You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હમાસે જાહેર કર્યો નવો વીડિયો, બે ઇઝરાયલી બંધકો જીવિત હોવાનો દાવો
- લેેખક, એના ફોસ્ટર
- પદ, બીબીસી ન્યૂઝ, જેરૂસલેમ
હમાસે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ગાઝામાં રાખેલા બે બંધકો જીવિત હોવાના પહેલા પુરાવા દેખાડ્યા છે.
બંધક ઓમરી મિરાને એક વીડિયો ફુટેજમાં કહ્યું કે તેમને 202 દિવસથી બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક બંધક કિથ સેગલે આ અઠવાડીયાના પાસઑવર હોલી-ડેની પણ વાત કરી હતી, જે દર્શાવે છે વીડિયો હાલમાં જ રેકૉર્ડ કરવામા આવ્યો છે.
આ બંનેને ગયા વર્ષે સાતમી ઑક્ટોબરે હમાસે ઇઝરાયલ પર ઘાતક હુમલો કર્યો હતો ત્યારથી બંધક બનાવી લીધા છે.
બંધકોના પરિવારે શું પ્રતિક્રિયા આપી?
આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા બંધકોના પરિવારે કહ્યું અમે તેમની વાપસી માટે લડતા રહીશું.
તેમણે (બંધકોના પરિવારે) ઇઝરાયલની સરકારને બંધકોની સુરક્ષિત વાપસી માટે એક નવી સમજૂતીની માંગણી કરી.
હમાસના નવો વીડિયો જાહેર કરવાની ટાઇમિંગ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે હમાસે ત્યારે વીડિયો જાહેર કર્યો છે જ્યારે ઇઝરાયલે યુદ્ધ વિરામ માટે નવો પ્રસ્તાવ આપ્યો છે.
મીડિયા રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે આ મામલે મધ્યસ્થી કરી રહેલા ઇજિપ્તે વાટાઘાટોને નવેસરથી વેગ આપવા માટે એક પ્રતિનિધિમંડળ ઇઝરાયલ મોકલ્યું હતું.
ઇઝરાયલના વિદેશ મંત્રીએ શનિવારે કહ્યું કે ઇઝરાયલ દ્વારા ગાઝાની દક્ષિણે આવેલા શહેર રફાઇમા થઈ રહેલા હુમલાઓ રોકી દઈશું જો હમાસ બધા જ બંધકોને સુરક્ષિત છોડી દેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંધક કેથ સેગલ અમેરિકાના નાગરિક છે. સેગલ અને તેમની પત્નીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, તેમના પત્નીને નવેમ્બરમાં થયેલા યુદ્ધ વિરામ દરમિયાન તેમના પત્નીને છોડી દેવામાં આવ્યાં હતાં.
કિથની પત્ની અવીવાએ એક વીડિયો નિવેદનમાં જણાવ્યું, “કીથ, હું તમને પ્રેમ કરું છું. અમે તમારી વાપસી માટે લડતા રહીશું.”
તેમણે આ મહિનાની શરૂઆતમાં બીબીસીને જણાવ્યું કે બંધકોને એક સ્થળથી બીજા સ્થળે લઈ જવામાં આવી રહ્યાં હતાં ત્યારે એ બંનેને એક સુરંગમાં છોડી દેવાયા હતા. તેમણે બીબીસીના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું ત્યારે કહ્યું, "હું નથી જાણતી કે કીથ જીવિત છે કે નહીં."
તેમની દીકરી ઇલાને કહ્યું, “આજે મારા પિતાને જીવિત જોયા પછી આપણે એ વાત પર જોર આપવું જોઈએ કે જલદી સમજૂતી થાય. દરેક બંધકને ઘરે પાછા લાવવા જોઈએ. હું દેશના નેતાઓને આ વીડિયો જોવાની માંગ કરું છું, જેમાં અમારા પિતા મદદ માટે રડી રહ્યાં છે.”
કિથની અન્ય દીકરી શિરે કહ્યું, "જો તમે વીડિયો જોયો હોય તો તમને ખબર હશે કે મારા પિતા જાણે છે કે અમે દરેક અઠવાડીયે રૅલીમાં આવીએ છીએ અને તેમની સાથે દરેક બંધકોને છોડાવવા માટે લડત લડી રહ્યાં છીએ."
ઇઝરાયલના પાટનગર તેલ અવીવમાં શનિવારે સાંજે બંધકોને છોડાવવાની માંગણી સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બંધક ઓમરી મિરાનના પિતા દાની મિરાને આ પ્રદર્શનની આગેવાની કરી હતી.
તેમણે એક અસરકારક ભાષણ આપ્યું અને તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે પોતાના પુત્રનો વીડિયો જોતી વખતે ઉત્સાહિત થઈને કહ્યું, "આશા છે કે તે હજુ જીવિત છે."
બંધકના પિતાઓએ ઇઝરાયલ સરકાર સમક્ષ શું માંગણી કરી?
દાની મિરાનના ભાષણમાં રાજકીય મુદ્દાઓ પણ હતા. તેમણે ઇઝરાયલની સરકાર સાથે સીધી વાત કરી હતી. તેમણે પોતાના ભાષણમાં ખાસ કરીને સરકારના ઘોર જમણેરી વિચારધારાવાળા રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બહેન ગ્વિર અને નાણામંત્રી બેઝેલેલ સ્મોટ્રિચન નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બંને નેતાને બંધકોને છોડવા માટે એક સમજૂતી કરવા આહ્વાન કર્યું.
