'અમેરિકા જવા 45 લાખ ખર્ચ્યા, બંદૂક દેખાડી તગેડી મૂક્યા', ભારતીયો સાથે શું થયું?

અમેરિકા, ગેરકાયદે પ્રવાસી, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમેરિકામાં વસતાં ગેરકાયદે પ્રવાસીઓ, પંજાબ, કૅનેડા, માઇગ્રેશન, ઉત્તર ગુજરાત, અમેરિકા જવાના રસ્તા, અમૃતસર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ભારતીયોને લઈને એક પછી એક વિમાન અમૃતસરમાં ઊતરી રહ્યાં છે, ત્યારે ડિપૉર્ટ થયેલા લોકોની આપવીતી ત્યાંની વાસ્તવિકતા રજૂ કરે છે.

રવિવારે રાત્રે અમેરિકાથી ત્રીજું વિમાન આવ્યું હતું જેમાં 112 ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સવાર હતા. આ લોકોમાં ગુજરાતના પણ 33 લોકો હતા.

અમેરિકાથી આવતાં વિમાનો પંજાબના અમૃતસર ઍરપૉર્ટ પર ઊતરે છે અને ત્યાંથી જે તે વિસ્તારના લોકોને મોકલવામાં આવે છે.

પંજાબના ગુરદાસપુરના બે ભાઈઓને અમેરિકાથી ડિપૉર્ટ કરાયા છે જેમાંથી એકે પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું છે.

અમૃતસરના ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ કહ્યું કે "વિમાનમાં સવાર લોકોને ખોરાક, દૂધ, ડાયપર્સ જેવી જરૂરી ચીજો અપાઈ છે."

તેમણે કહ્યું કે "લોકોને ઘરે પહોંચાડવા પણ વ્યવસ્થા કરવામાં આવી છે."

હાલમાં તમામ લોકોને પોતપોતાના ઘેર મોકલવામાં આવ્યા છે.

આ અગાઉ બે વિમાન પંજાબમાં ઊતરી ચૂક્યા છે જેમાંથી પહેલું વિમાન 5 ફેબ્રુઆરીએ અને બીજું વિમાન 15 ફેબ્રુઆરીએ આવ્યું હતું.

બીજા વિમાનમાં 67 પંજાબી હતા જેમાંથી મોટા ભાગના લોકો અત્યંત મુશ્કેલી અને હાડમારી ભોગવીને ગેરકાયદે રીતે અમેરિકા પહોંચ્યા હતા. પરંતુ હવે ડિપોર્ટ થઈને ભારત આવ્યા પછી તેમના માટે સમસ્યા શરૂ થઈ છે.

બીબીસી પંજાબીના ગુરપ્રીત ચાવલા, ગુરમિંદર ગરેવાલ, કુલવીર નામોલ અને નવજોતકોરે અમેરિકન સૈન્યવિમાનમાં પરત આવેલા અમુક લોકોના પરિવાર સાથે વાત કરી હતી.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

અમેરિકામાં ગેરકાયદે ગયેલા ભારતીયોને કેવી યાતના વેઠવી પડી?

અમેરિકા, ગેરકાયદે પ્રવાસી, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમેરિકામાં વસતાં ગેરકાયદે પ્રવાસીઓ, પંજાબ, કૅનેડા, માઇગ્રેશન, ઉત્તર ગુજરાત, અમેરિકા જવાના રસ્તા, અમૃતસર
ઇમેજ કૅપ્શન, ગુરમીતસિંહનાં માતા

ગુરદાસપુરના ખાનોવાલ બોહરી ગામના બે ભાઈ હરજોતસિંહ અને હરજિતસિંહે સારા ભવિષ્યની શોધમાં અમેરિકા જવા માટે 45 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા, પરંતુ હવે તેમને ભારત ડિપૉર્ટ કરાયા છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમેરિકામાં તેમના પર ભારે ટોર્ચર કરાયું હતું. તેના કારણે હરજોતસિંહની માનસિક હાલત બગડી ગઈ છે.

બીજા ભાઈ હરજિતસિંહે કહ્યું કે પનામાના જંગલમાં તેને બહુ માર મારવામાં આવ્યો હતો. અપહરણકર્તાઓએ તેને બંદૂક દેખાડી હતી અને ત્યાંથી ભાગી નહીં જાય તો મારી નાખવાની ધમકી આપી હતી. વિમાનમાં પણ તેને સાંકળોથી બાંધીને રખાયા હતા.

અમેરિકા, ગેરકાયદે પ્રવાસી, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમેરિકામાં વસતાં ગેરકાયદે પ્રવાસીઓ, પંજાબ, કૅનેડા, માઇગ્રેશન, ઉત્તર ગુજરાત, અમેરિકા જવાના રસ્તા, અમૃતસર
ઇમેજ કૅપ્શન, હરજિતસિંહે કહ્યું કે વિમાનમાં તેને હાથકડીઓ પહેરાવવામાં આવી હતી

હરજિતસિંહનાં માતા ગુરપ્રીતકોરે કહ્યું કે એજન્ટે તેમને ખાતરી આપી હતી કે તેમના પુત્રને વ્યવસ્થિત રીતે લઈ જવાશે. પરંતુ તેના પુત્રે રસ્તામાં ઘણી યાતનાઓ ભોગવી હતી.

