એ શહેર, જ્યાં લોકો કરતાં મહાકાય મગરો વધારે રહે છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કૅટી વૉટ્સન
- પદ, સંવાદદાતા ઑસ્ટ્રેલિયા
ડાર્વિન હાર્બર ખાતે સરકારી રેન્જર કેલી ઇવિન - જેમનું કામ મગરોને પકડવાનું અને દૂર કરવાનું છે – તેઓ મગર પકડાવાની જાળ સાથે માંડમાંડ સંતુલત જાળવી રહ્યા છે.
તાજેતરમાં જ આવેલા વાવાઝોડા અને ભારે વરસાદનાં વાદળો આકાશમાં જ છે. બોટનું એન્જિન બંધ હોવાથી મોટે ભાગે શાંતિ છે, જાળની અંદરથી આવતા તૂટકતૂટક છાંટાના અવાજ સિવાય.
ઉશ્કેરાયેલા મગરનાં જડબાંની આજુબાજુ ફાંસી કાઢવાનો પ્રયાસ કરતા ઇવિન કહે છે કે, "આ મગર તમને કોઈ તક નથી આપતો."
અમે ઑસ્ટ્રેલિયાના ઉત્તરીય પ્રાતમાં (NT) છીએ. આ અંદાજે 100,000 જંગલી ખારા પાણીના મગરોનું ઘર છે. જે વિશ્વમાં સૌથી વધુ છે.
રાજધાની ડાર્વિન દરિયાકિનારા અને ભીની જમીનોથી ઘેરાયેલું એક નાનકડું દરિયાકાંઠાનું શહેર છે.
અને તમે અહીં ઉત્તરીય પ્રાતમાં સહેલાઈથી શીખી જાઓ છો કે જ્યાં પાણી હોય ત્યાં મગર હોય જ છે.
આને ખારા પાણીના મગરો તરીકે સ્થાનિક લોકો પીછાણે છે. પરંતુ આ મગરો શિકારના લીધે લગભગ 50 વર્ષ પહેલાં લુપ્ત થવાને આરે હતા.
બીજા વિશ્વયુદ્ધ પછી મગરની (ચામડી) સ્કીનનો વેપાર ખૂબ વધી ગયો હતો અને તેની સંખ્યા ઘટીને લગભગ 3,000 થઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ 1971માં શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે મગરની વસ્તી ફરીથી ઝડપથી વધવા લાગી.
આ હજુ પણ એક સંરક્ષિત પ્રજાતિ છે પરંતુ હવે તેમને કોઈ જોખમ નથી.
ખારા પાણીના મગરની વસ્તી એટલી નાટ્યાત્મક રીતે વધી કે હવે ઑસ્ટ્રેલિયા એક અલગ મૂંઝવણનો સામનો કરી રહ્યું છે. એ મૂંઝવણ છે લોકોને સુરક્ષિત રાખવા આ મગરોની સંખ્યા નિયંત્રણમાં કઈ રીતે રાખવી.
"સૌથી ગંભીર બાબત તો ત્યારે થાય કે જ્યારે લોકો (મગરો સામે) થઈ જાય" મગરના નિષ્ણાત પ્રો. ગ્રેહામ વેબ સમજાવે છે.
"અને પછી રાજકારણીઓ હંમેશાં આંચકા સાથે પ્રતિક્રિયા આપે છે. જાણે કે તેઓ મગરની સમસ્યાનો 'ઉકેલ' કરવા જઈ રહ્યા છે."

મગર અને શિકારીઓ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
NTનું ગરમ તાપમાન અને વિપુલ પ્રમાણમાં દરિયાકાંઠાના વાતાવરણ ઠંડા લોહીવાળા મગરો માટે શ્રેષ્ઠ નિવાસસ્થાન છે. જેમને તેમના શરીરનું તાપમાન જાળવવા માટે સતત હૂંફની જરૂર હોય છે.
ઉત્તરી ક્વિન્સલૅન્ડ અને પશ્ચિમ ઑસ્ટ્રેલિયા તેમજ દક્ષિણ પૂર્વ એશિયાના ભાગોમાં પણ આ મગરોની ખાસ્સી વસ્તી છે.
જ્યારે મગરની મોટાભાગની પ્રજાતિઓ હાનિકારક હોય છે, પરંતુ ખારા પાણીના મગરો આક્રમક હોય છે.
ઑસ્ટ્રેલિયામાં જીવલેણ ઘટનાઓ દુર્લભ છે, પરંતુ એવુ નથી કે તે સાવ બનતી નથી.
