ઝૂંડ ફિલ્મમાં એવું શું બતાવ્યું છે કે બ્રાહ્મણ અને દલિત વચ્ચેનો વિવાદ છેડાયો

    • લેેખક, જાહ્નવી મૂળે
    • પદ, બીબીસી મરાઠી

ચોમેર 'ઝૂંડ' ફિલ્મની ચર્ચા છે, પણ તે ચર્ચાએ જ્ઞાતિગત ભેદભાવ તરફ વળાંક લીધો હોવાનું સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે. મનોરંજનના ક્ષેત્રે બ્રાહ્મણ તથા બિનબ્રાહ્મણ વિવાદની ચર્ચા પણ નવેસરથી થઈ રહી છે.

ફિલ્મના ટ્રેલરમાં ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટા સામે અમિતાભ બચ્ચન ઉભા હોય તેવી એક ફ્રેમ જ જોવા મળે છે.

ઇમેજ સ્રોત, T-SERIES

ઇમેજ કૅપ્શન, ફિલ્મના ટ્રેલરમાં ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટા સામે અમિતાભ બચ્ચન ઉભા હોય તેવી એક ફ્રેમ જ જોવા મળે છે.

સફળ મરાઠી ફિલ્મસર્જક નાગરાજ મંજુલ દ્વારા દિગ્દર્શિત અને અમિતાભ બચ્ચન અભિનિત 'ઝૂંડ' ફિલ્મ રજૂ થઈ એ પહેલાં જ તેના વિષયવસ્તુ અંગે વ્યાપક ઉત્સુકતા હતી.

કોઈ પણ ફિલ્મ પ્રદર્શિત થાય કે તરત જ તેને પસંદ કરનારા અને તેને પસંદ ન કરનારા લોકોના બે વર્ગ સર્જાય છે, પરંતુ 'ઝૂંડ'ના સંદર્ભે આવું નથી. દર્શકોના પ્રતિભાવના જ્ઞાતિવાર વર્ગીકરણના પ્રયાસ થયા છે.

કટ્ટર ચાહકો આ ફિલ્મ વિશેની લાગણી તીવ્રતા સાથે વ્યક્ત કરી રહ્યા છે. જોકે, સોશિયલ મીડિયા પર આ ફિલ્મ સંદર્ભે 'પોતાના' અને 'પારકા' એવું વિભાજન જોવા મળી રહ્યું છે.

હિન્દી ફિલ્મો 'ઝૂંડ' તથા 'ગંગૂબાઈ કાઠિયાવાડી' અને મરાઠી ફિલ્મ 'પાવનખિંડ' તેમાંથી કોને સપોર્ટ કરવો, તે લોકો આ ફિલ્મોના દિગ્દર્શકોની જ્ઞાતિને આધારે નક્કી કરી રહ્યા છે.

line

જ્ઞાતિઓના વાસ્તવ વિશેની ટિપ્પણી

સોશિયલ મીડિયા પર આ ફિલ્મ સંદર્ભે 'પોતાના' અને 'પારકા' એવું વિભાજન જોવા મળી રહ્યું છે.

ઇમેજ સ્રોત, UNIVERSAL PR

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા પર આ ફિલ્મ સંદર્ભે 'પોતાના' અને 'પારકા' એવું વિભાજન જોવા મળી રહ્યું છે.

ગામ બહાર, ભેદભાવની ભીંતની બીજી બાજુ વસતા લોકોને નાગરાજ મંજુલે તેમની 'ફેન્ડ્રી', 'સૈરાટ' અને અન્ય ફિલ્મો દ્વારા લાઇમલાઇટમાં લાવ્યા છે.

તેમની ફિલ્મોને જ્ઞાતિઆધારિત સમાજરચનાની વાસ્તવિકતા પર ટિપ્પણી કરતી અને લોકોની દૃષ્ટિને ઊજાળતી ફિલ્મો તરીકે સમીક્ષકો વખાણે છે. તેમાં 'ઝૂંડ' પણ અપવાદ નથી.

આ વાતનું પ્રતિબંબ ફિલ્મના ટ્રેલરમાં જ જોવા મળે છે, જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટા સામે અમિતાભ બચ્ચન ઊભા હોય તેવું એક દૃશ્ય છે.

