યાદશક્તિ વધારવી હોય તો અપનાવો આ 6 ટિપ્સ

યાદશક્તિ વધારવા શું કરશો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લૉરા પ્લિટ
    • પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ

મેં ઘરની ચાવી ક્યાં મૂકી? એ દૂરના સંબંધીની દીકરીનું નામ શું છે? આ ફિલ્મના હીરો કોણ છે? આપણે બધું આમ જ ભૂલી જઈએ છીએ.

જેમ-જેમ તમે મોટા થઈએ, તેમ-તેમ બધું યાદ રાખવું અઘરું થઈ જતું હોય છે.

રિચર્ડ રેસ્ટૉક ન્યૂરોલૉજિસ્ટ છે અને જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટી હૉસ્પિટલ સ્કૂલ ઑફ મેડિસિન ઍન્ડ હેલ્થ સાયન્સિઝ યુએસએમાં પ્રોફેસર પણ છે. તેઓ કહે છે કે ભૂલવું એક અનિવાર્ય પ્રક્રિયા નથી. તેમણે મગજ પર 20થી વધુ પુસ્તકો લખ્યાં છે.

81 વર્ષના રિચર્ડે કહ્યું કે, “આપણે શરીરની કસરતની જેમ જ મગજની કસરત કરીએ તો તે હંમેશાં સક્રિય રહેશે.” રિચર્ડની યાદશક્તિ પણ અવિશ્વસનીય છે. તેઓ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક તરીકે ઓળખાય છે.

તેઓએ બીબીસીને જણાવ્યું કે યાદશક્તિ કેવી રીતે મજબૂત કરી શકાય? અને મગજને કેવી રીતે પ્રશિક્ષિત કરી શકાય.

બીબીસી ગુજરાતી

ફિક્શન પુસ્તકો વાંચો

નૉનફિક્શન પુસ્તકનો ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images

નૉનફિક્શન પુસ્તકો માહિતી અને જ્ઞાનનું કેન્દ્ર છે, પરંતુ જ્યારે સ્મરણશક્તિમાં સુધારો લાવવાની વાત આવે, ત્યારે નવલકથા વાંચવાથી ઘણાં સારાં પરિણામ મળે છે.

યાદશક્તિના મામલામાં નૉન-ફિક્શન પુસ્તકોની માગ ઓછી છે. તમે પુસ્તકની સંદર્ભસૂચિ વાંચી શકો છો અને તમારી રુચિનો વિષય પસંદ કરી શકો છો.

જોકે, જ્યાં સુધી યાદશક્તિનો સવાલ છે, ફિક્શન પુસ્તકની ઘણી માગ હોય છે. ખાસ કરીને નવલકથા વાંચતી વખતે તેમાનાં પાત્રો આંખો સામે આવતાં રહે છે.

બીબીસી ગુજરાતી

શબ્દોને ચિત્રોમાં બદલવા

રિચાર્ડ રિસ્ટૉક

ઇમેજ સ્રોત, RICHARD RESTAK

કહાણીના પ્રવાહને યાદ રાખવો, પાત્રો વચ્ચે સંબંધોને યાદ રાખવા, કથાનકના વિવરણને યાદ રાખવા માટે વધુ સ્મૃતિપ્રયાસની આવશ્યકતા હોય છે.

આ એક બુનિયાદી સિદ્ધાંત છે. ઉદાહરણ તરીકે, “ગ્રીન સ્ટૉન” નામના એક અંગ્રેજ પર વિચાર કરો. રિચર્ડ સૂચવે છે કે તમે તેમનું નામ યાદ રાખવા માટે તમારા મગજમાં લીલા પથ્થરની કલ્પના ન કરો. આ એક સરળ ઉપાય છે.

તેમણે કહ્યું હતું કે, “જો તમે એ નામ સાંભળો છો અને તેને છોડી દો છો, તો તમે તેને યાદ નહીં રાખી શકો.”

એક અન્ય સલાહ એ છે કે, જે ચીજ યાદ રાખવાની આવશ્યકતા છે, તેને પરિચિત વસ્તુઓ અથવા પોતાના પરિવેશ સાથે યાદ કરો.

બીબીસી ગુજરાતી

મિત્રો સાથે બ્રેઇન ટીઝર રમો

યાદશક્તિ વધારવા શબ્દોને ચિત્રોમાં જોવા

ઇમેજ સ્રોત, Getty Images

પાર્ટીઓ અથવા પારિવારિક સમારોહમાં રેસ્ટૉકની મનપસંદ “20 સવાલો”ની રમત છે. આ એક એવી રમત છે જેમાં મગજનો ઉપયોગ થાય છે.

