બીટ ખાવાના 5 ફાયદા ક્યા છે, શું તે વાયગ્રાની જેમ શક્તિવર્ધક છે?

બીટ, બીટ ખાવાના ફાયદા, લોહી, હિમોગ્લોબિન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, માઈકલ મોસ્લી
    • પદ, બીબીસી સિરીઝ "જસ્ટ વન થિંગ"માંથી

તમારું સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું સ્તર ગમે તે હોય, બીટ તેનો જવાબ હોઈ શકે છે.

હા, આ કંદયુક્ત મૂળ તમારી ઊર્જાશક્તિ વધારી શકે છે અને તમને ઝડપથી કામ કરતી કરવામાં પણ મદદ કરી શકે છે.

પરંતુ તેના બીજા ઘણા ફાયદા છે : બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરવાથી માંડીને ઉંમરની જેમ આપણા મગજને સ્વસ્થ રાખવા સુધીના ફાયદા તેમાં રહેલા છે.

પ્રાચીન ગ્રીસથી તે જાણીતું હતું કે, આ ખોરાક આપણા શરીર માટે સારું છે.

પરંતુ હવે, નવા પુરાવા આ શાકભાજીના અસાધારણ ફાયદાઓ અને શા માટે આપણે તેને આપણા આહારમાં શામેલ કરવું જોઈએ તેના પર ભાર મૂકી રહ્યા છે.

અહીં અમે તમને એના 5 ફાયદા જણાવીએ છીએ.

1. ઍન્ટીઑકિસડન્ટ શક્તિ

બીટ, બીટ ખાવાના ફાયદા, લોહી, હિમોગ્લોબિન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કુદરતી રંજકદ્રવ્યો જે બીટને ઘેરો અને મજબૂત રંગ આપે છે તેને બીટાલેન્સ કહેવામાં આવે છે અને તેમાં ઉચ્ચ ઍન્ટીઑકિસડન્ટ ક્ષમતા હોય છે .

થોડાં વર્ષો પહેલાં ઇટાલીમાં હાથ ધરવામાં આવેલાં સંશોધનોએ દર્શાવ્યું હતું કે, તેઓ કૉલોન કૅન્સર કોષોને નષ્ટ કરવામાં સક્ષમ રહ્યા છે. લેબોરેટરીમાં આવું કરવામાં તેઓ સફળ રહ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ બીટાલેન્સ એકમાત્ર જાદુઈ ઘટક નથી.

બીટની મહાશક્તિઓમાંની એક એ છે કે તે નાઈટ્રેટ મામલે અતિ સમૃદ્ધ છે.

વધુ પડતા નાઈટ્રેટનું સેવન કરવું એ સારો વિચાર નથી લાગતો. છેવટે, જ્યારે નાઈટ્રેટ્સને પ્રોસેસ્ડ મીટમાં પ્રિઝર્વેટિવ્સ તરીકે ઉમેરવામાં આવે છે, ત્યારે તે આંતરડાના કૅન્સરનું જોખમ વધારી શકે છે.

જો કે, જ્યારે આપણે શાકભાજીમાં હાજર કુદરતી નાઈટ્રેટનું સેવન કરીએ છીએ, જેમ કે બીટ ખાઈએ છીએ ત્યારે એ અસરકાર બને છે .

આપણા મોંમાં રહેતા બેક્ટેરિયા નાઈટ્રેટ્સને નાઈટ્રાઈટમાં રૂપાંતરિત કરે છે અને ત્યારબાદ નાઇટ્રિક ઑકસાઇડમાં પરિવર્તિત થાય છે. જે આપણા સમગ્ર શરીરમાં એક શક્તિશાળી પરમાણુ તરીકે કામ કરે છે.

અન્ય વસ્તુઓમાં નાઇટ્રિક ઑકસાઈડ શિશ્ન સહિત વિવિધ અવયવોમાં રક્ત પ્રવાહમાં વધારો કરે છે.

યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઑફ ઍક્સેટર ખાતે અપ્લાઇડ ફિઝિયોલૉજીના પ્રોફેસર ઍન્ડી જોન્સ સમજાવે છે કે, "નાઇટ્રિક ઑક્સાઇડ એક વાસોડિલેટર છે. તે આપણી રક્ત વાહિનીઓને વિસ્તરે છે, જેનાથી વધુ રક્ત પ્રવાહ વહી શકે અને તેથી આપણી પેશીઓને વધુ ઑક્સિજન મળે છે."

શિશ્ન શક્તિવર્ધન માટે નાઇટ્રિક ઑકસાઈડનું પૂરતું સ્તર આવશ્યક છે. આ માટે રોમનોએ બીટના રસનો ઉપયોગ કામોત્તેજક તરીકે કર્યો હતો.

»બીટના રસનું સેવન વાયગ્રા જેવી જ અસર કરે છે તે દર્શાવતા હજુ પણ કોઈ ક્લિનિકલ ટ્રાયલ નથી. પણ એવા પુરાવા છે કે, તે રક્તવાહિનીઓના વિસ્તરણનું કારણ બને છે, પરિણામે અન્ય નોંધપાત્ર ફેરફારો થાય છે.

2. હૃદય અને બ્લડ પ્રેશર પર અસર

બીટ, બીટ ખાવાના ફાયદા, લોહી, હિમોગ્લોબિન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીટના રસની દૈનિક માત્રા ઉદાહરણ તરીકે બ્લડ પ્રેશર પર નોંધપાત્ર અસર કરી શકે છે .

» એક અભ્યાસ દર્શાવે છે કે, થોડાં અઠવાડિયાં માટે દિવસમાં બે બીટ ખાવાથી સરેરાશ 5 મિલીમીટર પારાના બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે.

જોન્સ કહે છે, "[બ્લડ પ્રેશર] અનિવાર્યપણે નીચે જવાનું વલણ ધરાવે છે. અને તે સિસ્ટોલિક બ્લડ પ્રેશરના કિસ્સામાં પારાના 3થી ક્યારેક 9 મિલીમીટર સુધી પણ નીચે જઈ શકે છે."

જો આ ડ્રૉપ જાળવવામાં આવે તો તે સ્ટ્રોક અને હાર્ટ ઍટેકના જોખમને 10 ટકા ઘટાડવા માટે પૂરતું છે.

નિષ્ણાતનું મૂલ્યાંકન છે કે, "જો આ પ્રકારનો ફેરફાર સમગ્ર વસ્તીમાં થયો હોય, તો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી પ્રતિકૂળ કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે."

આવું એટલા માટે થાય છે કારણ કે નાઇટ્રિક ઑકસાઇડ રક્તવાહિનીઓને વિસ્તરે છે. જેનાથી રક્ત પ્રવાહ વધુ સરળતાથી વહી શકે છે.

3. મગજ માટે લાભદાયી

બીટ, બીટ ખાવાના ફાયદા, લોહી, હિમોગ્લોબિન, બીબીસી ગુજરાતી

બીટ મગજના નિર્ણાયક વિસ્તારોમાં લોહીનો પ્રવાહ પણ વધારી શકે છે.

બીટના રસનું સેવન સમજશક્તિને વેગ આપે છે અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરે છે.

એવા સૂચનો પણ છે કે, તે આપણી ઉંમર પ્રમાણે મગજની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.

એક અભ્યાસ દર્શાવે છે કે, બીટના રસને કસરત સાથે જોડવાથી મગજના વિસ્તારોમાં કનેક્ટિવિટી વધી શકે છે જે હલનચલનને નિયંત્રિત કરે છે.

મગજના નેટવર્કના ભાગો જે લોકોમાં મોટર (હલનચલન અને બોલવાની ક્ષમતા) સંબંધિત કામો સાથે સંકળાયેલા છે તેમાં લાભદાયી રહે છે અને આવા લોકો યુવાન પુખ્ત વયના લોકો જેવા દેખાવા લાગ્યા.

બીજા શબ્દોમાં કહીએ તો, એવું લાગે છે કે આ સંયોજન ખરેખર મગજને યુવાન રાખવામાં મદદ કરી શકે છે.

તે શા માટે થાય છે? ફરીથી, તે કદાચ વધુ સારા રક્ત પ્રવાહને કારણે છે.

» સંશોધન સૂચવે છે કે, બીટનો રસ પીવાથી પ્રીફ્રન્ટલ કોર્ટેક્સમાં લોહીનો પ્રવાહ વધે છે, મગજની કામગીરીમાં સુધારો થાય છે.

4. મુખના બૅક્ટેરિયાનું સંતુલન

બીટ, બીટ ખાવાના ફાયદા, લોહી, હિમોગ્લોબિન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

» અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બીટનો રસ દિવસમાં બે વાર માત્ર દસ દિવસ સુધી પીવાથી મુખના બેક્ટેરિયાના મિશ્રણમાં સુધારો થઈ શકે છે.

જે સહભાગીઓએ તેનું સેવન કર્યું હતું તેઓએ સારા વેસ્ક્યુલર અને જ્ઞાનાત્મક સ્વાસ્થ્ય સંબંધિત બેક્ટેરિયામાં વધારો તેમજ રોગ અને બળતરા સાથે સંકળાયેલા બેક્ટેરિયાના સ્તરમાં ઘટાડો દર્શાવ્યો હતો.

મૌખિક બેક્ટેરિયાની તંદુરસ્ત વસ્તીમાં વધારો એ આપણી ઉંમર સાથે નાઇટ્રિક ઑક્સાઇડ ઉત્પન્ન કરવાની શરીરની ઘટતી ક્ષમતા સામે લડવામાં મદદ કરી શકે છે અને વધુ સારા લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે માર્ગ મોકળો કરી શકે છે.

5. શારીરિક ક્ષમતામાં વિકાસ

બીટ, બીટ ખાવાના ફાયદા, લોહી, હિમોગ્લોબિન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરના અભ્યાસો એ પણ દર્શાવે છે કે આ કંદનું મૂળ તમને ઝડપથી દોડવામાં કેવી રીતે મદદ કરી શકે છે .

જોન્સ કહે છે, "એવી શક્યતા છે કે સ્નાયુઓ વધુ ઑક્સિજન મેળવી શકે છે અને નાઇટ્રિક ઑકસાઇડની અસરોને કારણે તેને પોતાની અંદર વધુ અસરકારક રીતે વિતરિત કરે છે."

2009ના અભ્યાસમાં તેમણે જોયું કે બીટનો રસ પીવાથી ઉચ્ચ-તીવ્રતાની કસરત દરમિયાન શારીરિક સહનશક્તિમાં 16 ટકા સુધીનો વધારો થાય છે.

સંશોધન મુજબ નાઇટ્રિક ઑક્સાઇડ કસરત દરમિયાન ઑક્સિજનના વપરાશને ઘટાડવામાં પણ મદદ કરે છે. જે દરે લોકો થાક સુધી પહોંચે છે તે ધીમું કરે છે.

★ ઍથ્લીટ્સમાં મોટી સફળતા જોવા મળી હતી:

"દેખીતી રીતે લંડનના 2012 ઑલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ પહેલાં લંડનવાસીઓ બીટનો રસ ખરીદી શકતા ન હતા કેમ કે બધા એથ્લીટ્સ તેને શોધી રહ્યા હતા એટલે એની ખપત વધી ગઈ હતી."

આ કંદમૂળ શાકભાજીની દોડવાની ઝડપ પર પણ નોંધપાત્ર અસર જોવા મળી હતી.

2012ના અધ્યયનમાં જે સહભાગીઓએ બીટ ખાધું હતું તેઓ 5 કિલોમિટર રેસના છેલ્લા 1.8 કિમીમાં બીટ ખાધા ન હતા એવા પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં 5 ટકા વધુ ઝડપથી દોડ્યા હતા, અને તેમના શ્રમનો દર ઓછો હતો.

જો રમતગમતના પ્રદર્શનમાં (તે રેસ હોય કે મૅચ હોય) સુધારો કરવાનો વિચાર હોય, તો ઇવેન્ટની શરૂઆતના કેટલા સમય પહેલાં બીટનું સેવન કરવું જોઈએ?

જોન્સ સમજાવે છે કે, "લગભગ 2થી 3 કલાક પહેલાં સેવન કરવું જોઈએ. કારણ કે નાઇટ્રેટ પ્રોસેસ થવાની પ્રક્રિયામાં થોડો સમય લાગે છે."

જોન્સ દરરોજ બે અથવા ત્રણ મધ્યમ બીટ અથવા બીટના રસની માત્રાની ભલામણ કરે છે; તે કહે છે કે સકારાત્મક અસરો જોવા માટે માત્ર આટલું કરવું જરૂરી છે.

"અમે જોયું કે, નાઇટ્રેટના લગભગ 6 થી 10 મિલિમોલ્સની માત્રા જરૂરી હોય છે. (કોઈપણ પદાર્થના મિલિમોલને તે પદાર્થના પરમાણુ અથવા અણુ વજન તરીકે મિલિગ્રામમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે) અને તે 2થી 3 બીટની ખાવાથી પ્રાપ્ત કરી શકાય છે."

"પરંતુ હું કલ્પના કરીશ કે જો તમે આનાથી ઓછા પ્રમાણમાં બીટ ખાવાનું ચાલુ રાખશો, પરંતુ વધુ લાંબો સમય ખાશો, તો તમને સમાન પ્રકારના પરિણામ મળશે."

તેઓ ભલામણ કરે છે કે, "મને લાગે છે કે આપણે બધાએ દરરોજ અને દર અઠવાડિયે આપણા નાઇટ્રેટના સેવનમાં સુધારો કરવાનો પ્રયાસ કરવો જોઈએ."

બીટને રાંધતી વખતે શું સાવચેતી રાખવી?

તેને ઉકાળવાથી નાઇટ્રેટ્સ રસોઈના પ્રવાહીમાં જાય છે અને તમને એટલા ફાયદા નહીં મળે.

જોન્સ કહે છે, "જો તમે રસોઈનું પાણી ફેંકી દો છો, તો તમે કદાચ મોટાભાગના નાઇટ્રેટ્સ ગુમાવશો."

એ યાદ રાખવું અગત્યનું છે કે જે બીટ ખરીદીએ છીએ તેમાંથી મોટા ભાગના વેક્યૂમ પેક્ડ છે: કેટલીક બ્રાન્ડ્સ તેને પહેલાથી ઉકાળે છે, અન્ય કેટલાક આવું નથી કરતા.

અથાણાંવાળા બીટને પહેલાંથી રાંધવામાં આવે છે તેથી નાઇટ્રેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે જેથી સંપૂર્ણ લાભ નથી મળતો.

જો તમે ખરેખર આ શાકમાંથી સૌથી વધુ મેળવવા માગતા હો, તો તેને કાચું ખાવું, તેને શેકીને અથવા તેનો રસ પીવો શ્રેષ્ઠ રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.