ન્યૂઝીલૅન્ડ સામે જીત છતાં હાર્દિક પંડ્યાએ પીચ પર ગુસ્સે કેમ થયા

ઇમેજ સ્રોત, ANI
ભારતે રવિવારે લખનૌમાં રમાયેલી બીજી ટી-20 મૅચમાં ન્યૂઝીલૅન્ડને છ વિકેટથી હરાવી દીધું છે. આ જીત સાથે ભારતે ત્રણ મૅચની સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે.
ન્યૂઝીલૅન્ડે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટ પર 99 રન કર્યા હતા.
ટી-20 માટે આ સ્કોર આમ તો નાનો હતો, પણ ભારતને જીત માટે છેલ્લી ઓવર સુધી જવું પડ્યું હતું.
ભારતીય કૅપ્ટન હાર્દિક પંડ્યાએ મૅચ બાદ લખનૌની પીચ પર સવાલ ઉઠાવ્યા છે. હાર્દિકે રાંચી અને લખનૌની પીચને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ બંને પીચ ટી-20 માટે બની નથી.

ઇમેજ સ્રોત, ANI
ભારતે બીજી ટી-20માં ન્યૂઝીલૅન્ડને હરાવી દીધું છે, પણ મૅચ અંતિમ ઓવર સુધી રસાકસીવાળી રહી હતી.
100 રનનો સ્કોર ચેઝ કરવો આમ તો સામાન્ય લાગતો હતો, પણ ભારતીય બૅટ્સમૅનોએ છેલ્લી ઘડી સુધી મહેનત કરવી પડી હતી.
અંતિમ ઓવરમાં એવું લાગતું હતું કે ભારત મૅચ જીતી શકે અથવા હારી શકે, અથવા તો મૅચ ટાઈ પડી શકે તેમ હતું.
99 રનનો પીછો કરતા ભારતે ચાર વિકેટ ગુમાવી હતી, પણ અંતિમ ઓવરના પાંચમા બૉલે મૅચ જીતી શક્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્દિક પંડ્યાએ કહ્યું કે લખનૌની પીચ પર બૅટ્સમૅનોને રમવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી અને ભારતીય ટીમ 100 રનનો ટાર્ગેટ 20મી ઓવરમાં ચેઝ થયો હતો.
હાર્દિક પંડ્યાએ કહ્યું કે મને હંમેશા વિશ્વાસ હતો કે અમે રમત જલદી ખતમ કરી દેશું, પણ તેમાં ઘણું મોડું થયું. આ બધા મુકાલબામાં એક-એક પળ મહત્ત્વની છે.
તેમણે કહ્યું કે ઇમાનદારીથી કહું તો આ પીચ આઘાત આપનારી હતી. મને મુશ્કેલ પીચથી કોઈ ફરક નથી પડતો, હું તેના માટે પૂરો તૈયાર રહું છું. પણ બંને પીચ ટી-20 માટે બની નથી.
હાર્દિક પંડ્યાએ કહ્યું કે ક્યાંક ને ક્યાંક ક્યુરેટર અથવા જે મેદાનમાં અમે રમવા જઈએ છીએ, ત્યાં એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ પીચ પહેલાંથી તૈયાર કરે. બાકી હું ખુશ છું.
તેમણે કહ્યું કે 120 રનનો સ્કોર પણ અહીં વિજયી સ્કોર હોત.

ઇમેજ સ્રોત, ANI
આ મૅચમાં જોવા મળ્યું કે ન્યૂઝીલૅન્ડનો કોઈ બૅટ્સમૅન ઝાઝા રન કરી શક્યો નહોતો.
અંતિમ ઓવરમાં ભારતને જીત માટે છ રન કરવાના હતા. તેમ છતાં ન્યૂઝીલૅન્ડે હથિયાર હેઠાં નહોતાં મૂક્યાં અને પછી છેલ્લા બે બૉલમાં ત્રણ રન કરવાના હતા.
પાંચમા બૉલે સૂર્યકુમાર યાદવે ચોગ્ગો મારીને ભારતને જીત અપાવી હતી.
સૂર્યકુમાર યાદવ (અણનમ 26) અને કૅપ્ટન હાર્દિક પંડ્યાની (અણનમ 15) જોડીએ ભારતને જીત અપાવી હતી.
ન્યૂઝીલૅન્ડે રાંચીમાં રમાયેલી પહેલી મૅચ 21 રનથી જીતી હતી. ભારતે હવે સિરીઝમાં બરાબરી કરી લીધી છે. સિરીઝની ત્રીજી મૅચ એક ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.














