ધારાસભ્ય રીવાબાને આટલો ગુસ્સો કેમ આવ્યો? સાંભળો શું કહ્યું?

વીડિયો કૅપ્શન, રીવાબા કેમ ગુસ્સે થયાં અને શું હતું કારણ? ખુદ રીવાબાએ જ કર્યો ખુલાસો, સાંભળો.

જામનગરનાં સાંસદ પૂનમ માડમ, જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને જામનગરનાં મેયર બીનાબહેનનો એક કથિત બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત જામનગર મહાનગરપાલિકાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સાંસદ પૂનમ માડમ, જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને શહેરનાં મેયર બીનાબહેન કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

રીવાબાએ દાવો કર્યો કે તેમણે પગરખાં ઉતારીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેના પર સાંસદ પૂનમબહેને ટિપ્પણી કરી એટલે મામલો બિચક્યો હતો.

વાઇરલ વીડિયોમાં પણ મેયર ધારાસભ્ય સામે બોલતાં હોય એવું જણાતું હતું. જોકે, બાદમાં તેમણે સમગ્ર બાબતને પારિવારિક ગણાવીને મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો હતો.

વીડિયો વાઇરલ બાબતે રીવાબા જાડેજાએ બાદમાં મીડિયા સામે સ્પષ્ટતા કરી હતી.

રીવાબા જાડેજા

ઇમેજ સ્રોત, Darshan Thakker

બીબીસી
બીબીસી