બાબાસાહેબનું આ ચિત્રણ પોતાના માટે ગૌરવની વાત હોવાનું નાગરાજ મંજુલેએ બીબીસી મરાઠીને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

જોકે, નાગરાજ મંજુલ આવા પૂર્વગ્રહો તોડી રહ્યા છે ત્યારે તેમના કેટલાક ચાહકો આવા પૂર્વગ્રહો દ્વારા જ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે.

દિગ્દર્શક સુનીલ સુકથનકરે તેમને થયેલા અનુભવની વાત એક ફેસબૂક પોસ્ટમાં કરી છે.

સુકથનકરે જણાવ્યું છે કે 'ઝૂંડ'ના ટ્રેલર બાબતે શુભેચ્છા આપવાની સાથે એક વ્યક્તિએ એવી કૉમેન્ટ કરી હતી કે "તમે અને સુમિત્રા ભાવે ઝૂંડ જેવી ફિલ્મ બનાવી શક્યા નહીં, કારણ કે તમારી પાસે તેવી લાયકાત નથી."

તેમણે લખ્યું છે કે "દરેક ફિલ્મ પોતાની જ્ઞાતિવિષયક વાસ્તવિકતા રજૂ કરતી હોય છે. વિષયવસ્તુમાં જ એક પ્રકારનું રાજકારણ છુપાયેલું હોય છે, હોવું જ જોઈએ. ટાઇમપાસના હેતુસર બનાવવામાં આવેલી ફિલ્મો પણ તેનાથી દૂર રહી શકતી નથી."

"પાયાનો સવાલ એ હોય છે કે જે તે ફિલ્મ જ્ઞાતિઆધારિત સમાજવ્યવસ્થામાંની ગંદી બાબતો સામે સવાલ ઉઠાવે છે કે પછી તેમાં જ્ઞાતિની કથિત 'અસ્મિતા'ના બણગા ફૂંકવામાં આવે છે?"

તેઓ આગળ લખે છે કે "ફિલ્મજગતનું જ્ઞાતિઓ-પેટાજ્ઞાતિઓમાં વિભાજન કરવા ઊતરી પડેલા વિવિધ ભક્તો હવે જાગો અને વિવિધ ફિલ્મો જરાય આળસ કર્યા વિના નિહાળો. પછી કશું બોલો."

line

આ વર્ગીકરણ શા માટે?

લેખક અને ભૂતપૂર્વ તંત્રી ગણેશ કનાટેએ જણાવ્યું છે કે કોઈ કળાનો આસ્વાદ માણ્યા વિના, કોઈ ફિલ્મ નિહાળ્યા વિના એક વિશે અભિપ્રાય વ્યક્ત કરવાનું યોગ્ય નથી.

ઇમેજ સ્રોત, UNIVERSAL PR

ઇમેજ કૅપ્શન, લેખક અને પૂર્વ તંત્રી ગણેશ કનાટેએ જણાવ્યું છે કે કોઈ કળાનો આસ્વાદ માણ્યા વિના કોઈ ફિલ્મ નિહાળ્યા વિના એક વિશે અભિપ્રાય વ્યક્ત કરવાનું યોગ્ય નથી.

જમણેરી વિચારધારા ધરાવતા કટારલેખિકા શેફાલી વૈદ્યની એક ફેસબૂક પોસ્ટ તાજેતરમાં વાઇરલ થઈ હતી. તેમણે સવાલ કર્યો હતો કે "ઉચ્ચવર્ણની સમાજવ્યવસ્થા સામે આટલો બધો રોષ હતો, તો ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અમિતાભ બચ્ચનને શા માટે આપી?" આ સવાલ સાથે જ્ઞાતિના મુદ્દાની ચર્ચાની વેગ મળ્યો હતો.

ફિલ્મજગત સાથે સંકળાયેલા અનેક લોકોએ આ બાબતે ખેદ વ્યક્ત કર્યો છે.

દિગ્દર્શક કેદાર શિંદે કહે છે કે "માણસ નાતજાતના ભેદમાંથી મુક્ત થાય નહીં, ત્યાં સુધી તે માણસ કહેવાને લાયક નથી. 'ઝૂંડ'ને ફિલ્મ તરીકે જ જુઓ."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

અભિનેત્રી હેમાંગી કવિ-ધૂમાળ સવાલ કરે છે કે "હિન્દી માટે શૅર કર્યું, પણ મરાઠી માટે કેમ નહીં? મરાઠી કર્યું તો 'તેમનું' જ કર્યું, 'અમારું' કેમ ન કર્યું? સૌથી પહેલાં સરનેમ જોવામાં આવે છે. બધું આખરે ત્યાં આવીને જ અટકે છે."

હેમાંગીએ આગળ લખ્યું છે કે "આ બાબતને ખતમ કરવામાં કેટલાં વર્ષ લાગશે? ફિલ્મો શા માટે અને કોના માટે બનાવવામાં આવે છે?"

"જેમણે ફિલ્મો જોવાની જરૂર છે, તેઓ પોતાની કટ્ટરતાની દિશામાં આગળ વધી રહ્યા છે. તેનું પરિણામ ભયંકર છે. તે ભયંકર છે, એવું કોને લાગે છે? વચ્ચેના લોકોને. સરસ."

લેખક-દિગ્દર્શક અને સમીક્ષક ગણેશ મતકરીએ ફેસબૂક પર લખ્યું છે કે "સોશિયલ મીડિયા પર ઝૂંડ, બૅટમૅન, પાવનખિંડ અને ગંગૂબાઈ કાઠિયાવાડી વચ્ચે આટલા ભાગલા કેમ પડ્યા? ગત વર્ષે આવું જોવા મળ્યું ન હતું. આ વર્ષે જોવા મળે છે, તો જુઓ અને મજા કરો."

ગણેશ મતકરીએ એક અન્ય ફેસબૂક પોસ્ટમાં 'ઝૂંડ'ની સમીક્ષા સંદર્ભે કેટલાક મુદ્દા રજૂ કર્યા છે.

તેમણે લખ્યું છે કે "એક ફિલ્મ તરીકે ઝૂંડમાં ઘણી ખામીઓ છે. તેમ છતાં આ ફિલ્મ ચાલવી જોઈએ અને વધુમાં વધુ લોકોએ તે નિહાળવી જોઈએ, કારણ કે તેમાં જે વાત કરવામાં આવી છે એ અવગણવા જેવી નથી."

લેખક અને પૂર્વ તંત્રી ગણેશ કનાટેએ જણાવ્યું છે કે કોઈ કળાનો આસ્વાદ માણ્યા વિના, કોઈ ફિલ્મ નિહાળ્યા વિના અભિપ્રાય વ્યક્ત કરવાનું યોગ્ય નથી.

ગણેશ કનાટેએ લખ્યું છે કે "કેટલીક ટોળકીઓએ કળાકૃતિને નિહાળ્યા વિના જ તેના સર્જકનાં જ્ઞાતિ, ધર્મ, લિંગ, રાષ્ટ્રીયતાના આધારે ચોક્કસ અભિપ્રાયને સોશિયલ મીડિયા પર ફેલાવવાનું તથા અન્યોને તેનાથી દૂષિત કરવાનું શરૂ કર્યું છે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

મહારાષ્ટ્રના મુખ્ય સર્વેક્ષણ અધિકારી પ્રદીપ આવટેએ આ સંદર્ભે બોલકો પ્રતિભાવ આપ્યો હતો.

સુનીલ સુકથનકરની પોસ્ટ બાબતે પ્રતિભાવ આપતાં તેમણે લખ્યું છે કે "સમાજમાં જ્ઞાતિના આધારે મોટા પાયે ધ્રુવીકરણ થયું છે."

"લોકો ફિલ્મો વચ્ચે 'પોતાની' અને 'પારકી' એવા ભેદભાવ કરી રહ્યા છે, જે ઉત્તમ સામાજિક આરોગ્યનું લક્ષણ નથી. આવું બન્ને બાજુએથી થઈ રહ્યું છે."

તેમણે એમ પણ લખ્યું છે કે "એક માણસ તરીકે આપણે બીજા માણસના જીવતરને સમજવાની ક્ષમતા ગુમાવી રહ્યા હોઈએ, એવું વારંવાર લાગે છે. ઉપરથી એવું લાગે છે કે આપણો સમાજ શાંતિમય સહઅસ્તિત્વમાં માને છે, પણ તે વિવિધ જ્ઞાતિઓની છાવણીમાં વહેંચાઈ ગયાનો વિચાર જ પીડાદાયક છે."

મરાઠી મનોરંજન ક્ષેત્રનો ચહેરો શહેરી, મધ્યમવર્ગીય અને ઉચ્ચવર્ણીય હોવાની ચર્ચા નવી નથી. મરાઠી દિગ્દર્શક સુજોય ડહાકેએ બે વર્ષ પહેલાં આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે પણ આવા સવાલ પૂછવામાં આવ્યા હતા.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો