You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનની દીવાલ બનાવનાર કારીગરોને જ તેમાં મારીને દાટી દેવાયા હતા?
- લેેખક, બીબીસી હિસ્ટ્રી એક્સ્ટ્રા
- પદ, .
દુનિયાની અજાયબીઓમાં સામેલ ચીનની દીવાલ જેને ધ ગ્રેટ વૉલ ઑફ ચાઈના કહેવાય છે તે ઉત્તર ચીનમાં આવેલી દીવાલો અને કિલ્લાઓની પ્રાચીન શૃંખલા છે. તેનું નિર્માણ 500 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું.
તેની અનુમાનિત લંબાઈ 2,400 કિલોમીટરથી 8,000 કિલોમીટર વચ્ચેની છે, પરંતુ ચીનના સરકારી સાંસ્કૃતિક વારસા વહીવટીતંત્ર દ્વારા 2012માં કરવામાં આવેલા પુરાતત્વીય અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે એ દિવાલ લગભગ 21,000 કિલોમીટર લાંબી છે.
આ બહુ વિખ્યાત નિર્માણ છે અને તેના વિશે એટલી ચર્ચા થઈ છે કે આ દિવાલ બાબતે ઘણી ખોટી માહિતી પ્રસારિત થઈ રહી છે.
આ દીવાલ પ્રખ્યાત વિશે જાત-જાતની માન્યતાઓ છે જેમકે તેને ચંદ્ર પરથી જોઈ શકાય છે.
‘ધ ગ્રેટ વૉલ ઑફ ચાઈના’ના લેખક જોન મેનની મદદ વડે અમે આ શાનદાર સ્મારક વિશેની કેટલીક માન્યતાઓ અને હકીકત શેર કરીએ છીએ.
1. તેને ચંદ્ર પરથી જોઈ શકાતી નથી
અમેરિકન ચિત્રકાર રૉબર્ટ રિપ્લેએ તેમની એનિમેટેડ ફિલ્મ ‘બિલીવ ઇટ ઑર નૉટ’ દ્વારા બહુ કમાણી કરી હતી. તેમણે આ દીવાલને "મનુષ્યનું સૌથી શક્તિશાળી કામ, ચંદ્ર પરથી માનવ આંખો વડે જોઈ શકાતી એકમાત્ર દિવાલ" ગણાવી હતી.
આ દાવો નિશ્ચિત રીતે કોઈ પુરાવા પર આધારિત ન હતો, કારણ કે આ દાવો કોઈ પણ અંતરિક્ષમાં ગયું તેના 30 વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો.
જોકે, માત્ર તેના ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીની ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, સમાજ ઉપરાંતની અનેક બાબતોના વિખ્યાત જાણકાર જોસેફ નિધમે ‘સાયન્સ !ન્ડ સિવિલાઇઝેશન ઑફ ચાઈના’માં જણાવ્યું હતું કે "આ દિવાલને મંગળના ખગોળશાસ્ત્રીઓ દ્વારા શોધી શકાયેલું એકમાત્ર માનવનિર્મિત કામ માનવામાં આવે છે."
જોકે, અવકાશયાત્રીઓએ તેનો ઇનકાર કર્યો હતો, પરંતુ એ ચંદ્ર પરથી જોઈ શકાતી હોવાની "હકીકત"નો વ્યાપકપણે ઉલ્લેખ કરવામાં આવે છે.
2003માં ચીનની પ્રથમ અવકાશ ઉડાન દરમિયાન સત્ય કાયમ માટે સ્થાપિત થયું હતું. ચીની અવકાશયાત્રી યાંગ લિવેઈએ જણાવ્યું હતું કે તેઓ ભ્રમણકક્ષામાંથી કશું જોઈ શકતા નથી.
2. તે એક નહીં, અનેક દિવાલોનો સમૂહ છે.
આ એક સળંગ દીવાલ નથી, પરંતુ અનેક દીવાલોનો સમૂહ છે. તેના અનેક વિભાગ છે અને બહુ ઓછા વિભાગ, પ્રવાસીઓ જે ભવ્ય સર્જનને જોવા આવે છે તેને મળતા આવે છે.
સૌથી સારી રીતે જાળવી રાખવામાં આવેલા વિભાગો (જે ખંડેરની હાલતમાં, નકામા ઘાસથી ઢંકાયેલા તથા પ્રવાસીઓ માટે પ્રતિબંધિત છે) જંગલના માર્ગે જાય છે અને માર્ગો તથા જળાશયોમાં લુપ્ત થઈ જાય છે.
ઘણા ઠેકાણે દીવાલ બમણી, ત્રણગણી તથા ચારગણી પણ છે અને આ વિભાગો ઓવરલેપ થાય છે.
બેઇજિંગ આસપાસની દીવાલોમાં પ્રાચીન આધારરૂપ સ્થાનો છે. એ પૈકીના કેટલાક સીધા દીવાલની નીચે છે.
માટીની અન્ય દીવાલોની સરખામણીએ આ વિભાજિત ખંડો કશું જ નથી. માટીની દીવાલો પશ્ચિમમાં સમાંતરે અને અલગ-અલગ વિભાગોમાં આવેલી છે.
3. તેનું નિર્માણ મંગોલિયનોને હટાવવા માટે કરવામાં આવ્યું ન હતું
આ દીવાલનું નિર્માણ પ્રથમ સમ્રાટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમનું અવસાન ઈસવી પૂર્વે 210માં એટલે કે મંગોલ લોકો ઈસવી 800ની આસપાસ દેખાયા તેના ઘણા સમય પહેલાં થયું હતું.
એ પછી ઝિઓગ્નુ તરફથી ખતરો સર્જાયો હતો, જેઓ સંભવતઃ હૂણ લોકોના પૂર્વજ બન્યા હતા.
મંગોલ લોકો સાથે ઘર્ષણ, મિંગે 14મી સદીના અંતમાં મંગોલોને ચીનમાંથી હાંકી કાઢ્યા ત્યારે જ થયું હતું.
4. દીવાલની અંદર કોઈના શબ નથી
દીવાલમાં કામદારોના શબોને દફનાવવામાં આવ્યા હોવાની અફવા છે. આ વાર્તાઓ કદાચ હાન વંશના મહત્ત્વના ઇતિહાસકાર સિમા ક્વિઆન મારફત ઉદ્ભવી હતી, જેમણે તેમના કિન પુરોગામીઓનું અપમાન કરીને પોતાના સમ્રાટની ટીકા કરી હતી.
દીવાલમાંથી ક્યારેય કોઈ હાડકાં મળ્યા નથી અને આ નિંદાના કોઈ લેખિત કે પુરાતત્ત્વીય પુરાવા નથી.
5. માર્કો પોલોએ તેને જોઈ હતી
માર્કો પોલોએ તેનો ઉલ્લેખ ક્યારેય કર્યો નથી, એ સાચું છે અને આનો ઉપયોગ, માર્કો પોલો ચીન ક્યારેય ગયો જ ન હતો એવી દલીલ માટે કરવામાં આવે છે.
તે સમયે એટલે કે તેરમી સદીના અંતમાં આખા ચીન પર મંગોલ લોકોનું શાસન હતું. તેથી 50 વર્ષ પહેલાં ચંગીઝ ખાનના નેતૃત્વમાં આક્રમણકારોએ ઉત્તર ચીનમાં વિનાશ વેર્યો હોવાથી દીવાલ અનાવશ્યક હશે.
મંગોલોએ યુદ્ધ દરમિયાન દીવાલની અવગણના કરી હતી. તેમને શાંતિના સમયમાં તેનો ઉલ્લેખ કરવાની જરૂર ન હતી.
માર્કો પોલોએ બેઈજિંગથી શાનાડુ(શાંગડુ)માંના કુબલાઈ ખાનના મહેલ સુધીની મુસાફરીમાં આ દીવાલ ઘણી વખત પાર કરી હશે, પરંતુ તેની પાસે દીવાલને ધ્યાનમાં લેવાનું કોઈ કારણ ન હતું.