્તીનું ધ્યાન રાખવું જરૂરી છે."

પરંતુ ભારતીય ટીમ જે રીતે છેલ્લી બે ટેસ્ટમાં રમી છે તે જોતા લાગે છે કે જો તે આ રીતે રમશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં પણ એક તાકાત બનીને ઊભરી શકે છે. બીસીસીઆઈમાં જોડાયા બાદ ટીમને તમામ પ્રકારની સુવિધાઓ પણ મળી રહી છે.

ક્રિકેટ ટીમના કોચે કેવી કમાલ કરી?

કોચ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભારતીય મહિલા ક્રિકેટ ટીમને માર્ગદર્શન આપતા કોચ

અમોલ મજુમદારના ભારતીય કોચ બનવાથી ટીમને પણ ઘણો ફાયદો થયો છે. ભલે તે ટેસ્ટ ક્રિકેટમાં અનુભવી ન હોય, પરંતુ તેમણે ઘણી બધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની મૅચ રમી છે. તેથી ખેલાડીઓને ટેસ્ટ દરમિયાન આપવામાં આવેલી ટિપ્સનો પૂરેપૂરો લાભ મળ્યો.

હરમનપ્રીત કૌરે આ પહેલાં ઇંગ્લૅન્ડ સામેની જીત બાદ કહ્યું હતું, "મને ટેસ્ટ મૅચમાં કૅપ્ટનશિપ કરવાનો અનુભવ નહોતો. આ કારણે મને એ પણ ખબર ન હતી કે ક્યારે કયા પ્રકારના બૉલરનો ઉપયોગ કરીને હુમલો કરવો પરંતુ અમોલ સરની ટિપ્સે મૅચ જીતવામાં મદદ કરી."

ભારતનાં મોટાભાગનાં બૉલર્સને લાલ બૉલથી રમવાનો કોઈ અનુભવ નહોતો પરંતુ ટેસ્ટ પહેલાં આયોજિત 15 દિવસના કૅમ્પે મૅચ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તાહિલા અને હીલીના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા

ખેલાડીઓ

ઇમેજ સ્રોત, ANI

તાહિલા મૅકગ્રા અને ઍલિસા હીલીએ ત્રીજા દિવસે એક સમયે ત્રણ વિકેટે 205 રનનો સ્કોર કરીને પ્રથમ દાવમાં પાછળ રહી ગયા બાદ, ઑસ્ટ્રેલિયન ટીમની રમતમાં પુનરાગમનની આશા જગાવી હતી.

પરંતુ લાંબા સમય બાદ આ ટેસ્ટમાં બૉલિંગ કરનાર ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે રમત સમાપ્ત થાય, તે પહેલા જ બંનેની વિકેટ લઈને પુનરાગમન પર અમુક હદ સુધી રોક લગાવી દીધી હતી.

છેલ્લા દિવસે ઑસ્ટ્રેલિયાની ટીમ જ્યારે 46 રનની લીડ સાથે મેદાન પર ઊતરી, ત્યારે વિકેટની હાલત જોઈને લાગતું હતું કે ઑસ્ટ્રેલિયા 125 રન સુધી પહોંચે તો પણ મૅચ ભારતના હાથમાંથી નીકળી શકતી હતી.

પરંતુ ભારતીય સ્પિન જોડી સ્નેહ રાણા અને રાજેશ્વરી ગાયકવાડે પોતાની સ્પિન બૉલિંગનો એવો જાદુ ચલાવ્યો કે આખી ટીમ કુલ 261 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારત 75 રનનો વિજય લક્ષ્યાંક હાંસલ કરી શક્યું.

ભારતીય જીતની સ્ટાર રહી સ્નેહ રાણા, સ્મૃતિ મંધાના

ખેલાડી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ખેલાડી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્નેહ રાણાનાં પ્રદર્શનનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. ચોથા દિવસની રમતની શરૂઆતમાં જ તેમણે સળંગ બે બૉલમાં સધરલૅન્ડ અને ઍલન કિંગની વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાનું ભાગ્ય અમુક હદ સુધી નક્કી કરી નાખ્યું હતું.

સ્નેહ રાણા આ સ્પિન-ફ્રેન્ડલી વિકેટ પર પોતાની ફ્લાઇટ અને ટર્નથી બૅટરોને સતત પરેશાન કરી રહ્યાં હતાં. તેમણે આ ટેસ્ટમાં 119 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન ઑસ્ટ્રેલિયા સામે કોઈપણ ભારતીય સ્પિનરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પ્રદર્શન માટે તેમને 'પ્લૅયર ઑફ ધ મૅચ' તરીકે પસંદ કરાયાં હતાં.

ભારતીય બૉલર્સમાં પૂજા વસ્ત્રાકરની ભૂમિકાની પણ પ્રશંસા કરવી જરૂરી છે. પ્રથમ દાવમાં તેમણે તેમની હવામાં સ્વિંગ થતાં બૉલથી ઑસ્ટ્રેલિયન બૅટરોને હરાવ્યાં અને 53 રનમાં ચાર વિકેટ લઈને રમતમાં મુખ્ય ભૂમિકા ભજવી.

જ્યાં સુધી ઓપનર સ્મૃતિ મંધાનાની વાત છે તો તેમની ગણતરી વિશ્વનાં શ્રેષ્ઠ બૅટરોમાં થાય છે. ભારતને 75 રનનો ટાર્ગેટ મળ્યો હોવા છતાં બૉલ જે રીતે ફરતો હતો તેના કારણે ભારતીય બૅટરો દબાણ અનુભવી રહ્યાં હતાં. બીજા ઓપનર શેફાલી વર્માએ શરૂઆતમાં જ વાપસી કરી હતી.

સ્પિનર ગાર્ડનર દ્વારા બનાવેલાં દબાણમાંથી બચવાનો પ્રયાસ કરતી વખતે રિચા ઘોષે પોતાની વિકેટ ગુમાવી હતી. જો સ્મૃતિ વહેલાં આઉટ થઈ જાય તો ભારત પર દબાણ બની શકે છે, પરંતુ સ્મૃતિએ સ્થિતિ પર કાબુ રાખતાં નબળાં બૉલ પર ચોગ્ગા ફટકારીને ભારતને જીત તરફ આગળ ધપાવ્યું હતું.

તેમણે પ્રથમ દાવમાં 74 રનનું યોગદાન આપીને ભારતને લીડ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

દીપ્તિ શર્માનું પણ સારું પ્રદર્શન

ખેલાડી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ખેલાડીઓ

થોડા દિવસ પહેલાં જ ઇંગ્લૅન્ડ સામે બૅટ અને બૉલથી શાનદાર પ્રદર્શન કરીને 'પ્લૅયર ઑફ ધ મૅચ' બનેલાં દીપ્તિ શર્માએ ઑસ્ટ્રેલિયા સામે પણ પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે અને બતાવ્યું છે કે ટૂંકા ફૉર્મેટની જેમ જ તે ટેસ્ટ મૅચ પણ જવાબદારી નિભાવવામાં સક્ષમ છે.

દીપ્તિ શર્માએ પ્રથમ દાવમાં 78 રન બનાવી ભારતીય દાવને 406 રન સુધી પહોંચાડીને ભારતની જીત સુનિશ્ચિત કરવાની ભૂમિકા ભજવી હતી.

દીપ્તિની રમવાની સ્ટાઇલથી એવું લાગતું હતું કે તે માત્ર ટેસ્ટ ક્રિકેટ માટે જ બનાવવામાં આવી છે. તેઓ સતત સ્પિનરોને તેમનાં સ્ટેપ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરીને રમત રમતાં જોવા મળ્યાં હતાં.

આના પરથી લાગે છે કે જો ભારતીય ટીમને ટેસ્ટ ક્રિકેટનો સારો અનુભવ આપવામાં આવે તો તે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ જેવી મહાન ટીમોની બરાબરી પર ઊભેલી જોવા મળી શકે છે.

બીબીસી
બીબીસી