ગત વર્ષે એક 12 વર્ષનો બાળકનો ભોગ લેવાયો હતો. મગરથી મૃત્યુની 2018 પછી એનટીની પ્રથમ ઘટના હતી.
ઇવિન અને તેના સાથીદારો માટે આ વર્ષનો સૌથી વ્યસ્ત સમય છે.
સંવર્ધન સિઝન હમણાં જ શરૂ થઈ છે જેને લીધે ખારા પાણીનાં મગરો જગ્યા બદલતા હોય.
તેમની ટીમ અઠવાડિયામાં પાણી પર પહેરો ભરતી હોય છે અને તેઓ ડાર્વિન શહેરની આસપાસ ફેલાયેલી 24 મગરની જાળને તપાસતા હોય છે.
આ વિસ્તાર માછીમારી અને કેટલાક બહાદુર તરવૈયાઓ માટે લોકપ્રિય છે.
આ બંદરમાંથી દૂર કરાયેલા મગરોને મોટાભાગે મારી નાખવામાં આવે છે, કારણ કે જો તેઓને અન્યત્ર છોડવામાં આવે તો તેઓ બંદર પર પાછા ફરે છે.
બે વર્ષથી તેમની "ડ્રીમ જોબ" કરી રહેલા ઇવિન કહે છે, "લોકોને અમે બને તેટલા સુરક્ષિત રાખવાનો પ્રયાસ એ અમારું કામ છે." ઇવિન પહેલાં પોલીસ વિભાગમાં હતા.
"દેખીતી રીતે અમે દરેક મગરને પકડવાના નથી પરંતુ બંદરમાંથી જેટલા વધારે લઈ જઈશું તેટલી જ મગર અને લોકો સાથેની અથડામણનું જોખમ ઘટશે."
જાહેર જનતાને સુરક્ષિત રાખવામાં મદદ કરતું બીજું સાધન એ શિક્ષણ છે.
જીવલેણ મગરો સાથે કામ

NT સરકાર તેના કાર્યક્રમ "Be Crocwise" સાથે શાળાઓમાં જાય છે જે લોકોને શીખવે છે કે કેવી રીતે મગરના વસવાટની આસપાસ જવાબદારીપૂર્વક વર્તવું.
આ કાર્યક્રમ એટલો બધો સફળ થયો કે ફ્લોરિડા અને ફિલિપિન્ઝમાં પણ તેનો અમલ કરવાનું વિચારી રહ્યા છે. જેના લીધે વિશ્વના સૌથી ખતરનાક મગરો અને મનુષ્યો સૌથી ઓછા સંઘર્ષ સાથે રીતે જીવી શકે.
"અમે મગરોના દેશમાં રહીએ છીએ. તેથી આ જળમાર્ગોની આસપાસ પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવા અને તે માટે આપણો પ્રતિસાદ કેવો હોવો જોઇએ ?" નતાશા હૉફમૅન કહે છે.
નતાશા એક રેન્જર છે જેઓ NT માં પ્રોગ્રામ ચલાવે છે.
તેઓ કહે છે, "જો તમે માછીમારી કરી રહ્યા હોય ત્યારે તમે બોટ પર હોવ તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે મગરો પણ ત્યાં છે. તેઓ ઓચિંતો હુમલો કરનારા શિકારીઓ છે. એ માટે તેઓ બેસે છે, રાહ જોવે છે. જો તેની પાસે ખોરાક ઝડપવાની તક હોય તો તે પ્રયત્ન કરશે જ."
NT માં હજુ આ પ્રજાતિ સંરક્ષિત દરજ્જામાં છે તેને જોતા આનો નાશ નજીકનાં ભવિષ્યમાં નથી દેખાઇ રહ્યો.
જોકે ગયા વર્ષે જ સરકારે મગરોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે નવી 10-વર્ષની મગર માટેની યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના મુજબ વાર્ષિક મગરને મારવાનો ક્વોટા 300 થી વધારીને 1,200 કરવામાં આવ્યો છે.
ઇવિનની ટીમ નાગરિકો માટે સીધો ખતરો હોય તેવા મગરોને દૂર કરવાનું કામ કરે છે.
જ્યારે પણ કોઈનું પણ મૃત્યુ થાય ત્યારે ફરીથી નાગરિકો નજીક રહેતા મગરોની અંગે ચર્ચા છેડાઇ છે.
