એવું શહેર જ્યાં દરેક ઘરમાં ફરજિયાતપણે બંદૂક રાખવાનો કાયદો છે, બંદૂક ન રાખનાર સામે શું કાર્યવાહી કરાય છે?

- લેેખક, બ્રૅન્ડન ડ્રૅનોન
- પદ, બીબીસી ન્યૂઝ, કેનેસો, જ્યોર્જિયાથી
દક્ષિણ અમેરિકાનાં તમામ નાનાં નગરોમાં હોય એવું બધું જ જ્યોર્જિયાના કેનેસોમાં છે.
હનીસક્લ બિસ્કિટ ઍન્ડ બેકરીમાંથી શેકાતા બિસ્કિટની સુગંધ અને નજીકના રેલરોડ પરથી પસાર થતી ટ્રેનનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ એક એવું સ્થળ છે, જ્યાં નવદંપતી 'આરામદાયક' વાતાવરણની પ્રશંસા કરતાં હસ્તલિખિત કાર્ડ્સ કૉફી શૉપ્સમાં મૂકે છે.
અલબત્ત, કેનેસોનું એક બીજું પાસું પણ છે, જે કેટલાકને આશ્ચર્યજનક લાગશે. અહીં 1980નો એક કાયદો છે અને એ કાયદા મુજબ, શહેરના તમામ રહેવાસીઓએ તેમના ઘરમાં બંદૂકો અને દારૂગોળો રાખવા ફરજિયાત છે.
પોતાને 'નૌકાદળમાંથી નિવૃત્ત' થયેલી વ્યક્તિ ગણાવતા અને શહેરના ત્રણ વખત મેયર બનેલા ડેરેક ઈસ્ટરલિંગ કહે છે, "વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ ફિલ્મની માફક બંદૂકો પટ્ટા પર લટકાવીને ફરવું જરૂરી નથી."
"અમે તમારો દરવાજો ખખડાવીને એવું નહીં કહીએ કે, તમારું શસ્ત્ર જોવા દો."
કેનેસોનો ગન લૉ સ્પષ્ટપણે જણાવે છે, "શહેર અને તેના રહેવાસીઓની સલામતી, સુરક્ષા તથા કલ્યાણ માટે તેમજ તેનું રક્ષણ કરવા માટે શહેરની મર્યાદામાં આવેલાં તમામ ઘરના વડાએ ઘરમાં દારૂગોળો અને હથિયાર રાખવું જરૂરી છે."
માત્ર માનસિક અથવા શારીરિક વિકલાંગતા ધરાવતા રહેવાસીઓ, અપરાધની ભાવના ધરાવતા લોકો અથવા વિરોધાભાસી ધાર્મિક માન્યતાઓને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.
'બંદૂકના કારણે જ કેનેસો સુરક્ષિત'

મેયર ઈસ્ટરલિંગ અને ઘણા સ્થાનિક અધિકારીઓ એટલું જરૂર જાણે છે કે, "1982ના કાયદા હેઠળની જોગવાઈ દ્વિતીય, કલમ ક્રમાંક 34-21ના ઉલ્લંઘન બદલ હજુ સુધી કોઈ કાર્યવાહી કે ધરપકડ કરવામાં આવી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કાયદાના ઉલ્લંઘન બદલ શું દંડ થશે, તે બીબીસીએ જેમની સાથે વાત કરી એમાંથી કોઈ જણાવી શક્યું ન હતું.
તેમ છતાં, મેયરે કહ્યું, "આ પ્રતીકાત્મક કાયદો નથી. માત્ર દેખાડો કરવા માટે નથી."
કેટલાક લોકો માટે આ કાયદો ગર્વનો સ્રોત છે, ગન કલ્ચરને અપનાવવાની શહેરની સ્વીકૃતિ છે.
અન્ય લોકો માટે આ કાયદો અકળામણ જેવું છે, ઇતિહાસનું એક પ્રકરણ છે, જેમાંથી તેઓ આગળ વધવા ઇચ્છે છે.
જોકે, ફરજિયાત બંદૂકના કાયદાને લીધે કેનેસો સુરક્ષિત છે એવું શહેરના લોકો ભારપૂર્વક માને છે.
સ્થાનિક પિત્ઝા પાર્લરમાં પેપેરોની સ્લાઇસ ખાતા ગ્રાહકો કહે છે, "ખરેખર તો ગુનેગારો માટે ચિંતાજનક છે, કારણ કે તેઓ તમારા ઘરમા ઘૂસી જાય અને તમે ઘરમાં જ હો તો તેમનું શું થશે એ તેમને ખબર નથી હોતી."