તેમણે કહ્યું કે, "મારા પુત્રે પાંચ દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, તેનો ફોન છીનવી લેવાયો હતો. તેને પૂરતાં કપડાં વગર ચોવીસ કલાક એસીમાં રાખવામાં આવતો હતો."

તેમણે કહ્યું, "મારા દીકરાઓના હાથ અને પગ સાંકળોથી બાંધેલા હતા, જાણે તેમણે ત્યાં હત્યા જેવો કોઈ ગુનો કર્યો હોય."

તેઓ કહે છે કે, "તેમના પિતા પણ મૃત્યુ પામ્યા છે. મેં મહેનત કરીને મારાં બાળકોને ઉછેર્યાં છે. તેને કંઈ થઈ જાય તો હું શું કરીશ?"

તેમનું કહેવું છે કે, "આરોપી એજન્ટો સામે સખત કાર્યવાહી કરવામાં આવે અને તેમનાં નાણાં પરત કરાવવામાં આવે."

'અમેરિકા જવા દેવું કર્યું, 40 લાખનો ખર્ચ કર્યો છતાં તકલીફ ચાલુ રહી'

અમેરિકા, ગેરકાયદે પ્રવાસી, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમેરિકામાં વસતાં ગેરકાયદે પ્રવાસીઓ, પંજાબ, કૅનેડા, માઇગ્રેશન, ઉત્તર ગુજરાત, અમેરિકા જવાના રસ્તા, અમૃતસર
ઇમેજ કૅપ્શન, ગુરમીતસિંહનો પરિવાર

વિમાનમાં ગુરમીતસિંહને પણ લાવવામાં આવ્યા છે જે ફતેહગઢ સાહેબ મતક્ષેત્રના તલાની ગામના વતની છે.

બીબીસી પંજાબીના ગુરમિંદર ગરેવાલે ગુરમીતસિંહના પરિવાર સાથે વાત કરી હતી.

દરમિયાન પરિવારે કહ્યું કે તેમનો પુત્ર રોજગારીની શોધમાં 12 નવેમ્બર 2024ના રોજ અમેરિકા ગયો હતો. તેમણે આના માટે 40 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. પુત્રને અમેરિકા મોકલવા પરિવારે મોટું દેવું કરવું પડ્યું હતું.

પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે તેમના પુત્રને પાછો મોકલી દીધો છે જેથી તેમની તકલીફ વધી ગઈ છે.

ગુરમિતના પરિવારે આ મુશ્કેલ સમયમાં સરકાર તેમને યોગ્ય વળતર આપે તેવી માગણી કરી છે.

'અમેરિકા જવા 45 લાખનો ખર્ચ કરીને ડૉન્કી રૂટથી પહોંચ્યા'

અમેરિકા, ગેરકાયદે પ્રવાસી, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમેરિકામાં વસતાં ગેરકાયદે પ્રવાસીઓ, પંજાબ, કૅનેડા, માઇગ્રેશન, ઉત્તર ગુજરાત, અમેરિકા જવાના રસ્તા, અમૃતસર
ઇમેજ કૅપ્શન, હરમીતસિંહના પરિવારના સભ્ય

અમેરિકાથી આવેલા વિમાનમાં 32 વર્ષીય હરદીપસિંહ પણ સામેલ હતા જેઓ સંગગુર જિલ્લાના ચઠ્ઠા સેંખવા ગામના વતની છે.

કૅમેરા સામે પોતાની ઓળખ છુપાવતા તેમના પરિવારના સભ્યોએ કહ્યું કે હરદીપસિંહ 45 લાખનો ખર્ચ કરીને ડૉન્કી રૂટથી અમેરિકા પહોંચ્યા હતા.

બીબીસી સાથે વાત કરતા તેમના પરિવારે કહ્યું કે, "અમેરિકા પહોંચ્યા પછી તેમના પુત્રે એક વખત વાત કરી હતી. આ દરમિયાન તેણે એક વીડિયો પણ બનાવીને મોકલ્યો હતો. પરંતુ ત્યાર પછી દીકરા સાથે વાત થઈ ન હતી."

પરિવારને એ પણ ખબર નથી કે હરદીપ ચાર-પાંચ મહિનાથી ક્યાં હતા.

હરદીપે પંજાબ યુનિવર્સિટી, પટિયાલાથી એમબીએની ડિગ્રી મેળવી છે. પંજાબમાં નોકરી ન મળવાના કારણે તે વિદેશ ગયા હતા. પરંતુ હવે તેઓ હેમખેમ પાછા આવી જવાથી પરિવારને રાહત થઈ છે.

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ દંપતીને આઘાત લાગ્યો

અમેરિકા, ગેરકાયદે પ્રવાસી, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમેરિકામાં વસતાં ગેરકાયદે પ્રવાસીઓ, પંજાબ, કૅનેડા, માઇગ્રેશન, ઉત્તર ગુજરાત, અમેરિકા જવાના રસ્તા, અમૃતસર
ઇમેજ કૅપ્શન, જસવિંદરસિંહે પોતાના પુત્ર અને પુત્રવધૂને 80 લાખનો ખર્ચ કરી અમેરિકા મોકલ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરત આવેલા પંજાબીઓમાં જૌલા ખુર્દ (લાલારુ)ના વતની ગુરપ્રીતસિંહ અને તેમનાં પત્ની અમનપ્રીતકોર સામેલ છે.

ગુરપ્રીતસિંહના પિતા જસવિંદરસિંહે બીબીસીને જણાવ્યું કે તેઓ નવ મહિના અગાઉ અહીંથી ગયા હતા. તેમના કહેવા પ્રમાણે દંપતીને અમેરિકા પહોંચાડવામાં 80 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

જસવિંદરસિંહે કહ્યું કે, "અમે 9 મહિના અગાઉ 80 લાખ રૂપિયા લગાવીને એજન્ટ મારફત પતિ-પત્નીને યુએસ મોકલ્યાં હતાં. તેમાં હરિયાણાના એજન્ટની મદદ લેવાઈ હતી. તેમણે જમીન વેચીને અને બધેથી રૂપિયા ઉધાર લઈને નાણાંની વ્યવસ્થા કરાઈ હતી."

"એજન્ટોએ અમને કહ્યું હતું કે અમને કાયદેસર રીતે મોકલશે. અમે પહેલાં કૅનેડા માટે અરજી કરી પરંતુ કામ ન થયું. અંતે અમેરિકા માટે અરજી કરી."

તેમનું કહેવું છે કે એજન્ટે તેમનાથી ડૉન્કી રૂટની વાત છુપાવી હતી.

ગુરપ્રીતસિંહે ઍગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે જ્યારે અમનપ્રીત ધોરણ 12 પાસ છે.

જસવિંદરસિંહ કહે છે, "અમે છેલ્લે બંને સાથે પાંચમી ફેબ્રુઆરીએ વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ બંને અમેરિકા પહોંચી ગયાં છે. પછી મીડિયા મારફત જાણવા મળ્યું કે તેમને પાછા મોકલવાના છે."

જસવિંદરસિંહ હવે એજન્ટ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માગ કરે છે. તેઓ કહે છે કે "મારાં પુત્ર અને પુત્રવધૂને આઘાત લાગ્યો છે. તેઓ કોઈ સાથે વાત નથી કરતાં."

અમેરિકાથી ભારતમાં ડિપૉર્ટેશન મામલે રાજકીય વિવાદ

અમેરિકા, ગેરકાયદે પ્રવાસી, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમેરિકામાં વસતાં ગેરકાયદે પ્રવાસીઓ, પંજાબ, કૅનેડા, માઇગ્રેશન, ઉત્તર ગુજરાત, અમેરિકા જવાના રસ્તા, અમૃતસર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાથી અત્યાર સુધીમાં ગેરકાયદે ભારતીયોને લઈને ત્રણ વિમાન ભારત આવી ચૂક્યાં છે

ઉલ્લેખનીય છે અમેરિકાથી વિમાનમાં આવતા ગેરકાયદે પ્રવાસીઓમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના લોકો પણ હોય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 70થી વધુ લોકોને ડિપૉર્ટ કરાયા છે.

અમેરિકાથી ડિપૉર્ટ થઈને આવતા લોકોને સૌથી પહેલા અમૃતસર ઉતારવામાં આવે છે તેનો પંજાબના મુખ્ય મંત્રી ભગવત માને વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે "અમારા પવિત્ર શહેરને ડિટેન્શન સેન્ટર ન બનાવો. તમારી પાસે બીજાં ઍરપૉર્ટ પણ છે. અમૃતસરને શા માટે બદનામ કરો છો."

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની મુલાકાત થઈ હતી. ત્યાર પછી પ્રેસ કૉન્ફરન્સમાં મોદીએ જણાવ્યું કે, "ગેરકાયદે માઇગ્રન્ટ્સ વિશે ભારત અને અમેરિકાના વિચારો એક સરખા છે. અમેરિકામાં ગેરકાયદે વસતા કોઈ ભારતીયની પુષ્ટિ થાય તો અમે તેમને સ્વીકારવા તૈયાર છીએ."

તેમણે કહ્યું હતું કે, "કેટલાક લોકોને માનવતસ્કરી દ્વારા અમેરિકા લાવવામાં આવે છે. સામાન્ય ઘરના લોકોને મોટાં મોટાં સપનાં બનાવીને લાવવામાં આવે છે."

તો વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું હતું કે "ગેરકાયદે માઇગ્રેશનને પ્રોત્સાહિત કરવામાં ન આવે તે આપણા હિતમાં છે."

તેમણે કહ્યું કે "અમેરિકામાં આઈસીઈ દ્વારા ડિપૉર્ટેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. તેમાં લોકોના હાથપગમાં બેડીઓ બાંધવામાં આવે છે."

જયશંકરે જણાવ્યું કે અમેરિકાએ અમને કહ્યું છે કે મહિલાઓ અને બાળકોને બાંધવામાં નહીં આવે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.