હાર્દિક પંડ્યાએ જણાવ્યું મેદાનમાં રમતી વખતે નિર્ણય કેવી રીતે લે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી ટી-20 મૅચમાં ભારતનો વિજય થયો છે. પ્રથમ બૅટિંગ કરતાં ભારતે ચાર વિકેટના નુકસાન પર 234 રનનો જંગી સ્કોર કર્યો હતો. ત્યારે તેની સામે ન્યૂઝીલૅન્ડની ટીમ માત્ર 66 રન જ બનાવી શકી હતી.
12.1 ઓવરમાં ન્યૂઝીલૅન્ડની ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, તેમજ ભારતને 168 રનોથી શાનદાર જીત મળી હતી.
ભારતે ન્યૂઝીલૅન્ડને 168 રને હરાવ્યું હતું, નોંધનીય છે કે આ ભારતની અત્યાર સુધીની ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રનથી જીત મેળવ્યાનો રૅકોર્ડ છે.
આ સાથે જ ભારતે ત્રણ મૅચની ટી-20 સિરીઝ પર 2-1થી કબજો કરી લીધો હતો.
મૅચના હીરો ભારતના ઓપનર શુભમન ગિલ રહ્યા હતા, તેમણે માત્ર 63 બૉલમાં 126 રન બનાવી પોતાની કારકિર્દીની પ્રથમ સદી બનાવી નોંધાવી હતી.
તેઓ આક્રમક બૅટિંગ કરીને ભારતને લગભગ ‘અજેય’ સ્થિતિમાં લાવીને ઊભું કરી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શુભમન ગિલે 200ના સ્ટ્રાઇક રૅટથી રમીને 63 બૉલમાં અણનમ 126 રન બનાવ્યા હતા. જેમાં તેમણે સાત છગ્ગા અને 12 ચોક્કા માર્યા હતા. આ રીતે તેઓ વિરાટ કોહલીને પાછળ પાડીને ભારત માટે આ ફૉર્મેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમૅન બની ગયા છે.
વિરાટે ગયા વર્ષે અફઘાનિસ્તાન સામે 122 રનની ઇનિંગ રમીને રૅકૉર્ડ બનાવ્યો હતો, શુભમને તેને પોતાના નામે કરી દીધો હતો.
આ ઇનિંગ પહેલાં શુભમન વિશે કહેવાઈ રહ્યું હતું કે, વનડેની સફળતાને ટી-20માં પ્રદર્શિત કરી શક્યા ન હતા.
આ સિરીઝમાં રાંચી અને લખનઉમાં રમાયેલી પ્રથમ બે મૅચમાં તેઓ રન બનાવી જ શક્યા ન હતા અને જેવી રીતે આઉટ થયા, તેની પર એ કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ ટર્નિંગ વિકેટ પર સારી રીતે રમી શક્યા નથી.
વનડે સિરીઝમાં શુભમન ગિલની તમામ અપેક્ષાઓ વધી ગઈ હતી. ત્યારબાદ ટી-20ની પ્રથમ બે મૅચમાં રન બનાવી ન શકવાના કારણે તેઓ દબાવમાં આવી ગયા હતા. તેઓએ તેમની આ જોરદાર ઇનિંગથી બતાવી દીધું છે કે તેઓ ત્રણેય ફૉર્મેટના ખેલાડી છે.

ઈશાન કિશનની પ્રથમ બે મૅચની જેમ આ મૅચમાં પણ સરળ રીતે નીકળી જવાના દબાવને શુભમન ગિલે તેમની ઉપર હાવી થવા દીધો નથી.
ન્યૂઝીલૅન્ડ સામે ભારતની 168 રનની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ઓપનિંગ બૅટ્સમૅન શુભમન ગિલે બુધવારે કહ્યું હતું કે, તેમણે ઇનિંગ દરમિયાન કંઈ પણ વધારાનું કર્યું નથી. શુભમન ગિલ 126 રન બનાવીને અણનમ રહ્યા અને બૅટિંગ લીધા પછી ભારતને 4 વિકેટે 234 રન બનાવવામાં મદદ કરી. ભારતે ફરી ન્યૂઝીલૅન્ડને 12.1 ઓવરમાં 66 રન પર ઑલઆઉટ કરીને રનની દૃષ્ટિએ તેમની સૌથી મોટી જીત નોંધાવી હતી.
ગિલે મૅચ બાદ કહ્યું હતું કે, "જ્યારે પ્રૅક્ટિસનું ફળ મળે ત્યારે સારું લાગે છે. ટીમના ઉમદા પર્ફૉર્મન્સ પર ખુશી થાય છે. સિક્સ ફટકારવાની દરેક ખેલાડીની પોતાની આગવી ટૅકનિક હોય છે."
તેમણે જણાવ્યું હતું કે, “હું જે રીતે બેટિંગ કરું છું, તેવી જ રીતે બૅટિંગ કરવાનું હાર્દિકભાઈએ મને કહ્યું છે, બીજું કંઈ વધારે કરવાની જરૂર નથી. જ્યારે તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરો, ત્યારે મને નથી લાગતું કે કોઈ પ્રકારનો થાક લાગતો હોય અને હું ત્રણેય ફૉર્મેટમાં રમીને ખુશ છું."