કેનેસો પોલીસના ડેટા અનુસાર, અહીં 2023માં કોઈ હત્યા થઈ નથી, પરંતુ બે બંદૂક સંબંધી આત્મહત્યાના કેસ નોંધાયા હતા.
હિંસક ગુનાઓનું પ્રમાણ શા માટે ઓછું હોઈ શકે તેની વાત કરતાં કેનેસો ફર્સ્ટ બૅપ્ટિસ્ટ ચર્ચના ગ્રાઉન્ડ્સકીપર બ્લેક વેધરબી કહે છે, "અહીં કેનેસોમાંના બંદૂક વિષયક વલણને લીધે બંદૂક સંબંધી ગુના ઓછા થાય છે, બંદૂકો ઓછી થતી નથી."
"ભલે તે બંદૂક હોય કે છરી-કાંટો હોય, મુક્કો મારવાનો હોય કે હાઈ હીલનાં જૂતાં હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે અમારું અને અમારા પાડોશીઓનું રક્ષણ કરીએ છીએ."
'મને શીખવવામાં આવ્યું હતું કે તમે માણસ હો તો તમારી પાસે બંદૂક હોવી જોઈએ'

ગન કાયદો પસાર થયાનાં બે વર્ષ પછી કેનેસોની સિટી કાઉન્સિલમાં જોડાયેલા પેટ ફેરિસે જણાવ્યું હતું કે આ કાયદાનું સર્જન "એક રાજકીય નિવેદન" તરીકે કરવામાં આવ્યું હતું.
મોર્ટન ગ્રોવ પછી ઈલિનોઈ બંદૂકની માલિકી પર પ્રતિબંધ મૂકનાર અમેરિકાનું પ્રથમ શહેર બન્યું હતું, જ્યારે કેનેસો તેની આવશ્યકતા ધરાવતું પ્રથમ શહેર બન્યું હતું અને રાષ્ટ્રીય સ્તરે સમાચારોમાં ચમક્યું હતું.
ધ ન્યૂયૉર્ક ટાઇમ્સમાં 1982માં પ્રકાશિત કરવામાં આવેલા એક લેખમાં કેનેસોના અધિકારીઓ કાયદો પસાર થવાથી "આનંદિત" હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાથે એ પણ નોંધવામાં આવ્યું હતું કે ગુનાખોરીનો અભ્યાસ કરતા અમેરિકનો તેનાથી ખુશ ન હતા.
પેન્ટહાઉસ સામયિકે તેને મુખપૃષ્ઠ પર 'ગન ટાઉન, યુએસએઃ એન અમેરિકન ટાઉન વ્હેર ઇટ ઇઝ ઇલીગલ નોટ ટુ ઑન ગન' શિર્ષક સાથેનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં બિકિનીમાં સજ્જ સોનેરી વાળવાળી મહિલાની તસવીર છાપવામાં આવી હતી.
ગન બેરલ સિટી, ટેક્સાસ અને વર્જિન, યુટાહ સહિતનાં ઓછામાં ઓછાં પાંચ શહેરોમાં સમાન ગન કાયદા પસાર કરવામાં આવ્યાં છે.
ફેરિસે જણાવ્યું હતું કે કેનેસોનો ગન કાયદો પસાર થયા પછીનાં 40 વર્ષમાં તેનું અસ્તિત્વ લોકોની સ્મૃતિમાં ઝાંખું પડી ગયું છે.
તેમણે કહ્યું હતું, "મને ખબર નથી કે આ કાયદો અસ્તિત્વમાં છે એવું કેટલા લોકો જાણે છે."
ગન કાયદો અમલમાં આવ્યો એ જ વર્ષે ચર્ચના ગ્રાઉન્ડ્સકીપર વેધરબીનો જન્મ થયો હતો.
તેમને બાળપણની એક વાત યાદ આવી, જ્યારે તેમના પપ્પાએ તેમને મજાકમાં કહ્યું હતું, "તમને બંદૂક ન ગમતી હોય તો મને વાંધો નથી, પણ આ કાયદો છે."
તેમણે કહ્યું હતું, "મને શીખવવામાં આવ્યું હતું કે તમે માણસ હો તો તમારી પાસે બંદૂક હોવી જોઈએ."
હવે તેઓ 42 વર્ષના છે. તેઓ 12 વર્ષના હતા ત્યારે પ્રથમવાર બંદૂકમાંથી ગોળીબાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું, "બંદૂક મારા હાથમાંથી લગભગ પડી ગઈ હતી, કારણ કે હું તેનાથી બહુ ડરતો હતો."
વેધરબી પાસે એક સમયે 20થી વધુ બંદૂકો હતી, પરંતુ હવે તેમની પાસે એકેય નથી. મુશ્કેલ સમયનો સામનો કરવા માટે તેમણે એક પછી એક બધી બંદૂકો વેચી નાખી હતી. તેમના પિતા 2005માં મૃત્યુ પામ્યા ત્યારે જે ગન છોડી ગયા હતા એ ગન પણ તેમણે વેચી નાખી હતી.
કેનેસોમાં બંદૂકના અસંખ્ય ચાહકો, લોકો ગૌરવ અનુભવે છે

તેમણે કહ્યું હતું, "મને બંદૂક કરતાં પેટ્રોલની વધારે જરૂર હતી."
તેમણે તેમની બંદૂકો કેનેસોની મેઇન સ્ટ્રીટ પર આવેલી ડીરક્રીક ગન શોપમાં જઈને વેચી હતી.
36 વર્ષના જેમ્સ રબુન હાઇસ્કૂલમાંથી સ્નાતક થયા ત્યારથી જ બંદૂકની દુકાનમાં કામ કરે છે.
તેમના જણાવ્યા મુજબ, એ તેમનો કૌટુંબિક વ્યવસાય છે. એ દુકાન તેમના દાદા અને પિતાએ શરૂ કરી હતી. એ બંનેને આજે પણ દુકાનમાં મળી શકાય છે. પિતા બંદૂકનું સમારકામ કરતા હોય છે અને દાદા દુકાનની આગળના ભાગમાં રોકિંગ ચૅરમાં આરામ કરતા હોય છે.
જેમ્સ રબુન દેખીતી રીતે કેનેસોના ગન કાયદાના ચાહક છે. તે ધંધા માટે સારો છે.
તેમણે ઉત્સાહ સાથે કહ્યું હતું, "ગન કાયદો સારી બાબત છે. લોકો સ્વબચાવ માટે બંદૂકો ખરીદે છે, પરંતુ ઘણા લોકો તેને આર્ટવર્ક અથવા બિટકોઈન જેવી ઓછી ઉપલબ્ધ ચીજ ગણે છે."
દુકાનની દીવાલ પર વેચવા માટે લટકાવવામાં આવેલાં સંખ્યાબંધ શસ્ત્રોમાં ડબલ બેરલ બ્લૅક પાવડર શોટગન પણ છે. તે મસ્કેટ જેવી છે અને 1800ના દાયકાની કેટલીક વિન્ચેસ્ટર રાઇફલ પણ છે, જેનું "ઉત્પાદન હવે કરવામાં આવતું નથી."
કેનેસોમાં બંદૂકના અસંખ્ય ચાહકો છે. તેમાં બંદૂકની દુકાનના માલિકોથી માંડીને આધેડ વયના પુરુષોનો સમાવેશ થાય છે.
કિશોરવયની બે દીકરીઓનાં માતા ક્રિસ વેલ્શ બંદૂકના માલિક હોવા બાબતે ગૌરવ અનુભવે છે. તેઓ શિકાર કરે છે, ગન ક્લબના સભ્ય છે અને પોતાની બે દીકરીઓ સાથે સ્થાનિક ગન રેન્જમાં ગોળીબાર કરવા જાય છે.
તેમણે સ્વીકાર્યું હતું, "હું બંદૂકોની માલિક છું." તેમની પાસે "એક રુગર કેરી પિસ્તોલ, એક બેરેટા, એક ગ્લોક અને લગભગ અડધો ડઝન શોટગન" છે.
જોકે, તેઓ ગન કાયદાનાં ચાહક નથી.
તેમણે કહ્યું હતું, "હું લોકોને ગન કાયદા વિશે વાતો કરતા સાંભળું છું ત્યારે શરમ અનુભવું છું. કેનેસોમાં હવે આ એક જ જૂની બાબત છે."
તેઓ ઇચ્છે છે કે લોકો કેનેસો વિશે વિચારે ત્યારે અહીંનાં ઉદ્યાન, શાળાઓ અને સામુદાયિક મૂલ્યોને ધ્યાનમાં લે, ગન કાયદાને નહીં. "એ લોકોને અસ્વસ્થ કરી મૂકે છે."
તેમણે ઉમેર્યું હતું, "કેનેસોમાં બીજું ઘણું બધું છે."
સિટી કાઉન્સિલનાં સભ્ય મેડલિન ઓરોચેના એ વાત સાથે સંમત થાય છે કે કાયદો "એક એવી વસ્તુ છે, જેની જાહેરાત કરવાનું લોકોને ગમતું નથી."
"આ અમારા સમુદાય વિશેની થોડી વિચિત્ર હકીકત છે," એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું, "રહેવાસીઓ કાં તો થોડી શરમ સાથે આંખો ફેરવશે અથવા એ બાબતને હસી કાઢશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












