ઝારખંડ : કથિત જમીન ગોટાળો શું છે જેમાં હેમંત સોરેનની ધરપકડ થઈ?

ઇમેજ સ્રોત, ANI
પ્રવર્તન નિદેશાલય(ઈડી)એ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરી છે. સમાચાર એજન્સી એએનઆઈએ તેની પુષ્ટિ કરી છે.
હેમંત સોરેને તેમની ધરપકડ થાય તે પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. એ પહેલા ઈડીએ કથિત મની લોન્ડરિંગના કેસમાં તેમની છ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.
ત્યારબાદ ઝારખંડના સત્તાધારી ગઠબંધને ચંપઈ સોરેનને પોતાના નેતા ચૂંટી લીધા છે.
જોકે, બીબીસી સહયોગી રવિ પ્રકાશે આપેલી માહિતી અનુસાર ચંપઈ સોરેને 47 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને આપ્યા છતાં પણ રાજ્યપાલે તેમને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું નથી.
કૉંગ્રેસ નેતા રાજેશ ઠાકુરે કહ્યું, “આજે તેમણે (હેમંત સોરેને) નક્કી કર્યું હતું કે તેઓ રાજીનામું આપશે.”
આ પહેલાં ઝારખંડ સરકારના મંત્રી બન્ના ગુપ્તાએ જણાવ્યું, “અમે ચંપઈ સોરેનજીને વિધાયક દળના નેતા ચૂંટી કાઢ્યા છે. અમારી રાજ્યપાલને વિનંતી છે કે તેમને શપથ લેવડાવાય.”
ઝારખંડના મંત્રી આલમગીર આલમે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અમારી પાસે 47 ધારાસભ્યોનો ટેકો છે. અમે નવી સરકાર રચવાનો દાવો કર્યો છે. અમારા નવા મુખ્ય મંત્રી ચંપઈ સોરેન હશે. અમને શપથવિધિ માટે સમય નથી અપાયો.”
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)નાં સાંસદ મહુઆ માંઝીએ જણાવ્યું છે કે સત્તાધારી ગઠબંધન પાસે બહુમત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન મુખ્ય સચિવ અને ડીજીપી પણ મુખ્ય મંત્રીના આવાસે પહોંચ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અને એસએસપી પણ મુખ્ય મંત્રી નિવાસે પહોંચ્યા હતા.

ઇમેજ સ્રોત, ravi prakash
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લાં ઘણા દિવસોથી ઈડીના અધિકારીઓ હેમંત સોરેનની શોધખોળ કરી રહ્યા હતા અને પહેલા પણ ઝારખંડ અને દિલ્હીમાં તેમને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
એ પહેલા એક નાટકીય ઘટનાક્રમ સર્જાયો હતો જેમાં તેઓ લાપતા છે એવા અહેવાલ પણ વહેતા થયા હતા.
તારીખ હતી 27 જાન્યુઆરી. સાંજે સાડા પાંચ વાગ્યા હશે. ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેનનો કાફલો રાંચીના કાંકે રોડ પરના સરકારી આવાસથી રાજભવન જવા નીકળ્યો.
તેઓ મુખ્ય મંત્રી નિવાસસ્થાનથી આશરે 500 મીટરના અંતરે આવેલા રાજભવનમાં ગણતંત્ર દિવસ સમારોહ પછી થનારા બીટિંગ રિટ્રીટ સમારોહમાં સામેલ થવા ગયા. ત્યાં તેમની મુલાકાત રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન, બીજા મુખ્ય લોકો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે થઈ.
સમારંભ સંપન્ન થાય એ અગાઉ જ તેઓ તેમના નિવાસસ્થાને પરત જતા રહ્યા. તે પછી તેઓ રાંચીના બિરસામુંડા ઍરપૉર્ટ પર જતા રહ્યા હતા.
ત્યાંથી તેમણે રાત્રે નવ વાગ્યા પછી દિલ્હી જવા માટે ચાર્ટર ફ્લાઇટ પકડી હતી.
આ ચાર્ટર પ્લેન કેટલાક કલાક અગાઉ જ તેમની રાહમાં ઍરપૉર્ટ પર ઊભું હતું.
દિલ્હી જવાનો તેમનો કાર્યક્રમ અચાનક જ બની ગયો.
27 જાન્યુઆરીનો કાર્યક્રમ છેલ્લો હતો જેમાં તેઓ સાર્વજનિક રીતે દેખાયા હતા.
આ પછી તેઓ દિલ્હીમાં ક્યાં ગયા, કોને મળ્યા, કે પછી તેમની આ યાત્રાનું કારણ શું હતું, આ વિશે તેમના કાર્યાલયે કોઈ સત્તાવાર માહિતી નથી આપી.