તેમણે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને કોઈપણ વ્યવહારિક સમજૂતીને મંજૂર કરવાનો પણ આગ્રહ કર્યો.
દાની મિરાને પોતાના ભાષણમાં કહ્યું, "બંને લોકો માટે એક નાનું અને અહિંસક પગલું ભરો. તેમણે ઉમેર્યું કે ઇઝરાયલ અને વિશ્વના લોકો રક્તપાતનો અંત અને ખાસ કરીને લોકોની વેદનાનો અંત જોવા માંગે છે."
નોંધનીય છે કે ઓમરીના પિતાના ભાષણ પહેલાં બંધકનો વીડિયો હૉસ્ટેજ સ્ક્વેર પર મોટા પડદા પર દેખાડવામાં આવ્યો હતો.
આ ખૂબ જ અસામાન્ય છે. કારણ કે સામાન્ય રીતે આ પ્રકારના વીડિયો ટીવી પર ચલાવવામાં આવતા નથી.
હૉસ્ટેજ ફૅમિલી ફોરમ હેડક્વાર્ટર્સે કહ્યું કે નવા જાહેર કરેલો વીડિયો એક પુરાવો છે કે ઇઝરાયલની સરકારે બંધકને છોડાવવા માટે કરવી પડતી સમજૂતી માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ.
હમાસે આ અઠવાડિયાની શરૂઆતમાં અન્ય વીડિઓ જાહેર કર્યો હતો. તે વીડિયોમાં 23 વર્ષીય ઇઝરાયેલી-અમેરિકન બંધક હર્ષ ગોલ્ડબર્ગ-પોલીનને તેના નીચલા ડાબા હાથ વિના બતાવવામાં આવ્યો હતો. તે દર્શાવે છે કે દક્ષિણ ઇઝરાયેલ પર હમાસે ગયા વર્ષે સાતમી ઑક્ટોબરના હુમલા દરમિયાન તેમનો હાથ ઉડાવી દેવામાં આવ્યો હતો.
આ વીડિયો જાહેર થયા પછી બંધકના માતા-પિતાએ પણ બંધકને મુક્ત કરવવા માટે નવી સમજૂતી સુરક્ષિત કરવા માટે સરકારને વધું પગલાં લેવા માટે અપીલ કરી હતી.
જ્યારે હમાસે ઇઝરાયલી સમુદાયના લોકો પર હુમલો કર્યો ત્યારે કિથ સેગલ અને તેમના પત્નીનું અપહરણ કિબુત્ઝ કફર અઝામાંથી કરવામાં આવ્યું હતું. જ્યારે મીરાનને કિબુત્ઝ નિર ઓઝમાંથી બંધક બનાવવામાં આવ્યા હતા.
હમાસની સશસ્ત્ર શાખા દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાંદબાણને કારણે 64 વર્ષીય સમર્થક સેગલ અને 46 વર્ષીય મિરાને ઇઝરાયલની સરકારને યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ માટે એક સમજૂતી પર સહમત થવા માટે આગ્રહ કર્યો છે.
મિરાને તે વીડિયોમાં કહ્યું, "હું 202 દિવસથી બંધક છું અને પરિસ્થિતિ અત્યંત અરુચિકર અને મુશ્કેલ છે. આ ઉપરાંત આસપાસ ઘણા બૉમ્બ પણ છે."
ઇઝરાયલ અને હમાસ વચ્ચે બંધકોની મુક્તિ માટે અપ્રત્યક્ષરૂપે વાતચીત ચાલી રહી હતી. પરંતુ કેટલાંક અઠવાડીયાથી ચાલી રહેલી વાતચીત નિષ્ફળ રહી.
હમાસે બાકીના 40 બંધકોની મુક્તિના બદલે છ અઠવાડીયાના યુદ્ધવિરામના પ્રસ્તાવને નકાર્યો છે.
હમાસે અગાઉ આગ્રહ કર્યો હતો કે કોઈપણ સમજૂતીમાં યુદ્ધનો કાયમી અંત, ગાઝામાંથી સંપૂર્ણ ઇઝરાયેલી સૈન્યની વાપસી અને વિસ્થાપિત લોકોની તેમનાં ઘરોમાં વાપસીનો સમાવેશ થવો જોઈએ.
ઇઝરાયેલ ભારપૂર્વક કહે છે કે તેઓ ગાઝામાં હમાસનો ખાતમો કરશે અને બંધકોને છોડાવશે.
ઇઝરાયલને ચેતવણી આપવામાં આવી હતી કે જો રફાહમાં હુમલાઓ થશે તો ત્યાં વિસ્થાપિતરૂપે રહેતા 15 લાખ પેલેસ્ટિનયન લોકો માટે વિનાશક ત્રાસદી નોતરશે. જોકે, ઇઝરાયલ આ ચેતવણી છતાં દક્ષિણ ગાઝાના રફાહમાં આક્રમણની યોજનાઓ સાથે આગળ વધી રહ્યું હોવાનું જણાય છે.
ઇઝરાયલના વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે શનિવારે જણાવ્યું, "અમે રફાહમાં ઓપરેશન માટે તમામ તૈયારીઓ કરી રહ્યા છીએ કારણ કે તે જ કરવાની જરૂર છે."
"પરંતુ હું આશા રાખું છું કે સમજૂતી થશે."
હમાસના હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને હમાસે લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલય કહે છે કે ગાઝામાં ઇઝરાયલના અભિયાનમાં 34,000 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.