ધ કેરલા સ્ટોરી: ક્યાંક પ્રતિબંધ તો ક્યાંક ટૅક્સ ફ્રી, શું છે બંને પક્ષનો તર્ક?

ઇમેજ સ્રોત, THE KERALA STORY
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
“ફિલ્મો સમાજનો અરીસો હોય છે...” આ વાત ઘણી વાર કહેવામાં આવી છે, પરંતુ વર્તમાન સમયમાં આવા કેટલાક અરીસા પર રાજકારણનું પડ ચડી રહ્યું છે. અને તેને રાજકારણના આ પડથી અલગ કરીને જોવું મુશ્કેલ થઈ રહ્યું છે.
કોઈ ફિલ્મનું ઘણાં રાજ્યોમાં ટૅક્સ ફ્રી હોવું અને નેતાઓનું ફિલ્મોને સમર્થન કરવું એ કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતે એક ફિલ્મનું નામ વારંવાર ચૂંટણી સભાઓમાં ચર્ચાઈ રહ્યું છે.
સુદીપ્તો સેન નિર્દેશિત ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ કેરળનાં એ હિન્દુ મહિલાઓની કહાણી છે, જેમને ધર્માતરણ બાદ સીરિયા લઈ જવામાં આવ્યાં હતાં.
ફિલ્મના ટ્રેલરનો એક ડાયલૉગ આવો છે, ‘આ એક ગ્લોબલ ઍજન્ડા છે. આગામી 20 વર્ષમાં કેરળ ઇસ્લામિક સ્ટેટ બની જશે.’
ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદ જ તેની પર વિવાદ શરૂ થઈ ગયો હતો.
મધ્ય પ્રદેશે પહેલાં આ ફિલ્મને ટૅક્સ ફ્રી કરી અને ત્યારબાદ મંગળવારે ઉત્તર પ્રદેશે પણ તેને ટૅક્સ ફ્રી કરી હતી.
જોકે તેનાથી સાવ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ લાદી દીધો છે.

ઇમેજ સ્રોત, THE KERALA STORY
બંગાળની ટીએમસી સરકારનું કહેવું છે કે, “ફિલ્મના કારણે રાજ્યની શાંતિવ્યવસ્થા ભંગ થઈ જશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તામિલનાડુએ ફિલ્મને આધિકારીક રીતે પ્રતિબંધ કરી નથી, પરંતુ આ રાજ્યમાં ક્યાંય પણ સ્ક્રીનિંગ થઈ રહ્યું નથી.
આ ફિલ્મને મમતા બેનરજીની સરકારે પ્રતિબંધિત કરી એથી કેન્દ્રીય મંત્રીથી લઈને ભાજપ નેતા સુધીના લોકો વિરોધ કરવા લાગ્યા છે.
અમુક લોકો આ ફિલ્મને સારી કહી રહ્યા છે, ત્યારે અન્ય લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે.
અનુરાગ ઠાકુરે ફિલ્મના પ્રતિબંધ પર કહ્યું હતું કે, “જ્યારે પણ કોઈ ફિલ્મ અનોખી, આશ્ચર્ય પમાડે તેવી સચ્ચાઈ સામે લાવે, ત્યારે આ ઇકોસિસ્ટમ એક નક્કી પેટર્ન પ્રમાણે વ્યવહાર કરે છે.”
આ પ્રતિબંધ અંગે જાણીતાં અભિનેત્રી શબાના આઝમીએ કહ્યું છે કે, “જે લોકો કેરળ સ્ટોરીને પ્રતિબંધ કરવાની વાત કરી રહ્યા છે, એ લોકો એટલા જ ખોટા છે, જેટલા લોકો આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાને પ્રતિબંધ કરવાની વાત કરી રહ્યા હતા. એક વાર ફિલ્મ સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડમાંથી પસાર થઈ જાય, ત્યારે કોઈને પણ બંધારણથી અલગ જવાનો હક નથી.”
ફિલ્મોને પ્રતિબંધિત કરવાનું અને તેની માગનું ચલણ તાજેતરમાં વધી ગયું છે. અગાઉ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને વિવાદ થયો હતો.
એ ફિલ્મના એક ગીતમાં દીપિકા પાદુકોણનાં કપડાંના રંગ પર લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી અને ફિલ્મને બૉયકોટ કરવાનો ટ્વિટર પર ટ્રૅન્ડ ચાલી રહ્યો હતો.

શું પ્રતિબંધ ફ્રીડમ ઑફ ઍક્સ્પ્રેશન પર તરાપ છે?
સવાલ એ છે કે ફિલ્મો પર પ્રતિબંધ મૂકવો એ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન છે કે નહીં?
ફિલ્મનિર્માતા વિપુલ શાહે બીબીસીને જણાવ્યું કે, “ફિલ્મો પર પ્રતિબંધ મૂકવો એ અમારી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન છે. હું કાનૂનને માનનારા નાગરિકના રૂપે સુપ્રીમ કોર્ટના બારણે જઈશ.”
“આજે બુધવારે અમે સુપ્રીમ કોર્ટમાં આ પ્રતિબંધને પડકારીશું. અમારી ફિલ્મ પર આ પ્રતિબંધ એક ગેરબંધારણીય છે અને અમે તેની વિરુદ્ધ અપીલ કરીશું.”
જોકે કેટલાક લોકો માને છે કે ફિલ્મો પરના પ્રતિબંધને માત્ર ફ્રીડમ ઑફ ઍક્સ્પ્રેશન સાથે જોડીને જોવું યોગ્ય નથી.
કોલકાતાના હિન્દી થિયેટર ગ્રૂપના ડાયરેક્ટર ઉમા ઝુનઝુનવાલા કહે છે કે, “ફિલ્મને અથવા કોઈ નાટક પર પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી, પરંતુ ઍજન્ડાના કારણે કોઈ આર્ટ, આર્ટ રહેતી નથી. જો તમે કોઈ ધ્યેય સાથે ફિલ્મ બનાવો, તો તે રાજકીય હથિયાર બનીને રહી જશે.”
“ફિલ્મો પર પ્રતિબંધ લગાવવાની ટીકા સાથે આપણે એ જોવું અને સમજવું જોઈએ કે જો કોઈ એક ફિલ્મને સરકાર અથવા એક પાર્ટી કેમ ટૅક્સ ફ્રી કરી રહી છે અથવા પ્રમોટ કરી રહી છે.”

ફિલ્મ અથવા રાજકીય ટૂલ?

ઇમેજ સ્રોત, Getty Images
ગયા વર્ષે માર્ચમાં કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ આવી હતી, તેની પર આરોપ લાગ્યા હતા કે ફિલ્મમાં તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યાં છે.
ફિલ્મ 90ના દાયકામાં કશ્મીરી પંડિતોના પલાયનની પૃષ્ઠભૂમિ પર બનાવવામાં આવી હતી.
આ ફિલ્મનાં સંઘ પ્રમુખ મોહન ભાગવતથી લઈને ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન મોદીએ પણ વખાણ કર્યાં હતાં.
આ સંભવત: પહેલી ફિલ્મ હતી, જેની માટે કેન્દ્રીય મંત્રી અને દેશના વડા પ્રધાને લોકોને ફિલ્મ જોવાનું કહ્યું હતું.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, હરિયાણા, ગોવા, ત્રિપુરા અને ઉત્તરાખંડ સરકારે તેને ટૅક્સ ફ્રી કરી હતી.
હવે ‘ધ કેરલા સ્ટોરી’ને લઈને પણ કંઈક આવો જ વિવાદ ચાલી રહ્યો છે. જોકે આ વખતે ચૂંટણીમાં પણ ફિલ્મની ચર્ચા થઈ રહી છે.
વડા પ્રધાન મોદીએ કર્ણાટકની ચૂંટણીની રેલીમાં કહ્યું હતું કે, “આતંકી કાવતરા પર બનેલી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની હાલ ઘણી ચર્ચા થઈ રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, 'ધ કેરલા સ્ટોરી' માત્ર એક રાજ્યમાં થયેલી આતંકવાદીઓની છળનીતિ પર આધારિત છે.”
“એક રાજ્ય જ્યાંના લોકો એટલા પરિશ્રમી અને પ્રતિભાશાળી હોય છે, કેરળમાં ચાલી રહેલી આતંકી કાવતરાનો ખુલાસો આ ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.”

આ પહેલાં ગૃહમંત્રી અમિત શાહે પણ કર્ણાટક ચૂંટણીની રેલીમાં કહ્યું હતું કે, “તમારી બાજુમાં જ કેરળ છે, તેનાથી વધારે મારે બોલવાની જરૂર નથી.”
શું 'ધ કેરલા સ્ટોરી'ના નિર્માતાઓને આ વાતનો અંદાજો હતો કે ફિલ્મ પર પ્રોપેગેન્ડા હોવાના આરોપો લાગશે.
વિપુલ શાહ કહે છે કે, “જ્યારે અમે ફિલ્મ બનાવીએ છીએ, ત્યારે અમારો પ્રયાસ એ હોય છે કે અમે કેટલી સારી ફિલ્મ બનાવીએ.”
“જો અમે એ વિચારીએ કે ફિલ્મમાંથી વિવાદ ઊભો થશે અથવા અમે ડરી જઈશું, તો અમે ફિલ્મ બનાવી જ નહીં શકીએ. જ્યારે અમે ફિલ્મ બનાવી રહ્યા હતા, ત્યારે અમને એ વાતનો અંદાજ હતો કે આ કડવું સત્ય છે, તેથી કેટલાક લોકોને નહીં ગમે.”
કોલકાતાથી ઝુનઝુનવાલા કહે છે કે, “સ્મિતા પાટીલ, ઓમપુરી, નસીરુદ્દીન શાહ, શબાના આઝમીની ઘણી એવી ફિલ્મો છે, જે સમાજનું કડવું સત્ય લોકો સામે ઊભું કરે છે. પરંતુ શું આ ફિલ્મોને પ્રોપેગેન્ડા કહી શકાય?”
“ના, કારણ કે તેમણે બંને બાજુની કહાણી બતાવી છે. જો ફિલ્મમાં નિર્દેશક એક નક્કી માઇન્ડ સેટ સાથે કહાણી બનાવી રહ્યા હોય, તો તે હેરાન કરનારી વાત છે.”
ઝુનઝુનવાલા માને છે કે, આવી ફિલ્મો ભણેલી-ગણેલી વસતીના લોકો માટે નૅરેટિવ સેટ કરતી નથી, એ વર્ગને ખબર છે કે તેમની રાજનીતિ અને વિચારધારા કેવી છે.
“જોકે સમાજનો ઓછો ભણેલો અથવા અભણ વર્ગ આ વાતોથી ઘણો પ્રભાવિત હોય છે, તેમને આ વાતથી ફરક પડતો નથી કે ફિલ્મ કેટલા રિસર્ચ બાદ બની છે. તેઓ ફિલ્મ જુએ છે અને તેને સાચી માની લે છે. આ વર્ગ માટે આવી ફિલ્મો બનાવવામાં આવે છે, જે ઍજન્ડા સેટ કરે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
"ઉગ્રવાદી ષડ્યંત્ર પર બનેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ની આજકાલ ઘણી ચર્ચા છે. કહેવાય છે કે 'ધ કેરલા સ્ટોરી' માત્ર એક રાજ્યમાં ઘટેલી ઉગ્રવાદીઓની છદ્મનીતિ પર આધારિત છે. દેશના એક રાજ્યના લોકો એટલા મહેનતું અને પ્રતિભાશાળી હોય છે, તેવા કેરળમાં ચાલતા ઉગ્રવાદી ષડ્યંત્રનો ખુલાસો 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મમાં કરાયો છે.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આપેલા આ નિવેદન પછી 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ સાથે સંકળાયેલા વિવાદે એક નવો વળાંક લીધો છે. કેટલાય દિવસોથી ચાલતો વિવાદ સીધે સીધો ભાજપ-કૉંગ્રેસ વચ્ચેની લડાઈમાં બદલાઈ ગયો છે.
આ ફિલ્મ શુક્રવારે રિલિઝ થઈ છે અને સિને જગત ઉપરાંત રાજનીતિની ગલીઓમાં પણ ચર્ચાનો મુદ્દો રહી છે.
પીએમ મોદીએ કહ્યું, “પાછલા કેટલાંક વર્ષોમાં ઉગ્રવાદનું વધુ એક ભયાનક સ્વરૂપ પેદા થઈ ગયું છે. બૉમ્બ, બંદૂક અને પિસ્તોલના અવાજ તો સંભળાય છે પણ સમાજને અંદરથી કોરી ખાવાના ઉગ્રવાદી ષડ્યંત્રનો કોઈ અવાજ હોતો નથી. કોર્ટે પણ ઉગ્રવાદના આ રૂપ સામે ચિંતા વ્યક્ત કરી છે.”
"કૉંગ્રેસ દેશને બરબાદ કરી દેનાર આવી ઉગ્રવાદી પ્રવૃત્તિઓ સાથે હોય તેવું નજરે પડે છે. એટલું જ નહીં, કૉંગ્રેસ આતંકી પ્રવૃત્તિવાળા લોકો સાથે પાછલા બારણેથી સોદો પણ કરી રહી છે."

કૉંગ્રસ પર ભાજપે નિશાન સાધ્યું
પીએમ મોદીએ કહ્યું, “હું એ જોઈ હેરાન છું કે પોતાની વોટબૅંક માટે કૉંગ્રેસ ઉગ્રવાદ સામે ઘુંટણે પડી ગઈ છે. આવી પાર્ટી શું ક્યારેય કર્ણાટકની રક્ષા કરી શકે? ઉગ્રવાદના વાતાવરણમાં અહીંના ઉદ્યોગ, આઈ.ટી. ઇન્ડસ્ટ્રી, ખેતી અને ગૌરવપૂર્ણ સંસ્કૃતિ બધું જ બરબાદ થઈ જશે.”
પીએમના ભાષણ પછી આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા(બિસ્વા) શર્માએ અન્ય એક સમારોહમાં કહ્યું,
“જ્યારે બીબીસીએ પીએમ મોદી પર ખોટી ફિલ્મ બનાવી કૉંગ્રેસે અમને કહ્યું કે આના પર પ્રતિબંધ ના લગાવો અને જ્યારે ધ કેરલા સ્ટોરી રિલિઝ થવાની છે તો કૉંગ્રેસ તેના પર પ્રતિબંધની માગ કરે છે આ તો તુષ્ટીકરણની રાજનીતિ છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ભાજપના આઈ.ટી. સેલના વડા અમિત માલવિયાએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનનો એક જૂનો વીડિયો જાહેર કરીને કહ્યું કે 'કેરળ આગામી 20 વર્ષમાં મુસ્લિમ રાજ્ય બની શકે છે'.
બીબીસી સ્વતંત્ર રીતે આ વિડિયોની પુષ્ટિ કરી શક્યું નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

કૉંગ્રેસ અને કેરળની પાર્ટીઓ દ્વારા વિરોધ
પી.એમ.ના નિવેદન પછી, કૉંગ્રેસ સાંસદ કે. મુરલીધરને શુક્રવારે કહ્યું કે તેમની પાર્ટી શરૂઆતથી જ 'ઉગ્રવાદ વિરુદ્ધ' છે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું, "કૉંગ્રેસે શરૂઆતથી જ ઉગ્રવાદનો વિરોધ કર્યો છે. અમે સાંપ્રદાયિક તાકાતોની વિરુદ્ધ પણ છીએ. અમે માત્ર પછાત વર્ગના પક્ષમાં છીએ અને તેમના અધિકારો માટે ઊભા છીએ."

કેરળના મુખ્યમંત્રીએ શું કહ્યું?

છેલ્લા કેટલાક દિવસોથી આ ફિલ્મને લઈને સતત નિવેદનબાજી થઈ રહી છે. રવિવારે, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું હતું કે પહેલી નજરે એવું ફિલ્મનું ટ્રેલર જોઈ એવું લાગે છે કે તેનું લક્ષ્ય રાજ્ય વિરુદ્ધ પ્રચાર અને સાંપ્રદાયિક ધ્રુવીકરણનું છે.
તેમણે કહ્યું, "લવ જેહાદનો મુદ્દો એવો છે કે તેને તપાસ એજન્સીઓ, અદાલતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ નકારી કાઢ્યો છે. આ મુદ્દો હવે કેરળને લઈને ઉઠાવાઈ રહ્યો છે અને તેનો ઉદ્દેશ્ય વિશ્વમાં રાજ્યને બદનામ કરવાનો હોય તેવું લાગે છે."
એક નિવેદનમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે આવી પ્રોપોગેંડા ફિલ્મ અને તેમાં જે રીતે મુસ્લિમોને દર્શાવાયા છે, તે કેરળમાં રાજકીય લાભ મેળવવાના સંઘ પરિવારના પ્રયાસો સાથે જોડીને જોવી જોઈએ.
સી.પી.આઈ.એમ.ના રાજ્યસભાના સાંસદ એ. એ. રહીમે કહ્યું, “જૂઠ્ઠાણાંથી ભરેલી આ ફિલ્મ આર.એસ.એસ. અને સંઘ પરિવારનો ઍજન્ડા છે જે ચૂંટણીમાં લાભ મેળવવા અધીરા છે.”
તો કૉંગ્રેસની યુવા પાંખે કેરળની રાજધાની કોચ્ચીમાં ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શન કર્યું.

ટ્રેલરથી શરૂ થયો વિવાદ

ઇમેજ સ્રોત, THE KERALA STORY
5 મેએ રિલિઝ થયેલી ફિલ્મના ટ્રેલર વિશે દાવો કરાયો કે કેરળમાંથી 32 હજાર યુવતીઓ ગાયબ થઈ છે. ટ્રેલરમાં દાવો કરાયો કે હિન્દુ યુવતીઓને ફોસલાવીને આઈ.એસ.માં જોડી દેવાઈ.
ટ્રેલરમાં એક મુસ્લિમ યુવતી તેની હિન્દુ મિત્રને એ જણાવવાનો પ્રયાસ કરે છે કે તેનો ધર્મ વધારે સારો છે.
ટ્રેલરથી ખબર પડે છે કે ફિલ્મ હિન્દુ યુવતીઓને ફોસલાવીને ઇસ્લામ ધર્મ અપનાવવા અને પછી આઈ.એસ.માં જોડાવા બાબતે છે. વિવાદ આ જ ટ્રેલરથી શરૂ થયો.

‘32 હજાર યુવતીઓનો આંકડો ક્યાંથી આવ્યો?’

ઇમેજ સ્રોત, Getty Images
શુક્રવારે કેરળ હાઇકોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો ઇન્કાર કરી દીધો. કોર્ટે ક્હયું કે આ ફિલ્મ દાવો કરે છે કે આ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ ફિલ્મ સૅન્સર બોર્ડમાંથી પાસ થઈને આવી છે. ન્યાયાધીશોની બૅંચે ટ્રેલર જોયા પછી કહ્યું કે ફિલ્મ કોઈ ધર્મ બાબતે નથી.
આ ઉપરાંત ફિલ્મની શરૂઆતમાં જ નિર્માતાએ ડિસક્લેઇમર આપ્યું છે કે આ એક કાલ્પનિક વાર્તા(કહાણી) છે.
જોકે હાઈકોર્ટે ફિલ્મ નિર્માતા તરફથી આવેલા વકીલ રવિ કદમને પૂછ્યું, "32 હજાર યુવતીઓનો આંકડો ક્યાંથી આવ્યો?"
આના જવાબમાં કદમે કહ્યું, ‘તે નિર્મતાઓને મળેલી માહિતીઓ પર આધારિત છે. જોકે પછી તેમણે આ માહિતીને દૂર કરી દેવાનું કહ્યું.’
ટ્રેલરમાંથી હવે આ આંકડો દૂર કરી દેવાયો છે. યૂ-ટ્યૂબ પર ટ્રેલરમાં 32 હજાર યુવતીઓનો ઉલ્લેખ દૂર કરી ત્રણ યુવતીઓની સાચી વાર્તા કરી દેવાયું છે.
પણ ત્યાં સુધી તો વિવાદ શરૂ થઈ ગયો હતો. બંને પક્ષોએ પોતપોતાના તર્ક સોશિયલ મીડિયા પર રજૂ કરવાનું શરૂ કરી દીધું હતું.

શશિ થરૂરના ટ્વીટ ચર્ચામાં
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
આ દરમિયાન શશિ થરૂરનું એક જૂનું ટ્વીટ ચર્ચામાં આવ્યું. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું, “મારી પાસે કેરળની કેટલીક માતાઓ આવી હતી, જેમની પુત્રીઓ અફઘાનિસ્તાનમાં ફસાયેલી છે, તેમના પતિઓએ તેમને ફોસલાવી છે.”
આ પછી થરૂરે ફિલ્મ વિશે લખ્યું, “આ તમારા કેરળની વાર્તા(કહાણી) હોઈ શકે છે. અમારા કેરળની નહીં.”
લોકોની ટિપ્પણીઓ પછી થરૂરે સ્પષ્ટતા કરતા લખ્યું, “ચાર ઘટનાઓ 32 હજાર ઘટનાઓથી ઘણી દૂર છે, જેવો ફિલ્મના નિર્મતાઓનો દાવો છે.”
અન્ય એક ટ્વીટ જેમાં કેરળની એક મસ્જીદમાં હિન્દુ રીતરિવાજ પ્રમાણે લગ્નનો વીડિયો છે તે પણ ઘણું ચર્ચામાં છે. કેટલાય લોકો તેને વધુ એક કેરલા સ્ટોરી લખી ટ્વીટ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ કટાક્ષ કરતા લોકોને સરકારી ઘર આપવાની કેટલીક તસવીરો ટ્વીટ કરી છે અને લખ્યું છે, “આ છે કેરળની વાસ્તવિક કહાણી”

ફિલ્મ જોયા વિના અભિપ્રાય ન કેળવો - નિર્દેશક
ફિલ્મના નિર્દેશક સુદિપ્ત સેને કહ્યું છે કે આ ફિલ્મને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.
તેમણે એક વીડિયો ટ્વીટ કર્યો જેમાં તેઓ કહી રહ્યા છે, “ધર્મ ક્યાંથી આવી ગયો. અમે તો આતંકવાદીઓની વાત કરી રહ્યા છીએ. તમે લોકો કહો છો કે આંકવાદનો કોઈ ધર્મ નથી હોતો તો પછી ધર્મ ક્યાંથી આવી ગયો.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
અન્ય એક ટ્વીટમાં તેમણે લોકોને ફિલ્મ જોયા વિના અભિપ્રાય ન બાંધવા અપીલ કરી છે.
તો ફિલ્મની અભિનેત્રી અદા શર્માએ કહ્યું કે, "અમારી ફિલ્મ કોઈ ધર્મ વિરુદ્ધ નથી, તે ઉગ્રવાદી સંગઠનો વિરુદ્ધ છે. અમારી વાર્તા છોકરીઓને ડ્રગ્સ આપવા બાબતે છે. તેમની સાથે થતા બળાત્કાર વિશે તે છે. બળજબરીથી ગર્ભવતી બનાવવી, વારંવાર અનેક લોકો દ્વારા બળાત્કાર કરવા બાબતે છે. તેથી જ્યારે તમે રાજકીય ઍજન્ડા વિશે વાત કરો છો, ત્યારે તે મુદ્દાથી વિચલિત થઈ જાય છે. અમારી ફિલ્મ જીવન અને મૃત્યુ વિશે છે."
"મને લાગે છે કે જે લોકો વિચારી રહ્યા છે કે આ પ્રચાર છે, તેમણે હકીકતોને ધ્યાનમાં રાખી આ ફિલ્મ જોવી જોઈએ, મને લાગે છે કે તેમની ધારણાં બદલાશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6

ઇમેજ સ્રોત, @ADAH_SHARMA

લોકોએ ટ્વીટર પર આ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો
ફિલ્મ રીલિઝ થયા બાદ ટ્વિટર પર ઘણાં લોકોએ તેને પ્રોપેગેન્ડા ગણાવી હતી, જ્યારે ઘણાં લોકોએ ફિલ્મના ખૂબ વખાણ કર્યા હતા.
એક ટ્વીટર યુઝરે લખ્યું, "આ કેરળની વાર્તા નથી. આ કેરળ સરકારનું અપમાન છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7
દેશી ડેવિલ નામના ટ્વીટર યુઝરે લખ્યું, "જો તમે ઈમોશનલ ઈડિયટ છો, તો આ પ્રોપેગેન્ડા ફિલ્મ થોડા દિવસો માટે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પરથી તમારું ધ્યાન ભટકાવશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8
જ્યારે આદિત્ય સ્વરૂપ સાહુએ લખ્યું, "આ માત્ર કેરળની વાર્તા નથી. આ આપણા સમાજની હકીકત છે. આ ફિલ્મ જુઓ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9
સાહિલ ચંદેલે લખ્યું, "ખૂબ જ સારી રીતે બનેલી ફિલ્મ. ફિલ્મ વિશે સંપૂર્ણ સંશોધન કરાયું છે. અને અદા શર્માએ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10

કાશ્મીર ફાઇલ્સ સાથે સરખામણી

ઇમેજ સ્રોત, THE KASHMIR FILES
ઘણાં લોકો આ ફિલ્મની સરખામણી ગયા વર્ષની ફિલ્મ 'કાશ્મીર ફાઇલ્સ' સાથે કરી રહ્યા છે.
કાશ્મીરી હિંદુઓ પર થતાં અત્યાચાર પર બનેલી આ ફિલ્મને પણ એક પક્ષે પ્રોપેગેન્ડા ગણાવ્યો હતો. પીએમ મોદીએ કાશ્મીર ફાઇલ્સ પર ટિપ્પણી કરી હતી.
ફિલ્મ 'કાશ્મીર ફાઇલ્સ' પર જે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી તેના પર પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, "જો કોઈ સત્ય સામે લાવવાની હિંમત કરે, તો તેને જે સત્ય લાગ્યું તે રજૂ કરવાનો તેણે પ્રયાસ કર્યો પણ તે સત્યને ના કોઈ સમજવા તૈયાર છે કે ના કોઈ સ્વીકારવા તૈયાર છે. સાથે દુનિયા તેને ન જુએ તેવાં પ્રયાસો પણ થઈ રહ્યા છે અને આ માટે પાંચ-છ દિવસથી ષડયંત્ર ચાલી રહ્યું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
મોદીએ કહ્યું હતું કે, "મારો વિષય કોઈ ફિલ્મ નથી, મારો વિષય સત્યને યોગ્ય સ્વરૂપમાં દેશની સામે લાવવું તે દેશની ભલાઈ માટે હોય છે. તેના ઘણાં પાસાઓ હોઈ શકે છે. કોઈ એક પાસું જોવે તો બીજો કોઈ કદાચ બીજું કોઈ પાસું જોવે. જો તમને આ ફિલ્મ ન ગમતી હોય તો તમે બીજી ફિલ્મ બનાવો. કોણ ના પાડે છે પણ તેમને નવાઈ લાગે છે કે જે સત્ય આટલા વર્ષો સુધી છુપાવી રખાયું, તેને હકીકતોનાં આધારે બહાર લાવવામાં આવે છે, તો તેનાં વિરોધમાં તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, આવા સમયે સત્ય માટે જીવતા લોકોની જવાબદારી છે કે તેઓ સત્ય માટે ઉભા રહે અને હું આશા રાખું છું કે દરેક વ્યક્તિ આ જવાબદારી નિભાવશે.

શું આ ફિલ્મ રૅકોર્ડ તોડશે?
ઘણાં લોકો માને છે કે શુક્રવારે રિલિઝ થયેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' તેની કિંમત કરતા અનેકગણી વધુ કમાણી કરી શકે છે. ટ્રેડ વિશ્લેષકોના મતે શુક્રવારે ફિલ્મે આઠ કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.
દાવો કરાયો હતો કે ફિલ્મનું ઍડવાન્સ બુકિંગ પણ ખૂબ સારું રહ્યું હતું.