મીડિયામાં એ ચર્ચા રહી કે તેઓ કાયદાકીય સલાહ માટે દિલ્હી ગયા છે.
તેમની પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)એ 29 જાન્યુઆરીની બપોરે કહ્યું તે તેઓ વ્યક્તિગત કારણોસર દિલ્હી ગયા હતા. તેમની ગોપનીયતાનું ધ્યાન રાખવું જોઈએ.
કથિત જમીન ગોટાળો શું છે જેમાં સોરેનની ધરપકડ થઈ?

ઇમેજ સ્રોત, Rajbhawan Jharkhand
ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેનની ઈડીએ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ કથિત જમીન ગોટાળામાં ધરપકડ કરી છે.
તેમણે મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તરત જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
સોરેન સામે ઝારખંડમાં વ્યાપકપણે કથિત જમીન કૌભાંડના આરોપો છે. ઈડી પ્રમાણે તેમના પર છેતરપિંડીથી ગેરકાયદેસર રીતે મેળવેલી જમીનના મુખ્ય લાભાર્થી હોવાનો આરોપ છે.
એજન્સીની તપાસ એક એવા નેટવર્ક તરફ નિર્દેશ કરે છે જેમાં દલાલો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. આ નેટવર્કે જમીનના હસ્તાંતરણ માટે અથવા રિયલ એસ્ટેટની માલિકી એક પક્ષમાંથી બીજા પક્ષમાં ટ્રાન્સફર કરતા કાનૂની દસ્તાવેજોમાં, બનાવટી ખત બનાવવા માટે જમીનના રેકૉર્ડમાં છેડછાડ કરી હતી.
છેડછાડ કરાયેલા આ દસ્તાવેજોનો ઉપયોગ અનેક વ્યક્તિઓ અને કંપનીઓને જમીન વેચવા માટે કરવામાં આવે છે. જેના કારણે આરોપીઓને કથિત ફાયદો થયો હોવાનું કહેવાય છે.
ઈડીની તપાસમાં ગેરકાયદેસર વ્યવહારો અને જમીન સંપાદનની એક પેટર્ન બહાર આવી છે, જેમાં સોરેનને મુખ્ય ખેલાડી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ઈડીએ સંરક્ષણ ડીફેન્સ લૅન્ડ સહિત પ્રાઇમ લેન્ડ પાર્સલના છેતરપિંડીથી કરેલા સંપાદનની વિગતો આપતી ચાર્જશીટ દાખલ કરી છે જેની કિંમત વર્તમાન બજાર કિંમતોમાં ₹74 કરોડથી વધુ છે. આ મોડસ ઑપરેન્ડીમાં ‘બેક ડેટેડ ડીડ’ બનાવવા, ખોટા રેકૉર્ડ બનાવવા અને કાયદેસર વ્યવહારો બતાવવા માટે નકલી સ્ટૅમ્પ અને સીલનો ઉપયોગ સામેલ હતો.
આ કેસમાં કેન્દ્રીય તપાસ ઍજન્સીએ અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે. જેમાં 2011ની બૅચના આઈએએસ અધિકારી છવી રંજનનો પણ સમાવેશ થાય છે. કોલકાતા સ્થિત બિઝનેસમેન અમિત કુમાર અગ્રવાલની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
ભાજપે જાહેર કર્યું હતું પોસ્ટર

ઇમેજ સ્રોત, TWITTER @HEMANTSORENJMM
આ અગાઉ સોમવારે સવારથી જ મીડિયામાં તેમના ‘ટ્રેસલેસ’ હોવાના સમાચાર હતા.
રાજ્યના મુખ્ય વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ રાંચીના એક પોલીસ સ્ટેશનમાં તેમના કથિત રીતે ગુમ થવા બાબતે એક લેખિત સૂચના પણ નોંધાવી હતી.
તેમની સુરક્ષામાં લાગેલા ઝારખંડ પોલીસના ડીએસપી સ્તરના એક અધિકારી 28 જાન્યુઆરીએ જ રાંચી પરત આવી ગયા હતા. તેમની સાથે ઝારખંડ પોલીસની સ્પેશિયલ બ્રાંચના કેટલાક અધિકારીઓ જ તેમની સુરક્ષામાં સામેલ રહ્યા હતા.
આ બાબતે ભાજપના નેતાઓએ ટિપ્પણીઓ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કથિત રીતે તેમના ગુમ હોવા બાબતે પોસ્ટર પણ જારી કરી દીધું.
ગાયબ હોવાની ચર્ચા કેમ ચાલી?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
જમીનની હેરાફેરી સંબંધિત એક મામલામાં મુખ્ય મંત્રી હેમંત સોરેનને સમન્સ મળ્યા પછી પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)ની એક ટીમ સોમવારે સવારે તેમના દક્ષિણ દિલ્હીમાં આવેલા ઘર પર પહોંચી હતી.
જ્યારે અધિકારીઓની આ ટીમ શાંતિ નિકેતનમાં આવેલા તેમના ઘરે પહોંચી તો મુખ્ય મંત્રી ત્યાં હતા નહીં.
આ પછી તરત જ મીડિયામાં સમાચારો આવ્યા કે હેમંત સોરેનની કોઈ ભાળ નથી મળી રહી. તે કથિત રીતે ટ્રેસલેસ થઈ ગયા છે.
આ પછી ઝારખંડ મુક્તિ મોર્ચાના કેન્દ્રીય મહાસચિવ અને પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ રાંચીમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું, “મુખ્ય મંત્રી હેમંત સોરેન પાર્ટીના સંપર્કમાં છે. વ્યક્તિગત કામે દિલ્હી ગયા છે. પાછા પણ આવી જશે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ અગાઉ મુખ્ય મંત્રી કાર્યાલયે તેમના તરફથી ઇડીને મોકલેલા એક ઇ-મેઇલમાં મુખ્ય મંત્રી કાર્યાલયે કહ્યું હતું કે ઇડીના અધિકારીઓ 31 જાન્યુઆરીએ બપોરે એક વાગ્યે અથવા તે પછી મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવી તેમનું નિવેદન નોંધી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે ઇ-મેઇલમાં પણ મુખ્યમંત્રીએ ઇડી પર રાજનીતિથી પ્રેરાઈને કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
મુખ્ય મંત્રી હેમંત સોરેને લખ્યું, “31 જાન્યુઆરીના રોજ અથવા તે અગાઉ મારું નિવેદન નોંધવાનો તમારો (ઇડી) પ્રયાસ દુર્ભાવનાપૂર્ણ છે. રાજ્ય સરકારના કામકાજમાં ખલેલ પહોંચાડવા માટે તમારી કાર્યવાહી રાજકીય પ્રેરિત છે.
"તમે 20 જાન્યુઆરીના રોજ સાત કલાક સુધી મારી પૂછપરછનું વીડિયો રેકૉર્ડિંગ કોર્ટમાં રજૂ કરવા સાચવી રાખો."
આમ છતાં, તેના ગુમ થવાના અહેવાલો મીડિયામાં ફરતા રહ્યા.
સોરેનના દિલ્હીના ઘરે શું થયું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
હેમંત સોરેનના દિલ્હીના નિવાસસ્થાન પર તૈનાત ઇડીના અધિકારીઓની ટીમ સોમવારે મોડી રાત્રે તેમના ઘરેથી નીકળી હતી અને HR 26 EM 2836 નંબરવાળી કાર પણ લઈ ગઈ હતી. જેનો ઉપયોગ મુખ્ય મંત્રીએ તેમના દિલ્હી રોકાણ દરમિયાન કથિત રીતે કર્યો હતો.
તેમણે ત્યાં હાજર મીડિયા સાથે વાત કરી ન હતી. જો કે આ કાર કોના નામે રજીસ્ટર્ડ છે તે સ્પષ્ટ નથી.
ત્યારે ઇડીના અધિકારીઓએ પણ ત્યાં હાજર મીડિયા સાથે વાત પણ કરી ન હતી.
બીજા દિવસે 30 જાન્યુઆરીએ સૂત્રોના હવાલાથી મીડિયામાં અહેવાલ આવ્યો કે ઇડીએ હેમંત સોરેનના ઘરેથી લગભગ 36 લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે.
ઇડીએ હજુ સુધી કારની જપ્તી કે રૂપિયાની રિકવરી પર સત્તાવાર કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
દિલ્હી અને રાંચીમાં ચાલી રહેલા હલચલ અને તેમના કથિત ગુમ થવા અંગેની અટકળો વચ્ચે, મુખ્ય મંત્રી હેમંત સોરેન 30 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે તેમનો કાફલો મુખ્ય મંત્રી નિવાસસ્થાન અંદર જતો જોવા મળ્યો હતો.
તેમણે ત્યાં પહેલાથી હાજર શાસક ગઠબંધનના ધારાસભ્યો અને તેમની સરકારના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતાં.
આ અગાઉ તેઓ ધારાસભ્યોને ઉષ્માભેર મળ્યા હતા. કૉંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીર પણ ત્યાં હતા.
આ પછી, તેઓ તેમના કાફલા સાથે રાંચીના મોરાબાદી વિસ્તારમાં આવેલી બાપુ વાટિકા ગયા અને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી.
જ્યારે પત્રકારોએ મુખ્ય મંત્રીને પૂછ્યું કે તેઓ 40 કલાક ક્યાં હતા, ત્યારે હેમંત સોરેને કહ્યું, "તમારા હૃદયમાં હતો."