હાર્દિકે 17 બૉલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રન ફટકાર્યા

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાર્દિક પંડ્યા આમ તો ઉપયોગી ક્રિકેટર રહ્યા છે, પણ કૅપ્ટનશિપ મળ્યા બાદ તેમની રમતમાં વધુ નિખાર આવ્યો છે.
ન્યૂઝીલૅન્ડે જ્યારે 235 રનના વિશાળ લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતર્યું, ત્યારે તેની સામે સૌથી મોટો પડકાર વિકેટ પર ટકી રહેવાનો હતો. પરંતુ હાર્દિક પંડ્યાની ઘાતક બૉલિંગે ક્યારેય તેના પગ ટકવા દીધા નથી.
જે વિકેટ પર ન્યૂઝીલૅન્ડની બૉલિંગ વખતે લાગતું હતું કે, આ વિકેટ બૅટ્સમૅનો માટે અનુકૂળ છે, હાર્દિકે એ જ વિકેટને બૉલરની વિકેટ બનાવી હતી.
હાર્દિકે પોતાની પ્રથમ ઓવરમાં જ ફિન એલનને કેચ આપીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ગ્લેન ફિલિપ્સ, લૉકી ફર્ગ્યુસન અને બ્લેયર ટિકનરની વિકેટ લઈને તેણે કિવી ઈનિંગ્સની કમર તોડી નાખી. હાર્દિકે ચાર ઓવરમાં 16 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
હાર્દિક પોતે સારી બૉલિંગ કરી શક્યા નહોતા, પણ તેમના અન્ય બૉલરોને તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરિત કરતા હતા. અર્શદીપ, ઉમરાન મલિક અને શિવમ માવીએ બે-બે વિકેટ લઈને ન્યૂઝીલૅન્ડની ઇનિંગ્સને માત્ર 66 રનમાં સમેટી લીધી હતી.
આ પહેલાં હાર્દિકે બૅટિંગમાં કૅપ્ટનશિપની જવાબદારી સારી રીતે નિભાવી હતી. જો સૂર્યકુમાર યાદવ વહેલા આઉટ થઈ જાય તો ભારતીય ઇનિંગ્સ રોકી શકાઈ હોત, પરંતુ હાર્દિકે ગિલને સાથ આપીને ઇનિંગને આગળ વધારવાનું ચાલુ ચાખ્યું હતું.
તેઓએ શુભમન સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં 40 બોલમાં 100 રન બનાવીને ન્યૂઝીલૅન્ડની પકડમાંથી મૅચ છીનવી લીધી હતી. હાર્દિકે 17 બૉલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રનનું યોગદાન આપ્યું હતું.
કૅપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, “તેઓ મેદાન પર નિર્ણય લેતી વખતે સામાન્ય રીતે પોતાની ભાવનાઓને જોવે છે."
પ્લેયર ઑફ મૅચનો ખિતાબ મેળવનાર પંડ્યાએ કહ્યું હતું કે, “હું હંમેશાં રમતી વખતે શું જરૂરી છે એ પરિસ્થિતિને સમજીને રમું છું અને હું પહેલાંથી કંઈ જ નક્કી નથી કરતો. હું મારો વધારાનો સમય મારી હિંમત ભેગી કરવામાં લઉં છું."
“મારા જીવન અને કૅપ્ટનશિપ વિશે મારો એક ખૂબ જ સરળ નિયમ છે - જો હું નીચો જાવ છું, તો હું મારા નિર્ણયો પર નીચો જાઉં છું. જ્યારે હું આઈપીએલ ફાઈનલ રમ્યો, ત્યારે મને લાગ્યું કે બીજી ઈનિંગ વધુ રસપ્રદ રહી હતી. અમે આગામી તબક્કામાં વધુ સારું પ્રદર્શન કરી શકીશું."