તેમાં વ્યક્તિએ પોતાના મનમાં કોઈ વસ્તુ, સ્થાન અથવા કોઈ અન્ય વ્યક્તિના નામનો વિચાર કરવાનો હોય છે.

ત્યારબાદ કોઈ અન્ય વ્યક્તિને 20 સવાલ પૂછો, તેથી ખબર પડે કે તેમના મગજમાં શું ચાલી રહ્યું છે. તેમને પહેલી વ્યક્તિ માટે માત્ર હા અથવા નામાં જવાબ આપવાનો હોય છે.

તેમાં સવાલોનું પુનરાવર્તન ન થવું જોઈએ. મારો મતલબ છે કે, એ બે લોકોએ અત્યાર સુધી કેટલા સવાલો પૂછ્યા છે? શું સવાલો પૂછ્યા હતા? તમારે તેમને આપેલા જવાબો યાદ રાખવાના છે. આ રમતનો સૌથી અઘરો હિસ્સો છે.

બીબીસી ગુજરાતી

પહેલાં મગજ અને પછી ટેકનિકનો ઉપયોગ કરો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સુપર માર્કેટમાંથી ખરીદવા માટેની વસ્તુઓની યાદીનો ફોટો તમારા ફોનમાં લેવો કોઈ ખોટો વિચાર નથી, પરંતુ દરેક વખતે મોબાઇલ ફોન અથવા અન્ય ઉપકરણોનો ઉપયોગ કરવાથી આપણી સ્મરણશક્તિ નબળી પડી જાય છે. આપણે પણ તેનો ઉપયોગ આપણા લાભ માટે કરવો જોઈએ.

રિચર્ડનું કહેવું છે કે, “તમારે જ્યારે સુપરમાર્કેટ જવાનું હોય, ત્યારે તમારે જે કંઈ પણ ખરીદવાનું છે, તેની એક યાદી બનાવી લો. તે અનુસાર વસ્તુઓ લો. આખરે કઈ ભૂલી તો ગયા નથી ને? તે જાણવા માટે ફોનમાં લીધેલી વસ્તુઓની યાદીની તસવીર ચકાસો.”

તેમનું કહેવું છે કે પહેલાં મગજનો ઉપયોગ કરો. ડિવાઇઝનો ઉપયોગ વિકલ્પ તરીકે કરવો જોઈએ.

બીબીસી ગુજરાતી

ઝોકા ખાવા

યાદશક્તિ માટે ઝોકું મારવું જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક પ્રદેશોમાં ઝોકા ખાવા એ આળસની નિશાની માનવામાં આવે છે, પરંતુ કેટલાક અભ્યાસ મુજબ સારી યાદશક્તિ માટે ઝોખા ખાવા પણ જરૂરી છે.

જેઓ રોજ આરામ કરે છે અને લાંબો સમય સૂતા રહે છે, તેમનું કહેવું છે કે તેના કારણે મગજ માહિતીને વધુ સારી રીતે સંગ્રહ કરી શકે છે. તેનામાં સ્ટોર કરી શકે છે અને ત્યારબાદ જરૂર પડે તેને યાદ કરી શકે છે.

તેઓ સૂચવે છે કે આ 'સ્નૂઝ બ્રૅક' 20થી 40 મિનિટનો હોવો જોઈએ.

તેઓ કહે છે કે, “જો આ સ્નૂઝનો સમય 60 મિનિટથી વધુનો થઈ જાય, તો તમને રાત્રે સૂવામાં તકલીફ થશે, તેથી ઍલાર્મ સેટ કરો.”

બીબીસી ગુજરાતી

પ્રોસેસ્ડ ખોરાકથી બચવું

પ્રોસેસ્ડ ખોરાકથી દૂર રહેવું

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે કહ્યું કે, “પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થ, વધારે ચરબીવાળો ખાદ્યપદાર્થ અને વધારે મીઠું કે પ્રિઝર્વેટિવ્સવાળો ખોરાક ખાવો ન જોઈએ.”

રિસ્ટૉકે કહ્યું કે, “આ ખાદ્યપદાર્થ યાદશક્તિ માટે સારા નથી હોતા. કારણકે તે યાદશક્તિ સાથે જોડાયેલી કોશિકાઓમાં રક્તનો પ્રવાહ ઓછો કરી દે છે, અને તે હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ તરફ લઈ જાય છે.”

રિસ્ટૉકે કહ્યું કે, “આ બધાથી મતિભ્રમ થઈ શકે છે.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી