હરિયાણા વિધાનસભા ચૂંટણી : કેમ ઍક્ઝિટ પોલ ખોટા સાબિત થયા?

મંગળવારે નાગપુરમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીતની ઉજવણી કરી રહેલાં ભાજપનાં મહિલા કાર્યકરો

ઇમેજ સ્રોત, Reuters/FB

    • લેેખક, અંશુલ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇન્ડિયા ટૂડે – સી વોટરઃ કૉંગ્રેસને 50થી 58 બેઠકો, બીજેપીને 20થી 28 બેઠકો.

ઍક્સિસ માય ઇન્ડિયાઃ કૉંગ્રેસને 52થી 65 બેઠકો, બીજેપીને 18થી 28 બેઠકો.

ભાસ્કર રિપોર્ટર્સ પોલઃ કૉંગ્રેસને 44થી 54, બીજેપીને 19થી 29 બેઠકો.

રિપબ્લિક મૅટ્રિઝઃ કૉંગ્રેસને 55થી 62, બીજેપીને 18થી 24.

આ કેટલાક ઍક્ઝિટ પોલ છે, જેમાં હરિયાણામાં કૉંગ્રેસની સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર રચાવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ પરિણામ આવ્યું ત્યારે તેનાથી બરાબર ઊંધું થયું.

હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના બળે સ્પષ્ટ બહુમતિ હાંસલ કરી છે અને રાજ્યમાં જીતની હૅટટ્રિક લગાવી છે. અંતિમ પરિણામમાં બીજેપીને 48 અને કૉંગ્રેસને 37 બેઠકો મળી છે. 90 બેઠકોવાળી હરિયાણા વિધાનસભામાં બહુમતિનો આંકડો 46 છે.

આ ચૂંટણીનાં પરિણામોએ ઍક્ઝિટ પોલ અને તેને કરાવતી એજન્સીઓની વિશ્વસનિયતાને ફરી એકવાર સવાલોના દાયરામાં લાવી દીધી છે.

જોકે, જમ્મુ-કાશ્મીરનું પરિણામ ઍક્ઝિટ પોલનાં તારણોની આસપાસનું જ રહ્યું હતું. ત્યાં નેશનલ કૉન્ફરન્સ-કૉગ્રેસના ગઠબંધનને બહુમતિ મળી છે.

ઍક્ઝિટ પોલ સામે સવાલ

(સીએસડીએસ) – લોકનીતિ

ઍક્ઝિટ પોલ કરાવતી કંપનીઓએ ચૂંટણીનાં પરિણામો બાદ ટીકાનો સામનો કરવો પડ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી.

થોડા મહિના પહેલાં લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે પણ ઍક્ઝિટ પોલ સંબંધે વધતા-ઓછા અંશે આવી જ સ્થિતિ હતી, કારણ કે પરિણામ ઍક્ઝિટ પોલથી અલગ હતું.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને નેશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહ ઍક્ઝિટ પોલ્સની વિશ્વસનિયતા બાબતે વારંવાર સવાલ ઉઠાવતા રહ્યા છે.

મતગણતરીના દિવસે પણ ઓમર અબ્દુલ્લાહએ આ બાબતે ઍક્સ પર એક પોસ્ટ લખી હતી.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ઓમર અબ્દુલ્લાહએ લખ્યું હતું, “તમે ઍક્ઝિટ પોલ્સ માટે ચૂકવણી કરતા હો અથવા એ બાબતે ચર્ચા કરવામાં સમય બગાડતા હો તો તમે જોક્સ, મીમ્સ, ઉપહાસને પાત્ર છો. થોડા દિવસ પહેલાં મેં તેને સમયનો બગાડ કહેવાનું એક કારણ આપ્યું હતું.”

ઓમર અબ્દુલ્લાએ પાંચમી ઑક્ટોબરે ઍક્ઝિટ પોલ્સને ટાઇમ પાસ ગણાવતાં તેની અવગણના કરવાની વાત કહી હતી.

પરિણામના દિવસે પત્રકાર રાજદીપ સરદેસાઈએ સવાલ પૂછતાં લખ્યું હતું, “ઍક્ઝિટ પોલ્સથી ઍક્ઝિટ સુધી?”

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

પત્રકાર નિધિ રાઝદાને પણ ઍક્ઝિટ પોલ્સ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર નિધિએ લખ્યું હતું, “હવે પછી પણ કોઈ ઍક્ઝિટ પોલને ગંભીર ગણતું હોય તો તે મજાકને પાત્ર છે.”

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ઍક્ઝિટ પોલ કેમ ખોટા સાબિત થયા?

હરિયાણામાં જીતની ઉજવણીમાં ભાજપના સમર્થકો એકબીજાને જલેબી ખવડાવી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હરિયાણામાં જીતની ઉજવણીમાં ભાજપના સમર્થકો એકબીજાને જલેબી ખવડાવી રહ્યા છે

ગયા વર્ષના અંતે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. એ વખતે પણ ઍક્ઝિટ પોલના તારણ મુજબનું પરિણામ આવ્યું ન હતું.

સવાલ એ છે કે હરિયાણા સહિતના બીજાં રાજ્યોમાં મહત્ત્વના સમયે સર્વે કરાવનારી એજન્સીઓની ક્યાં ભૂલ થઈ?

આ સવાલના જવાબમાં, સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સ્ટડીઝ (સીએસડીએસ) – લોકનીતિના સહ-નિર્દેશક પ્રોફેસર સંજય કુમાર ઍક્ઝિટ પોલની કાર્યપદ્ધતિ સામે આંગળી ચીંધે છે.

સંજય કુમાર કહે છે, “જે રીતે ધડાધડ ઍક્ઝિટ પોલ કરવામાં આવે છે તેમાં કાર્યપદ્ધતિને અનુસરવામાં આવતી નથી. કોઈ પણ પોલ કરતાં પહેલાં મતદારો પાસે જવું પડે છે અને કેટલાક સવાલો પૂછવા પડે છે. એજન્સીઓએ કમસે કેમ એ સવાલો, વોટશૅર અને અન્ય માહિતી જાહેર કરવી જોઈએ, કારણ કે એ જાણ્યા પછી જ આપણે યોગ્ય આકલન કરી શકીએ.”

સંજય કુમારનું કહેવું છે કે કાર્યપદ્ધતિમાં કોઈ ગડબડ જરૂર છે. એટલે જ તમામ ઍક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ રહ્યા છે.

યશવંત દેશમુખ સેન્ટર ફૉર વોટિંગ ઓપિનિયન ઍન્ડ ટ્રેન્ડ્સ ઇન ઇલેક્શન રિસર્ચ એટલે કે સી-વોટરના નિર્દેશક અને સંસ્થાપક સંપાદક છે.

હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સી-વોટર ભારતમાં ચૂંટણી સંબંધી સર્વેક્ષણ માટેની એક વિખ્યાત એજન્સી છે અને બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સી-વોટરે ઇન્ડિયા ટૂડે મીડિયા સમૂહ સાથે ઍક્ઝિટ પોલ સર્વે કર્યો હતો.

યશવંત દેશમુખનું કહેવું છે કે ઍક્ઝિટ પોલ પાસેથી બેઠકોની અપેક્ષા યોગ્ય નથી, કારણ કે તે ઘણીવાર સ્પષ્ટ હોતા નથી.

યશવંત કહે છે, “ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમમાં સૌથી પહેલી જરૂર વોટશૅરને સાચી રીતે જાણવાની હોય છે. એ પછી વોટશૅરને બેઠકોમાં બદલવાની કવાયત વાંકી હોય છે અને તે સર્વેના વિજ્ઞાનનો હિસ્સો નથી. તેથી બ્રિટનમાં માત્ર વોટશૅર જ જણાવવામાં આવે છે, બેઠકોની સંખ્યા નહીં. એજન્સીઓનું કામ વોટને બેઠકોમાં બદલવાનું નથી. એ કામ આંકડાશાસ્ત્રીઓનું છે.”

યશવંત ઉમેરે છે, “સી-વોટરે હરિયાણામાં 10 વર્ષ શાસન કર્યા પછી બીજેપીનો વોટશૅર વધવાની વાત કહી છે. કૉંગ્રેસનો વોટશૅર વધવાની વાત પણ કરી છે, કારણ કે કૉંગ્રેસ અન્ય પ્રાદેશિક પક્ષોના મતદારોને પોતાના ભણી આકર્ષી રહી છે. સામાન્ય ધારણા એવી હોય છે કે જેનો વોટશૅર વધારે તેને વધારે બેઠકો મળે, પરંતુ ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમમાં આવું હોતું નથી.”

તેમના કહેવા મુજબ, “હરિયાણામાં કૉંગ્રેસને બીજેપી જેટલા જ મત મળ્યા છે, પરંતુ બેઠકો મળી નથી. કર્ણાટકમાં બીજેપી જ્યારે સત્તા પર આવી છે ત્યારે કૉંગ્રેસનો વોટશૅર વધારે રહ્યો છે. આ વધઘટ સિસ્ટમમાં થાય છે. તેને કારણે સીટશૅરનું આકલન કરવાનું મુશ્કેલ બની જાય છે.”

ઍક્ઝિટ પોલમાંની ‘ખામીઓ’નું નિરાકરણ કેવી રીતે થશે?

યશવંત દેશમુખ

બીબીસી સાથેની વાતચીતમાં યશવંત દેશમુખ સર્વે એજન્સીઓની સર્વેપદ્ધતિ દર્શકો સામે રાખવાનો આગ્રહ કરે છે.

યશવંત કહે છે, “સર્વે એજન્સીઓએ પોતાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ જણાવવું જોઈએ કે વોટશૅર, મુદ્દાઓ અને લોકપ્રિયતાના માપદંડ સંબંધે આ આંકડાઓ સાચા છે, પરંતુ વોટશૅર બેઠકોના આંકડામાં પરિવર્તિત થશે ત્યારે એટલો જ સટિક હશે એવું જરૂરી નથી. કમનસીબી એ છે કે કોઈ વોટશૅર જણાવે કે ન જણાવે, પરંતુ દરેકને સીટશૅરના આંકડા દર્શાવવાના ધખારા જરૂર હોય છે. તમામ ઍક્ઝિટ પોલ્સમાં પૈકીના બે કે ત્રણમાં જ વોટશૅર જણાવવામાં આવ્યો હશે. બાકીનાએ તો એ મહેનત પણ કરી નથી. એ ઉપરાંત વોટને બેઠકોમાં બદલતા અવૈજ્ઞાનિક હિસ્સા વિશે પણ દર્શકો કે વાચકોને સ્પષ્ટ શબ્દોમાં જણાવવું જોઈએ.”

યશવંત માને છે કે મીડિયાએ ચૂંટણી સર્વે સંબંધે પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની ગાઇડલાઇન્સનું પાલન કરવું જોઈએ અને દર્શકોને જણાવવું જોઈએ કે ઍક્ઝિટ પોલ્સ પાસેથી શું અપેક્ષા રાખવા જોઈએ અને શું નહીં.

ઍક્ઝિટ પોલ્સ ખોટા સાબિત થાય છે ત્યારે ઘણીવાર એવી ચર્ચા શરૂ થઈ જાય છે કે આ પ્રકારના પોલ કે સર્વેને શા માટે બંધ ન કરી દેવા જોઈએ?

આ સવાલના જવાબમાં યશવંત જમ્મુ-કાશ્મીરનો દાખલો આપે છે.

તેઓ કહે છે, “તમે જમ્મુ-કાશ્મીરના મતદાતાઓને ઍક્ઝિટ પોલ્સ બંધ કરવાની વાત કહેશો તો તેમનો જવાબ કદાચ ના હશે, કારણ કે ત્યાં ઍક્ઝિટ પોલ્સ સાચા સાબિત થયા છે. તેથી બંધ કરવાનો તો સવાલ જ નથી.”

ઍક્ઝિટ પોલ શું છે અને કેવી રીતે કરવામાં આવે છે?

છત્તીસગઢમાં મત ગણતરી પહેલા એક્ઝિટ પોલના પરિણામો જોઈ રહેલા લોકો (ફાઈલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છત્તીસગઢમાં મત ગણતરી પહેલાં ઍક્ઝિટ પોલનાં પરિણામો જોઈ રહેલા લોકો (ફાઈલ ફોટો)

અંગ્રેજી શબ્દ ઍક્ઝિટનો અર્થ થાય છે બહાર નિકળવું. તેથી ઍક્ઝિટ શબ્દ જ સમજાવે છે કે આ પોલ શું છે.

મતદાતા મતદાન કરીને બૂથની બહાર નીકળે છે ત્યારે તેને પૂછવામાં આવે છે કે તમે ક્યા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો તે જણાવવા ઇચ્છો છો?

ઍક્ઝિટ પોલ કરાવતી એજન્સીઓ પોતાના કર્મચારીઓને મતદાનમથકની બહાર ઉભા રાખે છે. મતદાતાઓ બહાર આવતા જાય છે તેમ તેમ તેમને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો.

વડા પ્રધાનપદ માટે તમારો ગમતો ઉમેદવાર કોણ છે, વગેરે જેવા અન્ય સવાલો પણ પૂછવામાં આવી શકે છે.

સામાન્ય રીતે દરેક મતદાનમથક પર પ્રત્યેક દસમો મતદાતા અથવા મતદાન મથક મોટું હોય તો પ્રત્યેક વીસમા મતદાતાને સવાલ પૂછવામાં આવે છે.

મતદાતાઓ પાસેથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરીને એવું અનુમાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે કે ચૂંટણીનું પરિણામ શું હશે.

ઍક્ઝિટ પોલ કરતી દેશની અગ્રણી એજન્સીઓમાં સી-વોટર, ઍક્સિસ માય ઇન્ડિયા અને સીએનએક્સનો સમાવેશ થાય છે.

ઍક્ઝિટ પોલ સંબંધી નિયમ-કાયદા શું છે?

અરવિંદ કેજરીવાલ

લોકપ્રતિનિધિત્વ ધારા-1951ની કલમ ક્રમાંક 126એ હેઠળ ઍક્ઝિટ પોલને નિયંત્રિત કરવામાં આવે છે.

ભારતમાં ચૂંટણી પંચે ઍક્ઝિટ પોલ સંબંધે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમોનો હેતુ કોઈ પણ રીતે ચૂંટણીને પ્રભાવિત ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો હોય છે.

ચૂંટણી પંચ ઍક્ઝિટ પોલ સંબંધે સમયાંતરે દિશાનિર્દેશ બહાર પાડે છે. તેમાં જણાવવામાં આવે છે કે ઍક્ઝિટ પોલ કરવાની રીત શું હોવી જોઈએ.

એક સામાન્ય નિયમ એવો છે કે ઍક્ઝિટ પોલનું પરિણામ મતદાનના દિવસે પ્રસારિત કરી શકાશે નહીં.

ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાથી માંડીને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછીના અડધા કલાક સુધી ઍક્ઝિટ પોલનાં તારણો પ્રસારિત કરી શકાતાં નથી.

એ સિવાય ઍક્ઝિટ પોલનાં તારણો મતદાન પછી પ્રસારિત કરવા માટે સર્વેક્ષણ એજન્સીએ ચૂંટણી પંચ પાસેથી પરવાનગી લેવી જરૂરી હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.