ગયા વર્ષે 12 વર્ષની છોકરીનું મૃત્યુ થયું હતું ત્યાર પછીનાં દિવસોમાં પ્રદેશના નેતા ઈવા લૉલરે સ્પષ્ટ કર્યું કે તે NTમાં મગરોની વસતિને માનવ વસ્તી કરતા વધવા નહીં દે.
હાલમાં તેમની વસ્તી 2,50,000 છે જે જંગલી મગરોની સંખ્યા કરતાં પણ વધુ છે.
તે ચર્ચા NT થી પણ આગળ વધે છે.
ક્વિન્સલૅન્ડ NT ના 25 ટકા જેટલા મગરોનું ઘર છે. પરંતુ ત્યાં પ્રવાસીઓ વધુ આવતા હોવાથી લોકોનાં મૃત્યુ પણ વધારે થાય છે. આના લીધે ચૂંટણીની ચર્ચાઓમાં આ મગરોના ખાત્મા અંગેની ચર્ચા છેડાઇ છે.
મોટો વેપાર

ઇમેજ સ્રોત, Getty Images
શિકારીઓનો વિવાદ તો છે જ પરંતુ તેઓ NT માટે એક આર્કષણ પણ છે. પ્રવાસીઓ અને ફૅશન બ્રાન્ડ્સ તેમનાં ચામડાંની ખરીદી કરવા આતુર હોય છે.
મુલાકાતીઓ "ક્રોક જમ્પિંગ" જોવા માટે એડિલેડ નદી તરફ જાય છે. જેમાં લાકડીના છેડે માંસના ટુકડા લટકાવવામાં આવે છે. જેથી મગર તેને ખાવા પાણીની બહાર કુદકો મારે અને તેને પ્રેક્ષક જોઇ શકે.
સ્પેકટેક્યુલર જમ્પિંગ ક્રોક ક્રૂઝના સુકાની ઍલેક્સ 'વૂકી' વિલિયમ્સ મજાકમાં કહે છે, " તમે તમારા [લાઇફ-જૅકેટ્સ] પહેરી લો" આમ કહી તે બોટ પર મુસાફરીનાં નિયમો સમજાવે છે.
"પરંતુ મારે તમને એ કહેવાની જરૂર નથી કે આ લાઇફ જૅકેટ્સ અહીં સાવ નકામાં છે."
વિલિયમ્સ જે બાળપણથી જ મગરોનો દિવાના હતા તેઓ હવે તેમની વચ્ચે જ કામ કરવાની પુષ્કળ તક મેળવી રહ્યા છે.
આ પ્રદેશમાં આવતા પ્રવાસીઓની સંખ્યા વિશે તે કહે છે, "છેલ્લાં 10 વર્ષોમાં તેનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે."
જ્યારે શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ખેતીની શરૂઆત કરવામાં આવી. હવે આ વિસ્તારની તે આર્થિક ચાલક બની ગઈ છે.
એવો અંદાજ છે કે NT માં લગભગ 1,50,000 મગર કેદ છે.
લૂઇસ વીટન અને હર્મેસ જેવા ફૅશન લેબલ્સ બિર્કીન 35 ક્રોક હૅન્ડબેગ લગભગ અધધધ ચાર કરોડ રૂપિયામાં વેચતા હોય છે તેમણે અહીંયા રોકાણ કર્યું છે.
લક્ઝરી બ્રાન્ડ્સ સાથે કામ કરતા NTના સૌથી અગ્રણી ખેડૂતોમાંના એક મિક બર્ન્સ કહે છે, "લોકો મગરોને સહન કરી શકે તે માટે વ્યાવસાયિક પ્રોત્સાહનો શરૂ કરવામાં આવ્યાં હતાં. કારણ કે અમને વન્યજીવનનો ઉપયોગ કરવા અને સક્ષમ થવા સામાજિક લાયસન્સની જરૂર છે."
તેમની ઑફિસ ડાઉનટાઉન ડાર્વિનમાં છે. તેના સમગ્ર ફ્લૉર પર વિશાળ મગરની ચામડી પથરાયેલી છે. કૉન્ફરન્સ રૂમની દિવાલ પર પણ મગરની ચાર મીટર જેટલી ચામડી ટીંગાડેલી છે.
