બજેટ વિશેની આ રસપ્રદ વાતો તમે જાણો છો?

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરવાં જઈ રહ્યાં છે. દેશના અર્થતંત્રની દિશા નક્કી કરતી આ કવાયત સ્વતંત્રતા પૂર્વેથી ચાલતી આવી છે.

ભારતીય નાણાકીય વર્ષની શરૂઆત પહેલી એપ્રિલથી થાય છે અને તેનો અંત પછીના વર્ષની 31 માર્ચે થાય છે. આ વખતનું બજેટ 2023-24ના નાણાકીય વર્ષ માટેનું હશે.

ત્યારે જાણીએ અત્યાર સુધીના બજેટની કેટલીક રસપ્રદ બાબતો જે કદાચ તમને પહેલાં ક્યારેય જાણવા મળી નહીં હોય!