બર્ન્સ ડાર્વિનથી લગભગ 500km (310 માઇલ) પૂર્વમાં અર્નહેમ લૅન્ડમાં પશુઉછેર સાથે પણ સંકળાયેલા છે. ત્યાં તે મૂળ નિવાસી શિકારોઓ સાથે લક્ઝરી ચીજવસ્તુઓના ઉદ્યોગને મગરની ચામડી વેચે છે. તેઓ મગરનાં ઈંડાનો ઉછેર પણ કરે છે.
આ વિસ્તારના મૂળ માલિકોમાંના એક ઓટ્ટો બુલમાનિયા કૅમ્પિયન કે જેઓ બર્ન્સ સાથે કામ કરે છે, તેઓ કહે છે કે, ઉદ્યોગનાં લીધે આર્થિક લાભ મૂળનિવાસીઓ અને આ વિસ્તારનાં લોકોને મળે તે સુનિશ્ચિત કરવા માટે આવી ભાગીદારી જરૂરી છે.
'નદીમાં જશો તો 100 ટકા માર્યા જશો'

હજારો વર્ષોથી મગરો આ વિસ્તારની સંસ્કૃતિમાં છવાયેલા છે. આ મગરો પણ તેમની પવિત્ર વાર્તાઓ જીવન અને આજીવિકાને આકાર આપવામાં ભૂમિકા ભજવી છે.
બાલંગરા મૅન કહે છે, "મારા પિતા અને બધા વડીલો મગરોનો શિકાર કરતા. તે તેનું ચામડું કાઢતાં અને ચા, લોટ અને ખાંડના બદલામાં વેપારીને તે આપી દેતા. જો કે તે સમયે રૂપિયાનું અસ્તિત્વ નહતું."
"હવે અમે અમારા લોકોને આ મગરોને સંભાળતા જોવા માંગીએ છીએ."
પ્રાણી કર્મશીલોમાં એ બાબતની ચિંતા છે કે આ રીતે મગરોને કેદમાં રાખવામાં આવે છે.
મગર સામાજિક પ્રાણીઓ હોવા છતાં તેને સામાન્ય રીતે ખાનગી વાડામાં રાખવામાં આવે છે. જેનાથી આ મગરનુ ચામડું દોષરહિત રહે.

ઇમેજ સ્રોત, Aboriginal Swamp Rangers Aboriginal Corporation
ડાર્વિનમાં દરેક વ્યક્તિ પાસે આ જીવ વિશે પોતાની આગવી વાર્તા છે. તેઓ તેમને વધુ સંખ્યામાં શિકાર કરતા જોવા માંગતા હોય અથવા તો વધુ સરી રીતે સાચવવા મંગતા હોય. .
પરંતુ તેમના પર જે તવાઇ છે તેની કલ્પના પણ કોઇને નથી.
"જો તમે ડાર્વિનની બાજુમાં એડિલેડ નદીમાં [તરવા] જાઓ છો, તો 100% શક્યતા છે કે તમે માર્યા જશો," પ્રોફેસર વેબ મેટર-ઑફ-ફેક્ટલી કહે છે.
"માત્ર પ્રશ્ન એ છે કે તે પાંચ મિનિટ લેશે કે 10 મિનિટ. મને નથી લાગતું કે તમે ક્યારેય 15 મિનિટ સુધી તરી શકો. તમને મગરો ફાડી ખાશે." તેઓ ઉમેરે છે. તેના ટ્રાઉઝર સહેજ હટાવી પગ પરનું એક નિશાન બતાવે છે. લગભગ ચાલીસ વર્ષ પહેલાં એક ક્રોધિત મગર સાથે તેમની અથડામણ થઇ હતી. ત્યારે તેઓ ઇંડા એકત્રિત કરી રહ્યા હતા.
મગરોની સંખ્યા નિયંત્રણમાં રાખવી. તેમાંથી પૈસા કમાવવા અને સત્તાધિકારીઓની વ્યવહારિકતા અંગે તે પોતાનો મત જાહેર કરે છે કે, આ જીવન જીવવાની એક રીત છે. જે નજીકના ભવિષ્યમાં અહીં આમ જ રહેશે છે.
"અમે જે કર્યું છે તે બહુ ઓછા લોકો કરી શકે છે. ખૂબ જ ગંભીર શિકારી મગરોને સંચાલિત કર્યા અને લોકોને પણ તેમને સહન કરવા લાયક બનાવ્યા."
" સિડની, લંડન અથવા ન્યૂ યૉર્કમાં આવા મગરોને મુકો અને પછી જુઓ. એ લોકો સહેજ પણ સહન કરવા તૈયાર નહીં થાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












